________________
- ચતુર્થપૂજા કે
| દુહા શરીર પુદ્ગલમાં વસ્યો, પુદ્ગલ માની ગેહ | પરભવ સાથ ન આવતું, ક્ષણમાં નાશી તેહ ૧૫, દેહ અનંતા છંડીયા, ભટકી આ સંસાર | લાખ ચોરાશી હું ભમ્યો, તાર તાર પ્રભુ તાર IPરા.
આ પુદ્ગલ (શરીર) એ જ મારું ઘર છે એમ માનીને હે પ્રભુ! શરીરરૂપી પુદ્ગલના ઘરમાં હું ઘણું રહ્યો. પરંતુ આ શરીર પરભવમાં જતાં ક્યાંય સાથે આવ્યું નથી. આવતું નથી અને આવશે પણ નહીં. આ શરીર તો ક્ષણ માત્રમાં વિનાશ પામનારૂં એટલે કે નાશ પામનારૂં આ ઘર છે.
આ સંસારમાં બહુ સ્થાનોએ ભટકી ભટકીને એટલે કે ચોર્યાશી લાખ યોનીઓમાં હું ઘણું ભમ્યો છું અને આવાં અનંતાં શરીરો મેં પ્રાપ્ત કરીને છોડેલાં છે. તેથી હે પ્રભુ! તું મને આ સંસારથી તાર, તાર, તાર. આર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org