________________
પૂ. આચાર્ય શ્રી બુદ્ધિસાગરસૂરિજી કૃત
ઢાળ | મલ્લિજિન વંદીએ ભવિ ભાવે રે I એ દેશી II શંખેશ્વર પાસ પ્રભુ નિત્ય ગાવો રે. શાશ્વત શિવ કમલા પાવો || શંખેશ્વર કાશીદેશ વાણારસી ગામ રે, વિશ્વસેન રાજા અભિરામ રે, વામાં માતા સુખ વિશ્રામ શંખેશ્વર ૧// પ્રભુ માત કુખે જબ આયા રે, ઇંદ્ર ચોસઠ સુરગિરિ લાયા રે | સુરાસુર મનમાં હરખાયા | શંખેશ્વર તેરા
અર્થ– શંખેશ્વર નામના તીર્થમાં બીરાજમાન એવા શ્રી પાર્શ્વનાથ પ્રભુના હંમેશાં ગુણગાન ગાવો. અને તેવા પ્રકારની ઉત્તમ ભક્તિભાવનાથી સદાકાળ રહેનારી એવી મુક્તિરૂપી લક્ષ્મી પામો. શાશ્વત એવી મુક્તિલક્ષ્મીને વરો.
કાશી નામના સુપ્રસિદ્ધ દેશમાં, વારાણસી નામનું ગામ છે. ત્યાં વિશ્વસેન નામના મનને ગમી જાય તેવા રાજા છે. તેમનાં વામાદેવી નામના ધર્મપત્ની છે. તે રાજા-રાણી સુખપૂર્વક પોતાના સંસાર સંબંધી વ્યવહાર કરતા છતા ઘરમાં રહેલા છે. ||૧||
તેવામાં પાર્શ્વનાથ પ્રભુ (દશમા દેવલોકથી ચ્યવીને) જ્યારે વામાં માતાની કુક્ષીમાં પધાર્યા. અને નવ માસ આદિનો ગર્ભ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org