________________
૪૦
વાસ્તુક-પૂજા વિધિ સ્વરૂપી જ્ઞાનાનંદી, ચેતન વાસ કહાય રે || સુખ અનંતુ ચેતન ઘરમાં, વચન અગોચર થાય રે !
| શ્રી શંખેશ્વર પાસજી ગાવો ૭ll. આત્મા થકી છૂટે જબ કર્મ, તબ પામે શિવસ્થાન રે ! શાશ્વત અમલ અચલપદ ભાવે, વાસ્તુપૂજા માન રે ..
_| શ્રી શંખેશ્વર પાસજી ગાવો //૮ અવક્તવ્ય પણ છે. એમ પરસ્પર વિરોધી દેખાતા પરંતુ પરમાર્થે અવિરોધી એવા ૪ યુગલધર્મો એટલે કે આઠ પક્ષોના આધારભૂત આ આત્મદ્રવ્ય છે. [૬]
શુદ્ધસ્વરૂપવાળા અને જ્ઞાનમાં જ આનંદ માણવાના સ્વભાવવાળા એવા આ આત્માનો ચૈતન્યસ્વભાવમાં જે વસવાટ થાય તે જ સાચો “વાસ (વસવાટ)” કહેવાય છે. કારણ કે ચૈતન્યાત્મક પોતાના ઘરમાં કરાનારો વસવાટ એટલું બધું અસંતુ (અપરિમિત) સુખ આપે છે કે જે વચનોથી કહી ન શકાય તેવું છે. છા
અનાદિકાળથી આ આત્માને લાગેલાં જે જે કર્યો છે. તે કર્મો આત્માથી જ્યારે છુટાં પડે છે. ત્યારે આ આત્મા મુક્તિસ્થાન પામે છે. આવા પ્રકારનું આ મુક્તિસ્થાન શાશ્વત છે (અનંતકાળ રહેનારું છે) અમલ છે. (સર્વથા કર્મમલ તથા રાગદ્વેષાદિ ભાવમલ રહિત છે.) તથા અચલપદ છે (જે સ્થાનથી ફરીથી સંસારમાં પુનઃ જન્મ-મરણ કરવા આવવાનું જ રહેતું નથી.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org