________________
૪૨
વાસ્તુક-પૂજા વિધિ મિથ્યા પરિણતિ નાશક તારક, આત્મ સ્વભાવે સુહાઈ ! પરમાતમ પદ પ્રાપ્તિકારક, સુખકર સમકિત દાયી રે !
છે એ વાસ્તુકપૂજા ગાઇ રા ધરણેન્દ્ર પદ્માવતી દેવી, જેહની સાથે સેવ ! સુરપતિ યતિ તતિ ભૂપતિ પૂજિત, શ્રી શંખ
છે એ વાસ્તુકપૂજા ગાઇ ૩
આત્મઘરમાં વસવાની શુભભાવ વાસ્તુકપૂજા ગાઈ.
અચલ (આવેલી જાય નહી તેવી), અમલ (દોષોથી રહિત) અભંગ (ભાંગી ન પડે તેવી), મહોદય (આત્માના મહાન ઉદયવાળી) એવી પોતાના આત્માની શુદ્ધ સત્તાનું જ ધ્યાન કરીને સમ્યકત્વગુણની પ્રાપ્તિ થાય એ હેતુથી આવી ભાવવાસ્તુકપૂજા કરતાં (તેની રચના કરતાં) સર્વત્ર હર્ષની વૃદ્ધિ થઇ. ||૧||
આ ભાવવાસ્તુકપૂજા અનાદિકાળથી આત્મામાં જે મિથ્યા-ભાવની પરિણતિ છે તેનો નાશ કરનારી છે. સંસારથી તારનારી છે. આત્માના શુદ્ધસ્વભાવના સુખને શોભાવનારી છે. પરમાત્મપદની પ્રાપ્તિને કરાવનારી છે. આત્માના સાચા સુખને કરનારી છે. તથા સમ્યકત્વગુણને આપનારી છે. તેરા
ધરણેન્દ્ર દેવ અને પદ્માવતી દેવી જે પાર્શ્વનાથ પ્રભુની પ્રતિદિન સેવા કરે છે. તથા સુરપતિ (દેવોના ઇન્દ્રો=૬૪ ઇદ્રો)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org