________________
[ અથ પંચમ પૂજા
દુહા | સદ્ગુરુ પંચમહાવ્રતી, પંચ મહાવ્રત ધાર | ભાવથી વાસ્તુકપૂરના, કહેવે અંતિસુખકાર I/૧ પુદ્ગલદ્રવ્યથી ભિન્ન છે, અચલ અમલ ગુણગાન ! શુદ્ધ બુદ્ધ પરમાતમા, ચિદાનંદ ભગવાન રા.
અર્થ :– આત્માનું હિત સમજાવનારા આચાર્ય ઉપાધ્યાય પ્રવર્તક-સ્થવિર અને સામાન્ય સાધુ એમ પાંચ પ્રકારના સગુરુ (ઉત્તમ ધર્મગુરુ) જાણવા. જેઓ પાંચ મહાવ્રતને ધારણ કરનારા હોવાથી “મહાવ્રતી” કહેવાય છે. જે ધર્મગુરુઓ આગમશાસ્ત્રોના આધારે આત્માના અત્યન્ત સુખને કરનારી એવી ભાવથી વાસ્તુકપૂજા (શુભ વાસ્તુપૂજા) આ પ્રમાણે કહે છે. (સમજાવે છે.) I૧
આ આત્મા પુદ્ગલદ્રવ્યથી (સર્વ પૌગલિક ભાવોથી) અત્યન્ત ભિન્ન છે. વળી આ આત્મા પોતાના શુદ્ધ સ્વરૂપની અપેક્ષાએ અચલ છે. નિર્મળ છે. ગુણોનો ભંડાર છે. અત્યન્ત શુદ્ધ બુદ્ધ દ્રવ્ય છે. પરમ આત્મસ્વરૂપ છે. જ્ઞાનના આનંદમય છે. અને ભગવાન સ્વરૂપ છે. રા.
ન
Jáin Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org