________________
-
-
-
-
-
ભા
૩૪
વાસ્તુક-પૂજા વિધિ ભવમાં ભમતાં પુણ્યોદયથી, સદ્ગુરુ સહેજે મળીયા રો. બુદ્ધિ શિવ સુખ પામે અવિચળ, સકળ મનોરથ ફળીયા રે
! શ્રી શંખેશ્વર દા. મંત્ર- ૐ નમો ભગવતે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથાય હું ધરણેન્દ્ર-પદ્માવતી સહિતાય જન્મ-જરા-મૃત્યુ નિવારણાય શુદ્રોપદ્રવશમનાય જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફલ, યજામહે સ્વાહા | જીવ “આ મારા સારા મિત્રો છે', એમ માની ભક્તો (મિત્રો) બનાવી અનંત સંસારમાં ઘણું ફર્યો. આવા પ્રકારની ઉલટી બુદ્ધિથી પોતાના આત્માનું સ્વરૂપ તે ભૂલી ગયો. પા
અનંત એવા આ સંસારમાં ભમતાં ભમતાં પૂર્વે કરેલા કોઈ અભૂત પુણ્યોદયથી સહેજે સહેજે સદ્દગુરુ (સાચો ધર્મ સમજાવનારા મહાત્મા પુરુષો મળ્યા, આવા ગુરુની પાસેથી અવિચળ (કદાપિ ચલિત ન થાય તેવી) બુદ્ધિ અને મુક્તિસુખ આ જીવ અવશ્ય પામે જ છે. જેનાથી આ જીવના મનના સર્વે મનોરથો ફળીભૂત થયા એમ જ સમજવું. (અહીં બુદ્ધિ શબ્દથી આ પૂજાના કર્તાનું નામ પણ ધ્વનિત થાય છે.) ૬/
મંત્રનો અર્થ:- હીં એવા મંત્રાક્ષર સહિત ધરણેન્દ્રદેવ અને પદ્માવતી દેવીથી સારી રીતે સેવાતા એવા શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને ૐ એવા મંત્રાલરપૂર્વક અમારા નમસ્કાર થાઓ. આ સંસારમાં ભવોભવમાં પ્રાપ્ત થતા એવા જન્મ-જરા અને મૃત્યુના નિવારણ માટે તથા તુચ્છ એવા ઉપદ્રવોના નિવારણ માટે પાર્શ્વનાથ પ્રભુની અમે જલ, ચંદન, પુષ્પ, ધૂપ, દીપક, અક્ષત, નૈવેદ્ય અને ફળ દ્વારા પૂજા કરીએ છીએ. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org