________________
૪૧
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત એણી પેરે વાસ્તુકપૂજા કરશે, તે તરશે સંસાર રે ! બુદ્ધિસાગર ક્ષાયિક સમકિત, પામી લહે ભવપાર રે !
| || શ્રી શંખેશ્વર પાસજી ગાવો ૯ો.
અથ કલશ (ગાઈ ગાઈ રે એ વાસ્તુકપૂજા ગાઈ) અચલ અમલ અભંગ મહોદય, શુદ્ધ સત્તા નિજ ધ્યાયી ! સમકિત દાયક હેતે પૂજા, કરતાં હર્ષ વધાઈ રે !
એ વાસ્તુકપૂજા ગાઇ /૧
આવા આત્માના શુદ્ધ સ્વરૂપાત્મક ઘરમાં વસવાટ પ્રાપ્ત કરવા માટે અમે ભાવથી આ વાસ્તુકપૂજા બનાવી-ભણાવી છે. એમ આ વાત પ્રમાણયુક્ત જાણવી. પેટા
ઉપર સમજાવ્યા પ્રમાણે જે ભવ્ય આત્માઓ (ભાવવાસ્તુ પૂજાનું લક્ષ્ય રાખીને) વાસ્તુકપૂજા કરશે (ભણશે અને ભણાવશે) તેઓ આ અપાર સંસારસાગર તરી જશે. બુદ્ધિનો મહાસાગર એવા તે મહાત્માઓ તુરંત ક્ષાયિકસમ્યકત્વ પ્રાપ્ત કરીને આ ભવસમુદ્રનો પાર પ્રાપ્ત કરશે. (અહીં બુદ્ધિ શબ્દથી આ પૂજાના કર્તાનું “બુદ્ધિસાગરસૂરિજી” એવું નામ પણ અંદર ધ્વનિત થાય છે.) હા
કળશના અર્થ :- ગાઇ, ગાઈ, અરે અમે બધાએ સાથે મળીને સુંદર એવી આ (આત્માની સ્વભાવદશાની પ્રાપ્તિ રૂપ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org