________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત
૩૭
અસંખ્ય પ્રદેશ આતમના જાણો, શુદ્ધ વાસ જીવ જોય રે । ગુણપર્યાય સ્વભાવ અનંતા, એકેક પ્રદેશે જોય રે । || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ર
જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન ત્રિભંગી, આતમમાંહી સમાય રે । અસ્તિ નાસ્તિ સમકાલે સાધે, એવો આતમ રાય રે ।। || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ॥૩॥
પ્રત્યેક આત્માના અસંખ્ય અસંખ્ય આત્મપ્રદેશો છે. શુદ્ધ એવું જીવતત્ત્વ આ જ પ્રદેશોમાં વસવાટ કરે છે અન્યદ્રવ્યમાં આ જીવદ્રવ્ય વસતું નથી એમ તમે જાણો. આ આત્માના એક એક પ્રદેશોમાં અનંતા અનંતા ગુણસ્વભાવો અને પર્યાયસ્વભાવો છે એમ તીર્થંકર ભગવંતો કહે છે. સહવર્તી ધર્મો તે ગુણ અને ક્રમવર્તી ધર્મો તે પર્યાય કહેવાય છે. ર॥
જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન, આ ત્રણે ભાંગાની બનેલી સુંદર ત્રિભંગી આત્માની અંદર સમાય છે. આત્મ સ્વરૂપ જાણનાર પણ આત્મા છે માટે તે જ્ઞાતા. જાણવા લાયક પણ આત્માનું સ્વરૂપ જ છે. કારણ કે તે જ પોતાનું સ્વરૂપ છે માટે તે જ્ઞેય. અને આત્મસ્વરૂપનું જાણવું તે જ્ઞાન આ ત્રણેની ત્રિભંગી આત્મામાં જ છે. આ આત્મા એક જ કાળે અસ્તિ સ્વરૂપ પણ છે અને નાસ્તિ સ્વરૂપ પણ છે. એવો આ આત્મારૂપી મહારાજા છે.
અહીં જ્ઞાતા એટલે જાણનાર, એ પણ આત્મા જ છે. જ્ઞેય એટલે જાણવા લાયક સ્વરૂપ, પરમાર્થે આત્માનું શુદ્ધ સ્વરૂપ જ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org