________________
૩૨
વાસ્તુક-પૂજા વિધિ
ઢાળ
(સાંભળજો મુનિ સંયમ રાગી, ઉપશમ શ્રેણી ચઢીઆ રે-એ દેશી) શ્રી શંખેશ્વર પાર્શ્વ પ્રભુ નિત્ય, મન મંદિરમાં ધરીએ રે। ધ્યાવી ગાવી પાપ ગુમાવી, શ્રદ્ધા સમકિત વરીએ રે ।। શ્રી શંખેશ્વર ૧ યાદવલોકની જરા નિવારી, ષડ્દર્શન વિખ્યાત રે । વામાનંદન જગ જન વંદન, નમતાં પાવન ગાત્ર રે । શ્રી શંખેશ્વર ॥૨॥ પર પરિણતિથી અષ્ટકર્મગ્રહી, પરભોગી પરકર્તા રે ।
અર્થ :- શ્રી શંખેશ્વરમાં બીરાજમાન એવા પાર્શ્વનાથ પ્રભુજીને હંમેશાં આપણે પોતાના મન રૂપી મંદિરમાં ધારણ કરીએ અને તે પરમાત્માનું ધ્યાન કરીને ગુણગાન ગાઇને પૂર્વે કરેલાં પાપોને ગુમાવીને શ્રદ્ધારૂપી સમ્યક્ત્વગુણને મેળવીએ (પ્રાપ્ત કરીએ.) ||૧||
જે આ પાર્શ્વનાથ પ્રભુએ (કૃષ્ણ મહારાજા અને જરાસંઘના યુદ્ધ પ્રસંગે) યાદવકુલ ઉપર મૂકાયેલી જરાનું (એવા પ્રકારની તુચ્છ વિદ્યાનું) નિવારણ કર્યું છે. એવા, તથા છએ દર્શનોના અનુયાયીઓમાં અને શાસ્ત્રોમાં જે અતિશય પ્રસિદ્ધ છે એવા તથા વામારાણીના પુત્ર અને જગતના સર્વજીવોને વંદનીય એવા શ્રીપાર્શ્વનાથ પ્રભુને નમસ્કાર કરવાથી આપણા શરીરનાં ગાત્રો (અવયવો-હાથ, પગ વ.) પવિત્ર થાય છે.રા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org