Book Title: Pati Patni No Divya Vyavahar Sankshipt
Author(s): Dada Bhagwan
Publisher: Dada Bhagwan Foundation
Catalog link: https://jainqq.org/explore/008867/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાન કથિત છે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) ન નનને આ છે હિન્દુસ્તાનનું આર્ય નારીત્વ “ આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તોય પણ મરી ગયા પછી માજી તેરમાંના દા'ડે સરવણીમાં, ‘કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું? બધું મુંબઈથી મંગાવીને મુકે. ત્યારે એક છોકરો કહે છે, “માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું?' તોય પણ આવા ધણી ફરી નહીં મળે!' એવું કહે એ ડોસીમા. -દાદાશ્રી TET 1 H 942 g 7 88 89 25433 Page #2 -------------------------------------------------------------------------- ________________ つむじ દાદા ભગવાન કથિત પ્રકાશક : દાદા ભગવાન ફાઉન્ડેશન વતી શ્રી અજિત સી. પટેલ ૫, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજ પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન - (૦૭૯) ૭૫૪૦૪૦૮, ૭૫૪૩૯૭૯ ટેલી ફેક્સ - (૦૭૯) ૭૫૪૫૪૨૦ E-Mail: dimple @ad1.vsnl.net.in, dadashri @im.eth.net : સંપાદકને સ્વાધીન પતિ-પત્નીનો દીવ્ય વ્યવહાર પ્રથમ સાત આવૃતિઓ : ૩૫,OOO ૮મી આવૃતિ : ૧,૫OO જાન્યુઆરી, ૨GO માર્ચ, ૨૦૦૩ (સંક્ષિપ્ત) ભાવ મૂલ્ય : “પરમ વિનય’ અને ‘હું કંઈ જ જાણતો નથી' એ ભાવ ! દ્રવ્ય મૂલ્ય : ૧૫ રૂપિયા (રાહત દરે) લેસર કંપોઝ : દાદા ભગવાન ફાઉન્ડેશન, અમદાવાદ. મુદ્રક : મહાવિદેહ ફાઉન્ડેશન (પ્રિન્ટીંગ ડીવીઝન). ભોંયરામાં, પાર્શ્વનાથ ચેમ્બર્સ, નવી રિઝર્વ બેંક પાસે, ઈન્કમટેક્સ, અમદાવાદ. ફોન : ૭૫૪૨૯૬૪) સંકલન : ડૉ. નીરુબહેન અમીત Page #3 -------------------------------------------------------------------------- ________________ દાદા ભગવાન કોણ ? ત્રિમંત્ર પ્રગટ્યા “દાદા ભગવાન' ૧૯૫૮માં ! જૂન ઓગણીસ્સો અહીવનની એ સમી સાંજનો છએક વાગ્યાનો સમય, ભીડમાં ધમધમતું સુરતનું સ્ટેશન, પ્લેટફોર્મ નં. ૩ પરનાં રેલ્વેનાં બાંકડા પર બેઠેલા અંબાલાલ મૂળજીભાઈ પટેલ રૂપી મંદિરમાં કુદરતી ક્રમે, અક્રમ સ્વરૂપે કંઈક જન્મોથી વ્યક્ત થવા મથતા “દાદા ભગવાન’ સંપૂર્ણપણે પ્રગટ થયા ! અને કુદરતે એ સમયે સર્યું અધ્યાત્મનું અદ્ભૂત આશ્ચર્ય ! એક કલાકમાં વિશ્વદર્શન લાગ્યું ! જગત શું છે ? કેવી રીતે ચાલે છે? આપણે કોણ ? ભગવાન કોણ ? જગત કોણ ચલાવે છે ? કર્મ શું ? મુક્તિ શું ? વિ.વિ. જગતનાં તમામ આધ્યાત્મિક પ્રશ્નોનાં સંપૂર્ણ ફોડ પડ્યો ! આમ કુદરતે જગતને ચરણે એક અજોડ પૂર્ણ દર્શન ધર્યું અને તેનું માધ્યમ બન્યા શ્રી અંબાલાલ મૂળજીભાઈ પટેલ, ચરોતરનાં ભાદરણ ગામના પાટીદાર, કંટ્રાક્ટનો ધંધો કરનાર, છતાં પૂર્ણ વીતરાગ પુરૂષ ! અક્રમમતી અદ્દભૂત કુદરતની ભેટ ! એમને પ્રાપ્તિ થઈ તે જ રીતે માત્ર બે જ કલાકમાં, અન્યને પણ પ્રાપ્તિ કરાવી આપતાં, એમના અદ્ભૂત સિધ્ધ થયેલા જ્ઞાનપ્રયોગથી ! એને અક્રમ માર્ગ કહ્યો. અક્રમ એટલે ક્રમ વિનાનો અને ક્રમ એટલે પગથિયે પગથિયે, ક્રમે ક્રમે ઊંચે ચઢવાનો ! અક્રમ એટલે લિફટ માર્ગ ! શોર્ટકટ ! દાદા ભગવાત કોણ ? તેઓશ્રી સ્વયં પ્રત્યેકને ‘દાદા ભગવાન કોણ'નો ફોડ પાડતા કહેતાં, “આ દેખાય છે તે ‘દાદા ભગવાન' ન્હોય. દાદા ભગવાન તો ચૌદલોકના નાથ છે. એ તમારામાં ય છે, બધામાં ય છે. પણ તમારામાં પ્રગટ નથી થયેલા, તમારામાં અવ્યક્તરૂપે રહેલા છે ને ‘અહીં’ સંપૂર્ણપણે વ્યક્ત થયેલા છે ! હું પોતે ભગવાન નથી. મારી અંદર પ્રગટ થયેલા દાદા ભગવાનને હું નમસ્કાર કરું છું.” હું કોણ છું ? અનંત અવતારથી ‘પોતે પોતાથી જ ગુપ્ત રહેલો છે ! પોતે કોણ છે એ Page #4 -------------------------------------------------------------------------- ________________ જાણવા માટે આ અવતાર છે. એ જાણવાની શું મેથડ ? હું કોણ ? મારું શું? 1 એ વસ્તુ સ્વરૂપ છે ને My સંયોગ સ્વરૂપ છે. 1 એ ભગવાન ને My એ માયા. -44My name sedal Body My body. My mind, My speech, My ego, My intellect, My wife, My children, My rCney, My house કહેવાય. પણ 1 arm house કહેવાય ?જગતમાં જે જે છે એ બધું My માં જાય છે. 1 માં શું આવે છે ? બીજું કંઈ જ નહિ. 1 એકલો જ છે, Absolute છે. એ 1 આપણે પોતે જ છીએ, રિયલ છીએ, પરમેનન્ટ છીએ ને My બધું પારકું છે, રીલેટીવ છે, ટેમ્પરરી છે. રીયલમાં આપણે જે છીએ તે જાણવાનું છે. 1 એ આત્મા છે, My એ સંસારની વળગણો છે. જગતકર્તાતી વાસ્તવિકતાઓ ! 21 S ucj? God is not creator of this world at all. Ily scientific circunstancial evidences 69 24. ભગવાન જો ક્રીયેટર હોય, અને આ દુનિયા એ ચલાવતો હોય તો તે કાયમનો ઉપરી ઠરત. પછી મોક્ષ જેવી, કર્મ જેવી વસ્તુ જ ના હોત. મોક્ષ અને ઉપરી બે વિરોધાભાસ વાત છે. જે દુનિયા ચલાવે તેને માથે જવાબદારી. પછી આપણને કર્મ જેવું રહે જ નહીં ને! જગત ભગવાને બનાવ્યું, તો ભગવાનને કોણે બનાવ્યો? જગત અનાદિ-અનંત છે. Eternal છે. એનો કોઈ કર્તા નથી કે ચલાવનાર નથી. It happens.cluery El. The world is the puzzle itself. God has not puzzled this world at all. God is in every creature whether visible or invisible, not in man Trade creation ! ભગવાન બીજ ક્યાંય નથી, જીવમાત્રની મહીં રહેલા છે! ર્તા, નૈમિત્તિક કર્તા ! આ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. પણ નૈમિત્તિક કર્તા છે. આ જગતમાં કોઈ જન્યું નથી કે જેને સંડાશ જવાની પણ સ્વતંત્ર શક્તિ હોય! એ તો અટકે ત્યારે ખબર પડે કે આપણી શક્તિ હતી કે નહિ! ભલભલા ડૉકટરને ય એને અટકે ત્યારે બીજા ડૉકટરની મદદ લેવી પડે કે નહિ? જ્યાં બીજાની કિંચિત્માત્ર હેલ્પ લેવી પડે છે તે વસ્તુ પોતે જ પુરવાર કરે છે કે આપણી સ્વતંત્ર શક્તિ ક્યાંય નથી. કેટલાં બધાં સંયોગો ભેગાં થાય ત્યારે એક કાર્ય બને છે. કોઈ એક સંયોગથી કોઈ કાર્ય ન બને! સાદી ચા બનાવવી હોય તો કેટલી બધી ચીજવસ્તુઓની જરૂર પડે? આમાં આપણે કેટલા કર્તા? એક નાની અમસ્તી દીવાસળી ના હોય તો? તપેલું ના હોય તો? સ્ટવ ના હોય તો? આપણે સ્વતંત્ર કર્તા હોઈએ તો કોઈ ચીજની જરૂર વગર જ કરી શકીએ. પણ જગતમાં કોઈ સ્વતંત્ર કર્તા નથી. બધાં નૈમિત્તિક કર્તા છે. જ્ઞાતીનાં લક્ષણો પ્રકાશ્યાં બાળપણથી જ... પૂજ્યશ્રીનો જન્મ ૭ નવેમ્બર ૧૯૦૭, વડોદરા પાસેના તરસાળી ગામમાં. પિતાશ્રી મૂળજીભાઈ અને માતા ઝવેરબા, પત્ની હીરાબા. બાળપણથી જ દિવ્ય લક્ષણો. માતાએ કંઠી બાંધવાની કહી તો તેઓશ્રીએ ના પાડી ! માતાએ કહ્યું કે “કંઠી બંધાવીશ નહીં તો નુગરો (ગુરૂ વિનાનો) કહેવાઈશ.” પૂજ્યશ્રીએ કહ્યું, ‘મને જે જ્ઞાન આપે, તે મારા ગુરૂ કંઠી બાંધવાથી થોડા ગુરૂ થઈ જાય ?!' તે તેમણે વૈષ્ણવની કંઠી ના બંધાવી તે ના જ બંધાવી. સ્કુલમાં લ.સા.અ. (L.C. M.) પ્રથમવાર શિક્ષકે શીખવ્યું કે આ બધી રકમોમાં નાનામાં નાની અવિભાજ્ય તથા બધામાં સમાયેલી હોય, તે ૨કમ ખોળી કાઢો. એ એનો લ.સા.અ. કહેવાશે. પૂજયશ્રીએ તરત જ ઊભા થઈને બોલ્યા, ‘માસ્તર, માસ્તર ! આ વ્યાખ્યા પરથી તો મને ભગવાન જડી ગયા ! બધામાં સમાયેલા, નાનામાં નાના ને અવિભાજ્ય તો ભગવાન જ છે ને ! તેરમે વરસે એક સંતે એમને આર્શિવાદ આપતાં કહ્યું, ‘જા બચ્ચા, ભગવાન તુમકો મોક્ષમેં લે જાયેગા.’ ત્યારે એમણે કહ્યું, ‘ભગવાન મને મોક્ષે લઈ જાય એવો મોક્ષ મારે ના જોઈએ. ભગવાન મોક્ષે લઈ જાય એટલે માથે એ ઉપરી ઠર્યો. ઉપરી અને મોક્ષ બે વિરોધાભાસ છે !' મેટ્રીકમાં જાણી-જોઈને નાપાસ થયાં ! કેમ ? પિતાશ્રીને બંધુશ્રી સાથે વાત કરતા સાંભળી ગયા કે મેટ્રીક પાસ થાય એટલે અંબાલાલને વિલાયત મોકલી સૂબો બનાવીશું. એટલે પોતે નક્કી કર્યું કે મેટ્રીકમાં જાણી-જોઈને નાપાસ થવાનું. કારણકે નોકરી તો જીંદગીમાં કરવી નથી ! માથે બોસ ના જોઈએ. પરણતી વખતે માથેથી સાફો ખસ્યો ને વિચાર આવ્યો, ‘આ લગ્નનું એન્ડ રીઝલ્ટ શું? બેમાંથી એકને તો રાંડવાનું જ ને !' પૈણ ચઢયું હોય એવા મોહના પ્રસંગે ઉત્કૃષ્ટ વૈરાગ્યનો કેવો અદ્ભૂત વિચાર ! Page #5 -------------------------------------------------------------------------- ________________ બાબો-બેબી જન્મ્યા પછી ..... વીસમે વરસે બાબો જભ્યો. મિત્રોને હોટલમાં પાર્ટી આપી. બે વરસ પછી પાછી હોટલમાં પાર્ટી આપી. બધાએ પૂછ્યું, ‘શેની પાર્ટી?” પૂજ્યશ્રીએ કહ્યું, મહેમાન આવ્યા તે ગયા!' પાછી બેબી જન્મી તે વખતે પણ પાર્ટી આપી. છ મહિના પછી બીજી પાર્ટી આપી. શેની? ‘મહેમાન આવ્યાં, તે ગયાં! અધ્યાત્મ તરફ વળ્યું જીવન ! બાવીસમે વર્ષે શ્રીમદ્ રાજચંદ્રનું પુસ્તક વાંચવામાં આવ્યું. ત્યારથી આત્માની ખોજ ચાલુ થઈ, તે પૂરી થઈ ૧૯૫૮માં. ત્યારબાદ હજારોને જ્ઞાન આપી મોક્ષના દ્વારે પહોંચાડ્યા ! જીવન સાદું-સરળ, કોઈપણ જાતનાં બાહ્ય આડંબર રહિત. કોઈના ગુરૂ થયા નહીં. લઘુત્તમ પદમાં જ સદા રહ્યા. કોઈ વાડો નહિ, સંપ્રદાય નહિ. કેવળ આત્મધર્મની જ પ્રાપ્તિ કરાવાનો અભૂતપૂર્વ સિધ્ધાંત! ૧૯૮૮માં સ્થૂળ દેહવિલય. સૂક્ષ્મદેહે વિશ્વમાં વ્યાપી જગત કલ્યાણનું અવિરત કાર્ય વધુ વેગે વધાવી રહ્યા છે! પૈસાના વ્યવહારતો દાદાશ્રીનો સિધ્ધાંત ‘વેપારમાં ધર્મ ઘટે, ધર્મમાં વેપાર ન ઘટે' એ સિધ્ધાંતથી તેઓ આખું જીવન જીવી ગયાં. જીવનમાં ક્યારે ય એમણે કોઈની પાસેથી પૈસો લીધો નથી. ઉર્દુ ધંધાની વધારાની કમાણીથી ભક્તોને જાત્રા કરાવતા ! પ્રસ્તાવના નિગોદમાંથી એકેન્દ્રિય અને એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય ને તેમાંથી માનવીનું ઉત્ક્રાંતિમાં પરિણમ્યું ત્યારથી યુગલિક સ્ત્રી અને પુરુષ સાથે જ જમ્યા, પરણ્યા ને પરવાર્યા... આમ પતિ-પત્નીનો વ્યવહાર માનવીના ઉદયમાં આવી ગયો ! સત્યુગદ્વાપર ને ત્રેતાયુગમાં પ્રાકૃતિક સરળતાને કારણે પતિ-પત્નીમાં પ્રોબ્લેમ્સ જીવનમાં ક્યારેક જ થતાં ! આજે દરરોજ ક્લેશ, કકળાટ ને મતભેદ પતિ-પત્ની વચ્ચે મહદ્ અંશે બધે જોવા મળે છે, કળિકાળમાં !!! આમાંથી બહાર નીકળી પતિ-પત્નીનું જીવન આદર્શ શી રીતે જીવાય એનું માર્ગદર્શન આ કાળને અનુરૂપ ક્યા શાસ્ત્રોમાં મળે ? ત્યાં હવે શું કરવું ? આજ લોકોનાં વર્તમાન પ્રશ્નો અને તેમની ભાષામાં જ ઉકેલવાના સરળ ઉપાયો તો આ કાળના પ્રગટ જ્ઞાની જ આપી શકે. એવા પ્રગટ જ્ઞાની પરમ પૂજય દાદાશ્રીએ એમના જ્ઞાન અવસ્થાના ત્રીસ વર્ષોમાં પતિ-પત્ની વચ્ચેના ઘર્ષણના સમાધાન અર્થે પૂછાયેલા હજારો પ્રશ્નોમાંથી સંકલન કરી અત્રે પ્રસ્તુત ગ્રંથ પ્રકાશિત કરવામાં આવે છે. પતિ-પત્ની વચ્ચેની અનેક જટિલ સમસ્યાઓના ઉકેલસમ હૃદયસ્પર્શી અને કાયમી સમાધાન આપતી વાણી અત્રે સુન્નવાચકને તેના લગ્નજીવનમાં દેવ અને જેવી દ્રષ્ટિ એકબીજા માટે ઉત્પન્ન અચૂક કરી દે તેમ છે, દિલથી વાંચીને સમજવાથી જ! શાસ્ત્રોમાં ઊંડું તત્ત્વજ્ઞાન મળે પણ તે તત્ત્વજ્ઞાન શબ્દોમાં જ મળે. એથી આગળ શાસ્ત્ર લઈ જઈ ના શકે, વ્યવહાર જીવનમાં પંકચરને સાંધવાનું તો તેનો એક્સપર્ટ અનુભવી જ શીખવી શકે ! પૂજ્યશ્રી સંપૂર્ણ આત્મજ્ઞાની પત્ની સાથેના આદર્શ વ્યવહારને સંપૂર્ણ અનુભવીને અનુભવવાણીથી ઉકેલો આપે છે જે સચોટ રીતે કામ કરે છે ! આ કાળના અક્રમજ્ઞાનીની આ જગતને અજોડ ભેટ છે, વ્યવહારજ્ઞાનની બોધકળાની ! સંપૂજ્ય દાદાશ્રી સાથે અનેક પતિઓએ કે પત્નીએ કે કપલ્સ દુઃખી સંસારની સમસ્યાઓ રજૂ કરેલી, ક્યારેક ખાનગીમાં કે ક્યારેક જાહેર સત્સંગમાં. વિશેષ વાતો તો અમેરિકામાં નીકળેલી કે જ્યાં ફ્રીલી, ઓપનલી (ખુલ્લે આમ મુક્તતાથી) બધાં અંગત જીવન વિશે બોલી શકે ! નિમિત્તાધીન પૂ. દાદાશ્રીની અનુભવવાણી વહી જેનું સંકલન દરેક પતિ-પત્નીને માર્ગદર્શક બને તેમ છે ! ક્યારેક પતિને ઠપકારતા તો ક્યારેક પત્નીને ઝાપટતા, જે નિમિત્તને જે કહેવાની જરૂર હોય તે આરપાર દેખી પૂજયશ્રી તારણ કાઢી વચનબળથી રોગ કાઢતા. સુશવાચકને વિનંતી કે ગેરસમજથી દુરુપયોગ ન કરી બેસતા કે દાદાએ તો સ્ત્રીનો જ વાંક કાઢવો છે કે ધણીપણાને જ દોષિત કહ્યા છે ! ધણીને ધણીપણાના દોષો કાઢતી વાણી ને પત્નીને પત્નીનાં પ્રકૃતિક દોષો કાઢતી વાણી દાદામુખે સરેલી, તેને સવળી રીતે લઈ પોતાની જાતને જ ચોખ્ખી કરવા મનન, ચિતન કરવા વિનંતી ! - ડૉ. નીરુબહેન અમીન આત્મજ્ઞાન પ્રાપ્તિની પ્રત્યક્ષ લીંક પરમ પૂજ્ય દાદાશ્રી ગામેગામ-દેશવિદેશ પરિભ્રમણ કરીને મુમુક્ષુ જીવોને સત્સંગ તથા સ્વરૂપજ્ઞાનની પ્રાપ્તિ કરાવતાં હતાં. તેઓશ્રીએ પોતાની હયાતીમાં જ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીનને આત્મજ્ઞાન પ્રાપ્તિ કરાવવાની જ્ઞાનસિદ્ધિ આપેલ. પરમ પૂજ્ય દાદાશ્રીના દેહવિલય બાદ આજે પણ પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન તેમના પગલે પગલે તે જ રીતે મુમુક્ષુ જીવોને સત્સંગ તથા આત્મજ્ઞાનની પ્રાપ્તિ નિમિત્ત ભાવે કરાવી રહ્યા છે, જેનો લાભ લઈને હજારો મોક્ષાર્થી સંસારમાં રહીને જવાબદારીઓ પૂરી કરતાં પણ મુક્ત રહી આત્મરમણતા અનુભવે છે. Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય મિયાં ને બીબીની શાદી, માણે જીવનમાં આબાદી; હિંદુમાં જુઓ ત્યાં ત્યાં, પરણ્યા પછી બરબાદી ! મિયાંભાઈ સાચવે બીબી જુગ જોડે છો ઝઘડો, હે ઝુલાવે હિંડોળે, રાખે પ્રેમ સંબંધ તગડો ! - ડૉ. નીરુબહેન અમીત પરણ્યા ને ફ્રી ઓફ કોસ્ટ મળી રસોયણ; મફત ઝાડુવાળી, પોતાવાળી ને વળી ધોબણ ! ચોવીસ કલાક નર્સરી ને પતિને સિન્સિયર, અપનાવે સાસરું, મૂકી મા-બાપ ભાંડુ પિયર ! હિંદુ ઘરમાં શૂરા, મારે ખીલે બાંધેલી ગાયને; અંતે વિફરે ગાય જયારે, વાઘણનો વેહ થાય ને ! પચાસ વરસ સુધી ડાથીયો, ભસ્યા કરે દિનરાત, કુરકુરીયાં ડાઘીયણ પક્ષે કરે વસૂલાત ! ન માંગે પગાર - બોનસ – કમીશન કે બક્ષિસ; ક્યારેક માંગે સાડી તેમાં શાને પતિને ચઢે રીસ ? છોકરાં અડધા ભાગીયે છતાં ડીલીવરી કોને ? નામ પાછળ પતિનું છતાં શાને નવાજે ટોણે ? ‘અપક્ષમાં મૂઓ રહ્યો પછી, ખાય ખત્તા ઘરનાંના; મરને પાંસરો, મેળવ સદ્ગતિના પરવાના ! પતિ જાડો, ખોળે ‘ફીગર', રૂપાળીનો વટ, જેણે વખાણી વહુ, ભોગવાઈ મનથી લંપટ ! બે જ ભૂલ સ્ત્રીની કઢાય, ચારિત્ર કે ભેંલાડે ઘર; કઢી ખારી કે તોડ્યાં કાચ, નજીવી ભૂલ ન ધર ! પત્ની વંકાય ત્યારે એના ગુણ બલિદાન ગણ, ઘર, વહુ સંભાળ સદા, પુરુષ તારું મોટું મન ! પહેલાં ગુરુ સ્કૂલમાં, પછી બનાવી વહુને ગુરુ; પહેલાં નડતા ચશ્મા, પછી બનાવી ‘ચમા વહુ' ! નિજ પાત્રની પસંદગીમાં કર્યો કચ્ચરઘાણ, પરણ્યા પછી પસ્તાયા, પસંદગીમાં ઠગાણ ? પતિને ક્યાં સુધી માનીશ ભોળો ને અક્કલ વિણો; જોઈ જાણી જાતે તું પસંદ કરી લાવી મનગમણો ! પસંદગીમાં પતિ માંગ્યો પોતાથી વયમાં મોટો, ઊઠ-બેસ કરત, જો કેડમાં લાવી હોત છોટો ! બહુ ક્લેશ વહુ સંગે, તો કર વિષય બંધ; વર્ષાન્ત રિઝલ્ટ જો, દ્રષ્ટિ ખૂલે વિષય અંધ ! બ્રહ્મચર્યના નિયમો ખપે, પૈણેલા લહે લક્ષ, દવા પીવાય ક્યારે, જ્યારે તાવ ચઢે બન્ને પક્ષ ! રૂપ ઊંચાઈ ભણતર માંગ્યો સુપીરિયર; ન ચલાવ્યો બબૂચક-બાવરચી ખપે સુપર ! પરણ્યા પછી તું આવો-તું તેવો, કેમ કરાય ? રાખે સુપીરિયર છેક સુધી, તો સંસાર શોભાય ! મીઠી દવા માટે વારે વારે ન પીવાય દર્દી; ત્યારે પી પ્રમાણસર બન્નેને ચઢે તાવ-સર્દી ! જ્યાં એક પત્નીવ્રત, દ્રષ્ટિ પણ ન બગડે બીજે; આ કાળનું બ્રહ્મચર્ય ગણ, જ્ઞાની પુરુષ દાદા કથે ! Page #7 -------------------------------------------------------------------------- ________________ વાંકી પત્ની ને હું ડાહ્યો, બેમાં કોની પુણ્યાઈ ? ડાહ્યો મળ્યો પચ્ચેથી ને તારા પાપે પત્ની વંકાઈ ! કોનો ગુનો ? કોણ જજ ? અહીં ભોગવે તેની ભૂલ, કુદરતી ન્યાય સમજ્યા જ્યાં, ઊંડે ભૂલનું મૂળ ! સાચવે મિત્રને, ગામને, ઘરમાં લક્કાબાજી; અલ્યા સાચવે જે જિંદગીભર, ત્યાં ચુક્યો તે પાજી ! આબરૂ સાચવે બહાર, ઘરમાં બને બેઆબરૂ, ઊંધો ન્યાય, સુંદર જમણમાં બને કાંકરું ! મારી વહુ મારી’ના માર્યા મમત આંટા માંહ્યરે ! ‘હોય મારી’ કરતાં ઊકલે ભોગવટો અંતરે ! પતિ કહે પરણીને, તુજ વીણ કેમ જીવાય ?!! મર્યા પછી ન કો’ મો સતો, સતિ થ હવે ન દેખાય ! અનુક્રમણિકા (૧) વન ફેમિલી (૨) ઘરમાં ક્લેશ (૩) પતિ-પત્નીમાં મતભેદ (૪) ખાતી વખતે ખીટ-પીટ (૫) ધણી ખપે, ધણીપણું નહીં (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! (૭) ‘ગાડી’નો ગરમ મૂડ (૮) સુધારવું કે સુધરવું ? (૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર ! (૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખા..... (૧૧) શંકા બાળે સોનાની લંકા (૧૨) ધણીપણાના ગુનાઓ (૧૩) દાદાઈ દ્રષ્ટિએ ચાલો, પતિઓ.. (૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ ! (૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ (૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે” (૧૭) વાઈફ જોડે વઢવાડ (૧૮) વાઈફ વાળે તોલ સાથે (૧૯) પત્નીની ફરિયાદો (૨૦) પરિણામો છૂટાછેડાનાં (૨૧) સપ્તપદીનો સાર... (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણા... (૨૫) આદર્શ વ્યવહાર જીવનમાં વિશેષ સૂચન : દરેક જગ્યાએ કૌસમાં આપેલા આંકડાઓ મૂળ વિસ્તૃત ગ્રંથના પૃષ્ઠ નંબર છે. આ તો આસક્તિ પુદ્ગલની, હોય કદિ સાચો પ્રેમ ! ન દેખે દોષ, ન અપેક્ષા, ન ષ, ત્યાં શુદ્ધ પ્રેમ ! તું આવો, તું તેવી, અભેદ ટોળીમાં ક્યાં આવ્યો ભેદ ? જરીકે ભેદ પેઠો, બળતરા-શાંતિનો ત્યાં છેદ ! એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ; બન્ને આંખથી જુએ પત્ની, જાય સંસાર જીતાઈ ! ‘વન ફેમિલિ’ કરી જીવો, ન કરાય મારી-તારી, નીકળ્યો વહુને સુધારવા, શું જાતને તે સુધારી ? આર્યનારી કપાળે ચાંલ્લો, એક પતિનું જ ધ્યાન; કરવા પડે આખા કપાળે, મોંઢે પરદેશણ ! ભૂલો નભાવે અન્યોન્ય તે પ્રેમનું લગ્નજીવન, ન ઘટ, ન વધ, જે થાય તે સાચો પ્રેમ દર્શન. Page #8 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (સંક્ષિપ્ત) (૧) વત ફેમિલી જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. જીવને શાંતિમાં જાય, ત્યારે જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ?! આ તો પોષાય જ નહીં ને ! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાં ય ?! ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે ?! દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. પાછું ‘દાળ ખારી” બોલે ! અંડરડેવલર્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું ?! દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને ! માય ફેમિલીનો અર્થ શું કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાના ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ, એડજસ્ટ એવરીવ્હેર. ‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન’નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને ‘હાઉ ટુ ઓર્ગેનાઇઝેશન ફેમિલી’ એ જ્ઞાન જ ખૂટે છે. ‘ફોરેન’વાળા તો ‘ફેમિલી’ જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં ! એમને ‘ફેમિલી ઓર્ગેનાઇઝ’ કરવાની બહુ ટેવ જ નથીને ? અને એમની ‘ફેમિલી’ તો ચોખું જ બોલે. મેરી જોડે કરવું. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વિલિયમ્સને ના ફાવ્યું એટલે ‘ડાઇવોર્સ’ની જ વાત ! અને આપણે તો ક્યાં ‘ડાઈવોર્સ'ની વાત ?! આપણે તો જોડે ને જોડે જ રહેવાનું. કકળાટ કરવાનો ને પાછું સૂવાનું ય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવનનો રસ્તો નથી. આ ‘ફેમિલી લાઈફ’ ના કહેવાય. અને ત્યાં ઈન્ડિયામાં તો ફેમિલી ડૉક્ટર હલુ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે ! આ લોકો ફેમિલી ડૉક્ટર રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, ‘અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા !' તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, “અમારા ફેમિલી ડૉક્ટર છે ને !' એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે ! (૫) ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું, ‘તું ગમે તે વટું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને ! તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથી ! મનમાં રાખીને પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું (૬) (૨) ઘરમાં ક્લેશ કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ? પ્રશ્નકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા. દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે. પ્રશ્નકર્તા : એ તો પણ કોઈ કોઈવાર તો થવું જોઈએ ને એવું કકળાટ. દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય Page #9 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માણસને ત્યાં ! કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ? પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : મહિનો ય ના ફાવે, નહીં ? ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે ! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ? પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે. દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જયારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું અને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ઘડભાંજ, ઘડભાંજ, દુ:ખ, દુઃખ ને દુઃખ ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું ? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ. પ્રશ્નકર્તા : પણ ક્લેશ કોને કહેવાય ? દાદાશ્રી : ઓહો.... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે, એનું નામ ફ્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય. પ્રશ્નકર્તા : હં. આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ? દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : એનું કારણ શું ? દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તો ય પેલી એને ઝટ છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પ્રપો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી અને ક્લેશનો કરી દે કંકાસ. અને તે મોઢું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે. (૧૩) પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ? દાદાશ્રી : કંકાસ તો, આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ ક્લેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોટું બગડી ગયું મારું તો, આમતેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે. (૧૪) પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ. દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તો ય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાંને કહેવું જોઈએ કે ‘ભઈ, આપણે બધાં ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો.’ એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે. આ તો કેટલી ચિંતા-ઊકળાટ ! કશો ય મતભેદ જતો નથી, તો ય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછો ય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, “ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?! અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું, (૧૧) Page #10 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્ એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે છે ! વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસવેર હતા તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ? (૧૫) દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને ! આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુ:ખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુ:ખ થાય પછી. ત્યાર પછી પેલી ય શું કહે, હું... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધા હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને ?! (૧૬) જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને એ વસ્તુ બહાર નાખી આવ. (૧૭) જેટલું મનાય એટલે શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એ ય સુખી થાય. અરે, કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આપતાં ?! પ્રશ્નકર્તા ઃ કરી આપે છે. દાદાશ્રી : હા તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે, આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાં ય પાર્ટનરશીપમાં કંઈ એની એકલીનાં ઓછાં છે ?! સુવાવડ એણે કરી છે માટે એની એકલીના છે ? આપણા બેઉના હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ? પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : બેઉનાં. દાદાશ્રી : હું. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.(૧૮) કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખા ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક ! જિંદગી સરળ છે છતાં ય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી. આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ! પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ! (૨૧) અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એ ય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલાં હોય. પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને ! પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ? દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો ભાંગેને પૈડું, બળ્યું ? મંડાયું એ દંડાયા વગર રહે નહીં. પ્રશ્નકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય, એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ? દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે Page #11 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કાં તો મને આવશે. (૨૨) બધાંની હાજરીમાં, સૂર્યનારાયણની સાક્ષીએ, ગોરની સાક્ષીએ પૈણ્યો ત્યારે ગોરે સોદા કર્યા કે ‘સમય વર્તે સાવધાન’. તે તને સાવધ થતાંય નથી આવડતું ? સમય પ્રમાણે સાવધ થવું જોઈએ. ગોર બોલે છે, સમય વર્તે સાવધાન'. તે ગોર સમજે, પરણનારો શું સમજે ?! સાવધાનનો અર્થ શું ? તો કહે, ‘બીબી ઉગ્ર થઈ હોય ત્યારે તું ઠંડો થઈ જજે, સાવધ થજે.’ ‘સમય વર્તે સાવધાન’. તે જેવો સમય આવે, એવું સાવધ રહેવાની જરૂર. તો જ સંસારમાં પૈણાય. એ જો ઉછળી ગઈ હોય અને આપણે ઉછળીએ તો અસાવધપણું કહેવાય. એ ઉછળે ત્યારે આપણે ટાઢું પાડી દેવાનું. સાવધ રહેવાની જરૂર નહીં ? તે અમે સાવધ રહેલા. ફાટ-બાટ પડવા ના દઈએ. ફાટ પડવાની થઈ કે વેલ્ડિંગ સેટ ચાલુ પાછું. (૨૩) પ્રશ્નકર્તા : ક્લેશ થવાનું મૂળ કારણ શું ? દાદાશ્રી : ભયંકર અજ્ઞાનતા ! એને સંસારમાં જીવતાં નથી આવડતું. દીકરાનો બાપ થતાં નથી આવડતું, વહુનો ધણી થતાં નથી આવડતું. જીવન જીવવાની કળા જ આવડતી નથી ! આ તો છતે સુખે સુખ ભોગવી શકતાં નથી. પ્રશ્નકર્તા : પણ કંકાસ ઊભો થવાનું કારણ સ્વભાવ ના મળે તેથી ? દાદાશ્રી : અજ્ઞાનતા છે તેથી. સંસાર તેનું નામ તે કોઈ કોઈના સ્વભાવ મળે જ નહીં ! આ ‘જ્ઞાન’ મળે તો તેને એક જ રસ્તો છે, ‘એડજસ્ટ એવરીવ્હેર !'. જ્યાં ક્લેશ હોય ત્યાં ભગવાનનો વાસ રહે નહીં. એટલે આપણે ભગવાનને કહીએ, ‘સાહેબ તમે મંદિરમાં રહેજો, મારે ઘેર આવશો નહીં ! અમે મંદિર બંધાવીશું પણ ઘેર આવશો નહીં !!' જ્યાં ક્લેશ ન હોય ત્યાં ભગવાનનો વાસ નક્કી છે, એની તમને હું ‘ગેરન્ટી’ આપું છું. ક્લેશ થયો કે ભગવાન જતાં રહે. અને ભગવાન જાય એટલે લોક આપણે શું કહેશે, ધંધામાં કંઈ બરકત નથી આવતી. અલ્યા, ભગવાન ગયા માટે બરકત નથી આવતી. ભગવાન જો હોયને ત્યાં સુધી ધંધામાં બરકત ને બધું આવે. તમને ગમે છે. કકળાટ ? પ્રશ્નકર્તા : ના. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : તો ય થઈ જાય છે ને ? પ્રશ્નકર્તા : કો'ક વાર. દાદાશ્રી : તો એ તો દિવાળી ય કો'ક દા'ડો જ આવે ને, કંઈ રોજ આવે છે એ ! પ્રશ્નકર્તા : પછી પંદર મિનિટમાં ઠંડું પડી જાય, કકળાટ બેસી જાય. દાદાશ્રી : આપણામાંથી ક્લેશ કાઢી નાખો. જેને ત્યાં ઘરમાં ક્લેશ ત્યાં માણસપણું જતું રહે પછી. તે આમ ઘણાં પુણ્યથી માણસપણું આવે, તે ય હિન્દુસ્તાનનું માણસપણું અને તે પાછાં અહીં (અમેરિકામાં) તમને, એ ત્યાંના લોકો હિન્દુસ્તાનમાં તો ચોખ્ખું ઘી ખોળે છે તો ય જડતું નથી અને તમને રોજ ચોખ્ખું જ મળે છે. મેલું ખોળો તો ય જડે નહીં, કેટલા પુણ્યશાળી છો ! તે પુણ્ય પણ, ખોટું દુરૂપયોગ થાય પછી તો. આપણા ઘરમાં ક્લેશરહિત જીવન જીવવું જોઈએ, એટલી તો આપણને આવડત આવડવી જોઈએ. બીજું કંઈ નહીં આવડે તો તેને આપણે સમજણ પાડવી કે, ક્લેશ થશે તો આપણા ઘરમાંથી ભગવાન જતાં રહેશે. માટે તું નક્કી કર કે અમારે ક્લેશ નથી કરવો !' ને આપણે નક્કી કરવું કે ક્લેશ નથી કરવો. નક્કી કર્યા પછી ક્લેશ થઈ જાય તો જાણવું કે આમાં આપણી સત્તા બહાર થયેલું છે. એટલે આપણે એ ક્લેશ કરતો હોય તોય ઓઢીને સૂઈ જવું. એય થોડી વાર પછી સૂઈ જશે. અને આપણે પણ સામું બોલવા લાગીએ તો ? ક્લેશ ના થાય એવું નક્કી કરો ને ! ત્રણ દહાડા માટે તો નક્કી કરી જુઓ ને ! અખતરો કરવામાં શું વાંધો છે ? ત્રણ દિવસના ઉપવાસ કરે છેને તબિયત માટે ? તેમ આ પણ નક્કી તો કરી જુઓ. આપણે ઘરમાં બધાં ભેગાં થઈને નક્કી કરો કે ‘દાદા વાત કરતા હતા, તે વાત મને ગમી છે. તો આપણે ક્લેશ આજથી ભાંગીએ !' પછી જુઓ. (૨૫) પ્રશ્નકર્તા : અહીંયા અમેરિકામાં બૈરાંઓ પણ નોકરી કરેને એટલે જરાક વધારે પાવર આવી જાય સ્ત્રીઓને, એટલે હસબન્ડ-વાઈફને વધારે ચકચ થાય. Page #12 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૯ દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો ! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલાં હોય તો સારું કે પાવરવાળા ? પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતાં હોય તો સારું. દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો. પ્રશ્નકર્તા ઃ તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું. દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને ? પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતાં હોય ત્યારે. દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું. પ્રશ્નકર્તા : હું... નહીં તો વધારે વંઠે. દાદાશ્રી : આજ વંચું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય. સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીનકાર્ડવાળાને ?! આવું કરવાં હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ? (૨૭) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએ ય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયા છે ! (૩૦) ૧૦ અમને તો જ્ઞાન થયું ત્યારથી, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ પણ એનાં વીસ વર્ષ પહેલાં ય ક્લેશ ન હતો. પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ, કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત. (૩૧) હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે. (૩૫) (૩) પતિ-પત્નીમાં મતભેદ ! આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછા થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે, પ્રકાશ કરવાનો છે. અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ? પ્રશ્નકર્તા : ઘણાં. દાદાશ્રી : ક્યાં ? કોર્ટમાં ? પ્રશ્નકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે. દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાનાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે Page #13 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ત્રણ જણ એમાં મતભેદ શાના ? ૧૧ પ્રશ્નકર્તા ઃ ના, પણ ત્રણ જણમાં જ ઘણા મતભેદ છે. દાદાશ્રી : આ ત્રણમાં જ ?! એમ ! પ્રશ્નકર્તા : જો કોન્ફલીક્ટ ના થાય જિંદગીમાં, તો જિંદગીની મજા ના આવે ! દાદાશ્રી : ઓહોહો... મજા તેથી આવે છે ? તો પછી રોજ જ કરવાનું રાખો ને ! આ કોણે શોધખોળ કરી છે ? કયા ફળદ્રુપ ભેજાએ શોધખોળ કરી છે ? તો પછી રોજ મતભેદ કરવા જોઈએ, કોન્ફલીક્ટની મજા લેવી હોય તો ! પ્રશ્નકર્તા ઃ એ તો ના ગમે. દાદાશ્રી : આ તો પોતાની જાતનું રક્ષણ કર્યું છે માણસોએ ! મતભેદ સસ્તો થાય કે મોંઘો ? થોડા પ્રમાણમાં કે વધારે પ્રમાણમાં? પ્રશ્નકર્તા : થોડા પ્રમાણમાં થાય અને વધારે પ્રમાણમાં ય થાય. દાદાશ્રી : કોઈક ફેરો દિવાળી અને કોઈ દહાડો હોળી, એમાં મજા આવે છે કે મજા મારી જાય છે ? (૩૯) પ્રશ્નકર્તા : એ તો સંસારનું ચક્ર એવું છે. દાદાશ્રી : ના, આ લોકોને બહાના કાઢવામાં સારું જડ્યું છે. સંસાર ચક્ર એવું છે, એમ બહાનું કાઢે છે. પણ એમ નથી કહેતો કે મારી નબળાઈ છે. પ્રશ્નકર્તા : નબળાઈ તો ખરી જ. નબળાઈ છે ત્યારે જ તો તકલીફ થાય છેને ! દાદાશ્રી : હા બસ, એટલે લોકો સંસારનું ચક્ર કહી અને પેલું ઢાંકવા જાય છે. એટલે ઢાંક્યાથી એ ઊભું રહ્યું છે. એ નબળાઈ શું કહે છે કે જ્યાં સુધી મને ઓળખશો નહીં, ત્યાં સુધી હું જવાની નથી. સંસાર કશો ય અડતો નથી. સંસાર નિર્પેક્ષ છે. સાપેક્ષે ય છે અને નિર્પેક્ષ ય છે. એ આપણે આમ ૧૨ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરીએ તો આમ ને આમ નહીં કરે તો કશું ય નહીં, કશું લેવા-દેવા નથી. મતભેદ એ તો કેટલી બધી નબળાઈ છે. પ્રશ્નકર્તા : પણ ઘરમાં મતભેદ તો ચાલ્યા કરે, એ તો સંસાર છેને! દાદાશ્રી : આપણા લોકો તો બસ, રોજ વઢવાડ થાય છેને, તોય કહે છે પણ એ તો ચાલ્યા કરે. અલ્યા, પણ એમાં ડેવલપમેન્ટ (પ્રગતિ) ન થાય. શાથી થાય છે ? શાથી થાય છે ? કેમ આવું બોલે છે, શું થાય છે ? તેની તપાસ કરવી પડે. (૪૦) ઘરમાં મતભેદ કોઈ ફેરો પડે છે ત્યારે શું દવા ચોપડો છો ? દવાની બોટલ રાખો છો ? પ્રશ્નકર્તા : મતભેદની કોઈ દવા નથી. દાદાશ્રી : હૈં, શું કહો છો ? તો પછી તમે આ રૂમમાં બોલો નહીં. બેન પેલી રૂમમાં બોલે નહીં, એમ અબોલા થઈને સૂઈ રહેવાનું ? દવા ચોપડ્યા વગર ? પછી એ શી રીતે મટી જતો હશે ? ઘા રૂઝાઈ જતો હશે કે ? એ મને કહો કે જો દવા ચોપડી નથી તો ઘા રૂઝાયો કેવી રીતે ? તે સવારમાં ય ઘા રૂઝાતો નથી. સવારમાં ય ચાનો કપ મૂકતી વખતે આમ તણછો મારે. તમે ય સમજી જાવ કે હજુ રાતનો ઘા રૂઝાયો નથી. બને કે ના બને આવું ? આ વાત આમ કંઈ અનુભવની બહાર ઓછી છે ? આપણે બધા સરખા જ છીએ ! એટલે શાથી આવું કર્યું કે હજી એ મતભેદનો ઘા પડેલો છે. (૪૧) પણ રોજ રોજ એ ઘા પડેલો રહે બળ્યું. ઘા જાય નહીં ને, ઘા પડેલો તો રહેને ! ગોબા પડેલા હોય, માટે ગોબા જ ના પડવા દેવા. કારણ કે અત્યારે ગોબા પાડ્યા હોયને, તે આપણું ધૈડપણ આવે ત્યારે બૈરી પાછી ગોબા પાડે આપણને ! અત્યારે તો મનમાં કહે કે જોરદાર છે ભઈ, એટલે થોડાક વખત ચાલવા દેશે. પછી એનો વારો આવે ત્યારે આપણને સમજાઈ દેશે. એના કરતાં વેપાર એવો રાખવો કે એ આપણને પ્રેમ કરે, આપણે એમને પ્રેમ કરીએ. ભૂલચૂક તો બધાની થાય જ ને ! ભૂલચૂક ન થાય ? ભૂલચૂક થાય એમાં મતભેદ કરીને શું કામ છે ? મતભેદ પાડવો હોય તો જબરા જોડે જઈને વઢવું એટલે આપણને તરત હાજર જવાબ મળી જાય. Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૧૩ અહીંયા હાજર જવાબ જ ન મળે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવાં મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે કે આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ?! મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ? પ્રશ્નકર્તા : રખાય નહીં પણ રહે. દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી. શાદી કરી તો એક થઈ જાવ. (૪૪) એટલે આ જીવન જીવતાં ય ના આવડ્યું ! અકળામણથી જીવો છો ! એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના, પૈણેલો છું. ત્યારે મૂઆ વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ! અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમ અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય સારું, પણ ત્યાં ય ‘વાઈફ’ જોડે લઠ્ઠાબાજી ઉડાડે ! (૪૭) પ્રશ્નકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય ! દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ! છાંટો ય અક્કલ નથી એવું હઉ બોલે. પ્રશ્નકર્તા : એ તો પાછું બીજું ય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી. દાદાશ્રી : હા, એવું ય બોલે ! પ્રશ્નકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ? દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે “આ તો આવાં છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જેવા છે !” અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મરચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ ‘દાદા’ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો’કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનો ય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે વ્યવસ્થિત' ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે અને સ્પંદન ઊભાં કરશો તો ય એ આવશે. પણ સ્પંદનોથી પાછાં વાઈફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને ! (૪૯). - ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરા જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગુંચાયા કરે. પ્રશ્નકર્તા: ધણી તો એમ જ કહેને, કે ‘વાઈફ’ સમાધાન કરે, હું નહીં દાદાશ્રી : હંઅ, એટલે ‘લિમિટ પૂરી થઈ ગઈ. ‘વાઈફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે ‘વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું. આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે હું તમારી છું” ને ધણી કહે કે “હું તારો છું” પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર ‘પ્રોબ્લેમ વધે તેમ જુદું થતું જાય. “પ્રોબ્લેમ” “સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુ:ખ છે. અને બધાંને ‘પ્રોબ્લેમ ઊભા થવાના, તમારે Page #15 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એકલાને થાય છે એવું નથી. જેટલાંએ શાદી કરી, તેને ‘પ્રોબ્લેમ’ ઊભા થયા વગર રહે નહીં. વહુની જોડે મતભેદ પડતો હોય મૂઆને ! જેની જોડે... ડબલ બેડ હોય છે કે એક પથારી હોય છે ? પ્રશ્નકર્તા : ના, માફ કરજો. એક જ હોય છે. દાદાશ્રી : તો પછી એની જોડે આ ઝઘડા થાય તો રાતે લાત મારે ત્યારે શું કરીએ ? પ્રશ્નકર્તા: નીચે. દાદાશ્રી : તો એની જોડે એકતા રાખવાની. ‘વાઈફ’ જોડે પણ મતભેદ થાય ત્યાં ય એકતા ના રહે તો પછી બીજે ક્યાં રાખવાની ? એકતા એટલે શું કે ક્યારેય મતભેદ ના પડે ! આ એક જણ જોડે નક્કી કરવું કે તમારે ને મારે મતભેદ ના પડે, એટલી એકતા કરવી જોઈએ. એવી એકતા કરી છે. તમે ? પ્રશ્નકર્તા ઃ આવું કોઈ દહાડો વિચારેલું નહીં. આ પહેલી વાર વિચારું છું. દાદાશ્રી : હા, તે વિચારવું પડશે ને ? ભગવાન કેટલા વિચાર કરી કરીને મોક્ષે ગયા ! વાતચીત કરીને ! કંઈ ખુલાસા થશે આમાં. આ તો જોગ બેઠો છે તે ભેગા થયા, નહીં તો ભેગા થવાય નહીં આ તો !! એટલે કશી વાતચીત કરોને ! એમાં વાંધો શો ? આપણે બધા એક જ છીએ. તમને જુદાઈ લાગે છે આ બધી, કારણ કે ભેદબુદ્ધિથી માણસને જુદું લાગે. બાકી બધું છે એક જ. માણસને ભેદબુદ્ધિ હોયને ! વાઈફ જોડે તો ભેદબુદ્ધિ નથી હોતીને ? પ્રશ્નકર્તા : હા, એ જ થઈ જાય છે ! દાદાશ્રી : આ વાઈફની જોડે ભેદ કોણ પાડે છે ? બુદ્ધિ જ ! બૈરી ને એનો ધણી બેઉ પાડોશી જોડે લઢે ત્યારે કેવાં અભેદ થઈને લઢે છે ? બેઉ જણ આમ હાથ કરીને કે તમે આવાં ને તમે તેવાં. બેઉ જણ આમ હાથ કરે. એટલે આપણે જાણીએ કે ઓહોહો ! આ બેમાં આટલી બધી ૧૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એકતા !! આ કોર્પોરેશન અભેદ છે, એવું આપણને લાગે. અને પછી ઘરમાં પેસીને બેઉ વઢે ત્યારે શું કહેશે ? ઘેર પેલા વઢે કે ના વઢે ? કો'ક દહાડો તો વઢે ને ? એ કોર્પોરેશન માંહ્યોમાંહીં જ્યારે ઝઘડે ને, ‘તું આવી ને તમે આવા, તું આવી ને તમે આવા.’ ...પછી ઘરમાં જામેને ! ત્યારે તો કહે, ‘તું જતી રહે, અહીંથી ઘેર જતી રહે, મારે જોઈએ જ નહીં ! હવે આ અણસમજણ નહીં ? તમને કેમ લાગે છે ? તે અભેદ હતાં તે તૂટી ગયા અને ભેદ ઉત્પન્ન થયો. એટલે વાઈફ જોડે ય ‘મારી-તારી' થઈ જાય. ‘તું આવી છું ને તું આવી છું !” ત્યારે એ કહેશે, ‘તમે ક્યાં પાંસરા છો ?” એટલે ઘરમાં ય હું ને તું થઈ જાય. ‘ને તું, ને તું, હું ને તું', તે પહેલાં. અમે હતાં, અમે બે એક છીએ, અમે આમ છીએ, અમે તેમ છીએ. અમારું જ છે આ. તેનું ‘હું ને તું’ થયા ! હવે હું તને તું થયા એટલે હુંસાતુંસી થાય. એ હુંસાતુંસી પછી ક્યાં પહોંચે ? ઠેઠ હલદીઘાટીની લડાઈ શરૂ થઈ જાય. સર્વ વિનાશને નોતરવાનું સાધન એ હુંસાતુસી ! એટલે હુંસાતુંસી તો કોઈની જોડે થવા ના (૫૧) રોજ “મારી વાઈફ, મારી વાઈફ’ કહીએ અને એક દહાડો વાઈફે છે તે, પોતાનાં કપડાં ધણીની બેગમાં મૂકી દીધાં. બીજે દિવસે ધણી શું કહે ? મારી બેગમાં તેં સાડીઓ મુકી જ કેમ ?!” આ આબરૂદારના છોકરા ! એની સાડીઓ આને ખઈ ગઈ ! પણ એનું પોતાનું જુદું અસ્તિત્વ છે ને ! એટલે વાઈફ અને હસબન્ડ એ તો બિઝનેસને લઈને એક થયા. કોન્ટ્રાક્ટ છે એ. એ જુદું અસ્તિત્વ કંઈ છૂટી જાય ? અસ્તિત્વ જુદું જ રહે છે. ‘મારી પેટીમાં સાડીઓ કેમ મૂકે છે” એવું કહે કે ના કહે ? પ્રશ્નકર્તા : કહે, કહે. (૫૨) દાદાશ્રી : આ તો કકળાટ કરે કે મારી બેગમાં તારી સાડીઓ મૂકી જ કેમ ? એટલે બઈ કહેશે, “કો'ક દહાડો એની બેગમાં હાથ ઘાલીએ તો આવું ને આવું ગોટાળા વાળે છે. બળ્યો, આ ધણી ખોળવામાં મને ભૂલચૂક થઈ ગઈ લાગે છે. આવો ધણી ક્યાંથી મળ્યો ?” પણ હવે શું કરે ? ખીલે બંધાયું ! મેરી” હોય તો જતી રહે બીજે દહાડે, પણ ઈન્ડિયન શી રીતે જતી રહે ? ખીલે બંધાયેલા !! ઝઘડો કરવાની જગ્યા જ નથી, સ્પેસ જ નથી એવી ત્યાં દેવી. Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ઝઘડો કરે તો ઝઘડો કરવાની જગ્યા હોય તો મારી જ નાખેને આ લોકો ! ' અરે, નહીં તો જોડે જોડે બેગો મૂકેલી હોયને તોય કહેશે, ‘ઉઠાવી લે તું તારી બેગ અહીંથી'. અલ્યા મૂઆ, પૈણેલો છું, આ શાદી કરી છે, એક છો કે નહીં ?! અને પાછો લખે શું ? અધાંગિની લખે. મૂઆ, કઈ જાતના છો તે આ ?! હા, ત્યારે મુઆ અધાંગિની શું કરવા લખે છે ? એમાં અર્થે અંગ નહીં આ બેગમાં ! આપણે કોની મશ્કરી કરીએ છીએ પુરુષોની કે સ્ત્રીઓની ? એવું કહેને, અધાંગિની નથી કહેતાં ?! પ્રશ્નકર્તા : કહે ને ! દાદાશ્રી : અને આમ ફરી જાય પાછાં. સ્ત્રીઓ ડખલ નહીં કરે. સ્ત્રીઓની બેગમાં જો કદી આપણા ધોતિયાં મૂક્યાં હોયને, તો ડખલ નહીં કરે અને આ તો બહુ એને અહંકાર. આમ આંકડો જ ઊંચો ને ઊંચો, વીંછીની પેઠ, જરાક મારે તો ડંખ મારી દે હડહડાટ. આ તો મારી વીતી બોલું છું હું છે. આ મારી આપવીતી બોલું છું. એટલે તમને બધાને પોતાને સમજણ પડે કે આમને વીતેલી આવી હશે. તમે એમ ને એમ સીધી રીતે કબૂલ કરો નહીં, એ તો હું કબૂલ કરી દઉં. પ્રશ્નકર્તા : આપ બોલો એટલે બધાને પોતાનો પાછો ખ્યાલ આવી જાય ને કબૂલ કરે. દાદાશ્રી : ના, પણ તમે કબૂલ ના કરો પણ હું તો કબૂલ કરી દઉં કે મારી વીતેલી છે, આપવીતી નહીં વીતેલી ? અરે, મારે ડંખ તે કેવો ડંખ મારે, તું તારે ઘેર જતી રહેજે, કહે છે. અલ્યા મૂઆ, જતી રહે તો તારી શી દશા થાય ? એ તો આ કર્મથી બંધાયેલી છે. ક્યાં જાય બિચારી ? પણ બોલું છું તે નકામું નહીં જાય, આ એના હાર્ટ ઉપર ડાઘ પડશે, પછી એ ડાઘ તારી ઉપર પડશે મૂઓ. આ કર્મો ભોગવવા પડશે. એ તો એમ જાણે કે કંઈ જવાની છે હવે ?! આવું ના બોલાય. અને એવું બોલતા હોય તો એ ભૂલ જ કહેવાયને ! થોડા ઘણાં તો ટોણાં મારેલાં કે નહીં મારેલાં બધાએ ? પ્રશ્નકર્તા : હા, મારેલા, બધાએ મારેલાં. એમાં અપવાદ ના હોય. ઓછું-વધતું હોય પ્રમાણ, પણ અપવાદ ના હોય. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : એટલે આવું છે બધું. હવે આ બધાને ડાહ્યા બનાવવાના બોલો હવે. આ શી રીતે ડાહ્યા થાય ?! જો ઢેડફજેતો, ઢેડફજેતો ! મોઢાં પર દિવેલ ફરી વળેલાં છે ! સરસ સરસ દુધપાક ને સારી સારી રસોઈ જમે છે તો ય મોઢાં પર દિવેલ પીધું હોયને એવા ને એવાં દેખાય છે. દિવેલા તો મોઘું થયું છે તે ક્યાંથી લાવીને પીવું? આ તો એમ ને એમ જ મોઢાં પર દિવેલ ફરી વળે છે ! (૫૪) પ્રશ્નકર્તા : ઘરમાં મતભેદ દૂર કરવા શું કરવું ? દાદાશ્રી : મતભેદ શેના પડે છે એ તપાસ કરવી પહેલી. કોઈ દા'ડો એવો મતભેદ પડે છે કે એક છોકરો ને એક છોડી હોય, તો પછી બે છોકરા નથી એનો મતભેદ પડે છે ? પ્રશ્નકર્તા : ના. આમ તો નાની નાની વાતમાં મતભેદ થાય. દાદાશ્રી : અરે, આ નાની વાતમાં તો, એ તો ઈગોઇઝમ છે. એટલે એ બોલે ને આમ છે, ત્યારે કહેવું, ‘બરોબર છે'. એમ કહીએ એટલે પછી કશુંય નહીં પાછું. પણ આપણે ત્યાં આપણી અક્કલ ઊભી કરીએ છીએ. અક્કલે અક્કલ લઢે એટલે મતભેદ થાય. પ્રશ્નકર્તા: ‘એ બરાબર છે એવું મોઢેથી બોલવા માટે શું કરવું જોઈએ? એ બોલાતું નથી, એ અલ્મ કેવી રીતે દૂર કરવો ? દાદાશ્રી : એ હવે બોલાય નહીં પાછું, ખરું કહે છે. એ થોડા દા'ડા પ્રેક્ટિસ લેવી પડે. આ કહું છું ને એ ઉપાય કરવા માટે થોડા દા'ડા પ્રેક્ટિસ લો ને ! પછી એ ફીટ થઈ જશે, એકદમ નહીં થાય. પ્રશ્નકર્તા : મતભેદ કેમ પડે છે, એનું કારણ શું? દાદાશ્રી : મતભેદ પડે એટલે પેલો જાણે કે હું અક્કલવાળો અને પેલી જાણે હું અક્કલવાળી. અક્કલના કોથળા આવ્યા ! વેચવા જઈએ તો ચાર આના આવે નહીં, અક્કલના બારદાન કહેવાય છે એને. એના કરતાં આપણે ડાહ્યા થઈ જઈએ, એની અક્કલને આપણે જોયા કરીએ કે ઓહોહો... કેવી અક્કલવાળી છે ! તો એ ય ટાઢી પડી જાય પછી. પણ આપણે ય અક્કલવાળા અને એ ય અક્કલવાળી, અક્કલ જ જ્યાં લડવા માંડી ત્યાં શું Page #17 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર થાય તે ?! ૧૯ (૫૬) તમારે મતભેદ વધારે પડે કે એમને વધારે પડે છે ? પ્રશ્નકર્તા : એમને વધારે પડે છે. દાદાશ્રી : ઓહોહો ! મતભેદ એટલે શું ? મતભેદનો અર્થ તમને સમજાવું. આ દોર ખેંચવાની રમત હોય છેને, તે જોયેલી તમે ? પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : બે-ચાર જણ આ બાજુ ખેંચે, બે-ચાર જણ પેલી બાજુ ખેંચે. મતભેદ એટલે દોર ખેંચવો. એટલે આપણે જોઈ લેવું કે આ ઘેર બેન ખૂબ જોરથી ખેંચે છે અને આપણે જોરથી ખેંચીશું, બેઉ જણ ખેંચીએ તો પછી શું જાય ? પ્રશ્નકર્તા ઃ તૂટી જાય. દાદાશ્રી : અને તૂટી જાય તો ગાંઠ વાળવી પડે. તો ગાંઠ વાળીને પછી ચલાવવું, એનાં કરતાં આખી રાખીએ એ શું ખોટું ? એટલે બહુ ખેંચેને, એટલે આપણે મૂકી દેવું. પ્રશ્નકર્તા : પણ બેમાંથી મૂકે કોણ ? દાદાશ્રી : સમજણવાળો, જેને અક્કલ વધારે હોય તે મૂકે અને ઓછી અક્કલવાળો ખેંચ્યા વગર રહે જ નહીં ! એટલે આપણે અક્કલવાળાએ મૂકી દેવું. મૂકી દેવું તે પાછું એકદમ નહીં છોડી દેવું. એકદમ છોડી દેને તો પડી જાય પેલું. એટલે ધીમે ધીમે ધીમે ધીમે મૂકવાનું. એટલે મારી જોડે કોઈ ખેંચ કરેને તો ધીમે ધીમે છોડી દઉં, નહીં તો પડી જાય બિચારો. હવે તમે આ છોડી દેશો આવું ? હવે છોડી દેતાં આવડશે ? છોડી દેશોને ? છોડી દો, નહીં તો પછી ગાંઠ વાળીને ચલાવવું પડે દોરડું. રોજ રોજ ગાંઠો વાળવી એ સારું દેખાય ? પાછું ગાંઠ તો વાળવી જ પડેને ! દોરડું તો પાછું ચલાવવું જ પડે ને ! તમને કેમ લાગે છે ? (૬૦) ઘરમાં મતભેદ થતો હશે ? એક અંશે ય ના થવો જોઈએ !! ઘરમાં જો મતભેદ થાય તો યુ આર અનફીટ ફોર, જો હસબન્ડ આવું કરે એ અનફીટ ફોર હસબન્ડ અને વાઈફ આવું કરે તો અનફીટ ફોર વાઈફ. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : પતિ-પત્નીના ઝઘડાંથી છોકરાં પર શું અસર થાય ? દાદાશ્રી : ઓહોહો ! બહુ ખરાબ અસર થાય. આવડો નાનો બાબો હોયને, તે ય એમ જોયા કરે. આ પપ્પો બહુ બોલ બોલ કરે છે મારી મમ્મી જોડે. પપ્પો જ ખરાબ છે. પણ મોંઢે બોલે નહીં. એ જાણે કે બોલીશ તો મારશે મને. મનમાં નોંધ આ, નોટેડ ઇટસ કન્ટેન્ટસ. પણ ઘરમાં આવું તોફાન જુએ પછી મનમાં રાખી મેલે. ‘મોટો થઈશ એટલે પપ્પાને આપીશ !' નક્કી કરે આપણા હારુ અત્યારથી. પછી એ મોટો થાય એટલે આપે ! ‘એવું મારવા હારુ મેં તમને મોટાં કર્યા ?!’ ‘તો તમને કોણે મોટાં કર્યા હતા ?” કહેશે. ‘અલ્યા, ત્યાં સુધી, મારાં બાપા સુધી પહોંચ્યો ?” ત્યારે કહે, ‘તમારાં દાદા સુધી પહોંચીશ.’ આપણે સ્કોપ આપ્યો ત્યારે ને ?! એવી ગાંઠ વાળવા દઈએ તો આપણી જ ભૂલ છે ને ! ઘરમાં વઢીએ શું કરવા ? એને વઢીએ જ નહીં એટલે બાબો જુએ કે આ કહેવું પડે, પપ્પા કેટલા સારાં છે ! (૬૧) ૨૦ છોકરાઓ, પરણવાનું કેમ ના પાડો છો ? મેં એમને પૂછ્યું કે, શું છે તમને હરકત, તે મને કહોને ? કે સ્ત્રી તમને ગમતી જ નથી કે સ્ત્રી જોડે, તમે પુરુષ નથી કે શું છે હકીકત, વાસ્તવિકતા ? મને કહો. ત્યારે કહે, ‘ના, અમારે લગ્ન નથી કરવું.’ મેં કહ્યું, કેમ ? ત્યારે કહે, ‘લગ્નમાં સુખ છે નહીં એવું અમે જોઈ લીધું છે.’ મેં કહ્યું, ‘હજુ ઉંમરનાં નથી થયા, પૈણ્યા વગર તને શી રીતે ખબર પડી, અનુભવ થયો ?” ત્યારે કહે, ‘અમારા મા-બાપનું સુખ(!) અમે જોતાં આવ્યા છીએ.' એટલે અમે જાણી ગયા આ લોકોનું સુખ ! આ લોકોને જ સુખ નથી તો આપણે પૈણીશું તો આપણે વધારે દુઃખી થઈશું. એટલે એવું બને ખરું ? (૬૪) એવું છે ને, અત્યારે હું કહું કે ભઈ, અત્યારે બહાર અંધારું થઈ ગયું છે. ત્યારે આ ભઈ કહે, ના, અજવાળું છે. ત્યારે હું કહું કે ભઈ, હું તમને રીક્વેસ્ટ (વિનંતી) કરું, વિનંતી કરું છું તમે ફરી જુઓને ! ત્યારે કહે, ‘ના, અજવાળું છે.' એટલે હું જાણું કે આમને જેવું દેખાય છે એવું બોલે છે. માણસની દ્રષ્ટિની બહાર આગળ દ્રષ્ટિ જઈ શકે નહીં. એટલે પછી હું એને કહી દઉં કે તમારા વ્યૂપોઈન્ટથી તમે બરાબર જ છો. હવે બીજું મારું કામ હોય તો કહો. એટલું જ કહ્યું, ‘યસ, યુ આર કરેક્ટ બાય યોર વ્યૂપોઈન્ટ !' (હા, તમે તમારા દ્રષ્ટિબિંદુથી સાચા છો.) કહીને, હું આગળ ચાલવા માંડું. Page #18 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આમની જોડે આખી રાત ક્યાં બેસી રહું? એ તો આવા ને આવા જ રહેવાના છે. આવી રીતે મતભેદનો ઉકેલ લાવી નાખવાનો. (૬૫) - એમ માનીને કે અહીંથી પાંચસો ફૂટ છે. આપણે એક એકદમ સરસ સફેદ એવો ઘોડો ઊભો રાખ્યો છે અને અહીં આગળ દરેકને આપણે દેખાડીએ કે પેલું શું દેખાય છે ? ત્યારે કોઈ ગાય કહે, તો આપણે એને શું કરવું ? આપણા ઘોડાને કોઈ ગાય કહે તે ઘડીએ આપણે એને મારવો કે શું કરવું ? પ્રશ્નકર્તા : મારવાનો નહીં. દાદાશ્રી : શાથી ? પ્રશ્નકર્તા : એની દ્રષ્ટિથી ગાય દેખાઈ. દાદાશ્રી : હા... એના ચશ્મા એવા છે. આપણે સમજી જવાનું કે આને બિચારાને નંબર લાગેલા છે. એટલે એનો દોષ નથી. એટલે આપણે વઢાય નહીં. કહેવું કે ભઈ, બરાબર છે તમારી વાત. પછી બીજાને કહીએ કે શું દેખાય છે? ત્યારે કહે કે ઘોડો દેખાય છે, તો આપણે જાણીએ કે આને નંબર નથી. પછી બીજાને કહીએ કે શું દેખાય છે ? ત્યારે કહે, “મોટો બળદ હોય એવું દેખાય છે.’ તો આપણે નંબર સમજી જઈએ એના. ના દેખાય એટલે નંબર સમજી લેવા. તમને શું લાગે છે ? (૬૬) અમારે પૈયે પંચાવન વર્ષ થયાં. તે પચ્ચીસ-ત્રીસ વર્ષની ઉંમર સુધી જરા ભૂલચૂક થઈ હશે જ્ઞાન પહેલાં, નાની ઉમરમાં અમે હઉ અમુક ઉંમર સુધી સાણસી લઈને આમ ફટ દઈને ફેંકતા'તા. આબરૂદાર લોકને ! ખાનદાન !! છ ગામના પટેલ !!! પછી ખબર પડી કે મારી આ ખાનદાની નીકળી ગઈ. આબરૂનું લિલામ થઈ ગયું. સાણસી મારી ત્યાંથી આબરૂનું લિલામ ના થયું કહેવાય ? સ્ત્રીને સાણસી મારે આપણા લોક ? અણસમજણનો કોથળો ! તે કશું બીજું ના જડ્યું તો સાણસી મારી ! આ તે કંઈ શોભે આપણને ? પ્રશ્નકર્તા: સાણસી મારી એ તો એક માર્યા પછી પતી ગયું. પણ પેલા આંતરિક મતભેદ જે હોય તે બીહેવિયરમાં (વર્તનમાં) એનું પરિણામ પામે. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એ તો બહુ ભયંકર કહેવાય ? દાદાશ્રી : આંતરિક મતભેદોને ? એ તો બહુ ભયંકર ! પણ મેં શોધખોળ કરેલી કે આ આંતરિક મતભેદનો કોઈ ઉપાય છે? તો કોઈ શાસ્ત્રમાં જડ્યો નહીં. એટલે પછી મેં શોધખોળ કરી જાતે કે આનો ઉપાય આટલો જ છે કે હું મારા મતને જ કાઢી નાખું તો મતભેદ નહીં પડે. મારો મત જ નહીં, તમારા મતે મત. (૬૯) તે મારે એક ફેરો હીરાબા જોડે મતભેદ પડી ગયો. હું હઉ ફસામણમાં આવી ગયો. મારી વાઈફને હું ‘હીરાબા’ કહું છું. અમે તો જ્ઞાની પુરુષ, અમારે તો બધાને બા કહેવાય અને આ બીજી છોડીઓ કહેવાય. એટલે વાત સાંભળવી હોય તો કહું, આ તો બહુ લાંબી વાત નથી, ટૂંકી વાત છે. પ્રશ્નકર્તા : હા, એ વાત કહો ને ! દાદાશ્રી : એક દહાડો મતભેદ થઈ ગયો હતો. તે મારી જ ભૂલ થઈ ગઈ હતી, એમની ભૂલ નહોતી. પ્રશ્નકર્તા : એ તો એમની થઈ ગઈ હશે પણ તમે કહો છો, મારી ભૂલ થઈ ગઈ હતી. દાદાશ્રી : હા, પણ એમની ભૂલ થઈ નથી, મારી ભૂલ. મારે જ મતભેદ નથી પાડવો. એમને તો પડે તો ય વાંધો નહીં ને ના પડે તોય વાંધો નથી. મારે નથી પાડવો એટલે મારી જ ભૂલ કહેવાય ને ! આ આમ કર્યું તો ખુરશીને વાગ્યું કે મને ? પ્રશ્નકર્તા : તમને. દાદાશ્રી : તે મારે સમજવું જોઈએ ને ! તે પછી એક દહાડો મતભેદ પડ્યો. હું ફસાયો. મને કહે છે, “મારા ભાઈની ચાર છોડીઓ પૈણવાની છે, તેમાં આ પહેલી છોડી પૈણે છે તે આપણે લગ્નમાં શું આપીશું ?” તો આવું ના પૂછે તો ચાલે. જે આપે તે હું ‘ના’ કહું નહીં. મને પૂછયું એટલે પછી મારી અક્કલ પ્રમાણે ચાલું. એમના જેવી મારામાં અક્કલ ક્યાંથી હોય ? પૂછયું એટલે મેં શું કહ્યું? ‘આ કબાટમાં Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મહીં ચાંદીનું પડ્યું છેને તે આપજોને નવું બનાવ્યા કરતાં ! આ ચાંદીના વાસણ કબાટમાં પડી રહ્યાં છે નાના નાના, તે આપજોને એકાદ-બે !' એટલે એમણે મને શું કહ્યું જાણો છો ? અમારા ઘરમાં મારી-તારી શબ્દ ના નીકળે. આપણું-આપણાં જ બોલાય. તે એ એવું બોલ્યાં કે ‘તમારા મામાની દીકરાની છોડીઓ પૈણે છે, ત્યાં તો આવડા આવડા ચાંદીના તાટ આપો છો ને !” હવે મારા ને તમારા બોલ્યા તે દહાડે, કાયમ આપણું જ બોલે. મારા-તમારા ભેદ ના બોલે. પેલા બોલ્યા. મેં કહ્યું, આજે આપણે ફસાઈ ગયા ! હું તરત સમજી ગયો. એટલે હું લાગ ખોળું આમાંથી નીકળવાનો, હવે શી રીતે આને સમું કરી લેવું ! લોહી નીકળવા માંડ્યું એટલે પટ્ટી શી રીતે ચોડવી કે લોહી બંધ થઈ જાય, એ અમને આવડે ! એટલે મારી-તારી થઈ તે દહાડે ! ‘તમારા મામાના દીકરા’ કહ્યું, આટલે સુધી આ દશા થઈ, મારી અણસમજણ આટલી ઊંધી ! મેં કહ્યું, “આ ઠોકર વાગવાની થઈ આજ તો !” એટલે હું તરત જ ફરી ગયો ! ફરી જવાનો વાંધો નથી. મતભેદ પાડવો તેનાં કરતાં ફરી જવું સારું. તરત જ ફરી ગયો આખો ય. મેં કહ્યું, ‘એવું નથી કહેવા માંગતો.” હું જૂઠું બોલ્યો, મેં કહ્યું, “મારી વાત જુદી છે ને તમારી સમજણમાં જરા ફેર પડી ગયો. એવું હું નથી કહેતો !' ત્યારે કહે, ‘તો શું કહો છો ?” ત્યારે મેં કહ્યું, ‘આ ચાંદીનું વાસણ નાનું આપજો અને બીજા રોકડા પાંચસો રૂપિયા આપજો. એ એમને કામ લાગશે.” ‘તમે તો ભોળા છો. આટલું બધું અપાતું હશે ?” એટલે હું સમજી ગયો આપણે જીત્યા ! પછી મેં કહ્યું, ‘તો તમારે જેટલા આપવા હોય એટલા આપજો. ચારેવ ભત્રીજી આપણી છોડીઓ છે !” એટલે ખુશ થઈ ગયા. ‘દેવ જેવા છે' કહે છે ! જો પટ્ટી મારી દીધીને ! હું સમજું કે આપણે પાંચસો કહીએ તો આપે એવા માણસ નથી આ ! એટલે આપણે એમને જ કબજો સોંપી દો ને ! હું સ્વભાવ જાણું. હું પાંચસો આપું તો એ ત્રણસો આપી આવે. એટલે બોલો, મારે સત્તા સોંપવામાં વાંધો ખરો ? (૪) ખાતી વખતે ખીટપીટ ! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરનારની ભૂલ થાય કે ના કરનારની ? પ્રશ્નકર્તા : કરનારની. દાદાશ્રી : તો ‘કટું ખારું છે' એવી ના ભૂલ કઢાય. એ કઢી બાજુએ મૂકીને આપણે બીજું બધું ખઈ લેવાનું. કારણ કે એને ટેવ છે કે આવું કંઈક એ ભુલ ખોળી કાઢીને એને દબડાવવું. એ આદત છે એને એટલે. પણ તે આ બહેને ય કંઈ કાચી નથી. આ અમેરિકા આમ કરે, તો રશિયા આમ કરે. એટલે અમેરિકા-રશિયા જેવું થઈ ગયું આ, કુટુંબમાં, ફેમિલીમાં. એટલે કોલ્ડવૉર ચાલ્યા જ કરે નિરંતર મહીં. એવું નહીં, ફેમિલી કરી નાખો. એટલે હું તમને સમજાવીશ કે ફેમિલી તરીકે કેમ રહેવાય ! આ તો ઘેર ઘેર કકળાટ છે. કઢી ખારી થઈ, તે આપણે ના બોલીએ તો ના ચાલે ? ઓપીનીયન ના આપીએ તો એ લોકોને ખબર ના પડે કે આપણે જ કહેવું પડે ? આપણે ત્યાં મહેમાન આવ્યા હોયને, મહેમાનોને ય ખાવા ના દે. તે આપણે વળી એવા શું કરવા થઈએ ? એ ખાશે, તો એને ખબર નહીં પડે, તે વળી આપણે ભૂંગળું વગાડવું ?! પ્રશ્નકર્તા: કઢી ખારી હોય તો “ખારી’ કહેવી જ પડે ને ! દાદાશ્રી : પછી જીવન ખારું જ થઈ જાયને ! તમે “ખારી’ કહીને સામાને છે તે અપમાન કરો છો. એ ફેમિલી ના કહેવાય ! (૮૩) પ્રશ્નકર્તા પોતાના માણસ હોય તો કહેવાયને, બીજાને થોડું કહેવાય ? દાદાશ્રી : એટલે પોતાના માણસને ગોદા મારવા ! પ્રશ્નકર્તા : કહીએ તો બીજીવાર સારું કરેને એમ. દાદાશ્રી : એ સારું કરે કે ના કરે. એ વાત બધી ગપ્પાં છે. શા આધારે થાય છે ? એ હું જાણું છું. નથી બનાવનારના હાથમાં સત્તા કે નથી તમારા કહેનારના હાથમાં સત્તા. આ બધું સત્તા કયા આધારે ચાલે છે ? માટે અક્ષરે ય બોલવા જેવો નથી. (૮૫) તું થોડો ડાહ્યો થયો કે ના થયો ? થોડો ગણો ડાહ્યો થયો કે નથી થયો હજુ? થઈ જવાશેને ? ડાહ્યો ! સંપૂર્ણ ડાહ્યો થઈ જવાનું. ઘેર ‘વાઈફ’ કહેશે, (૭૫) ઘરમાં શું કરવા આ ડખલ કરું છું ? કંઈ ભૂલ ના થાય માણસની ! Page #20 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૨૫ અરે, એવાં ધણી ફરી ફરી મળજો.’ મને અત્યાર સુધીમાં એક બેને કહ્યું, ‘દાદા, ધણી મળે તો આનો આ જ મળજો’. ‘તું એકલી બેન મળી મને.” મોઢે બોલે, પણ પાછળથી તો આવડું ચોપડે. મારે ત્યાં નોંધ છે, એક કહેનારી મળી ! બાકી સ્ત્રીને વારે ઘડીએ આડછેટ આડછેટ ના કરાય. ‘શાક ટાઢું કેમ થઈ ગયું ? દાળમાં વઘાર બરોબર નથી કર્યો’ એમ કચકચ શું કરવા કરે છે ? બાર મહિનામાં એકાદ દહાડો એકાદ શબ્દ બોલ્યા હોય તો ઠીક છે, આ તો રોજ ?! “ભાભો ભારમાં તો વહુ લાજમાં'. આપણે ભારમાં રહેવું જોઈએ. દાળ સારી ના થઈ હોય, શાક ટાટું થઈ ગયું હોય તો તે કાયદાને આધીન થાય છે. અને બહુ થાય ત્યારે ધીમે રહીને વાત કરવી હોય તો કરીએ કોઈ વખત કે, “આ શાક રોજ ગરમ હોય છે, ત્યારે બહુ સરસ લાગે છે.” આવી વાત કરીએ તો એ ટકોર સમજી જાય. (૯૦) અમારે તો ઘરમાં ય કોઈ જાણે નહીં કે “દાદા'ને આ ભાવતું નથી કે ભાવે છે. આ રસોઈ બનાવવી તે શું બનાવનારના હાથનો ખેલ છે ? એ તો ખાનારના ‘વ્યવસ્થિત'ના હિસાબે થાળીમાં આવે છે, તેમાં ડખો ના કરવો જોઈએ. (૫) ધણી ખપે, ધણીપણું નહીં ! લગ્ન કરતી વખતે જુએ, તેનો વાંધો નથી, જુઓ. પણ તેવી એ રહેવાની હોય આખી જિંદગી, તો જુઓ. એવી રહે ખરી ? જેવી જોઈ એવી ? પણ ફેરફાર થયા વગર રહે ? પછી ફેરફાર થશેને તે સહન નહીં થાય, અકળામણ થઈ પડે. પછી જવું ક્યાં ? આવી ફસાયા, ભઈ, આવી ફસાયા ! તે પૈણવાનું શાના હારુ? આપણે બહારથી કમાઈ લાવીએ. એ ઘરનું કામ કરે ને આપણે સંસાર ચાલે ને ધર્મ ચાલે, એટલા હારુ પૈણવાનું. અને તે બઈ કહેતી હોય કે એક-બે બાબાની જરૂર છે. તો એટલો નિવેડો લાવી આપો. પછી રામ તારી માયા ! પણ આ તો પછી ધણી થવા બેસે. મૂઆ, ધણી શેનો થવા બેસું છું તે ?! તારામાં બરકત નથી ને ધણી થવા બેઠો ! ‘હું તો ધણી થઉં” કહેશે. મોટા આવ્યા ધણી ! મોઢાં જુઓ આમના, ધણીનાં ! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પણ લોકો તો ધણીપણું બજાવે છેને ? ગાયનો ધણી થઈ બેસે, ભેંસનો પણ, તે ગાયો ય સ્વીકારતી નથી તમને ધણી તરીકે. એ તો તમે મનમાં માનો છો કે આ મારી ગાય છે ! તમે તો કપાસને ય મારા કહો છો. ‘આ કપાસ મારો છે' કહેશે. તે કપાસ જાણતા ય નથી બિચારા. તમારા હોય તો તમને દેખતાં વધે અને તમે ઘેર જાઓ તો ના વધે, પણ આ તો રાતે હઉ વધે કપાસ. કપાસ રાતે વધે કે ના વધે ? પ્રશ્નકર્તા : વધે, વધે. દાદાશ્રી : એમને કંઈ તમારી જરૂર નથી. એમને તો વરસાદની જરૂર છે. વરસાદ ના હોય તો સૂકાઈ જાય બિચારા... પ્રશ્નકર્તા : પણ, એમણે આપણું બધું ધ્યાન કેમ નહીં રાખવું ? દાદાશ્રી : ઓહોહો ! બૈરી ધ્યાન રાખવા હારુ પેલા લાવ્યા હશે ?! પ્રશ્નકર્તા : એટલા માટે જ બૈરી ઘેર લાવ્યા છીએને ! દાદાશ્રી : એવું છેને, શાસ્ત્રકારોએ કહ્યું છે કે ધણીપણું કરશો નહીં. ખરેખર તમે ધણી નથી, પાર્ટનરશીપ છે. એ તો અહીં વ્યવહારમાં બોલાય છે કે, વહુ ને વર, ધણી ને ધણીયાણી ! બાકી ખરેખર પાર્ટનરશીપ છે. ધણી છો, એટલે તમારો હક્ક-દાવો નથી તમારો, દાવો ના કરાય. સમજાવી સમજાવીને બધું કામ કરીએ. પ્રશ્નકર્તા : કન્યાદાન કર્યું, દાનમાં કન્યા આપી, એટલે પછી આપણે એનાં ધણી જ થઈ ગયા ને ? દાદાશ્રી : એ સુધરેલા સમાજનું કામ નથી, એ વાઈલ્ડ સમાજનું કામ છે. આપણે સુધરેલા સમાજે, સ્ત્રીઓને સહેજ પણ અડચણ ના પડે એ જોવું જોઈએ, નહીં તો તમે સુખી નહીં થાવ. સ્ત્રીને દુ:ખ આપીને કોઈ સુખી નહીં થયેલો. અને જે સ્ત્રીએ પતિને કંઈ પણ દુઃખ આપ્યું હશે, તે સ્ત્રીઓ ય સુખી નહીં થયેલી ! (૯૭) એ ધણીપણાને લઈને તો આ ચગે છે મૂઓ. હવે ધણીપણું એ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ભોગવવાનું છે, ભોગવટો છે આ, પાર્ટનરશીપ છે. વાઈફ જોડે પાર્ટનરશીપ છે, માલિકીપણું નથી. ૯૮). પ્રશ્નકર્તા : આ વાઈફ છે તો બૉસ થઈ બેસે છે, તેનું શું કરવું ? દાદાશ્રી : એ વાંધો નહીં. એ તો જલેબી-ભજિયાં કરી આપે વાઈફ. આપણે કહીએ કે ઓહોહો ! તેં તો ભજિયાં-જલેબી કરી ખવડાવ્યા ને ! એમ કરીને ફુલાય, પછી કાલે ટાઢી પડી જશે એની મેળે, એની ગભરામણ નહીં રાખવાની. એ ચઢી બેસે ક્યારે ? એને જો મૂછો ઊગે તો ચઢી બેસે. પણ મૂછો ઊગવાની છે ? ગમે એટલાં ડાહ્યાં થાય, તો ય મૂછો ઊગે ? (૧૦૧) બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ? (૧૦૨) હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છેને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકાં કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝઘડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકોય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાંક મુસલમાનો તો બીબીને હીંચકો હઉ નાખે ! પ્રશ્નકર્તા : એ હીંચકો નાખતા હતા, મિંયાભાઈ પેલા હીંચકો નાખે એ વાત કરોને ! દાદાશ્રી : હા. એક દહાડો ત્યાં ગયેલા, તે મિયાંભાઈએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં પૂછ્યું કે, ‘તમે આવું કરો છો તે ચઢી બેસતી નથી ?” ત્યારે એ કહે કે “એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી કશું નથી.” મેં કહ્યું કે, “અમારા હિન્દુને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.' ત્યારે મિયાંભાઈ કહે કે, “આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ?” એ તો એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં અમે કોન્ટેક્ટ લીધેલો ગવર્મેન્ટનો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટેક્ટવાળો. તેણે પેટા કોન્ટેક્ટ લઈ લીધેલો. એનું નામ અહમદમિયાં, તે અહમદમિયાં કેટલાંય ૨૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરે ઘર, ઝૂંપડીમેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય, પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે. તે અહમદમિયાં એક દહાડો કહે છે, શેઠ, આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારી બીબી-બચ્ચાં બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાન-બાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું, કેમ કરીને કમાય એવી પણ ભાવના ! અને એ દુ:ખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય એવી ભાવના ! આ તો આ જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, ‘કેમ ના આવું ? તારે ત્યાં પહેલો આવું.' ત્યારે કહે, ‘મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ?” ત્યારે મેં કહ્યું, ‘હું ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તો ય મારે ચાલે, તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ.” એટલે હું તો ગયો. અમારે ‘કોન્ટ્રાક્ટર’નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએ ય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય. (૧૦૬) મેં કહ્યું, ‘અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, ‘સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ.’ કહ્યું, ‘તારા વાઈફ ક્યાં સુઈ જાય છે ?” ત્યારે કહે, ‘યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.” મેં કહ્યું, ‘અહમદમિયાં, ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે ?” “યે ક્યા બોલા ?” મેં કહ્યું, ‘શું ?” ત્યારે એ કહે, “કભી નહીં હોતા હૈ. ઐસા મુર્ખ આદમી નહીં હમ.’ ‘અલ્યા, મતભેદ ?' ત્યારે કહે, ‘નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.” શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, ‘કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે ?” તો કહે, “પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?’ એટલે ચૂપ થઈ જાય ! મેં કહ્યું, ‘મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?” ત્યારે કહે, Page #22 -------------------------------------------------------------------------- ________________ ૨૯ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ના, મતભેદ પડે તો, એ ક્યાં સૂઈ જાય અને હું ક્યાં સૂઈ જાઉં? અહીં બે-ત્રણ માળ હોય તો હું જાણું કે ત્રીજે માળ જતો રહું ! પણ આ તો એની એ જ રૂમમાં સૂઈ જવાનું. એ આમની ફરીને સૂઈ જાય ને હું આમનો ફરીને સૂઈ જાઉં પછી શું મજા આવે ? આખી રાત ઊંઘ ના આવે. પણ અત્યારે તો શેઠ હું ક્યાં જાઉં ?! એટલે આ બીબીને તો કોઈ દહાડો હું દુ:ખ આપું નહીં. બીબી મને મારે તો ય દુ:ખ ન આપું. એટલે હું બહાર બધાંની જોડે વઢી આવું, પણ બીબી જોડે ‘ક્લિયર રાખવાનું ! વાઈફને કશું ના કરાય.’ ચળ આવતી હોય તો બહાર વઢીને આવે પણ અહીં ઘરમાં નહીં. બીબીએ સલિયાને ગોસ લાવવા કહ્યું હોય, હવે સલિયાને પગાર ઓછો મળતો હોય, તે બિચારો ગોસ શી રીતે લાવે ? સલિયાને બીબી મહિનાથી કહે કહે કરતી હોય કે આ છોકરાંઓને બધાને બિચારાને સાંભળ સાંભળ કરે છે, હવે ગોસ તો લઈ આવો. પછી એક દહાડો બીબી મનમાં બહુ અકળાય ત્યારે પેલો કહે, આજ તો લઈને આવીશ. મિયાંભાઈ પાસે જવાબ રોકડો એ જાણે કે જવાબ ઉધાર દઈશ તો ગાળાગાળી દેશે. તે પછી કહી દે કે આજ લાઉંગા. એમ કહીને છટકીને આવે. જો જવાબ આપે નહીં તો જતી વખતે બીબી કચ કચ કરે. એટલે તરત પોઝિટિવ જવાબ આપી દે કે આજ લે આઉંગા. કિધર સે ભી લે આઉંગા. એટલે બીબી જાણે કે આજે તો લઈને આવે એટલે પછી રાંધીએ. પણ પેલો આવે ને ખાલી હાથે દેખે એટલે બીબી બૂમાબૂમ કરવા માંડે. સલિયો આમ તો બહુ પાકો હોય એટલે બીબીને સમજાવી દે કે, “યાર મેરી હાલત મૈં જાનતા હું, તુમ ક્યા સમજે !' એવા એક-બે વાક્ય બોલે પછી બીબી કહેશે, ‘સારું, ફરી લાવજો.' પણ દશપંદર દહાડે ફરી બીબી બૂમો પાડે તો પાછો “મેરી હાલત મેં જાનતા હું' એવું બોલે ને તો બીબી ખુશ થઈ જાય. એ કોઈ દહાડો ઝઘડો ના કરે. અને આપણા લોક તો તે ઘડીએ કહેશે કે તું મને દબાય દબાય કરું છું ? અલ્યા, આવું સ્ત્રી પાસે ના બોલાય. એનો અર્થ જ ઇટસેલ્ફ બોલે છે, તું દબાયેલો છું. અલ્યા, પણ તને શી રીતે દબાવે ? જ્યાં પૈણતી વખતે પણ તારો હાથ ઉપર તો રાખે છે, તો તને એ શી રીતે દબાવે ? હાથ ઉપર રાખીને પરણ્યો છે તે વખતે એ આજ દબાવી જાય તો આપણે શાંત રહેવાનું. જેને નિર્બળતા હોય એ ચીઢાઈ જાય. (૧૦૭) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પછી છે તે એક હકીમનો છોકરો આવ્યો હતો, ઔરંગાબાદમાં. એણે જાણ્યું હશે કે આ દાદા પાસે કંઈક અધ્યાત્મજ્ઞાન જાણવા જેવું છે. એટલે એ છોકરો આવ્યો, પચ્ચીસ જ વર્ષની ઉંમરનો. તે મેં તો સત્સંગની બધી વાત કરી આ જગતની. કારણ કે વૈજ્ઞાનિક રીત સારી છે, આપણે સાંભળવા જેવી છે. અત્યાર સુધી ચાલ્યું તે જમાના પ્રમાણે લખાયેલું છે. જેવો જમાનો હતો ને તેવું વર્ણન કરેલું છે. એટલે જમાનો જેમ જેમ ફરતો જાય તેમ વર્ણન વધતું જાય. અને પયગંબર સાહેબ એટલે શું ? ખુદાનો પૈગામ અહીં લાવી અને બધાંને પહોંચાડે એનું નામ પયગંબર સાહેબ. મેં તો ગમ્મત કરી એની. મેં કહ્યું, ‘અલ્યા, શાદી-બાદી કરી છે કે એમ ને એમ ફર્યા કરું છું ?” “શાદી કરી છે' કહે છે. મેં કહ્યું, ‘ક્યારે કરી ? મને બોલાવ્યો નહીં તેં ?” ‘દાદાજી, હું જાણું નહીં તમને, નહીં તો હું તે દહાડે બોલાવત. છ મહિના જ થયા હજુ શાદી કર્યાને' કહે છે. ગમ્મત કરી જરા. કેટલા વખત નમાજ પઢું ? સાહેબ, પાંચે પાંચ વખત’ કહે છે. અલ્યા, રાત્રે શી રીતે તને નમાજ ફાવે છે ત્રણ વાગે ? ‘કરવાની જ, એમાં ચાલે જ નહીં' કહે છે. ત્રણ વાગે ઊઠીને કરવાની. મારી નાની ઉંમરમાંય કરતો આવ્યો છું. મારા ફાધર હકીમ સાહેબેય કરતા ! હવે પછી મેં કહ્યું, ‘હવે તો બીબી આવી, હવે શી રીતે બીબી કરવા દે તને ત્રણ વાગે ?” બીબીએ ય મને કહ્યું છે, ‘તમારી નમાજ પઢી લેવી.” ત્યારે મેં કહ્યું, ‘બીબી જોડે ઝઘડો થતો નથી ?” “એ શું બોલ્યા ? એ શું બોલ્યા ?” મેં કહ્યું, ‘કેમ ?” ઓહોહો ! બીબી તો મુંહ કા પાન ! એ મને વઢે તો હું ચલાવી લઉં. સાહેબ, બીબી થકી તો હું જીવું છું. બીબી મને ખૂબ સુખ આપે છે. ખૂબ સારું સારું ભોજન બનાવીને જમાડે છે, એને દુ:ખ કેમ દેવાય ? હવે આટલું સમજે તો ય બહુ સારું. બીબી ઉપર જોર ના કરે. ના સમજવું જોઈએ ? બીબીનો કંઈ ગુનો છે ? “મુંહ કા પાન’ ગાલી દે તોય વાંધો નહીં. બીજો કોઈ ગાલી દે તો જોઈ લઉં, લે ત્યારે એ લોકોને કેટલી કિંમત છે ? (૧૧૧) (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! પ્રશ્નકર્તા : ભૂલ કાઢીએ તો ખરાબ લાગે એને અને ના કાઢે તો ય ખરાબ લાગે. દાદાશ્રી : ના, ના, ના, ખરાબ ના લાગે. આપણે ભૂલ ના કાઢીએ, તો Page #23 -------------------------------------------------------------------------- ________________ ૩૧ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એ કહેશે, ‘કઢી ખારી થઈ તો ય બોલ્યા નહીં !” ત્યારે કહીએ, ‘તમને ખબર પડશે ને, મારે શું કરવા કહેવું ?” પણ આ તો કઢી ખારી થઈ ગઈ હોય તો મોઢું બગાડે, કટું ખારું થયું છે. મૂઆ, આ કઈ જાતના માણસો છે. આને ધણી તરીકે કેમ રખાય તે ?! કાઢી મેલવો જોઈએ ધણીને તો ! આવા નબળા ધણીઓ ! અલ્યા, એ બઈ નથી સમજતી, તે તું વળી કહું છું ? માથાફોડ કરું છું? એ તો એમને છાતીએ ઘા ના લાગે, બળ્યું ! મનમાં કહેશે, આ કંઈ હું ન હતી સમજતી ?! આ તો મને બાણ મારે છે, મૂઓ. આ મૂઓ કાળમૂખો, રોજ મારી ભૂલો જ કાઢ કાઢ કરે છે. તો આપણા લોકો જાણી જોઈને આ ભૂલો કાઢે છે તેથી આ સંસાર વધારે બગડતો જાય છે. તમને કેમ લાગે છે ? એટલે થોડું આપણે વિચાર કરીએ તો શું વાંધો છે? (૧૧૪) પ્રશ્નકર્તા : આવી ભૂલ કાઢીએ તો પછી એનાથી ફરીથી ભૂલ ના થાયને ? દાદાશ્રી : ઓહોહો, એટલે ઉપદેશનું કારણ થાય એટલા માટે ! હું, તે ભૂલ કાઢવાનો વાંધો નથી, હું તમને શું કહું છું, ભૂલ કાઢો પણ એ પોતે ઉપકાર માને તો ભૂલ કાઢો કે તમે સારું થયું આ મને ભૂલ દેખાડી. મને તો ખબર જ નહીં. તે ઉપકાર માનો છો ?! બેન, તું એમનો ઉપકાર માનું છું? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : તો પછી એનો અર્થ શું કાઢવાનો ? જે ભૂલ એ જાણતી હોય, તેને તમારે કાઢવાનો અર્થ શું છે ? એને કાળમુખા કહે છે સ્ત્રીઓ, કે મૂઓ કાળમુખો જ્યારે ત્યારે બોલીને ઊભો રહે છે. એ જે જાણતી હોય ભૂલ એ આપણાથી કઢાય નહીં. બીજું કંઈ પણ થયું હોય કે કઢી ખારી થઈ હોય પછી શાક બગડી ગયું હોય, તો એ ખાય તો એ જાણે કે ના જાણે ? માટે આપણે કહેવાની જરૂર ના હોય ! પણ ભૂલ એ ના જાણતી હોય, તે આપણે કહીએ તો એ ઉપકાર માને. બાકી એ જાણતી હોય તે ભૂલ કાઢવી એ તો ગુનો છે. આપણા લોકો ઇન્ડિયનો જ કાઢે છે. (૧૧૫) હું તો સાંતાક્રૂઝમાં ત્રીજે માળે બેઠો હોઉં તો ચા આવે. તે જરા કોઈ દહાડો ખાંડ ભૂલી ગયા હોય તો હું પી જવું અને તે ય દાદાના નામથી. મહીં દાદાને કહ્યું, ‘ચાની મહીં ખાંડ નાખો, સાહેબ.' તે દાદા નાખી આપે ! એટલે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ખાંડ વગરની ચા આવે તો પી જઈએ, બસ. અમારે તો કશો ડખો જ નહીં ને ! અને પછી પેલાં ખાંડ લઈને દોડધામ કરીને આવે. મેં કહ્યું, ‘ભઈ, કેમ ખાંડ લાવ્યો ? આ ચાના કપ-રકાબી લઈ જા.” ત્યારે કહે, ‘તમે ચા મોળી હતી તે ખાંડ માંગી નહીં !' કહ્યું, ‘હું શું કરવા કહું ?” તમને સમજણ પડે એવી વાત છે ?! (૧૧૬) એક ભાઈને પૂછ્યું, ‘ઘરમાં કોઈ દિવસ વાઈફની ભૂલ કાઢું છું ?” ત્યારે કહે, ‘એ છે ભૂલવાળી એટલે ભૂલ જ કાઢવી પડે ને !' મેં કહ્યું, ‘અક્કલનો કોથળો આવ્યો આ ! વેચવા જઈએ તો ચાર આના બારદાનના આવે નહીં અને એ માની બેઠો કે આ વહુ ભૂલવાળી, લે !' (૧૧૭) પ્રશ્નકર્તા ઃ ઘણાં પોતાની ભૂલ સમજતા હોય, છતાં સુધરે નહીં તો? દાદાશ્રી : એ કહેવાથી સુધરે નહીં. કહેવાથી તો અવળો થાય ઉલટો. એ તો કો'ક ફેરો જ્યારે વિચારવા ગયો હોય ત્યારે આપણે કહીએ કે આ ભૂલ કેવી રીતે સુધરે ? સામાસામી વાતચીત કરો, આમ ફ્રેન્ડશીપની પેઠ. વાઈફ જોડે ફ્રેન્ડશીપ રાખવી જોઈએ. ના રાખવી જોઈએ ? બીજા જોડે ફ્રેન્ડશીપ રાખો છો. ફ્રેન્ડની જોડે આવું કકળાટ કર્યા કરો છો રોજ રોજ ? એની ભૂલ ડિરેક્ટ દેખાડ દેખાડ કરાવતા હશો ? ના ! કારણ કે ફ્રેન્ડશીપ ટકાવવી છે. અને આ તો પૈણેલી ક્યાં જતી રહેવાની છે ?! આવું આપણને શોભે નહીં. જીવન એવું બનાવો કે બગીચા જેવું. ઘરમાં મતભેદ ના હોય, કશું ના હોય, એવું ઘર આમ બગીચા જેવું લાગે ને ઘરમાં જરાય ડખલ ના થવા દઈએ કોઈને. સહેજેય નાના છોકરાની ભૂલ્લ એ જો જાણતો હોય તો ના દેખાડાય. ના જાણતો હોય તે જ ભૂલ દેખાડાય. (૧૧૮) એ તો ખોટું ગાંડપણ હતું ધણીપણું થવાનું. એટલે ધણીપણું ના બજાવવું જોઈએ. ધણીપણું તો એનું નામ કહેવાય કે સામો પ્રતિકાર ના થાય, ત્યારે જાણવું કે ધણીપણું છે. આ તો તરત પ્રતિકાર ! ઘરમાં તો સ્ત્રીને તો સહુ કોઈ કટ કટ કરે, એ વીરની નિશાની નથી. વીર તો કોણ કહેવાય કે સ્ત્રીને કે ઘરમાં છોકરાંને કોઈને ય હરકત ન થાય. છોકરું જરા આડે બોલે પણ મા-બાપ બગડે નહીં ત્યારે ખરું કહેવાય. છોકરું તો બાળક કહેવાય. તમને કેમ લાગે છે, ન્યાય શું કહે છે ? (૧૧૯) Page #24 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ક્યા ગુણને માટે આપણે ટકોર કરવી પડે કે જેની એને સમજણ ના હોય ! તે આપણે એને સમજણ આપવી જોઈએ. એને પોતાની સમજણ છે, તેને આપણે કહીએ એટલે એનો ઈગોઈઝમ ઘવાય પછી. અને પછી એ તમારે માટે લાગ જુએ, કે મારા ભાગમાં આવવા દોને એક દહાડો. લાગની રાહ જુએ. તે આવું શા માટે કરવાની જરૂર ? એટલે એ જે જેમાં સમજી શકે એવું છે ત્યાં આગળ આપણે ટકોર મારવાની જરૂર ના હોય. (૧૨) વધારે કડવું હોય તો આપણે એકલાએ પી જવું. પણ સ્ત્રીઓને કેમ પીવા દેવાય ? કારણ કે આફટર ઑલ આપણે મહાદેવજી છીએ. ન હોય મહાદેવજી આપણે ? પુરુષો મહાદેવજી જેવા હોય. વધારે પડતું કડવું હોય તો કહીએ, ‘તું તારી મેળે સૂઈ જા, હું પી જઈશ.’ બેનો ય મહીં સંસારમાં સહકાર નથી આપતી બિચારી ? પછી એની જોડે કેમ ડખલ થાય ? એને કંઈક દુ:ખ અપાઈ ગયું હોય તો આપણે પશ્ચાતાપ કરવો જોઈએ ખાનગીમાં કે હવે નહીં દુઃખ આપું કહીએ. મારી ભૂલ થઈ આ. ઘરમાં કયા પ્રકારના દુઃખો થાય છે ? કયા પ્રકારના ઝઘડા થાય છે ? કયા પ્રકારના મતભેદ થાય છે ? એ જો બન્ને જણ લખી લાવતા હોયને તો એને એક કલાકમાં જ બધાનો નિવેડો લાવી આપું. અણસમજણથી જ ઊભાં થાય છે ? બીજું કશું નહીં. (૧૨૩) આપણા ઘરની વાત ઘરમાં રહે એવું ફેમિલી તરીકે જીવન જીવવું જોઈએ. એટલું ફેરફાર કરો તો બહુ સારું કહેવાય. ક્લેશ તો હોવો જ ના જોઈએ. આપણે જેટલા ડૉલર આવે એટલામાં સમાવેશ કરી લેવાનો. અને તમારે છે તે પૈસાની સગવડ ના હોય તો સાડીઓ માટે ઉતાવળ નહીં કરવી જોઈએ. તમારેય વિચાર કરવો જોઈએ કે ધણીને અડચણમાં, મુશ્કેલીમાં નહીં મૂકવો જોઈએ. છૂટ હોય તો વાપરવા. (૭) ગાડી'તો ગમ મૂડ આ તો રાત્રે કોઈ વખત ધણીને ઘેર આવતાં મોડું થઈ જાય, કોઈક સંજોગોમાં, હં... આટલું બધું મોડું અવાતું હશે ? તો એ નથી જાણતા. એ મોડું થાય છે ? એમને મહીં ચૂન ચૂન થતું હોય, બહું મોડું થયું, બહુ મોડું થયું. તેમાં પાછાં આ વાઈફ એવું ગાય કે આટલું બધું મોડું અવાતું હશે ! ૩૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બિચારા ! આ મિનિંગલેસ વાતો બધી આવી કરવી ! તને સમજાય છે એવું? એટલે આપણે એ આ મોડા આવેને, તે દહાડે આપણે જોઈ લેવું કે મૂડ કેમનો છે ! એટલે પછી તરત જ કહેવું કે પહેલી ચા-બા પીને પછી જમવા બેસો એટલે મૂડમાં આવે પછી. મૂડ અવળો હોય તો આપણે જરા એમને ચા-પાણી કરીને ખુશ કરીએ. જેમ પોલીસવાળો આવ્યો હોય, આપણે મૂડ ના હોય તો ય ચા-પાણી નથી કરતા ? આ તો પોતાનો એટલે ખુશ નહીં કરવાનો ? પોતાનો એટલે ખુશ કરવો પડે ! ઘણાં ખરાં તમને બધાને ખબર હશે, કદાચ ગાડી મૂડમાં નથી હોતી એવું નથી બનતું ? ગરમ થઈ ગયેલી. તો આપણે એને લાકડી માર માર કરીએ તો ! એને મૂડમાં લાવવા માટે ઠંડી મૂકી દેવાની જરા, એ રેડિએટર ફેરવવાનું, પંખો ફેરવવાનો. ના કરાય ? (૧૩) પ્રશ્નકર્તા : બ્રાન્ડી બંધ કરાવવી કેવી રીતના ? દાદાશ્રી : તમારા ઘરમાં પ્રેમ દેખે એટલે બધું ય છોડી દે. પ્રેમની ખાતર દરેક વસ્તુ છોડી દેવા તૈયાર છે. આ પ્રેમ ના દેખે એટલે બ્રાન્ડી જોડે પ્રેમ કરે, ફલાણા જોડે પ્રેમ કરે, નહીં તો બીચ ઉપર ફર્યા કરે. ‘અલ્યા મૂઆ, અહીં શું તારા બાપે દાઢ્યું છે, ઘરમાં જાને !' ત્યારે કહે, ‘ઘેર તો મને ગમતું જ નથી.” (૧૩૧) (૮) સુધારવું કે સુધરવું ? એટલે આ સગાઈ રિલેટિવ છે. એટલે ઘણા માણસો શું કરે છે કે બૈરીને સુધારવા માટે એટલા બધા જક્કે ચઢે છે કે તે પ્રેમની દોર તુટી જાય ત્યાં સુધી જક્કે ચઢે છે. એ શું જાણે છે કે આ મારે સુધારવી જ જોઈએ અને, અલ્યા મૂઆ, તું સુધરને ! તું સુધર એકવાર. અને આ તો રિયલ નથી, રિલેટિવ છે ! છૂટું થઈ જશે. માટે આપણે જૂઠું તો જૂઠું પણ એની ગાડી પાટા પર ચઢાવી દે ને ! અહીંથી પાટે ચઢી ગઈ એટલે સ્ટેશને પહોંચી જશે, હડહડાટ. એટલે આ રિલેટિવ છે અને સાચવીને-મનાવીને આમ ઉકેલ લાવી દેવાનો. (૧૩૬) પ્રશ્નકર્તા : પ્રકૃતિ ના સુધરે, પણ વ્યવહાર તો સુધારવો જોઈએને ? (૧૨૬) Page #25 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩૫ દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે, અડધો કલાકે ય આવડ્યો હોત તો ય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ ‘ત્યાં’ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે ‘આપણું’ કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, ‘ભઈ, તમારામાં અક્કલ નથી.’ તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ?! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે. (૧૪૫) કોઈ કહેશે કે, ‘ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે ‘વાઈફ’ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને ‘કરેક્ટ’ કહીએ. આપણે એની જોડે કાયમનું સાદું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણકાળ જુદાં, બંનેના કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે ! (૧૪૫) પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે. સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે. જે આપણા રક્ષણમાં હોય, તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિંયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે. (૧૪૭) ૩૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર ! કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ! વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે આ મારું ખરું છે (૧૭૬) એવું લઢવા માટે ભાંજગડ નથી કરતાંને ? જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાં ય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું (૧૭૭) નથી. (૧૦) બે ડિપાર્ટમેન્ટ તોખાં... પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં ‘ડિપાર્ટમેન્ટ’માં જ રહેવું. પ્રશ્નકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કર્યું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના ઘાલવો ? દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે ‘ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવાની જરૂર જ શી? ‘આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો', એ ય આપણે કહેવાની જરૂર શી ? Page #26 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩૭ ટાઈમ આવશે ત્યારે એ મૂકશે. એમનું ‘ડિપાર્ટમેન્ટ’ એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઈ હોય તો કહેવું કે, “આજે લાડુ બનાવજે.' કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે ‘કઢી ખારી થઈ, ખારી થઈ તે બધું ગમ વગરનું છે. (૧૮૨) એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે, એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મસાલાનાં ડબ્બામાં જુએ કે, “આ બે મહિના પર લાવ્યા હતા તે એટલી વારમાં થઈ રહ્યા.” અલ્યા, આવું જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય, તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયા ય કરે. પણ આ વગર કામનો દોઢ ડાહ્યો થવા જાય ! એમનાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો જોઈએ નહીં. (૧૮૩) શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો. શાકભાજી એમણે લઈ આવવાની. પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે છે તે શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, “શું શાક લાવું ?” ત્યારે હું એમને કહ્યું, ‘તમને ઠીક લાગે છે.’ પછી એ લઈ આવે. પણ એવું ને એવું રોજ ચાલે, એટલે પછી માણસ શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું, આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે છે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, ‘કેમ આ કારેલા લાવ્યા ?” ત્યારે એ કહે છે, “હું તો પૂછું છું ત્યારે કહો છો, તમને ઠીક લાગે છે અને હવે શું લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?” ત્યારે મેં કહ્યું, ‘ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે છે. એ આપણો રિવાજ ચાલુ રાખજો.’ તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારને ય શોભા લાગે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકો હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્ને ય જુદા, એકપક્ષી નહીં. ના જુએ વ્યવહારને ? લોકો જુએ ય ખરા ને રોજેય. “રોજ એ બાબત તમને પૂછે ?” મેં કહ્યું, ‘હા, રોજ પૂછે.” “તો થાકી ના જાય ?” કહે છે. મેં કહ્યું, ‘અલ્યા, શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ?” આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો. (૧૮૭) પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ? દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. ‘દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ?” પેલાને પછી કહેવું પડે કે, “આજે નવની ગાડી ચૂકી ગયો.” ત્યારે બેન કહેશે કે, “એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?” એટલે પછી પેલા ચિઢાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખા કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષે એકમેકને ‘હેલ્પ’ કરવી જોઈએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય, તો તેને કેમ કરીને વરીઝ ના થાય એવું સ્ત્રી બોલતી હોય. અને ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને ઘેર છોકરાં કેટલાં હેરાન કરતાં હશે ? ઘરમાં તૂટ-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તે ય લોકો બૂમો પાડે કે “ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધા કેમ તોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું.’ એટલે પેલી બેનને મનમાં લાગે કે, “મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતાં ? તૂટી ગયા તે તૂટી ગયા, તેમાં હું શું કરું ?” ‘મી કાય કરું ?” કહેશે. હવે ત્યાં વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાં ય લઢવાનું ?! (૧૦) | ડિવિઝન તો મેં પહેલેથી, નાનપણમાંથી પાડી દીધેલાં કે ભઈ, આ રસોડા ખાતું એમનું અને ધંધાનું ખાતું મારું. નાનપણમાં મને ધંધામાં હિસાબ પૂછે, ઘરની સ્ત્રી હોય તો મારું મગજ ફરી જાય. કારણ કે તમારી લાઈન નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો ? કનેક્શન (અનુસંધાન) Page #27 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સહિત હોવું જોઈએ. એ પૂછે, “આ સાલ શું કમાયા ?” મેં કહ્યું, ‘આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો.” કો'કને આપી આવ્યા તો કહેશે, ‘આવું લોકોને આપો છો ને પૈસા જતા રહેશે.’ એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો. (૧૯૨) (૧૧) શંકા બાળે સોનાની લંકા ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને નિઃશંક થયે જ છૂટકો. મા-બાપોની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઈએ. આ શંકા કાઢે કોણ ? આપણું આ “જ્ઞાન” તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે ! (૨૦૯) એક ધણીને એની વાઇફ પર શંકા પડેલી. એ બંધ થાય ? ના. એ લાઈફ ટાઈમ શંકા કહેવાય. કામ થઈ ગયુંને, પુણ્યશાળી (!) પુણ્યશાળી માણસને થાય ને ! એવી વાઈફને ય ધણી પર શંકા પડી, તે ય આખી લાઈફ ટાઈમ ના જાય. પ્રશ્નકર્તા : ન કરવી હોય ને છતાં થાય એ શું ? દાદાશ્રી : પોતાપણું, માલિકીપણું. મારો ધણી છે. ધણી ભલે હોય, ધણીનો વાંધો નથી. મારો કહેવામાં વાંધો નથી, મમતા રાખવી નહીં. મારો કહેવાનો, મારો ધણી એમ બોલવાનું પણ મમતા નહીં રાખવી. (૨૧૨) આ દુનિયામાં બે વસ્તુ રાખવી. ઊપરચોટિયા (ઉપલક) ખાતરી ખોળવી અને ઊપરચોટિયા શંકા કરવી. ઊંડા ઊતરવું નહીં. અને અંતે તો ખાતરી કરનારો પછી મેડ થાય, મેન્ટલ હૉસ્પિટલમાં લોક ઘાલી દે. આ વહુને એક દહાડો કહે, ‘તું ચોખ્ખી છું, એની ખાતરી શું ?” ત્યારે વહુ શું કહે, “જંગલી મૂઓ છે.’ ૪૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. ‘વાઈફ’ ઉપર ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છેને અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે? તે ય ભાન વગર, બેભાનપણે ! નિર્મળ બુદ્ધિશાળીને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો ‘ફૂલિશ’ માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે ‘ફૂલિશ” જે ભેગાં થયા છે ને ! (૨૧૪) લોકોએ કહ્યું હોય, આ નાલાયક માણસ છે, તો ય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતિ હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાંય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈના ય ચારિત્ર સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણે ય કહેવા લાગીએ, તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડો ય કોઈનું બોલીએ નહીં ને કોઈને ય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ છે ? કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય. મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ? એક જણને એની ‘વાઇફ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તે જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોકો તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનાર પકડાતાં હશે ? (૨૧૫) માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છુંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, “મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.” એટલે એ તમને ‘સિન્સિયર’ રહે, બહુ ‘સિન્સિયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો Page #28 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ ‘સેફસાઈડ' રહે. વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ ય ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘેડિયા તો એવું કહેતા કે “ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.” (૨૧૭) આ લોક તો કેવાં છે કે જ્યાં ‘હૉટલ’ દેખે ત્યાં ‘જમે'. માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે. ૨૧૮) અને આ લોક તો ‘વાઇફ” સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું પડે ખરું પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઇફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું. તો શું આપણે ઝેર (૨૧૯) એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. સામાનું જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા જ મારી નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાની જેમ જીવતા હોય તેના જેવું થાય. (૨૨૦) (૧૨) ધણીપણાતા ગુનાઓ ૪૨ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ? દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે. પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ? દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે. પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું? દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે “ભઈ, ફોન આવ્યો તારો.” આપણે આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી. પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ? દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છેને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જમ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષમાર્ગ ઉપર આવે. (૨૨૪) એક ભઈ મારી પાસે આવેલા. તે મને કહે, ‘દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી.” મેં કહ્યું, “કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?” ત્યારે કહે છે, “એ જરા પગે લંગડી છે, લંગડાય છે.’ ‘તે તારી બૈરીને તું ગમે છે કે નહીં ?” ત્યારે કહે કે, ‘દાદા, હું તો ગમું તેવો જ છું ને ! રૂપાળો છું, ભણેલો-ગણેલો છું, કમાઉં છું ને ખોડખાંપણ વગરનો છું. તે ખાવું ? પ્રશ્નકર્તા : કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ? દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો “સમભાવે નિકાલ કરી નાખવો. Page #29 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૪૩ એમાં ભૂલ તારી જ. તે એવી તે કેવી ભૂલ કરેલી કે તને લંગડી મળી ને એણે કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ? અલ્યા, આ તો પોતાનાં કરેલાં જ પોતાની આગળ આવે છે, તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા, તારી ભૂલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો. તે ભઈ સમજી ગયો અને તેની ફ્રેક્ચર થતી લાઈફ અટકી ગઈને સુધરી ગઈ ! (૨૨૫) (૧૩) દાદાઈ દ્રષ્ટિએ ચાલો, પતિઓ... પ્રશ્નકર્તા : વાઇફ એમ કહે કે તમારાં પેરેન્ટસને આપણી સાથે નથી રાખવાનાં કે નથી બોલાવાના, તો શું કરવું ? દાદાશ્રી : તો સમજાવીને કામ લેવું, ડેમોક્રેટીક રીતે કામ લેવું. એના પેરેન્ટસને બોલાવાનાં, ખૂબ સેવા કરી આપવી... પ્રશ્નકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઇફ છે તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ? દાદાશ્રી : વાઇફની જોડે એવો સરસ સંબંધ કરી દેવો કે વાઇફ આપણને એમ કહે કે તમારાં મા-બાપનું ધ્યાન રાખો ને ! આમ શું કરો છો ? એ વાઇફ પાસે મા-બાપનું જરા અવળું બોલવું. આપણા લોક તો શું કહે ? એ મારી મા જેવી કોઈની મા નથી. તું બોલ બોલ ના કરીશ. પછી પેલી અવળી ફરે તો આપણે ય કહીએ, માનો સ્વભાવ આજથી એવો જ થઈ ગયો છે. ઇન્ડિયન માઇન્ડ અવળું ફરવાની ટેવ હોય, ઇન્ડિયન માઇન્ડ છે. તું જાણે છે કે લોકો વાઇફને ગુરુ કરે એવા છે ? પ્રશ્નકર્તા : હાજી, જાણું છું. દાદાશ્રી : તે ગુરુ કરવા જેવું નથી, નહીં તો મા-બાપ ને આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાય. અને ગુરુ કર્યા એટલે પોતે ય મુશ્કેલીમાં મૂકાય. એને ય રમકડું તરીકે રમવું પડેને ?! પણ મારી પાસે આવેલાંને એવું ના બને. મારી પાસે ઓલ રાઈટ ! હિંસક ભાવ જ ઊડી જાય ને ! હિંસા કરવાનો વિચાર જ ના થાય. કેમ કરીને સુખ આપવું એ જ વિચાર થાય ! (૨૨૭) પ્રશ્નકર્તા : આ લેડીઝ કામ કરીને થાકી બહુ જાય. કામ કહીએને તો પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બહાના બતાવે કે હું થાકી ગઈ, માથું દુ:ખે છે, કેડો દુઃખે છે ! દાદાશ્રી : એવું છેને, તે આપણે એને સવારથી જ કહીએ, “જો તારાથી કામ નહીં થાય, તું થાકી ગયેલી છું.' ત્યારે એને પાણી ચઢશે કે ના, તમે બેસી રહો છાનામાના, હું કરી લઈશ. એટલે આપણને કળથી કામ લેતાં આવડવું જોઈએ. આ શાક સમારવામાં ય કળ ના હોયને, તો અહીં લોહી નીકળેલું હોય. (૨૩૨) ૪૪ પ્રશ્નકર્તા : ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો ! દાદાશ્રી : તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ ! કચકચ કરતો હોયને તો એને કહીએ, ‘અલ્યા, તું ચલાવ, બા !' પ્રશ્નકર્તા : ત્યારે એ કહેશે, ‘મારો જીવ ના ચાલે.’ દાદાશ્રી : કેમ ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો ? ત્યારે ત્યાં તને શું ઊંચી બાંધી છે કે તું ટોક ટોક કરે છે ! એ તો એને સોંપી દે. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું. (૨૩૩) પ્રશ્નકર્તા : પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને ? દાદાશ્રી : પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે, નહીં તો સૂવાય શી રીતે ? ત્યાં કાજી-બાજી ના થવું. પ્રશ્નકર્તા : પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીંને ? દાદાશ્રી : ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું. આપણે જે ઘરનું ખઈએ તેના જ... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે ઘડીએ ! અન્યાયમાં આપણી વાઇફ હોય તો ય આપણે એના હિસાબે જ ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી Page #30 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૪૫. આ... કાલ જમવાનું ત્યાં આગળ છે, તું તારી કંપનીમાં જ વકીલાત કરું છું ! એટલે પ્રતિવાદીના વકીલ થઈ જાય. (૨૩૪) પ્રશ્નકર્તા : સામાનું સમાધાન થયું કેવી રીતે કહેવાય ? સામાનું સમાધાન થાય, પણ તેમાં તેનું અહિત હોય તો ? દાદાશ્રી : એ તમારે જોવાનું નહીં. સામાનું અહિત હોય તે તો સામાને જોવાનું છે. તમારે સામાનું હિતાહિત જોવું પણ તમે હિત જોનારામાં, તમારામાં શક્તિ શી છે ? તમે તમારું જ હિત જોઈ શકતા નથી, તે બીજાનું હિત શું જુઓ છો ?!! સહુ સહુના ગજા પ્રમાણે હિત જુએ છે, એટલું હિત જોવું જોઈએ. પણ સામાના હિતની ખાતર અથડામણ ઊભી થાય એવું હોવું ના જોઈએ. પ્રશ્નકર્તા : સામાનું સમાધાન કરવાનો આપણે પ્રયત્ન કરીએ, પણ તેમાં પરિણામ જુદું આવવાનું એવી આપણને ખબર હોય તો એનું શું કરવું ? દાદાશ્રી : પરિણામ ગમે તે આવે, આપણે તો ‘સામાનું સમાધાન કરવું છે” એટલું નક્કી રાખવું. ‘સમભાવે નિકાલ’ કરવાનું નક્કી કરો, પછી નિકાલ થાય કે ના થાય તે પહેલેથી જોવાનું નહીં. અને નિકાલ થશે ! આજે નહીં તો બીજે દહાડે થશે, ત્રીજે દહાડે થશે. ચીકણું હોય તો બે વર્ષે, ત્રણ વર્ષે કે પાંચ વર્ષે ય થશે. ‘વાઇફ'ના ઋણાનુબંધ બહુ ચીકણાં હોય, છોકરાંઓના ચીકણાં હોય, મા-બાપના ચીકણાં હોય ત્યાં જરાક વધુ સમય લાગે. આ બધા આપણી જોડે ને જોડે જ હોય ત્યાં નિકાલ ધીમે ધીમે થાય. પણ આપણે નક્કી કર્યું છે કે જ્યારે ત્યારે ‘આપણે સમભાવે નિકાલ કરવો છે” એટલે એક દહાડો એ નિકાલ થઈ રહેશે, એનો અંત આવશે. (૨૪૦). (૧૪) “મારી’ના આંટા ઉકેલાય આમ ! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર હવે ‘ન્હોય મારી, ન્હોય મારી’ એવા અજપા જાપ બોલ ! ‘આ સ્ત્રી મારી ન હોય, ન હોય મારી’ એટલે આંટા ઉકલી જશે. પચાસ હજાર ‘મારી મારી' કરીને આંટા માર્યા હોય, તે “ન્હોય મારી'ના પચાસ હજાર આંટા મારે તો છૂટું થઈ ગયું ! આ શું ભૂત છે વગર કામનું? તે એણે શું કર્યું? ત્રણ દહાડા સુધી ‘ન્હોય મારી, ન્હોય મારી બોલ્યા જ કર્યું અને રટણ કર્યા કરે. પેલો રડતો પછી બંધ થઈ ગયો ! આ તો બધા ખાલી આંટા જ વીંટ્યા છે અને તેનો આ ઢેડફજેતો થયો છે. એટલે આ બધું કલ્પિત છે બધું. તમને સમજાઈ મારી વાત ? હવે આવો સરળ રસ્તો કોણ બતાવે ? (૨૪૫) આખો દહાડો કામ કરતાં કરતાં ધણીનું પ્રતિક્રમણ કર્યા કરવાનું. એક દહાડામાં છ મહિનાનું વેર કપાઈ જાય અને અર્ધો દહાડો થાય તો માનો ને ત્રણ મહિના તો કપાઈ જાય છે. પરણ્યા પહેલાં ધણી જોડ મમતા હતી ? ના. તો મમતા ક્યારથી બંધાઈ ? લગ્ન વખતે ચોરીમાં સામસામી બેઠા એટલે તે નક્કી કર્યું કે આ મારા ધણી આવ્યા, જરા જાડા છે ને શામળા છે. આ પછી એમણે ય નક્કી કર્યું કે આ અમારાં ધણીયાણી આવ્યાં.” ત્યારથી “મારા, મારા'ના જે આંટા વાગ્યા, તે આંટા વાગ વાગ કરે છે. તે પંદર વર્ષની ફિલ્મ છે તેને ‘ન્હોય મારા, ન્હોય મારા’ કરીશ ત્યારે એ આંટા ઉકેલાશે ને મમતા તૂટશે. આ તો લગ્ન થયા ત્યારથી અભિપ્રાયો ઊભા થયા, ‘ પ્રિડિસ’ ઊભો થયો કે “આ આવા છે, તેવા છે.” તે પહેલાં કંઈ હતું ? હવે તો આપણે મનમાં નક્કી કરવું કે, “જે છે તે આ છે.’ અને આપણે જાતે પસંદ કરીને લાવ્યા છીએ. હવે કંઈ ધણી બદલાય ? (૨૪૮) (૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ આ સંસારમાં જો કોઈ કહેશે, ‘આ સ્ત્રીનો પ્રેમ એ પ્રેમ ન્હોય ?” ત્યારે હું સમજાવું કે જે પ્રેમ વધે-ઘટે એ સાચો પ્રેમ હોય. તમે હીરાના કાપ લાવી આપો તે દહાડે બહુ પ્રેમ વધી જાય અને પછી કાપ ના લાવો તો પ્રેમ ઘટી જાય, એનું નામ પ્રેમ ના કહેવાય. પ્રશ્નકર્તા : સાચો પ્રેમ વધ-ઘટ ના હોય તો તેનું સ્વરૂપ કેવું હોય ? દાદાશ્રી : એ વધ-ઘટ ના થાય. જ્યારે જુઓ ત્યારે પ્રેમ એવો ને એવો જ દેખાય. તો તમારું કામ કરી આપે ત્યાં સુધી એનો તમારી જોડે પ્રેમ પૈણતી વખતે ચોરીમાં બેસે ? ચોરીમાં બેસે એટલે આમ જુએ. હા, આ મારી વાઇફ, એટલે આંટો મારે પહેલો. ‘મારી વાઇફ, મારી વાઇફ, મારી વાઇફ' પૈણવા બેઠો ત્યાંથી જ આંટા માર માર કરે, તે અત્યાર સુધી આંટા માર માર કરે તે કંઈ કેટલાય આંટા વાગી ગયા હોય ! હવે શી રીતે એ આંટા ઉકલે ? મમતાનાં આંટા વાગ્યા ! (૨૪૪) Page #31 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર રહે અને કામ ના કરી આપે તો પ્રેમ તૂટી જાય, એને પ્રેમ કહેવાય જ કેમ ? એટલે જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં આગળ શુદ્ધ પ્રેમ હોય, સ્વાર્થ ક્યારે ના હોય ? મારી-તારી ના હોય ત્યારે સ્વાર્થ ના હોય. ‘જ્ઞાન’ હોય ત્યારે મારીતારી ના હોય. ‘જ્ઞાન’ વગર તો મારી-તારી ખરી જ ને ? (૨૫૪) આ તો બધી ‘રોંગ બિલિફો’ છે. ‘હું ચંદુભાઈ છું” એ રોંગ બિલિફ છે. પછી ઘેર જઈએ ત્યારે આપણે કહીએ, ‘આ કોણ છે ?” ત્યારે એ કહે છે, “ના ઓળખ્યા ? એ બઈનો હું ધણી થઉં.” ઓહોહોહો... ! મોટા ધણી આવ્યા ! જાણે ધણીનો ધણી જ ના હોય એવી વાત કરે છે ને ? ધણીનો ધણી હોય નહીં ? તો પછી ઉપલા ધણીની વળી ધણિયાણી થઈ ને આપણા ધણિયાણી આ થયા, આ શું ધાંધલમાં પડીએ ? ધણી જ શું કરવા થઈએ ? અમારા ‘કર્મેનિયન છે' કહીએ પછી શું વાંધો ? પ્રશ્નકર્તા : દાદાએ બહુ મોડર્ન' ભાષા વાપરી. દાદાશ્રી : ત્યારે શું ? ટસલ ઓછી થઈ જાય ! હા, એક રૂમમાં ‘કર્મેનિયન’ બે રહેતા હોય, તે પેલો એક જણ ચા બનાવે ને બીજો પીવે ત્યારે બીજો એને માટે એનું કામ કરી આપે. એમ કરીને ‘કર્મેનિયન’ ચાલુ રહે. પ્રશ્નકર્તા : ‘કમ્પનિયન'માં આસક્તિ હોય છે કે નહીં ? દાદાશ્રી : એમાં આસક્તિ હોય પણ એ આસક્તિ અગ્નિ જેવી નહીં. આ તો શબ્દો જ એવા ગાઢ આસક્તિવાળા છે. ધણીપણું અને ધણિયાણી” એ શબ્દોમાં જ એટલી ગાઢ આસક્તિ છે ને ‘કર્મેનિયન’ કહે તો આસક્તિ ઓછી થઈ જાય. એક માણસને એમના વાઇફ વીસ વર્ષ પર મરી ગયા હતા. તે એક જણ મને કહે કે, ‘આ કાકાને રડાવું ?” મેં કહ્યું, ‘શી રીતે રડાવશો ? આટલી ઉંમરે તો ના ચડે.' ત્યારે એ કહે છે, “જુઓ, એ કેવા સેન્સિટીવ છે ?!પછી પેલા બોલ્યા, ‘શું કાકા, કાકીની વાત થાય નહીં ! શું એમનો સ્વભાવ !” આવું એ બોલતા હતાં ત્યાં એ કાકા ખરેખર રડી પડ્યા ! અલ્યા, શું આ ચક્કરો ! સાઠ વર્ષે હજુ વહનું રડવું આવે છે ! આ તો કઈ જાતના ચક્કરો છે ? આ લોક તો ત્યાં સિનેમામાં હઉ રડે છે ને ? એમાં કંઈ મરી ગયું હોય ૪૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર તો જોનાર હઉ રડી ઊઠે ! પ્રશ્નકર્તા : તો એ આસક્તિ છૂટતી કેમ નથી ? દાદાશ્રી : એ તો ના છૂટે. ‘મારી, મારી’ કરીને કર્યું ને, તે હવે ‘ન્જોય મારી, ન્હોય મારી” એના જપ કરીએ એટલે બંધ થઈ જાય. એ તો જે જે આંટા વાગેલા હોય તે તે છોડવા જ પડે છે ને ! એટલે આ તો ખાલી આસક્તિ છે. ચેતન જેવી વસ્તુ જ નથી. આ તો બધાં ચાવી આપેલા પૂતળાં છે. અને જ્યાં આસક્તિ હોય ત્યાં આક્ષેપો થયા વગર રહે જ નહીં. એ આસક્તિનો સ્વભાવ છે. આસક્તિ થાય એટલે આક્ષેપો થયા જ કરે ને કે, ‘તમે આવા છો ને તમે તેવા છો ? તમે આવા ને તું આવી’ એવું ના બોલે, નહીં ? તમારા ગામમાં ત્યાં ના બોલે કે બોલે ? બોલે એ આસક્તિને લીધે. આ છોકરીઓ ધણી પાસ કરે છે, આમ જોઈ કરીને પાસ કરે છે પછી વઢતી નહીં હોય ? વઢે ખરી ? તો એને પ્રેમ કહેવાય જ નહીં ને ! પ્રેમ તો કાયમનો જ હોય. જ્યારે જુએ ત્યારે એ જ પ્રેમ, એવો જ દેખાય, એનું નામ પ્રેમ કહેવાય અને ત્યાં આશ્વાસન લેવાય. આ તો આપણને પ્રેમ આવતો હોય અને એક દહાડો એ રિસાઈને બેઠી હોય. ત્યારે બળ્યો તારો પ્રેમ ! નાખ ગટરમાં અહીંથી !! મોઢું ચઢાવીને ફરતા હોય તેવા પ્રેમને શું કરવાનો ? તમને કેમ લાગે છે ? જ્યાં બહુ પ્રેમ આવે ત્યાં જ અણગમો થાય એ માનવ સ્વભાવ છે. (૨૬૪) આ તો સિનેમામાં જતી વખતે આસક્તિના કાનમાં ને તાનમાં ને આવતી વખતે ‘અક્કલ વગરની છે' કહેશે. ત્યારે પેલી કહેશે, ‘તમારામાં ક્યાં વેતા છે ?' એમ વાતો કરતાં કરતાં ઘેર આવે. આ અક્કલ ખોળે ત્યારે પેલી વેતા જોતી હોય ! (૨૬૫) અને પ્રેમથી સુધરે. આ બધું સુધારવાનું હોયને તો પ્રેમથી સુધરે. આ બધાને હું સુધારું છુંને, એ પ્રેમથી સુધારું છું. આ અમે પ્રેમથી જ કહીએ એટલે વસ્તુ બગડે નહીં. અને સહેજ દ્વેષથી કહીએ કે એ વસ્તુ બગડી જાય. Page #32 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૪૯ દૂધમાં દહીં પડ્યું ના હોય અને અમથી જરા હવા લાગી ગઈ તો ય એ દૂધનું દહીં થઈ જાય. (૨૬૬) પ્રશ્નકર્તા: આમાં પ્રેમ અને આસક્તિનો ભેદ જરા સમજાવો. દાદાશ્રી : જે વિકૃત પ્રેમ, એનું નામ જ આસક્તિ. આ જગતમાં જે પ્રેમ આપણે કહીએ છીએ એ વિકત પ્રેમ કહેવાય છે અને એને આસક્તિ જ કહેવાય. આ તો સોય અને લોહચુંબક બેને જેવી આસક્તિ છે એવી આ આસક્તિ છે. એમાં પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ હોય જ નહીંને કોઈ જગ્યાએ. આ તો સોય અને લોહચુંબકના ખેંચાણને લઈને તમને એમ લાગે છે કે મને પ્રેમ છે તેથી મારું ખેંચાય છે. પણ એ પ્રેમ જેવી વસ્તુ જ નથી. પ્રેમ તો જ્ઞાની પુરુષનો પ્રેમ એ પ્રેમ કહેવાય. (૨૬૯) આ દુનિયામાં શુદ્ધ પ્રેમ એ જ પરમાત્મા છે, એ સિવાય પરમાત્મા બીજો કોઈ દુનિયામાં થયો ય નથી, થશે ય નહીં અને ત્યાં દિલ ઠરે ને ત્યારે દિલાવરી કામ થાય. નહીં તો દિલાવરી કામ ના થાય. બે પ્રકારે દિલ ઠરવાનું બને છે. અધોગતિમાં જવું હોય તો કોઈ સ્ત્રી જોડે દિલ ઠારજે અને ઉર્ધ્વગતિમાં જવું હોય તો જ્ઞાની પુરુષ જોડે દિલ ઠારજે. અને એ તો તને મોક્ષે લઈ જશે. બેઉ જગ્યાએ દિલની જરૂર પડશે, તો દિલાવરી પ્રાપ્ત થાય. એટલે જે પ્રેમમાં ક્રોધ-માન-માયા-લોભ કશુંય નથી, સ્ત્રી નથી, પુરુષ નથી, જે પ્રેમ સમાન એકસરખો રહે છે એવો શુદ્ધ પ્રેમ જુએ, ત્યારે માણસનું દિલ ઠરે. (૨૭૧) હું પ્રેમસ્વરૂપ થઈ ગયેલો છું. એ પ્રેમમાં જ તમે મસ્ત થઈ જશો તો જગત ભૂલી જ જશો, જગત બધું ભૂલાતું જશે. પ્રેમમાં મસ્ત થાય એટલે સંસાર તમારો બહુ સરસ ચાલશે પછી, આદર્શ ચાલશે. (૨૭૨) (૧૬) પરણ્યા એટલે પ્રોમિસ ટુ પે' હીરાબાની એક આંખ ૧૯૪૩ની સાલમાં જતી રહી. ડૉક્ટર જરા કશું કરવા ગયા, એમને ઝામરનું દર્દ હતું, તે ઝામરનું કરવા ગયા તે આંખને અસર થઈ. તેને નુકસાન થયું. (૨૭૪) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એટલે લોકોના મનમાં એમ કે આ ‘નવો' વર ઊભો થયો. ફરી પૈણાવો. કન્યાની બહુ છૂટને ! અને કન્યાના મા-બાપની ઇચ્છા એવી કે જેમ તેમ કરીને પણ કૂવામાં નાખીને પણ ઉકેલ લાવવો. તે એક ભાદરણના પટેલ આવ્યા. તે એમના સાળાની છોડી હશે. તેટલા માટે આવ્યા. મેં કહ્યું, ‘શું છે તમારે ?” ત્યારે એ કહે, ‘આવું તમારું થયું ?” હવે તે દહાડે '૪૪માં મારી ઉંમર ૩૬ વર્ષની. ત્યારે મેં કહ્યું, ‘કેમ તમે આમ પૂછવા આવ્યા છો ?” ત્યારે એ કહે, “એક તો હીરાબાની આંખ ગઈ છે, બીજું પ્રજા કશું નથી.” મેં કહ્યું, ‘પ્રજા નથી પણ મારી પાસે કશું સ્ટેટ નથી. બરોડા સ્ટેટ નથી કે મારે તેમને આપવાનું છે. સ્ટેટ હોય તો છોકરાને આપેલું ય કામનું. આ કંઈ એકાદ છાપરું હોય કે થોડીક જમીન હોય. અને તે ય આપણને પાછું ખેડૂત જ બનાવે ને ! જો સ્ટેટ હોય તો જાણે ઠીક છે. વળી તેમને મેં કહ્યું, કે “હવે શેના હારુ તમે આ કહો છો ? અને આ હીરાબાને તો અમે પ્રોમિસ કરેલું છે, પૈણ્યો હતો ત્યારે. એટલે એક આંખ જતી રહી એટલે શું કરે હવે ! બે જતી રહેશે તો ય હાથ પકડીને હું દોરવીશ.” (૨૭૫) પ્રશ્નકર્તા : મારા લગ્ન થયાં પછી અમે બન્ને વ્યક્તિઓ એકબીજાને ઓળખીએ છીએ અને લાગે છે કે પસંદગીમાં ભૂલ થઈ ગઈ, કોઈના સ્વભાવનો કોઈ મેળ ખાતો નથી, તો બન્નેના મેળ કેમ અને કઈ કઈ રીતે કરવા કે જેથી સુખી થવાય ? દાદાશ્રી : આ તમે જે કહો છોને. આમાં એકેય વાક્ય સાચું નથી. પહેલું વાક્ય તો લગ્ન થયા પછી બન્ને વ્યક્તિ એકબીજાને ઓળખે, પણ એ નામે યુ ઓળખતા નથી. જો ઓળખાણ થાય તો આ ભાંજગડ જ ના થાય. જરાય ઓળખતા નથી. મેં તો એક બુદ્ધિના ડિવિઝનથી, બધો મતભેદ બંધ કરી દીધેલો. પણ હીરાબાની ઓળખાણ મને ક્યારે પડી ? સાંઠ વર્ષે હીરાબાની ઓળખાણ પડી ! પંદર વર્ષનો હતો ત્યારે પૈણ્યો, પીસ્તાળીસ વર્ષ સુધી એમને નિરીક્ષણ કર કર કર્યા ત્યારે ઓળખ્યા મેં આમને કે આવાં છે ! પ્રશ્નકર્તા : એટલે જ્ઞાન થયા પછી ઓળખાયા? દાદાશ્રી : હા. જ્ઞાન થયા પછી ઓળખાયા. નહીં તો ઓળખાણ જ ના Page #33 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૫૧ પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું ! એટલે આ વાક્ય ‘એકબીજાને ઓળખે છે.’ એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી. (૨૭૬) પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? પતિએ પત્નીને ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો. દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ. પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ? દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તો ય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ. એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે. કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું. ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે. પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ? દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુ ય કહું છું ને ! આ અમે હઉં, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, ‘હું હઉ તમને સાંભરું ?” મેં કહ્યું, પર પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!' અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં ! આદર્શ હોય અમારી લાઇફ, હીરાબા ય કહે, ‘તમે વહેલાં આવજો.’ (૨૭૮) બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય. (૨૮૩) (૧૭) વાઈફ જોડે વઢવાડ ! બે જણા મસ્તી-તોફાન કરતાં હોય એ વઢે-કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી. (૨૮૭) એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું છે. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે ‘વહુ મને આમ કેમ કરે છે ? વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?’ એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? (૨૮૯) પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ? દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તો કેમ છો ? કેમ નહીં ?’ એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને Page #34 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૫૩ ‘સમભાવે નિકાલ’ કરવો. એનો નિકાલ તો કરવો જ પડશેને જ્યારે ત્યારે ? અબોલા રહો તેથી કંઈ નિકાલ થઈ ગયો ? એ નિકાલ થતો નથી એટલે તો અબોલા ઊભા થાય છે. અબોલા એટલે બોજો, જેનો નિકાલ ના થયો એનો બોજો. આપણે તો તરત એને ઊભા રાખીને કહીએ, ‘ઊભા રહોને ! અમારી કંઈ ભૂલ હોય તો મને કહો. મારી બહુ ભૂલો થાય છે. તમે તો બહુ હોંશિયાર-ભણેલા, તે તમારી ના થાય પણ હું ભણેલો ઓછો એટલે મારી બહુ ભૂલો થાય.' એમ કહીએ એટલે એ રાજી થઈ જાય. પ્રશ્નકર્તા : એવું કહેવાથી ય એ નરમ ના પડે તો શું કરવું ? દાદાશ્રી : નરમ ના પડે તો આપણે શું કરવાનું ? આપણે કહી છૂટવાનું. પછી શો ઉપાય ? જ્યારે ત્યારે કો'ક દહાડો નરમ થશે. ટૈડકાવીને નરમ કરો તો તેનાથી કશું નરમ થાય નહીં. આજે નરમ દેખાય, પણ એ મનમાં નોંધ રાખી મેલે ને આપણે જ્યારે નરમ થઈએ તે દહાડે તે બધું પાછું કાઢે. એટલે જગત વેરવાળું છે. કુદરતનો નિયમ એવો છે કે દરેક જીવ મહીં વેર રાખે જ. મહીં પરમાણુઓ સંગ્રહી રાખે. માટે આપણે પૂરેપૂરો કેસ ઊંચે મૂકી દેવો. (૨૯૪) પ્રશ્નકર્તા : તો પછી કશું કહેવાનું જ નહીં ? દાદાશ્રી : કહેવાનું, પણ સમ્યક્ કહેવું જો બોલતાં આવડે તો. નહીં તો કૂતરાની પેઠ ભસ ભસ કરવાનો અર્થ શું ? માટે સમ્યક્ કહેવું. પ્રશ્નકર્તા : સમ્યક્ એટલે કેવી રીતનું ? દાદાશ્રી : ‘ઓહોહો ! તમે આ બાબાને કેમ ફેંક્યો ? શું કારણ એનું ?” ત્યારે એ કહેશે કે, જાણી-જોઈને હું કંઈ ફેંકું ? એ તે મારા હાથમાંથી છટકી ગયો ને ફેંકાઈ ગયો ? પ્રશ્નકર્તા : એ તો, એ ખોટું બોલ્યા ને ? દાદાશ્રી : એ જૂઠું બોલે એ આપણે જોવાનું નહીં. જૂઠ્ઠું બોલે કે સાચું બોલે એ એના આધીન છે, એ આપણા આધીન નથી. પ્રશ્નકર્તા : કહેતાં ના આવડે તો પછી શું કરવું ? ચૂપ બેસવું ? પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : મૌન રહેવું અને જોયા કરવું કે ‘ક્યા હોતા હૈ ?” સિનેમામાં છોકરાં પછાડે છે ત્યારે શું કરીએ છીએ આપણે ? કહેવાનો અધિકાર ખરો બધાંનો, પણ કકળાટ વધે નહીં એવી રીતે કહેવાનો અધિકાર, બાકી જે કહેવાથી કકળાટ વધે એ તો મૂર્ખાનું કામ છે. (૨૯૫) ૫૪ પ્રશ્નકર્તા : આપણે ઝઘડો ના કરવો હોય, આપણે કોઈ દહાડો ઝઘડો જ ના કરતાં હોઈએ છતાં ઘરમાં બધાં ઝઘડા સામેથી રોજ કર્યા કરે તો ત્યાં શું કરવું ? દાદાશ્રી : આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ જવું. ‘ઝઘડાપ્રૂફ’ થઈએ તો જ આ સંસારમાં રહેવાશે. અમે તમને ‘ઝઘડાપ્રૂફ’ કરી આપીશું. ઝઘડો કરનારો ય કંટાળી જાય એવું આપણું સ્વરૂપ હોવું જોઈએ. ‘વર્લ્ડ’માંય કોઈ આપણને ‘ડિપ્રેસ’ ના કરી શકે એવું હોવું જોઈએ. આપણે ‘ઝઘડાપ્રૂફ’ થઈ ગયા પછી ભાંજગડ જ નહીંને ? લોકોને ઝઘડા કરવાં હોય, ગાળો આપવી હોય તો ય વાંધો નહીં અને છતાં ય નફફટ કહેવાય નહીં, ઉલટી જાગૃતિ ખૂબ વધશે. પૂર્વે જે ઝઘડા કરેલા તેનાં વેર બંધાય છે અને તે આજે ઝઘડા રૂપે ચૂકવાય છે. ઝઘડો થાય તે જ ઘડીએ વેરનું બીજ પડી જાય, તે આવતે ભવે ઊગશે. પ્રશ્નકર્તા ઃ તો એ બીજ કેવી રીતે દૂર થાય ? દાદાશ્રી : ધીમે ધીમે ‘સમભાવે નિકાલ’ કર્યા કરો તો દૂર થાય. બહુ ભારે બીજ પડ્યું હોય તો વાર લાગે, શાંતિ રાખવી પડે. પ્રતિક્રમણ ખૂબ કરવાં પડે. આપણું કોઈ કશું લેતું નથી. ખાવાનું બે ટાઈમ મળે, કપડાં મળે, પછી શું જોઈએ ? ઓરડીને તાળું મારીને જાય, પણ આપણને બે ટાઈમ ખાવાનું મળે છે કે નથી મળતું એટલું જ જોવું. આપણને પૂરીને જાય તો ય કંઈ નહીં, આપણે સૂઈ જઈએ. પૂર્વભવનાં વેર એવાં બંધાયેલાં હોય કે આપણને તાળામાં બંધ કરીને જાય ! વેર અને પાછું અણસમજણથી બંધાયેલું ! સમજણવાળું હોય તો આપણે સમજી જઈએ કે આ સમજણવાળું છે, તો ય ઉકેલ આવી જાય. હવે અણસમજણનું હોય ત્યાં શી રીતે ઉકેલ આવે ? એટલે ત્યાં વાતને છોડી દેવી. હવે વેર બધાં છોડી નાખવાનાં. માટે કો'ક ફેરો અમારી પાસેથી Page #35 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૫૫ ‘સ્વરૂપ જ્ઞાન મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં. અમે તમને રસ્તો દેખાડીશું. (૩૦૨) માકણ કેડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ હૈ.... આ ધણી બૈરીને કેડે છે ને બૈરી ધણીને કેડે છે એ બહુ વસમું હોય છે. શું ? કેડે કે ના કેડે ? પ્રશ્નકર્તા : કેડે. દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કેડે છે એ તો કેડીને જતાં રહે. બિચારા એ મહીં ધરાઈ ગયો એટલે જતાં રહે. પણ બૈરી તો કાયમ કડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કેડે છે ! ત્યારે મૂઆ પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય, મૂઆ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને ! (૩૦૩) અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઇફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું? એ વિચાર કરવો પડે ને ? (૩૦૪) સથી પહેલા ધણીએ માફી માગવી. ધણી મોટા મનનો હોય. બઈ પહેલી ના માંગે. પ્રશ્નકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા. દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે, ના ય માંગે. પણ જો તમે માંગો તો તરત માંગી લેશે. અને તમે ઉદય પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કર્મના આધીન નહીં રહેવાના. તમે જાગૃતિના આધીન રહેવાના અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ! સ્ત્રી સહજ કહેવાય. તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય. (૩૫) પ્રશ્નકર્તા : આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી ? દાદાશ્રી : અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઇફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમૂથી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ? (૩૬) અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે “એડજસ્ટ’ થવાનું. ઘરમાં વાઇફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઇફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ. એટલે ‘આ’ જ્ઞાન હોય તો પછી એ ભાંજગડ ના રહે. જ્ઞાન હોય તો આપણે સવારના પહોરમાં દર્શન જ કરીએ ને ? વાઇફની મહીં ય ભગવાનનાં દર્શન કરવા જ પડે ને ? વહુમાં ય દાદા દેખાય તો કલ્યાણ થઈ ગયું. વહુને જોઉં તો આ ‘દાદા’ દેખાયને ! એની મહીં શુદ્ધાત્માં દેખાયને ! એટલે કલ્યાણ થઈ ગયું ! (૩૦૭) માટે જેમ તેમ કરીને “એડજસ્ટ’ થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકે ય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તો ય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તો ય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાં ય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમને ય પાછા આપણે ના ગમતા હોઈએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી. Page #36 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૫૭ | ડૉન્ટ સી લૉઝ, પ્લીઝ સેટલ' (કાયદા ના જોશો, સમાધાન કરો). સામાને ‘સેટલમેન્ટ' લેવા કહેવાનું. ‘તમે આમ કરો, તેમ કરો' એવું કહેવા માટે ટાઈમ જ ક્યાં હોય ? સામાની સો ભૂલ હોય તો ય આપણે તો પોતાની જ ભૂલ કહીને આગળ નીકળી જવાનું. આ કાળમાં ‘લૉ' (કાયદાઓ) તો જોવાતા હશે ? આ તો છેલ્લે પાટલે આવી ગયેલું છે ! (૩૦૮) પ્રશ્નકર્તા : ઘણીવાર મોટી લઢવાડ ઘરમાં થઈ જાય છે તો શું કરવું ? દાદાશ્રી : ડાહ્યો માણસ હોયને તો લાખ રૂપિયા આપે તો ય વઢવાડ ના કરે ! ને આ તો વગર પૈસે લઢવાડ કરે, તો એ અનાડી નહીં તો શું ? ભગવાન મહાવીરને કર્મો ખપાવવા સાઠ માઈલ ચાલીને અનાડી ક્ષેત્રમાં જવું પડેલું ને આજના લોક પુણ્યશાળી તે ઘેર બેઠાં અનાડીક્ષેત્ર છે ! કેવાં ધન્ય ભાગ્ય ! આ તો અત્યંત લાભદાયી છે. કર્મો ખપાવવા માટે, જો પાંસરો રહે તો. ઘરમાં સામો પૂછે, સલાહ માગે તો જ જવાબ આપવો. વગર પૂછયે સલાહ આપવા બેસી જાય એને ભગવાને અહંકાર કહ્યો છે. ધણી પૂછે કે, ‘આ પ્યાલા ક્યાં મૂકવાના છે ?” તો બઈ જવાબ આપે કે, “ફલાણી જગ્યાએ મૂકો.” તે આપણે ત્યાં મૂકી દેવા. તેને બદલે એ કહે કે, ‘તને એકલ નથી, અહીં પાછું ક્યાં મૂકવાનું તું કહે છે ?” એટલે બઇ કહે કે, “અક્કલ નથી ત્યારે તો મેં તમને આવું કહ્યું, હવે તમારી અક્કલથી મૂકો.’ આનો ક્યારે પાર આવે ? આ સંયોગોની અથડામણ છે ખાલી ! તે ભમરડા ખાતી વખતે, ઊઠતી વખતે અથડાયા જ કરે ! ભમરડા પછી ટીચાય છે ને છોલાય છે ને લોહી નીકળે છે !! આ તો માનસિક લોહી નીકળવાનું ને ! પેલું લોહી નીકળતું હોય તો સારું. પટ્ટી મારીએ એટલે બેસી જાય. આ માનસિક ઘા પર તો પટ્ટી ય ના લાગે કોઈ ! (૩૧૧) ઘરનાં બધાંને પત્નીને, નાની બેબીને, કોઈ પણ જીવને તરછોડ મારીને મોક્ષે ના જવાય. સહેજ પણ તરછોડ વાગે એ મોક્ષનો માર્ગ ન હોય. પ્રશ્નકર્તા : તિરસ્કાર અને તરછોડ એ બેમાં શું ફેર ? દાદાશ્રી : તરછોડ અને તિરસ્કારમાં તિરસ્કાર તો વખતે ખબર ના ય પડે. તરછોડ આગળ તિરસ્કાર એ બિલકુલ માઇલ્ડ વસ્તુ છે, જ્યારે તરછોડનું તો બહુ જ ઉગ્ર સ્વરૂપ છે, તરછોડથી તો તરત જ લોહી નીકળે એવું છે. આ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દેહનું લોહી ના નીકળે, પણ મનનું લોહી નીકળે એવી તરછોડો ભારે વસ્તુ છે. (૩૧૨). એક બેન છે તે મને કહે છે, તમે મારા ફાધર હોય એવું લાગે છે ગયા અવતારના. બેન બહુ સરસ બહુ સંસ્કારી. પછી બેનને કહ્યું કે આ ધણી જોડે શી રીતે મેળ પડે છે ? ત્યારે કહે, ‘એ કોઈ દહાડો બોલે નહીં. કશું બોલે નહીં.' ત્યારે મેં કહ્યું, ‘કોઈક દહાડો કશુંક તો થતું હશેને ?! ત્યારે કહે, “ના, કોઈક દહાડો ટોણો મારે.' હા, એટલે સમજી ગયો. ત્યારે મેં પૂછયું કે એ ટોણો મારે ત્યારે તમે શું કરો ? તમે તે ઘડીએ લાકડી લઈ આવો કે નહીં ? ત્યારે એ કહે કે “ના, હું એમને કહ્યું કે કર્મના ઉદયે તમે અને હું ભેગા થયા છીએ. હું જુદી, તમે જુદા. હવે આમ શું કરવા કરો છો ?” શેના માટે ટોણા મારવાના અને આ બધું શું છે ? આમાં કોઈના ય દોષ નથી. એ બધું કર્મના ઉદયનો દોષ છે. માટે ટોણા મારો એના કરતાં કર્મને આપણે ચૂકતે કરી નાખોને ! એ વઢવાડ સારી કહેવાયને ! અત્યાર સુધી તો બધી બહુ બઈઓ જોઈ, પણ આવી ઊંચી સમજવાળી તો આ બઈ એકલી જ જોઈ. (૩૧૫) મારો સ્વભાવ મૂળ ક્ષત્રિય સ્વભાવ, તે ક્ષત્રિય બ્લડ અમારું, તે ઉપરીને ટૈડકાવાની ટેવ, અન્ડરહેન્ડને સાચવવાની ટેવ. આ ક્ષત્રિયપણું મૂળ ગુણ, તે અન્ડરહેન્ડને રક્ષણ કરવાની ટેવ. એટલે વાઇફ ને એ બધાં તો અન્ડરહેન્ડ એટલે એમનું રક્ષણ કરવાની ટેવ. એ અવળું-સવળું કરે તો ય પણ રક્ષણ કરવાની ટેવ. નોકરો હોયને તે બધાનું રક્ષણ કરવાનું એની ભૂલ થઈ હોયને, તો ય એને બિચારાને નહીં કહું અને ઉપરી હોય તો માથા તોડી નાખ્યું. અને જગત આખું અંડરહેન્ડની જોડે કચ કચ કરે. અલ્યા મૂઆ, બૈરી જેવો છે તું ! બૈરી આવું કરે અન્ડરહેન્ડને ! આ તમને કેમ લાગે છે ? (૩૧૭) આપણે ઘરમાં પૈણી લાવ્યા અને બૈરીને વઢ વઢ કર્યા કરીએ, તે શેના જેવું છે ? કે ગાયને ખીલે બાંધીને પછી માર માર કરીએ. ખીલે બાંધીએ ને માર માર કરીએ તો ? આમથી મારીએ તો પેલી બાજુ જાય બિચારી ! આ એક ખીલે બાંધેલી ક્યાં જવાની છે ?! આ સમાજનો ખીલો એવો જબરો છે કે ભાગી ય ના શકે. ખીલે બાંધેલીને મારીએ તો બહુ પાપ લાગે. ખીલે ના બાંધી હોય તો હાથમાં જ ના આવે ! આ તો સમાજને લઈને દબાયેલી રહી છે, નહીં તો ક્યારની ય ભાગીને જતી રહેત. ડિવોર્સ લીધા પછી માર Page #37 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જોઈએ ? તો શું થાય ? (૩૧૮) ‘મિનિટે’ ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. એમને શર્ત કહી દેવાની, ‘તું મિત્રાચારીમાં જો આઉટ ઓફ મિત્રાચારી થઈ જાઉં તો ગુનો લાગી જશે. સંપીને મિત્રાચારી રાખ !” ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ? (૩૨૨) (૧૮) વાઈફ વાળે તોલ સાથે ! હવે રાતે છે તે બેન જોડે ભાંજગડ થઈ હોય તમારે, તો એ તાંતો એને રહે, તે સવારમાં ચા મૂકે તો ટચકારો મારે આમ. હેય.... એ તમે સમજી જાવ કે હં... તાંતો હજુ તો છે, ટાઢા પડ્યા નથી. આમ ટચકારો મારે, એનું નામ ૬૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડે ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે કાળજાની મહીં, માટે આપશો-કરશો નહીં. નથી આપવા જેવી ચીજ આ. ચેતતા રહેવા જેવું છે. (૩૨૬) હંમેશાં સ્ત્રીને જેટલું તમે કહો, એની જવાબદારી આવે. કારણ કે એ આપણે જ્યાં સુધી શરીર સારું મજબૂત હોયને, ત્યાં સુધી જ સહન કર્યા કરે અને મનમાં શું કહે ? એ ગાતર (સાંધા) ઢીલાં પડશે એટલે રાગે પાડી દઈશ. આ બધાંનાં ગાતર ઢીલા પડ્યાંને તેને બધાને રાગે પાડી દીધેલાં, મેં જોયેલાં ય ખરા. એટલે હું લોકોને સલાહ આપું, ના કરીશ, મૂઆ, બૈરી જોડે તો વઢવાડ ના કરીશ. બૈરી જોડે વેર ના બાંધીશ, નહીં તો મૂઆ વેષ થઈ પડશે. ૩૨૮). આપણી સ્ત્રી જાતિ મૂળ સંસ્કારમાં આવે, તો એ તો દેવી છે. પણ આ તો બહારના સંસ્કાર અડ્યા છેને, એટલે વિફરી છે હવે. વિફરે !! તેથી શાસ્ત્રકારોએ કહ્યું, રમા રમાડવી સહેલ છે, વિફરી તો મહામુશ્કેલ થઈ જાય અને વિફરે એવું કરે છે આપણાં લોકો. સળી કરીને વિફરાવડાવે અને વિફરે તો પછી વાઘણ જેવી કહેવાય. ત્યાં સુધી ન જવું જોઈએ આપણે. મર્યાદા જોવી જોઈએ અને ત્યાં આપણે સ્ત્રીને છેડ છેડ કરીએ તો ક્યાં જાય એ બિચારી ? એટલે પછી વકરે ! પહેલાં વકરે અને પછી વિફરે અને વિફરી કે પછી થઈ રહ્યું ! માટે એને છંછેડશો નહીં. લેટ ગો કરવું. (૩૩૨) અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુદ્ધિ નહીં ચાલે, તારી બુદ્ધિ અને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળું-હવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે, માટે લેટ ગો કરજે. એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે. સમજ પડીને ? પ્રશ્નકર્તા: એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ? દાદાશ્રી : એ તો પુરુષને બધું આવડે ! હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતો ત્યારે ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે એક તાંતો. ‘આ એ શું કરે છે, શાથી આ કરે છે ? એ તમને દબાવા ફરે છે. અને તું ગુસ્સે થઈ જઉં એટલે એ જાણે કે હા, ચાલો ઠંડો, નરમ થઈ ગયો. પણ ગુસ્સે ના થઉં, તો એ વધારે કરે પછી....” આવું કકળાટ છતાં ગુસ્સે ના થાય પેલો, તો પછી અંદર જઈ અને બે-ચાર વાસણોને આમ કરીને પાડે. એ ખણણણ.... અવાજ થાય એટલે પાછો પેલો ચિઢાય. જો તો ય ના ચિઢાયો તો બાબાને ચૂંટી ખણી લે એટલે રડાવે. પછી પેલો ચિઢાય, પપ્પો. ‘તું બાબાની પાછળ પડી છું. બાબાને શું કરવા વચ્ચે લાવે છે ?” આમ તેમ, એટલે પેલી જાણે કે હં, આ ટાઢો પડી ગયો. (૩૨૩) પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ, કે ‘તે દહાડે તમે આવું બોલ્યા હતા, તે મારે કાળજે વાગેલું છે. અલ્યા, વીસ વર્ષ થયા તો ય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તો ય હજી પેલી વાત રાખી મેલી ?' Page #38 -------------------------------------------------------------------------- ________________ ૬૧ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આંખમાં કડકાઈ દેખે અને એક આંખમાં પૂજ્યતા દેખે, તો બધી સ્ત્રીઓ માથે ઓઢીને બેસે અને આમતેમ ટાઈટ થઈ જાય બધી, અને હીરાબા તો મહીં, ઘરમાં પેસતાં પહેલાં ભડકે. બૂટ ખખડ્યો કે ભડકાટ પેસી જાય. એક આંખમાં કડક, એકમાં નરમ. એના વગર સ્ત્રી રહે જ નહીં. તેથી હીરાબા કહે, ‘દાદા કેવા છે ?” પ્રશ્નકર્તા: તીખા ભમરા જેવા. દાદાશ્રી : તીખા ભમરા જેવા છે એવું કાયમ રાખીએ. એમ સહેજે થથરાવાનું નહીં. ઘરમાં પેસીએ.... કે ચૂપ, બધું ઠંડુંગાર જેવું થઈ જાય, બૂટ ખખડે કે તરત ! કડકાઈ શાથી કે એ ઠોકર ના ખઈ જાય એટલા માટે કડકાઈ રાખજે. એટલા માટે એક આંખમાં કડકાઈ અને એક આંખમાં પ્રેમ રાખવો. પ્રશ્નકર્તા એટલે સંસ્કૃતમાં મૂક્યું, “યત્ર નાર્યસ્તુ પૂયંતે રમંતે તત્ર દેવતા !” દાદાશ્રી : હા, બસ ! એટલે હું જ્યારે આવું બોલું છું, ત્યારે બધાં મને લોકો કહે છે કે દાદા, તમે સ્ત્રીઓનાં તરફી છો, પક્ષપાતી છો ? હવે હું શું કહ્યું કે, સ્ત્રીઓને પૂજો, એનો અર્થ એવો નહીં કે સવારમાં જઈને આરતી ઉતારજો, એવું કરીશ તો એ તારું તેલ કાઢી નાખશે. એનાં અર્થમાં શું છે ? એક આંખમાં પ્રેમ અને એક આંખમાં કડકાઈ રાખજે. એટલે પૂજા ના કરીશ, એવી લાયકાત નથી. એટલે મનથી પૂજા કરજે. (૩૪૩). એટલે વહુને કહેજો કે, ‘તારે જેટલું લઢવું હોય એટલું લઢજે. મને તો દાદાએ લઢવાની ના પાડી છે. દાદાએ મને આજ્ઞા કરી છે. હું આ બેઠો છું, તારે જે કંઈ બોલવું હોય તે બોલ હવે.’ એવું એને કહી દેવું. પ્રશ્નકર્તા : પણ એ બોલે જ નહીં ને પછી. દાદાશ્રી : દાદાનું નામ આવે કે ચૂપ જ થઈ જાય. બીજાં કોઈ હથિયાર ના વાપરીશ. આ જ હથિયાર વાપરજે. (૩૫૦) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એક બહેને તો મને કહ્યું હતું, ‘પણી ત્યારે એ બહુ લાંટ (જબરા) હતા.’ કહ્યું, ‘હવે ?!' ત્યારે કહે, ‘દાદા, તમે બધું સ્ત્રી ચારિત્ર બધું સમજો છો, મારી પાસે શું કહેવડાવો છો !મારી પાસે કોઈ સુખ જોઈતું હોય એમને, ત્યારે હું એને કહ્યું, “ભઈસા'બ કહો.” એટલે ભઈસા'બ કહેવડાવું ત્યારે ! એમાં મારો શું વાંક ? પહેલા એ મને ભઈસા'બ કહેવડાવતા હતા અને હવે હું ભઈસા'બ કહેવડાવું છું. સમજાય છે ? (૩૫૧) આ અમલદારો ય ઑફિસેથી અકળાઈને ઘેર આવેને, ત્યારે બઈ સાહેબ શું કહેશે કે “દોઢ કલાક લેટ થયા? ક્યાં ગયા હતા ?” લે !! એની બઈ છે તે એક ફેરો એમને ડફળાવતી'તી, ત્યારે આવો સિંહ જેવો માણસ જેનાથી આખું ગુજરાત ભડકે, એને ય ભડકાવે છે, જુઓને ! આખું ગુજરાતમાં કોઈ નામ ના દે, પણ એની બઈ ગાંઠતી જ નથી અને એને હઉ ટેડકાવી નાખતી હતી ! પછી મેં એને એક દહાડો કહ્યું, ‘બેન, આ ધણી છે તે તને એકલી મૂકીને દસ-બાર-પંદર દહાડા બહારગામ જાય તો ? ત્યારે કહે, “મને તો બીક લાગે.’ હવે શેની બીક લાગે ? ત્યારે કહે છે, “મહીં બીજા રૂમમાં પ્યાલો ખખડેને તો ય મારા મનમાં એમ લાગે કે ભૂત આવ્યું હશે !' એક ઊંદરડી પ્યાલો ખખડાવે તો ય બીક લાગે. અને આ ધણી આટલો ! ધણીને લીધે તને બીક નહીં લાગતી. એ ધણીને પાછો તું ટૈડકાવ ટૈડકાવ કરું છું. વાઘ જેવા ધણીનું તેલ કાઢી નાખે ! (૩૫૫) એક માણસ ત્રણ હજાર રૂપિયાની ઘોડી લાવ્યો હતો. રોજ તો આમ ઘોડી ઉપર બાપ બેસતો હતો. એને છોકરો ચોવીસ વર્ષનો હતો. એક દહાડો છોકરો ઘોડી ઉપર બેઠો અને તળાવ ઉપર લઈ ગયો. પેલી ઘોડીને જરાક સળી કરી ! હવે ઘોડી ત્રણ હજાર રૂપિયાની, એને સળી કરવા લાયક હોય (!) એને સળી કરાય નહીં, એની ચાલમાં જ ચાલવા દેવી પડે. તે પેલાએ તો સળી કરી, તે ઘોડી હડહડાટ ઊભી થઈ ગઈ. ઘોડી ઊભી થઈ કે પેલો પડી ગયો ! પોટલું નીચે પડ્યું ! એ પોટલું ઘેર આવીને શું બોલવા માંડ્યું કે “આ ઘોડી વેચી દો, ઘોડી ખરાબ છે.” એને બેસતાં નથી આવડતું ને ઘોડીનું નામ દે છે ?! એનું નામ ધણી ! આ બધાં ધણી !! પછી મેં કહ્યું, ‘હોવે, એ ઘોડી ખરાબ હતી (ત્રણ) હજારની ઘોડી ! અલ્યા, તને બેસતા નથી આવડતું, એમાં ઘોડીને શું કરવા વગોવે છે ?” બેસતા ના આવડવું Page #39 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જોઈએ ? ઘોડીને વગોવે છે ? એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઈએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી. (૩૫૬) તમને સ્ત્રીઓ જોડે ‘ડીલિંગ’ કરતાં નથી આવડતું. તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે “સેલ્સમેન’ સારો રાખો ? સારો, દેખાવડો, હોશિયાર ‘સેલ્સમેન’ હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે ‘ડીલિંગ’ કરતાં આવડવું જોઈએ. (૩૫૭) આ તો સ્ત્રી જાતિ છે તો બધું જગતનું નૂર છે, નહીં તો ઘરમાં બાવા કરતાં ય ભૂંડાં રહો. સવારમાં પંજો જ ના વાળ્યો હોય ! ચાનું ઠેકાણું ના પડતું હોય !! એ તો વાઇફ છે તો કહેશે, એટલે તરત વહેલો વહેલો નાહી લે. એને લીધે શોભા છે બધી. અને એમની શોભા આમને લીધે છે. (૩૫૮) સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ. એટલે ધણીને પાંચ કરોડની ખોટ ગયેલી હોયને, તો ધણી આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય, દુકાન ખોટમાં જતી હોય તો ઘેર ખાતા-પીતા ના હોય પણ સ્ત્રી તો ઘેર આવીને કહેશે, લ્યો, ઊઠો. હવે બહુ હાય-હાય ના કરશો, તમે ચા પીઓ ને ખાવ નિરાંતે. તો અડધી પાર્ટનરશીપ હોય પણ એને કેમ ચિંતા નથી ? ત્યારે કહે સાહજીક છે. એટલે આ સહજની જોડે રહીએ તો જીવાય, નહીં તો જીવાય નહીં. અને બેઉ છે તે પુરુષો રહેતા હોય તો મરી જાય સામાસામી. એટલે સ્ત્રી તો સહજ છે. તેથી તો આ ઘરમાં આનંદ રહે છે થોડો ઘણો. (૩૨૯) સ્ત્રી તો દૈવી શક્તિ છે પણ જો પુરુષને સમજણ પડતી હોય તો કામ નીકળી જાય. સ્ત્રીનો દોષ નથી, આપણી ઊંધી સમજણનો દોષ છે. સ્ત્રીઓ તો દેવીઓ છે પણ દેવીથી નીચે નહીં ઉતારવાની. દેવી છે, કહીએ. અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તો “આવો દેવી' કહે છે. હજી ય કહે છે, ‘શારદાદેવી આયા, ફલાણા, મણીદેવી આયા !' અમુક અમુક દેશોમાં નથી પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કહેતા ? (૩૬૦) અને પુરુષો ચાર જણ રહેતા હોયને સામાસામી, એક જણ ખાવાનું કરે, એક જણ... એ ઘરમાં ભલીવાર ના હોય. એક પુરુષ ને એક સ્ત્રી રહેતી હોયને તો ઘર સુંદર દેખાય. સ્ત્રી સજાવટે બહુ સરસ કરે. પ્રશ્નકર્તા : તમે સ્ત્રીઓનું જ એકલીનું ના ખેંચ ખેંચ કરશો. દાદાશ્રી : સ્ત્રીઓનું ખેંચતો નથી. આ પુરુષોનું ખેંચું છું, પણ આમ સ્ત્રીઓને એમ લાગે કે અમારું ખેંચે છે પણ ખેંચું છું પુરુષનું. કારણ કે ફેમિલીના માલિક તમે છો. શી ઈઝ નોટ ધ ઓનર ઓફ ફેમિલી. યુ આર ઓનર. લોકો મુંબઈમાં કહેને, ‘કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતાં ને સ્ત્રીઓનો પક્ષ લો છો ?” કહ્યું, ‘એમને પેટે મહાવીર પાક્યા છે, તમારા પેટે કોણ પાકે છે ? વગર કામના તમે લઈ બેઠાં છો !' પ્રશ્નકર્તા છતાં તમે સ્ત્રીઓનું બહુ ખેંચો છો, એવું અમારું માનવું છે. દાદાશ્રી : હા, એ જરાક મારી પર આક્ષેપ છે, બધે ય થઈ જાય છે. એ આક્ષેપ મને લોકોએ બેસાડેલો છે, પણ જોડે જોડે પુરુષોને એટલું બધું આપું છું કે સ્ત્રીઓ માન આપે છે પછી. એવું ગોઠવી આપું છું. આમ દેખાવ દેખાવમાં છે તે સ્ત્રીઓનું ખેચું છું પણ અંદરખાને પુરુષોનું હોય છે. એટલે આ બધું, આ કેમ ગોઠવણી કરવી એના રસ્તા હોવા જોઈએ. બન્નેને સંતોષ થવો જોઈએ. મારે તો સ્ત્રીઓ જોડે ય બહુ ફાવે, પુરુષો જોડે ય બહુ ફાવે. બાકી અમે તો સ્ત્રીઓના ય પક્ષમાં ના હોઈએ ને પુરુષોના પક્ષમાં ના હોઈએ. બેઉ સરખું ચલાવો ગાડું. પહેલાંના લોકોએ સ્ત્રીઓને હેઠે પાડી દીધી. સ્ત્રીઓ તો હેલ્ડિંગ છે. એ ના હોય ને તારું ઘર કેવું ચાલે ? (૩૬૧) (૧૯) પત્નીની ફરિયાદો તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાંખરાં ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો Page #40 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૬૫ આરોપી થશે. એટલે એની દ્રષ્ટિમાં આરોપી તું ઠરીશ માટે કોઈની વિરુદ્ધ ફરિયાદ ના કરવી. પેલો ભાગાકાર કરતો હોય તો આપણે ગુણાકાર કરવા એટલે ૨કમ ઊડી જાય. સામા માણસ માટે વિચાર કરવો કે એણે મને આમ કહ્યું, તેમ કહ્યું, એ જ ગુનો છે. આ રસ્તામાં જતી વખતે ભીંત અથડાય તો તેને કેમ વઢતા નથી ? ઝાડને જડ કેમ કહેવાય ? જે વાગે એ બધાં લીલાં ઝાડ જ છે ? ગાયનો પગ આપણા ઉપર પડે તો આપણે કંઈ કહીએ છીએ ? એવું આ બધા લોકોનું છે, ‘જ્ઞાની પુરુષ' બધાને શી રીતે માફી આપે ? એ સમજે આ બિચારાં સમજતાં નથી, ઝાડ જેવા છે ને સમજણવાળાને તો કહેવું જ ના પડે, એ તો મહીં તરત પ્રતિક્રમણ કરી નાખે. (૩૬૩) ધણી અપમાન કરે તો શું કરો છો પછી ? દાવો માંડો ? પ્રશ્નકર્તા : એવું કંઈ કરાય ? એ તો થતું હશે ? ! દાદાશ્રી : ત્યારે શું કરો ? મારા આશીર્વાદ છે, કરીને સૂઈ જવાનું તું બેન સૂઈ રહેવાનીને કે મનમાં ગાળો ભાંડભાંડ કરું ? મનમાં જ ભાંડ ભાંડ (૩૬૫) કરે. અને પછી ત્રણ હજારની સાડી જોઈ, તે ઘેર આવીને મોઢું બગડી જાય. એ દેખાય તો આપણે કહીએ, ‘કેમ આમ થઈ ગયું ?” એ સાડીમાં ખોવાઈ ગયા હોય. જો લાવી આપે ત્યારે છોડે, નહીં તો ત્યાં સુધી કકળાટ ના છોડે. આવું ના હોવું જોઈએ. (૩૬૬) વહુ કહેશે કે, ‘આ આપણા સોફાની ડિઝાઈન સારી નથી. આ તમારા ભાઈબંધને ત્યાં ગયા હતાને, ત્યાં કેવી સરસ ડિઝાઈન હતી !' અલ્યા, આ સોફા છે, તેમાં તને સુખ પડતું નથી ? ત્યારે કહે કે, ના, મેં પેલું જોયું તેમાં સુખ પડે છે.’ તે ધણીને પાછો પેલા જેવો સોફો લાવવો પડે ! હવે પેલો નવો લાવે ત્યારે કો'ક ફે૨ છોકરો બ્લેડ મૂકે ને કંઈ કાપી નાખે કે પાછો મહીં જાણે આત્મા કપાઈ જાય ! છોકરાં સોફાને કાપે ખરાં કે નહીં ? અને એની ઉપર કૂદે ખરા કે ? અને કૂદે તે ઘડીએ જાણે એની છાતી ઉપર કૂદતો હોય એવું લાગે ! એટલે આ મોહ છે. તે મોહ જ તમને કૈડી કૈડીને તેલ કાઢી નાખશે ! (૩૬૭) પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આ અમથો ભવ બગડી જાય આમાં તો અને બીજું બેનોને કહું છું કે, શોપિંગ કરશો નહીં. શોપિંગ બંધ કરી દો. આ તો ડૉલર આવ્યા એટલે.... અલ્યા, ના લેવાનું હોય તો શું કરવા લઉં છું, યુઝલેસ. કોઈ સારે માર્ગે પૈસો જવો જોઈએ કે ના જવો જોઈએ ? કોઈની ફેમિલીમાં અડચણ હોય અને એ બિચારાને ના હોય તો, પચાસ-સો ડૉલર આપીએ તો કેવું સરસ લાગશે ! અને શોપિંગમાં ખોટાં નાખી આવો છો અને ઘેર ધમાલ-ધમાલ પડેલું રહે છે (૩૬૮) બધું ભેગું. ૬૬ પ્રશ્નકર્તા : પછી ત્રાગાં કરે. સ્ત્રીઓ ત્રાગાં કરે ! દાદાશ્રી : ત્રાગાં તો સ્ત્રીઓ નહીં, પુરુષો મૂઆ કરે છે. અત્યારે તો ત્રાગાં બહુ નથી કરતાં. ત્રાગાં એટલે શું ? પોતાને કશું ભોગવી લેવું હોય તો સામાને દબડાવીને ભોગવી લે. ધાર્યું કરાવે ! (૩૭૦) પ્રશ્નકર્તા : બધે કેમ બૈરાંઓનો જ વાંક આવે છે અને પુરુષોને નહીં આવતો ? દાદાશ્રી : સ્ત્રીઓને તો એવું છેને, પુરુષના હાથમાં કાયદો હતો એટલે સ્ત્રીઓને જ નુકસાન કર્યું છે. આ તો પુસ્તકો ધણીઓએ લખેલાંને એટલે ધણીને જ એમાં તે આગળ ઘાલ્યો છે. સ્ત્રીઓને ઊડાડી મેલી છે. તેમાં તે એની વેલ્યુ ઊડાડી દીધી છે એ લોકોએ. હવે મારે ય એવો ખાધો છે. નર્કે ય આ જ જાય છે. અહીંથી જ જાય છે નર્કે. સ્ત્રીઓને એવું ના હોય. ભલે સ્ત્રીની પ્રકૃતિ જુદી છે, પણ એની પ્રકૃતિ પ્રમાણે એ ય ફળ આપે છે અને આ ય ફળ આપે છે. એની અજાગૃત પ્રકૃતિ છે. અજાગૃત એટલે સહજ પ્રકૃતિ. (૩૭૧) પ્રશ્નકર્તા : કેટલા વખત આમ આપણે સહન કરવું જોઈએ ? દાદાશ્રી : સહન કરવાથી તો શક્તિ બહુ વધે. પ્રશ્નકર્તા : એટલે સહન જ કર્યા કરવું એમ ? દાદાશ્રી : સહન કરવા કરતાં એની ઉપર વિચારવું સારું છે. વિચારથી એનું સોલ્યુશન લાવો. બાકી સહન કરવું એ ગુનો છે. બહુ સહનશીલતા થાયને Page #41 -------------------------------------------------------------------------- ________________ ૬૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરીને પછી વાળે. તે પછી બે હથોડીઓ મારે એટલામાં વળી જાય. આપણે જેવું બનાવવું હોય ને એવું બની જાય. દરેક વસ્તુ ગરમ થાય એટલે વળે જ હંમેશાં. જેટલી ગરમી એટલો નબળો અને નબળો એટલે એક-બે હથોડી મારી કે આપણે એ ધણીની જેવી ડિઝાઈન આપણે જોઈતી હોય, એવી ડિઝાઈન કરી નાખવી જોઈએ. પ્રશ્નકર્તા ઃ કેવી ડિઝાઈન કરવી જોઈએ, દાદા ? હાથમાં આવ્યા પછી પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્ત્રીંગ છે. સ્ત્રીંગ ઉપર લોડ નહીં મુકવો કોઈ દહાડો ય. એ તો ઠીક છે થોડા પૂરતું. હવે રસ્તામાં કોકની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્ત્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એ તો. પ્રશ્નકર્તા: સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ? દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં, વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચાર કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે ! એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંત શક્તિ છે, અનંત શક્તિ. તમે માંગો એ શક્તિ મળે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ? ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝયા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય ! (૩૭૨) પ્રશ્નકર્તા : મારી બેનપણીએ પ્રશ્ન પૂછાવ્યો ને ! તેમના પતિ હંમેશાં તેમના ઉપર ગુસ્સે થાય છે તો એનું શું કારણ હશે ? દાદાશ્રી : તે સારું, લોકો ગુસ્સે થાય, તેના કરતાં પતિ થાય એ સારું. ઘરનાં માણસ છે ને ! એવું છે, આ લુહાર લોકો જાડું લોખંડ હોય અને એને વાળવું હોય તો ગરમ કરે. શું કામ કરે ? આમ ઠંડું ના વળે એવું હોય, તો લોખંડને ગરમ દાદાશ્રી : આપણે જેવી બનાવી હોય એવી બને ડિઝાઈન. એના ધણીને પોપટ જેવો બનાવી દે. “આયા રામ’ બઈ કહેશે ત્યારે એ ય કહેશે, આયા રામ’. ‘ગયા રામ’ ત્યારે કહે, ‘ગયા રામ'. એવો પોપટ જેવો બની જશે, પણ લોકો હથોડી મારવાનું જાણતા નથી ને ! એ બધું નબળાઈ છે, ગુસ્સો થઈ જવો એ બધું નબળાઈઓ છે બધી. (૩૭૩) તમે આવતાં હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ગુસ્સો બહુ કરો ? પ્રશ્નકર્તા ઃ નહીં, એ તો “હેપન' (બની ગયું) છે. દાદાશ્રી : ના, પણ ગુસ્સો કેમ કરતાં નથી ત્યાં આગળ ?! એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ગુસ્સો કેવી રીતે થાય ? પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી. દાદાશ્રી : એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ જાણીએ છીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ. પછી કહે છે, “મને ગુસ્સો આવી જાય છે.' મુઆ, ત્યાં કેમ નથી આવતો ? પોલીસવાળા જોડે, પોલીસવાળા દેડકાવે તે ઘડીએ કેમ ગુસ્સો નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ગુસ્સો આવે, પાડોશી પર, અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ગુસ્સો આવે ને ‘બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ગુસ્સો માણસને આવી શકતો નથી. આ તો એ એનું ધાર્યું કરવું છે. (૩૭૫) પ્રશ્નકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડમાં બધે દરેકના મત જુદા જુદા હોય Page #42 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૬૯ અને એમાં આપણા ધાર્યા પ્રમાણે ના થાય, તો પછી આપણને ગુસ્સો કેમ આવે ? ત્યારે શું કરવું ? દાદાશ્રી : બધા માણસ પોતાના ધાર્યા પ્રમાણે કરવા જાય, તો શું થાય ? આવો વિચાર જ કેમ આવે તે ? તરત જ વિચાર આવવો જોઈએ કે બધાય જો એના ધાર્યા પ્રમાણે કરવા જશે તો અહીં આગળ વાસણો તોડી નાખશે સામસામી અને ખાવાનું નહીં રહે. માટે ધાર્યા પ્રમાણે કોઈ દા'ડો કરવું નહીં. ધારવું જ નહીં, એટલે ખોટું પડે જ નહીં. જેને ગરજ હોય તે ધારશે, એવું રાખવું. (૩૭૬) પ્રશ્નકર્તા : આપણે ગમે એટલા શાંત રહીએ, પણ પુરુષો ગુસ્સે થઈ જાય તો આપણે શું કરવું ? દાદાશ્રી : એ ગુસ્સે થઈ જાય ને વઢવઢા કરવી હોય તો આપણે ય ગુસ્સો કરવો, નહીં તો બંધ કરવું. ફિલ્મ બંધ કરવી હોય તો ઠંડું પડી જવું. ફિલ્મ બંધ ના કરવી હોય તો આખી રાત ચાલવા દેવી, કોણ ના પાડે છે ? ગમે છે ખરી, ફિલ્મ ? પ્રશ્નકર્તા : ના, ફિલ્મ નથી ગમતી. દાદાશ્રી : ગુસ્સે થઈને શું કરવાનું ? એ માણસ પોતે ગુસ્સે થતો નથી, આ તો મિકેનિકલ એડજસ્ટમેન્ટ ગુસ્સે થાય છે. પોતે ગુસ્સે થતાં નથી. પોતાને પછી મનમાં પસ્તાવો થાય કે આ ગુસ્સો ના થયો હોત તો સારો. પ્રશ્નકર્તા : એને ઠંડા પાડવાનો ઉપાય શું ? દાદાશ્રી : એ વળી મશીન ગરમ થયું હોય, એને ઠંડું પાડવું હોય તો એની મેળે થોડીવાર રહેવા દે, એટલે મશીન ટાઢું પડી જાય અને હાથ અડાડીએ અને ગોદા મારીએ તો દઝાઈ મરીએ આપણે. પ્રશ્નકર્તા : મને ને મારાં હસબંડને ગુસ્સો ને ચડસાચડસી થઈ જાય છે, જીભાજોડી ને એ બધું. તો શું કરવું મારે ? દાદાશ્રી : તે ગુસ્સો તું કરું છું કે એ ? ગુસ્સો કોણ કરે છે ? પ્રશ્નકર્તા : એ પછી મારાથી પણ થઈ જાય છે. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : તો આપણે મહીં જ પોતાને ઠપકો આપવાનો, ‘કેમ તું આવું કરું છું ?’ કરેલા તે ભોગવવા જ પડે ને ! પણ આ પ્રતિક્રમણ(પસ્તાવો) કરે તો બધાં દોષ ખલાસ થાય. નહીં તો આપણા જ ગોદા મારેલા તે આપણે પાછા ભોગવવા પડે. પણ પ્રતિક્રમણ કરવાથી જરા ટાઢું પડી જાય. (૩૭૭) પ્રશ્નકર્તા : પણ પતિ-પત્ની વચ્ચે થોડું ગુસ્સે તો થવું જ જોઈએ ને ? દાદાશ્રી : ના. એવો કંઈ કાયદો નથી. પતિ-પત્નીમાં તો બહુ શાંતિ રહેવી જોઈએ. આ દુઃખ થાય એ પતિ-પત્ની જ ન હોય. ફ્રેન્ડશીપમાં નથી થતું. સાચી ફ્રેન્ડશીપમાં થતું નથી. તો આ તો મોટામાં મોટી ફ્રેન્ડશીપ કહેવાય ! અહીં ના થાય, આ તો લોકોએ ઠોકી બેસાડેલું. પોતાને થાય એટલે ઠોકી બેસાડેલું. કાયદો આવો જ છે, કહેશે ! પતિ-પત્નીમાં તો બિલકુલ ના થવું જોઈએ, બીજે બધે થાય. (૩૭૮) ૭૦ પ્રશ્નકર્તા : આપણાં શાસ્ત્રોમાં લખ્યું છે, કે સ્ત્રીએ પતિને જ પરમેશ્વર તરીકે માનવો અને એની આજ્ઞામાં રહીને ચાલવું. તો અત્યારે આ કાળમાં કેવી રીતના એ પાળવું જોઈએ ? દાદાશ્રી : એ તો પતિ જો રામ જેવા હોય તો આપણે સીતા થવું જોઈએ. પતિ વાંકો થયો તો આપણે વાંકા ના થઈએ તો શી રીતે ચાલે ? સીધું રહેવાય તો ઉત્તમ, પણ સીધું રહેવાય નહીં ને ! માણસ શી રીતે સીધો રહી શકે, ગોદા માર-માર કરે પછી ! પછી પત્ની તે શું કરે બિચારી ? એ તો પતિએ પતિધર્મ પાળવો જોઈએ અને પત્નીએ પત્નીધર્મ પાળવો જોઈએ. અગર પતિની થોડી ભૂલો હોય તો નભાવી લે એ સ્ત્રી કહેવાય. પણ આટલું બધું આવીને ગાળો ભાંડવા માંડે, તો આ પત્ની શું કરે બિચારી ? પ્રશ્નકર્તા : પતિ એ જ પરમાત્મા છે, એ શું ખોટું છે ? દાદાશ્રી : આજના પતિઓને પરમાત્મા માને તો એ ગાંડા થઈને ફરે એવાં છે ! (૩૯૪) પ્રશ્નકર્તા : આ પતિ પરમેશ્વર કહેવાય ? એના રોજ દર્શન કરાય ? એનું ચરણામૃત પીવાય ? દાદાશ્રી : એ એમને પરમેશ્વર કહે, પણ એ મરી ના જાય તો તે Page #43 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૭૧ પરમેશ્વર. મરી જવાના તે શેના પરમેશ્વર ?! પતિ શેના પરમેશ્વર તે ?! અત્યારના પતિ પરમેશ્વર હોતાં હશે ? પ્રશ્નકર્તા : હું તો રોજ પગે લાગું છું, પતિને. દાદાશ્રી : એ તો છેતરતી હશે એમ કરીને પતિને છેતરે આમ કરીને, પગે લાગીને. પતિ એટલે પતિ અને પરમેશ્વર એટલે પરમેશ્વર. એ પતિ જ ક્યાં કહે છે, ‘હું પરમેશ્વર !” ‘હું તો ધણી છું” એવું જ કહે છે ને ? પ્રશ્નકર્તા : હા, ધણી છું. દાદાશ્રી : હં. એ તો ગાયનો ય ધણી હોય, બધાના ધણી હોય. આત્મા એકલો જ પરમેશ્વર છે, શુદ્ધાત્મા. પ્રશ્નકર્તા : ચરણામૃત પીવાય ? દાદાશ્રી : આજના માણસો, ગંધાતા માણસોના ચરણ કેમ પીવાય તે ? આ માણસ ગંધાય, આમ બેઠો હોય તો ય ગંધાય. એ તો પેલા સુગંધીવાળા માણસ હતા ત્યારની વાત જુદી હતી. આજ તો માણસ બધા ગંધાય છે. આપણું માથું હલે ચઢી જાય. જેમ તેમ કરીને દેખાવ કરવાનો કે પતિ-પત્ની છીએ અમે. પ્રશ્નકર્તા : હવે બધાએ છેકી નાખ્યું છે, દાદા. હવે બધી ભણીને એટલે બધાએ ચોકડી મૂકી દીધી. દાદાશ્રી : પતિ પરમેશ્વર થઈ બેઠા, જુઓને ! એમના હાથમાં ચોપડી લખવાની એટલે કોણ કહેવાનું, એક તરફ કરી નાખ્યું ને ? આવું ના હોવું જોઈએ. પ્રશ્નકર્તા : આજ કાલના બૈરાં પોતાના ધણીને પહેલાના બૈરાં જેવું માન નથી આપતા. દાદાશ્રી : હા, પહેલાના ધણી રામ હતા અને અત્યારે મરા છે. પ્રશ્નકર્તા : આ કહે છે જમરા. (૩૯૫) પ્રશ્નકર્તા : પતિની પ્રત્યે સ્ત્રીની ફરજ શું એ સમજાવો. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર દાદાશ્રી : સ્ત્રીએ હંમેશાં પતિને સિન્સિયર રહેવું જોઈએ. પતિએ પત્નીને કહેવું જોઈએ કે, ‘તમે સિન્સિયર નહીં રહો તો મારું મગજ બગડી જશે.” એને તો ચેતવણી આપવી જોઈએ. ‘બીવેર' (ચેતવવાના) કરવાના, પણ દબાણ ના કરાય કે તમે સિન્સિયર રહો. પણ ‘બીવેર” કહેવાય. સિન્સિયર રહેવું જોઈએ આખી જિંદગી. રાત-દિવસ સિન્સિયર, એમની જ ચિંતા હોવી જોઈએ. તારે એની ચિંતા રાખવી જોઈએ, તો જ સંસાર સારો ચાલે. પ્રશ્નકર્તા: પતિદેવ સિન્સિયર ના રહે, પછી પત્નીનું મગજ બગડે. તો પાપ ના લાગે ને ?! દાદાશ્રી : મગજ બગડે તો સ્વાદ ચાખે ને !! પાછો ધણીએ ચાખે ને પછી ! એવું ના કરવું જોઈએ. ‘એઝ ફાર એઝ પોસિબલ” (બનતાં સુધી) અને પતિની ઇચ્છા ના હોય ને ભૂલચૂક થઈ જતી હોય તો એની પતિએ માફી માંગી લેવી જોઈએ કે હું માફી માગું છું. ફરી નહીં થાય આવું. સિન્સિયર તો રહેવું જોઈએને માણસે ?! સિન્સિયર ના રહે એ કેમનું ચાલે? પ્રશ્નકર્તા : માફી માંગી લે પતિ, વાતવાતમાં માફી માંગી લે, પણ પાછાં એવું જ કરતાં હોય તો ? દાદાશ્રી : ધણી માફી માંગે તો ના સમજીએ, કે કેટલો બિચારો લાચારી ભોગવે છે ! એટલે લેટ ગો કરવાનું ! એ કંઈ એને ‘હેબીટ’ (ટેવ) નહીં પડેલી. ‘હેબિટ્યુટેડ' (ટેવાઈ) નહીં થઈ ગયેલો. એને ય ના ગમે પણ શું કરે? પરાણે આવું થઈ જાય. ભૂલચૂક ત્યારે થાય ને ! પ્રશ્નકર્તા : પતિને હેબીટ થઈ ગઈ હોય તો શું કરવું ? દાદાશ્રી : શું કરવાનું પછી ? કાઢી મેલાય કંઈ એને ! કાઢી મેલે તો ઢેડફજેતો થાય બહાર, ઊલટું ઢાંકી રાખવાનું, બીજું શું થાય તે ?! ગટરને ઢાંકીએ છીએ કે ઊઘાડી કરીએ છીએ ? આ ગટરોને ઢાંકણું મૂકી દેવાનું હોય કે ઊઘાડું રાખવાનું હોય ? પ્રશ્નકર્તા બંધ રાખવાનું. દાદાશ્રી : નહીં તો ઊઘાડીએ તો ગંધાય, આપણું માથું ચઢી જાય. Page #44 -------------------------------------------------------------------------- ________________ 93 ૭૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : આ ચાંદલો કરવાનું શા માટે, અમેરિકાની ઘણી સ્ત્રીઓ, અમને પૂછે કે તમે લોકો અહીંયા ચાંદલો કેમ કરો છો ? દાદાશ્રી : હા. ચાંદલો એટલે, અમે છે તે આર્યસ્ત્રીઓ છીએ એટલે. અમે અનાર્ય નથી. આર્ય સ્ત્રીઓ ચાંદલાવાળી હોય. એટલે ધણી જોડે ઝઘડો થાય ગમે તેટલો, તો ય એ જતી ના રહે અને પછી ચાંદલા વગરની તો બીજે જ દહાડે જતી રહે. અને આ તો સ્ટેડી રહે, ચાંદલાવાળી. અહીંયા મનનું સ્થાન છે, તે એક પતિમાં મન એકાગ્ર રહે એટલે. (૩૯૭) પ્રશ્નકર્તા : સ્ત્રીઓએ શું કરવું જોઈએ ? પુરુષનું તો તમે કહ્યું, પણ સ્ત્રીઓએ બે આંખમાં શું રાખવાનું ? દાદાશ્રી : સ્ત્રીઓએ તો, એને ગમે તેવો પતિ મળ્યો હોયને, પતિ જે મળ્યા એ આપણા હિસાબનો છે. પતિ મળવો એ કંઈ ગમ્યું નથી. માટે જે પતિ મળ્યો એના તરફ એક પતિવ્રતા થવાનો પ્રયત્ન કરજો. અને એવું જો ના થાય તો એની પાછા ક્ષમાપના લો. પણ તારી દ્રષ્ટિ આવી હોવી જોઈએ. અને પતિ જોડે પાર્ટનરશીપમાં કેમ આગળ વધાય, ઉર્ધ્વગતિ થાય, કેમ મોક્ષે જવાય એવા વિચારો કર. (૩૯૮) (૨૦) પરિણામો છૂટાછેડાનાં મતભેદ ગમે છે ? મતભેદ થાય ત્યારે ઝઘડા થાય, ચિંતા થાય. તો મનભેદમાં શું થાય ? મનભેદ થાય તો, ‘ડિવોર્સ’ લે અને તનભેદ થાય ત્યારે નનામી નીકળે ! પ્રશ્નકર્તા : વ્યવહારિક બાબતમાં મતભેદ હોય એ વિચારભેદ કહેવાય કે મતભેદ કહેવાય ? દાદાશ્રી : એ મતભેદ કહેવાય. આ જ્ઞાન લીધું હોય તેને વિચારભેદ કહેવાય, નહીં તો મતભેદ કહેવાય. મતભેદથી તો ઝાટકો વાગે ! પ્રશ્નકર્તા : મતભેદ ઓછો રહે તો એ સારું ને ? દાદાશ્રી : માણસને મતભેદ તો હોવા જ ન જોઈએ. જો મતભેદ છે તો એ માણસાઈ જ ના કહેવાય. કારણ કે મતભેદથી તો કોઈ ફેરો મનભેદ થઈ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જાય. મતભેદમાં મનભેદ થઈ જાય એટલે ‘તું આમ છે ને તું તારે ઘેર જતી રહે’ એમ ચાલે. આમાં પછી મજા ના રહે. જેમ તેમ નભાવી લેવું. (૪૨) પ્રશ્નકર્તા ઃ અત્યારે તો ઠેઠ મતભેદ સુધી પહોંચી ગયું છે. દાદાશ્રી : તે જ કહું છું એ બધું સારું નહીં. બહાર શોભે નહીં. આનો કંઈ અર્થ નહીં. હજુ સુધારી શકાય છે. આપણે મનુષ્યમાં છીએને, તે સુધારી શકાય. આ શા માટે આવું હોવું જોઈએ ? મૂઆ, ઢેડફજેતો કર્યા કરે છે તે ? થોડું સમજવું તો પડે ને ? આ બધામાં સુપરફલુઅસ (ઉપલક) રહેવાનું છે, ત્યારે આ વહુના ધણી થઈ બેઠાં કેટલાંક માણસો તો. અલ્યા મૂઆ, ધણીપણું શું કરવા બજાવે છે ? આ તો અહીં જીવ્યો ત્યાં સુધી ધણી અને એ કાલે ડાઈવોર્સ ના લે ત્યાં સુધી ધણી. કાલે ડાઈવોર્સ લે તું શાનો ધણી ? (૪૦૪) પ્રશ્નકર્તા : આજકાલ બધા ડાઇવોર્સ લે છે, છૂટાછેડા લે છે. તે નાનાં નાનાં છોકરાઓ મૂકીને છૂટાછેડા લે છે, તો એનો નિસાસો ના લાગે ? દાદાશ્રી : લાગે ને બધું ય, પણ શું કરે છે ? ખરી રીતે ના લેવા જોઈએ. ખરી રીતે તો નભાવી લેવું જોઈએ આખું. છોકરાં થતાં પહેલાં લીધા હોત તો વાંધો નહોતો, પણ આ છોકરાઓ થયા પછી લે, તો છોકરાનો નિસાસો લાગેને ! પ્રશ્નકર્તા : છોકરાના બાપનું મગજ જરાય ચાલતું ના હોય, કશું કામકાજ કરતાં ના હોય, મોટલ ચલાવતા ના આવડતી હોય અને ચાર દિવાલની વચ્ચે ઘરમાં બેસી રહેતો હોય, તો શું કરવાનું? દાદાશ્રી : શું કરવું પણ તે ?! બીજો પાંસરો મળશે કે નહીં એની ખાતરી શું ? પ્રશ્નકર્તા : એ તો નહીં જ વળી... દાદાશ્રી : બીજો વળી એથી એના મોઢામાં થુંકે એવો મળે ત્યારે શું કરવું ? ઘણાં લોકોને મળેલું એવું. પહેલો હતો, તે સારો હતો. પાછું મરચક્કર ત્યાં પડી રહેવું હતું ને ! મહીંથી એ સમજવું પડે કે ના સમજવું પડે ?! પ્રશ્નકર્તા : દાદાને સોંપી દઈએ તો પછી બીજો પાંસરો મળે ને ? Page #45 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૩૫ દાદાશ્રી : સારો મળ્યો અને ત્રણ વર્ષ પછી એને એટેક આવ્યો, તો શું કરશો ? આ નર્યું ભયવાળા જગતમાં શા હારુ આ... ! જે બન્યું એ કરેક્ટ કહીને ચલાવી લો તો સારું. (૪૦૫) પહેલો ધણી સારો નીકળે હંમેશાં, પણ બીજો તો રખડેલ જ મૂઓ હોય. કારણ કે એ ય આવું ખોળતો હોય, રખડતો ખોળતો હોય અને એ ય રખડેલ હોય, ત્યારે બે ભેગું થાય ને ! રખડેલ ઢોરો બે ભેગાં થઈ જાય. એનાં કરતાં પહેલો હોય તે સારો ! આપણો જાણેલો તો ખરોને ! મૂઓ આવો તો નથી જ ! એ રાતે ગળું તો નહીં દબાવી દે ને ! એવી તમને ખાતરી હોય ને ! અને પેલો તો ગળું હઉ દબાવી દે ! બચ્ચાઓની ખાતરે ય પોતાને સમજવું જોઈએ. એક કે બે હોય, પણ એ બિચારા નોંધારા જ થઈ જાયને ! નોંધારા ના ગણાય ? પ્રશ્નકર્તા : નોંધારા જ ગણાય ને ! દાદાશ્રી : મા ક્યાં ગઈ ? પપ્પા ક્યાં ગયા ? એક વાર પોતાને એક આ પગ કપાઈ ગયો હોય, તો એક અવતાર નભાવી નહીં લેતા કે આપઘાત કરવો ? (૪૦૭) ધણી ખરાબ લાગતો નથી ! એ લાગશે ત્યારે શું કરીશ ? પછી ધણીનું જરા મગજ આડું-અવળું હોય, પણ આમ પૈણ્યા એટલે આપણો ધણી, એટલે આપણો સારામાં સારો - બેસ્ટ, એમ કહેવું. એટલે ખરાબ એવું દુનિયામાં કશું હોતું નથી. પ્રશ્નકર્તા : બેસ્ટ એવું કહીએ તો ધણી ચગી જાય. દાદાશ્રી : ના, ચગે જ નહીં. એ આખો દહાડો બિચારા બહાર કામ કર્યા કરે એ શું ચગે ? ધણી તો આપણને જે મળ્યા હોયને એ જ નભાવી લેવાના, કંઈ બીજા લેવા જવાય ? વેચાતા મળે કંઈ ? અને પેલું ઊંધું-ચત્તું કરો, ડિવોર્સ કરવું પડે એ તો ખોટું દેખાય ઊભું. પેલો ય પૂછે કે ડિવોર્સવાળી છે. ત્યારે બીજે ક્યાં જઈએ ?! એના કરતાં એક કરી પડ્યા એ નિકાલ કરી નાખવાનો ત્યાં આગળ. એટલે બધે એવું હોય અને આપણાથી ના ફાવતું હોય, પણ શું કરે ? જાય ક્યાં હવે ? માટે આ જ નિકાલ કરી નાખવાનો. ૩૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આપણે ઇન્ડિયનો, કેટલા ધણી બદલીએ ? આ એક જ કર્યો તે... જે મળ્યો એ સાચો. તેને ઊંચું મૂકી દેવાનો, કેસ ! અને પુરુષોને સ્ત્રી જેવી મળી હોય કકળાટ કરતી હોય તો પણ એની જોડે નિકાલ કરી નાખવો સારો. એ કંઈ પેટમાં બચકાં ભરવાની છે ? એ તો બહારથી બૂમાબૂમ કરે કે મોંઢે ગાળો દે, પેટમાં પેસીને બચકાં ભરે ત્યારે આપણે શું કરીએ, એના જેવું છે આ બધું. રેડિયો જ છે. પણ આ તમને આમ ખબર ના પડે કે આ ખરેખર... તમને તો એમ જ લાગે કે આ ખરેખર એ જ કરે છે આ. પછી એને ય પસ્તાવો થાય છે, કે સાલું મારે નહોતું કહેવા જેવું ને કહેવાઈ ગયું. તો તો એ કરે છે કે રેડિયો કરે છે ? (૪૦૮) એક જણીનો સંસાર મુંબઈમાં ફ્રેક્ચર થઈ જતો હતો. પેલાએ ખાનગી બીજો સંબંધ રાખ્યો હશે. અને આ બઈ, એ તો જાણી ગઈ એટલે જબરજસ્ત ઝઘડા થવા માંડ્યા. પછી મને બઈએ કહી દીધું, ‘આ આવાં છે, મારે શું કરવું ? મને નાસી છૂટવું છે !” મેં કહ્યું, ‘એક પત્નીવ્રતનો કાયદો પાળતો હોય એવો મળે તો નાસી છૂટજે, નહીં તો બીજો કયો સારો મળશે ? આમ તો એક જ રાખી છેને ?” ત્યારે કહે, ‘હા, એક જ.’ ત્યારે મેં કહ્યું, ‘બહુ સારું. લેટ ગો (ચલાવી લે) કર. મોટું મન કરી નાખ. તને બીજો આથી સારો ના મળે.’ (૪૦૯) કળિયુગમાં તો ધણીએ સારો ના મળે અને વહુએ સારી ના મળે. આ બધો માલ જ કચરો હોયને ! માલ પસંદ કરવા જેવો હોય જ નહીં. માટે આ પસંદ કરવાનો નથી, આ તારે તો ઉકેલ લાવવાનો છે. આ હિસાબ કર્મોનો ચૂકતે કરવાનો છે તે ઉકેલ લાવવાનો છે. ત્યારે લોક લહેરથી જાણે ધણીધણિયાણી થવા ફરે છે. અલ્યા મૂઆ, ઉકેલ લાવને અહીંથી. જે તે રસ્તે ક્લેશ ઓછો થાય એવી રીતે ઉકેલ લાવવાનો. પ્રશ્નકર્તા : દાદા, એને એવો સંયોગ થયો હશે, તે હિસાબનો જ થયો હશે ને ? દાદાશ્રી : હિસાબ વગર તો આ ભેગું જ ના થાયને ! સંસાર છે એટલે ઘા તો પડવાના જ ને ? ને બઈસાહેબ પણ કહેશે ખરાં કે હવે ઘા રૂઝાશે નહીં. પણ સંસારમાં પડે એટલે પાછાં ઘા રૂઝાઈ જાય. Page #46 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મૂર્ષિતપણું ખરું ને ! મોહને લઈને મૂર્શિતપણું છે. મોહને લઈને ઘા રૂઝાઈ જાય. જો ઘા ના રૂઝાય તો વૈરાગ્ય જ આવી જાય ને ?! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ થયા હોય પણ ભૂલી જાય. ‘ડિવોર્સ” લેતી વખતે નક્કી કરે કે હવે કોઈ સ્ત્રીને પરણવું નથી, તો ય ફરી પાછો ઝંપલાવે ! (૪૧૦) પ્રશ્નકર્તા : હું એમને બોલતો હતો કે આપણા પરિણીત જીવનમાં નવ્વાણું ટકા કજોડાં છે. દાદાશ્રી : હંમેશાં જેને કજોડું કહેવામાં આવે છેને, કળિયુગમાં જો કજોડું થયેલું હોય તો એ કજોડું છે તો ઊંચે લઈ જાય કે કાં તો સાવ અધોગતિમાં લઈ જાય. બેમાંથી એક કાર્યકારી હોય અને સજોડું કાર્યકારી ના હોય. કજોડું થયું એટલે ઊંચી ગતિમાં લઈ જાય. અને સજોડું તો આમ રઝળપાટ કરાવડાવે જોડે જોડે ! (૪૧૧) કજોડાંને શું હોવું જોઈએ કે એ બગડે તો આપણે શાંત રહેવું જોઈએ, જો આપણે ભારે છીએ તો. પણ એ બગડે ને આપણે બગડીએ એમાં રહ્યું શું? પ્રશ્નકર્તા : ડિવોર્સ એવા કયા સંજોગોમાં થાય કે ડિવોર્સ લેવાય ? દાદાશ્રી : આ ડિવોર્સ તો હમણાં નીકળ્યું, બળ્યું. પહેલાં ડિવોર્સ હતા જ ક્યાં છે ? પ્રશ્નકર્તા : અત્યારના તો થાય છે ને ? એટલે કયા સંજોગોમાં એ બધું કરવું ?! દાદાશ્રી : કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ કે “એડજસ્ટ એવરીબેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને “આવો છે ને તેવો છે'. પ્રશ્નકર્તા : આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય કે બનતું ના હોયને એ લોકો ડિવોર્સ લે છે તે ? દાદાશ્રી : ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે ! આ કંઈ કપ-રકાબીઓ છે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે ?! એ લોકોને અમેરિકનોને માટે ચાલે, પણ તમે તો ઇન્ડિયન કહેવાઓ. જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવાં વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે ? ડિવોર્સ એટલે આ એઠાં વાસણો બદલવા. ખાધેલાં એઠાં વાસણ હોય તો બીજાને આપવાં પાછાં, પછી ત્રીજાને આપવા. નર્યા એઠાં વાસણો બદલ્યા કરવા, એનું નામ ડિવોર્સ. ગમે છે તને ડિવોર્સ ? કુતરાં-જાનવરો બધાં ય ડિવોર્સવાળા છે અને આ પાછાં માણસો એમાં પેઠા એટલે પછી ફેર શો રહ્યો ? માણસ બીસ્ટ (જાનવર) તરીકે રહ્યો. આપણા હિન્દુસ્તાનમાં તો એક લગ્ન કર્યા પછી બીજું લગ્ન નહોતા કરતા. એ જો પત્ની મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસો હતા. કેવા પવિત્ર માણસો જન્મેલા ! અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો ! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછાં એ બેઉ જણા ચોંટી જ રહે, ખાલી ભડક અણસમજણની. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં. (૪૧૩) આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, “માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.’ ‘તો ય પણ આવા ધણી ફરી નહીં મળે' કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને.... (૪૧૪) લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે ઈન્ડિયન છીએ. આપણે અમેરિકન નથી. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. અને પેલી (ફોરેનર્સ) તો એક કલાક ના નભાવે અને પેલો ય કલાક ના નભાવે. (૪૧૫) Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૯ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સહુ સહુની પ્રકૃતિના ફટાકડા ફૂટે છે. આ ફટાકડા ક્યાંથી આવ્યા? પ્રશ્નકર્તા : સહુ સહુની પ્રકૃતિના છે. દાદાશ્રી : અને આપણે જાણીએ કે ‘આ જ ફૂટશે’ ત્યારે સુરસુરિયું જ થઈ ગયું હોય ! સુરસુર.... સુરસુરિયું થઈ જાય. તે મૂઓ સુરસુરિયો થઈ જાય કે ? અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગયા, કેટલું બધું એ થઈ ગયું.” ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે'. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં છે ? (૪૧૬) પ્રશ્નકર્તા : ઝઘડો થાય તો પણ ભરેલો માલ નીકળે ? દાદાશ્રી : ઝઘડો થાય ત્યારે મહીં નવો માલ પેસે. પણ તે આ આપણું જ્ઞાન આપ્યા પછી ભરેલો માલ નીકળી જાય. પ્રશ્નકર્તા : આમ તો માણસ ઝઘડો કરતો હોય તો હું પ્રતિક્રમણ કરતી હોઉ તો ? દાદાશ્રી : વાંધો નહીં. પ્રશ્નકર્તા : તો ભરેલો માલ નીકળી જાયને બધો ? દાદાશ્રી : તો બધો નીકળી જાય. પ્રતિક્રમણ જ્યાં હોય ત્યાં માલ નીકળી જાય. પ્રતિક્રમણ એકલો જ ઉપાય છે આ જગતમાં. (૪૧૭) ધણી વઢે તો શું કરું તું હવે ? પ્રશ્નકર્તા: સમભાવે નિકાલ કરી દેવાનો. દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ? પ્રશ્નકર્તા : ના. દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ?! મને તારી જોડે નહીં ફાવે તો ? પ્રશ્નકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને પગે લાગીને બોલાવી ૮૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર લાવવાના. દાદાશ્રી : હા. બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકે, માથે હાથ ફેરવી...... આમ આમેય કરવું કે ચૂપ પાછું. અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, ‘જો મારા પગને અડી હતીને ?” તો એ વાત જુદી હતી કહીએ. તમે કેમ ભાગી જતાં'તા, ગાંડા કાઢતાં હતા, તેથી અડી ! એ જાણે કે આ કાયમને માટે અડી, એ તો તપુરતી. ઓન ધી મોમેન્ટ (તત્સણ) હતી ! (૪૧૮) (૨૧) સપ્તપદીતો સાર... જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવે છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો ‘દાદા'ને પૂછવું, તો ‘દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે. તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે. પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઉલ્ટા ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે અને પૈણ્યા વગર ચાલે એવું ય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુ:ખી થવાનું ? ત્યારે કહે, દુઃખી નથી થતાં, એસ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી !? એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે કાઢ્યો થોડોક હિસાબ ચોપડામાં ? આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે કે સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલી ઘાંચી ! પછી ખોળનું ઢેકું બળદિયાને ખવડાવે એટલે બળદિયો Page #48 -------------------------------------------------------------------------- ________________ ૮૧ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેકું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ ! બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, “મારા હાર્ટમાં દુ:ખે છે.” છોકરાં આવે ને કહેશે કે, “હું નાપાસ થયો.” ધણીને હાર્ટમાં દુઃખે છે ત્યારે એને વિચાર આવે કે “હાર્ટ ફેઈલ” થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે. જંપવા ના દે. (૪૨૦) પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે. (૪૨૧) એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે એવું લક્ષ તો હોવું જોઈએને ? બીબી રીસાયેલી હોય ત્યાં સુધી ‘યા અલ્લાહ પરવરદિગાર’ કરે અને બીબી બોલવા આવી એટલે ભાઈ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુ:ખ મટી જવાનાં છે ? સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય ! (૪૨૭) | ‘જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા ! આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એક-એક પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છેને, એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર !! એમનું વર્તન કેવું સુંદર !!! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ? પ્રશ્નકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે. દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તે ય કેટલી ? તે પાછાં એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય, બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, “એનું નામ જ જવા દો', એની તો વાત જ ના કરશો. એટલે આ સુગંધ ના કહેવાય. જીવન તો હેલ્ડિંગ માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ? (૪૩૧) અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું-પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજો-પીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ?! આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, ‘હું બંધાયો.' તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ-પીએ, સ્ત્રી કરીએ તો ય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં રાગ-દ્વેષ નહીં કરવાના. જ્યાં સુધી અનુકૂળ આવ્યું તો ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તો ય એને દ્વેષ નહીં ? આ સંગ્રહસ્થાન આવું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય. જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજબેરેજ બધું પદ્ધતસરનું. (૪૩૪) (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો પ્રશ્નકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમતિ થઈ શકે ? દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ. Page #49 -------------------------------------------------------------------------- ________________ ૮૩ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કારણ કે એ ધોરણ જ એવું છે પ્રકૃતિનું કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે, મોહ અને કપટનીએ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના અડવા દે. પ્રશ્નકર્તા : એટલે અન્યાય થયોને વ્યવસ્થિતનો એ તો ? દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈને પછી જાય મો. આ બધા કહે છે સ્ત્રીઓ મોક્ષે ના જાય એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડ હરીફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો એ પેલું એ ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા અને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તો ય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસેય કલાક યાદ ! હિંદુસ્તાનમાં કેટલીય ને અમેરિકામાં કેટલીય હશે કે દાદા ચોવીસેય કલાક યાદ ! પ્રશ્નકર્તા : એટલે આત્માને તો કઈ જાતિ જ નથી ને ! દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને ! પ્રકૃતિને જાતિ હોય. ઉજળો માલ ભર્યો હોય તો ઉજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિ એ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદ્ગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં, શ્વાસોશ્વાસ બધું આ પુદ્ગલ પરમાણુ. (૪૩૬) એ પુરુષ થવું હોય તો આ બે ગુણ છૂટે તો થાય, મોહ અને કપટ. મોહ અને કપટ બે જાતના પરમાણુ ભેગા થાય એટલે સ્ત્રી થાય અને ક્રોધમાન બે ભેગા થાય તો પુરુષ થાય. એટલે પરમાણુના આધારે આ બધું થઈ રહ્યું છે. (૪૩૯) એક ફેરો મને બહેનોએ કહ્યું કે અમારામાં ખાસ અમુક અમુક દોષો હોય છે, તેમાં ખાસ વધુ દોષ નુક્સાનકર્તા કયો ? ત્યારે મેં કહ્યું, ધાર્યા પ્રમાણે પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરાવવા ફરે છે તે. બધી બેનોની ઇચ્છા એવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવે. ધણીને હઉ અવળો ફેરવીને પછી એની પાસે ધાર્યું કરાવડાવે. એટલે આ ખોટું, ઊંધો રસ્તો છે. મેં એમને લખાવ્યું છે કે આ રસ્તો ન હોવો જોઈએ. ધાર્યા પ્રમાણે કરાવવાનો અર્થ શું છે ! બહુ નુકસાનકારક ! પ્રશ્નકર્તા : કુટુંબનું ભલું થતું હોય, એવું આપણે કરાવીએ તો એમાં શું ખોટું ? દાદાશ્રી : નહીં, એ ભલું કરી શકે જ નહીંને ! જે ધાર્યા પ્રમાણે કરતા હોયને, તે કુટુંબનું ભલું ના કરે કોઈ દા'ડોય. કુટુંબનું ભલું કોણ કરે કે બધાનું ધાર્યું થાય એવી રીતે થાય તો સારું. એ કુટુંબનું ભલું કરે. બધાનું, એકેયનું મન ના દુભાય એવી રીતે થાય તો. ધાર્યા પ્રમાણે કરાવવા ફરે, એ તો કુટુંબનું બહુ નુકસાન કરે છે. અને એ વઢવઢા ને ઝઘડા કરાવવાનું સાધન બધું. પોતાનું ધાર્યું ના થાય ને એટલે ખાય નહીં પાછી. અડધું ડમી ચૂમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચૂમઈને બેસી રહે પાછી. પછી બીજે દા'ડે કપટ કરે પાછું. એ કંઈ જાત તે ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું ના રાખવું જોઈએ. બેનો, હવે મોટા મનનાં થાવ. પ્રશ્નકર્તા સ્ત્રીઓ પોતાનાં આંસુ દ્વારા પુરુષોને પીગળાવી દે છે અને પોતાનું ખોટું છે એ સાચું ઠરાવી દે છે, એ બાબતમાં આપનું શું કહેવાનું છે ? દાદાશ્રી : વાત સાચી છે. એનો ગુનો એને લાગુ થાય છે અને આવું ખેંચ કરેને, એટલે વિશ્વાસ જતો રહે. (૪૪૧) કોઈનાં ધણી ભોળા હોય તે આંગળી ઊંચી કરો જોઈએ. આ આંગળી ઊંચી કરી ને, એ ખાનગીમાં કહી દે, “અમારે ભોળા છે, બધા જ ભોળા છે', એ ઇટસેલ્ફ સૂચવે છે કે આ તો રમકડા રમાડે છે સ્ત્રીઓ. આ તો પછી ઊઘાડું કરતાં ખોટું દેખાય. ના ખોટું દેખાય ?! બધું બહુ ના કહેવાય. ખાનગીમાં સ્ત્રીઓને પૂછીએને કે ‘બેન, તમારા ધણી ભોળા ?’ ‘બહુ ભોળા.” માલ કપટનો તેથી, પણ એ બોલાય નહીં, ખોટું દેખાય. બીજા ગુણો બહુ સુંદર છે. (૪૪૨) પ્રશ્નકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજુ કપટવાળી, મોહવાળી... Page #50 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૫ દાદાશ્રી : લક્ષ્મી કહે. ત્યારે કંઈ એ જેવી તેવી છે, ત્યારે ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે ! ત્યારે એ કંઈ હલકી છે, સ્ત્રી તે કંઈ ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થંકરો થયાને ચોવીસ, એમની મા કોણ ? પ્રશ્નકર્તા : સ્ત્રીઓ. દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો, મોટા મોટા તીર્થંકરોને બધા.... જન્મ જ મોટા લોકોને તો એ આપે છે, એને કેમ આપણથી વગોવાય ? તે આપણા લોક વગોવે છે. (૪૪૩) પ્રશ્નકર્તા : હંમેશાં આપણે સ્ત્રીને જ કહીએ છીએ કે તારે મર્યાદા રાખવી જોઈએ, આપણે પુરુષને નથી કહેતાં. દાદાશ્રી : એ તો પોતાના મનુષ્યપણાનો ખોટો દુરુપયોગ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કર્યો છે. સત્તાના બે ઉપયોગ થઈ શકે. એક સદુપયોગ થઈ શકે અને બીજો દુરુપયોગ. સદુપયોગ કરે તો સુખ વર્તે પણ હજુ દુરુપયોગ કરો છો, તો દુઃખી થાય. જે સત્તાનો દુરુપયોગ કરીએ, તો એ સત્તા હાથમાંથી જાય અને જો એ સત્તા રાખવી હોય કાયમને માટે, પુરુષ જ જો તમારે રહેવું હોય કાયમને માટે, તો સત્તાનો દુરુપયોગ ન કરશો, નહીં તો આવતે ભવ સ્ત્રી થવું પડશે સત્તાધીશોને ! સત્તાનો દુરુપયોગ કરે એટલે સત્તા જાય. (૪૪૬) ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય પણ ના. ‘મને મારો ધણી છે, ધણીવાળી છું' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો’ક ફેરો આવે છે. સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણા લોક !! પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એ સતી થવાની ઇચ્છાથી. એનું નામ લીધું હોય તો કો’ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ? ૬ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે. દાદાશ્રી : કયા બજારમાં ? કૉલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે, નહીં ? બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય ! એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ અને પુરુષ ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, માની શાથી લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે ! એના મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું, તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. (૪૪૯) પ્રશ્નકર્તા : એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જનમ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે, એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી. દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતી જ નથી બિચારી અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં. એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એના ધણી એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. (૪૫૦) સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતીએ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાનાં ડાઘ રહી જાય અને ફરી Page #51 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પાછા પુરુષ થાવ. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાંક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ભોળા હોય બિચારા જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી ના નચાવે. સતી તો પરમેશ્વર (ભગવાન) માને પતિને ! પ્રશ્નકર્તા : આવું જીવન બહુ ઓછાનું જોવા મળે. દાદાશ્રી : હોય ક્યાંથી આ કળિયુગમાં ? સત્યુગમાં ય કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ? (૪૬૧) એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાંનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકિંગ !' સ્ત્રી એ એક જાતની ‘ઇફેક્ટ છે. તે આત્મા પર સ્ત્રીની ‘ઇફેક્ટ વર્તે. આની ‘ઇફેક્ટ આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતકલ્યાણની શક્તિ ભરી પડી છે ! તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે ! (૪૬૩) (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ લગ્નજીવન દીપે ક્યારે કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે નહીં. એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન (આ માત્ર દવા જ છે). મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, એટલે સંયમી પુરુષની જરૂર છે. આ બધાં જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધાં જે ૮૮ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં પુરુષો સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ-પાંચ લાખ જીવ મરી જાય છે, વન ટાઈમમાં, તે સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ? (૪૫૫) બધા ધર્મોએ ગુંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ? લગ્નજીવનને વખાણ્યું છે એ લોકોએ. શાસ્ત્રકારોએ લગ્નજીવનને કંઈ વગોવ્યું નથી. લગ્ન સિવાય બીજું ઈતર જે ભ્રષ્ટાચાર છે, તેને વગોવ્યો છે. (૪૫૯) પ્રશ્નકર્તા : વિષય છોકરાની ઉત્પત્તિ પૂરતો જ હોવો જોઈએ કે પછી બર્થ કંટ્રોલ કરીને વિષય ભોગવાય ? દાદાશ્રી : ના, ના. એ તો ઋષિ-મુનિઓના વખતમાં, પહેલાં તો પતિપત્નીનો વ્યવહાર આવો ન હતો. ઋષિમુનિઓ તો પૈણતા હતા, તે લગ્ન જ કરવાની ના પાડતા હતા. એટલે આ ઋષિપત્નીએ કહ્યું, કે તમે એકલાં, તમારે સંસાર સારી રીતે ચાલશે નહીં, પ્રકૃતિ સારી રીતે થશે નહીં, માટે અમારી પાર્ટનરશીપ રાખો સ્ત્રીની, તો તમારી ભક્તિ ય થશે અને સંસારે ય ચાલશે. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું, પણ કહે છે અમે સંસાર તારી જોડે માંડીશું નહીં. ત્યારે એ લોકોએ કહ્યું, કે ના, અમને એક પુત્રદાન અને એક પુત્રીદાન - બે દાન આપજો ફક્ત. તે એ દાન પૂરતો જ સંગ, બીજો કોઈ સંગ નહીં. પછી અમારે તમારી જોડે સંસારમાં પછી ફ્રેન્ડશીપ. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને પછી છે તે ફ્રેન્ડશીપની પેઠ જ રહેતા હતા. પછી પત્ની તરીકે નહીં. એ બધું ઘરનું કામ નભાવી લે, આ બહારનું કામ નભાવી લે, પછી બન્ને ભક્તિ કરવા બેસે સાથે. પણ અત્યારે તો બધું, ધંધો જ બધો આખો એ થઈ ગયો. એટલે બગડી ગયું બધું. ઋષિમુનિઓ તો નિયમવાળા હતા. Page #52 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર અત્યારે એક પુત્ર કે પુત્રી માટે હોય લગ્ન, તો વાંધો નથી. પછી મિત્રાચારીની પેઠ રહે. પછી દુઃખદાયી નહીં. આ તો સુખ ખોળે પછી તો એવું જ ને ! દાવા જ માંડે ને ! ઋષિમુનિઓ બહુ જુદી જાતના હતા. (૪૬૦) એક પત્નીવ્રત પાળશો ને ? ત્યારે કહે, ‘પાળીશ”. તો તમારો મોક્ષ છે ને બીજી સ્ત્રીનો સહેજ વિચાર આવ્યો ત્યાંથી મોક્ષ ગયો. કારણ કે એ અણહક્કનું છે. હક્કનું ત્યાં મોક્ષ અને અણહક્કનું ત્યાં જાનવરપણું. પાછું વિષયની લિમિટ હોવી જોઈએ. સ્ત્રી-પુરુષના વિષય ક્યાં સુધી હોવો જોઈએ ? પરસ્ત્રી ના હોવી જોઈએ અને પરપુરુષ ના હોવો જોઈએ. અને વખતે એનો વિચાર આવે તો એને પ્રતિક્રમણથી ધોઈ નાખવા જોઈએ. મોટામાં મોટું જોખમ હોય તો આટલું જ, પરસ્ત્રી અને પરપુરુષ ! પોતાની સ્ત્રી એ જોખમ નથી. હવે અમારી આમાં ક્યાં ભૂલ છે ? અમે વઢીએ છીએ કોઈ રીતે ? એમાં કશું ગુનો છે ? આ અમારી સાયન્ટિફિક શોધખોળ છે ! નહીં તો સાધુઓને એટલે સુધી કહ્યું છે કે સ્ત્રીની લાકડાંની પૂતળી હોય તેને પણ જોશો નહીં. સ્ત્રી બેઠી હોય એ જગ્યાએ બેસશો નહીં. પણ મેં એવો તેવો ડખો નથી કર્યો ને ? (૪૬૨). આ કાળમાં એક પત્નીવ્રતને અમે બ્રહ્મચર્ય કહીએ છીએ અને તીર્થંકર ભગવાનના વખતમાં જે બ્રહ્મચર્યનું ફળ મળતું હતું તે જ ફળ પામશે, એની અમે ગેરેન્ટી આપીએ છીએ ! પ્રશ્નકર્તા : એક પત્નીવ્રત કહ્યું તે સૂક્ષ્મથી પણ કે એકલું ધૂળ ? મન તો જાય એવું છે ને ? દાદાશ્રી : સૂક્ષ્મથી પણ હોવું જોઈએ અને વખતે મન જાય તો મનથી છૂટું રહેવું જોઈએ અને એના પ્રતિક્રમણ કર કર કરવાં પડે. મોક્ષે જવાની લિમિટ કઈ ? એક પત્નીવ્રત અને એક પતિવ્રત. જો તું સંસારી હોઉં તો તારા હક્કનો વિષય ભોગવજે, પણ અણહક્કનો વિષય તો ના જ ભોગવીશ. કારણ કે આનું ફળ ભયંકર છે. (૪૬૨) હક્કનું છોડીને બીજી જગ્યાએ ‘પ્રસંગ’ થાય, તો એ સ્ત્રી જ્યાં જાય ત્યાં આપણે અવતાર લેવો પડે. એ અધોગતિમાં જાય તો આપણે ત્યાં જવું ૯૦ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પડે. આજકાલ બહાર તો બધે એવું જ થાય છે. ક્યાં અવતાર થશે તેનું ઠેકાણું જ નથી. અણહક્કના વિષય જેણે ભોગવ્યા તેને તો ભયંકર યાતનાઓ ભોગવવી પડે. તેની છોડી પણ એકાદ અવતારમાં ચારિત્રહીન થાય. નિયમ કેવો છે કે જેની જોડે અણહક્કનાં વિષય ભોગવ્યા હોય તે જ પછી માં થાય કે છોડી થાય. અણહક્કનું લીધું ત્યારથી જ મનુષ્યપણું જાય. અણહક્કનો વિષય એ તો ભયંકર દોષ કહેવાય. પોતે બીજાનું ભોગવે તો પોતાની છોડીઓ લોકો ભોગવે. આપણે કો'કનું ભોગવી લઈએ એટલે પોતાની છોડીઓ કો'ક ભોગવે, તેની ચિંતા જ નથી ને ! અણહક્કના વિષયમાં હંમેશાં કષાયો હોય, ને કષાયો હોય એટલે નર્કમાં જવું પડે. પણ આ ખબર પડે નહી લોકોને ! એટલે પછી બીતા નથી, ભડકે ય નથી લાગતી કોઈ જાતની. અત્યારે આ મનુષ્યભવ તો, ગયા અવતારે સારું કરેલું તેનું ફળ છે. (૪૬૪) વિષયો એ આસક્તિથી ઉત્પન્ન થાય છે ને પછી એમાંથી વિકર્ષણ થાય છે. વિકર્ષણ થાય એટલે વેર બંધાય છે અને વેરના ‘ફાઉન્ડેશન’ પર આ જગત ઊભું રહ્યું છે. (૪૬૫). લક્ષ્મી ઉપરથી વેર બંધાય છે, અહંકાર ઉપરથી વેર બંધાય છે, પણ આ વિષયનું વેર બહુ ઝેરી હોય છે. એ વિષયમાંથી ઊભો થયેલો ચારિત્રમોહ. એ પછી જ્ઞાનને ને બધાંને ઉડાડી મેલે. એટલે અત્યાર સુધી વિષયથી જ આ બધું અટક્યું છે. મૂળ વિષય છે અને તેમાંથી આ લક્ષ્મી ઉપર રાગ બેઠો અને તેનો અહંકાર છે. એટલે મૂળ વિષય જો જતો રહે, તો બધું જતું રહે. (૪૬૬) પ્રશ્નકર્તા : તો બીજને શેકી નાખતાં આવડવું જોઈએ, પણ તે કેવી રીતે શેકવાનું ? દાદાશ્રી : એ તો આપણું આ પ્રતિક્રમણથી, આલોચના-પ્રતિક્રમણપ્રત્યાખ્યાનથી. પ્રશ્નકર્તા : એ જ. બીજો ઉપાય નહીં ? દાદાશ્રી : બીજો કોઈ ઉપાય નથી. તપ કરવાથી તો પુણ્ય બંધાય અને Page #53 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૯૧ બીજને શેકવાથી ઉકેલ આવે. આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ. વેરથી મુક્ત થઈ જા. પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ? દાદાશ્રી : એવું છેને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનોને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે. ત્યાં વેર બંધાય છે. પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ? દાદાશ્રી : અભિપ્રાય ‘ડિફરન્સ’ છે તેથી. તમે કહો કે, મારે અત્યારે સિનેમા જોવા જવું છે.’ ત્યારે એ કહેશે કે, ‘ના, આજ તો મારે નાટક જોવા જવું છે.’ એટલા ટાઈમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પણજે. (૪૬૭) એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, લોન ઉપર. અને લોન એટલે ‘રી પે’ (ચૂકવણી) કરવી પડે (૪૬૮) છે. આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે સુખ માંગ્યું તમે. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ પુદ્ગલ પાસે લોન લીધેલી છે. તે એને ‘રી-પે’ કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ ‘રી પે’ કરવાનું. અત્યારે તો મને કેટલાંય કહી જાય છે આપણા મહાત્માઓ કે, ‘મને કાલાવાલા કરાવડાવે.' ત્યારે મેં કહ્યું, ‘મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજને હજુ, હજુ યોગી થઈ જા ને !' હવે આને ક્યાંથી પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?! પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો ! ભાંજગડ તો (૪૭૦) નહીં ! આ હારુ ચાર વખત સાષ્ટાંગ ! ૯૨ પ્રશ્નકર્તા : ગયા જનમમાં એની સાથે અમે અથડાયાં હતા. આ જન્મમાં અમારી સાથે એ અથડાય. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ? દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છેને ! વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ. (૪૭૩) પ્રશ્નકર્તા : હવે કઈ રીતે આ કરવું ? એમ. આ બંધ કઈ રીતે કરવું ? દાદાશ્રી : વિષય જીતવાનો. પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા. દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય.... ઘરડાં થવા આવ્યા તો ય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય ! પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા. દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને તો સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે. (૪૭૪) એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી. કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે. (૪૭૫) Page #54 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૯૩ જેને ક્લેશ કરવો નથી, જે ક્લેશનો પક્ષ ખેંચતો નથી એને ક્લેશ થાય પણ ધીમે ધીમે બહુ ઓછો થતો જાય. આ તો ક્લેશ કરવો જ જોઈએ એમ માને છે ત્યાં સુધી ક્લેશ વધારે થાય. ક્લેશના પક્ષકાર આપણે ના બનવું જોઈએ. ક્લેશ નથી જ કરવો એવો જેનો નિશ્ચય છે, તેને ક્લેશ ઓછામાં ઓછો આવીને પડે છે. અને જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન તો ઊભાં જ ના રહે ને ! (૪૭૬). ડબલ બેડની સિસ્ટમ બંધ કરો ને સિંગલ બેડની સિસ્ટમ રાખો. આ તો બધા કહેશે, ‘ડબલ બેડ બનાવો, ડબલ બેડ...' પહેલાં હિન્દુસ્તાનમાં કોઈ માણસ આવી રીતે સૂતો નથી. કોઈ પણ ક્ષત્રિય નહીં. ક્ષત્રિય તો બહુ કડક હોય પણ વૈશ્ય ય નહીં. બ્રાહ્મણો ય આવી રીતે નહીં સૂવે, એક પણ માણસ નહીં ! જો કાળ કેવો વિચિત્ર આવ્યો ? (૪૭૯) જ્યારે હીરાબાની સાથે વિષય મારો બંધ થયેલો હશે ત્યારથી હું હીરાબા કહું છું એમને. ત્યાર પછી અમારે કંઈ ખાસ અડચણ આવી નથી. અને પહેલાં જે હતી તે વિષયની સાથમાં, સોબતમાં તો પોપટમસ્તી થાય થોડી ઘણી. પણ એ પોપટમસ્તી હોય. લોક જાણે કે આ પોપટે એ પોપટીને મારવા માંડ્યું ! પણ હોય પોપટમસ્તી. પણ જ્યાં સુધી વિષયનો ડંખ છે, ત્યાં સુધી એ જાય નહીં. એ ડંખ છૂટો થાય ત્યારે જાય. અમારો જાતઅનુભવ કહીએ છીએ. આ તો આપણું જ્ઞાન છે. તેને લઈને ઠીક છે. નહીં તો જ્ઞાન ના હોય તો ડંખ માર્યા જ કરે. ત્યારે તો અહંકારને ! એમાં અહંકારનો એક ભોગ ભાગ હોય કે એમણે મને ભોગવી લીધો. અને આ કહેશે, “એણે મને ભોગવી લીધી.” અને અહીં આગળ (આ જ્ઞાન પછી) નિકાલ કરે છે એ, તો ય પણ પેલી ડિસ્ચાર્જ કચકચ તો ખરી જ. પણ તે ય અમારે નહોતી, એવો મતભેદ નહોતો કોઈ જાતનો. વિજ્ઞાન તો જુઓ ! જગત જોડે ઝઘડા જ બંધ થઈ જાય. બૈરી જોડે તો ઝઘડા નહીં, પણ આખા જગત જોડે ઝઘડા બંધ થઈ જાય. આ વિજ્ઞાન જ એવું અને ઝઘડા બંધ થાય એટલે છૂટ્યો. (૪૮૨) (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણા.. એટલે આ લગ્ન એ તો ખરેખરું બંધન છે. ભેંસને ડબ્બામાં પૂરે છે ૯૪ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર એવી દશા થાય છે. એ ફસામણમાં ના પસાય એ ઉત્તમ. પેઠા હોય તો ય નીકળી જવાય તો વધુ ઉત્તમ. અને નહીં તો ય છેવટે ફળ ચાખ્યા પછી નીકળી જવું જોઈએ. બાકી આત્મા કોઈનો ધણી કે સ્ત્રી, પુરુષ કે કોઈનો છોકરો થઈ શકતો નથી, ફક્ત આ કર્મો બધાં થઈ રહ્યાં છે. આત્મામાં તો કશું આમાં ફેરફાર થતો નથી. આત્મા તો આત્મા જ છે, પરમાત્મા જ છે. તે આપણે માની બેઠાં કે આ અમારી સ્ત્રી ! (૪૮૩). આ ચકલા સુંદર માળો ગૂંથે છે તે તેમને કોણ શીખવાડવા ગયેલું ? આ સંસાર ચલાવવાનું તો આપમેળે જ આવડે એવું છે. હા, ‘સ્વરૂપજ્ઞાન મેળવવા પુરુષાર્થ કરવાની જરૂર છે. સંસારને ચલાવવા કશું જ કરવાની જરૂર નથી. આ મનુષ્યો એકલાં જ બહુ દોઢડાહ્યા છે. આ પશુ-પક્ષીઓને શું બૈરીછોકરાં નથી ? તેમને પરણાવવા પડે છે ? આ તો મનુષ્યોને જ બૈરી-છોકરાં થયાં છે, મનુષ્યો જ પરણાવવામાં પડ્યા છે. આ ગાયો-ભેંસોમાં ય પણે છે, છોકરાં બધું ય હોય છે પણ છે ત્યાં ધણી ? એ ય સસરા થયા હોય છે, સાસુ થઈ હોય છે, પણ એ કંઈ બુદ્ધિશાળીની પેઠ ગોઠવી દે છે કશુંય ? કોઈ એવું કહે છે કે હું આનો સંસરો થઉં ? છતાં આપણા જેવો જ બધો વ્યવહાર છેને, એય ધવડાવે કરે, વાછરડાને ચાટતી હોય છે ! આપણા અક્કલવાળા ચાટે નહીં. (૪૮૪) તમે પોતે શુદ્ધાત્મા ને બધા વ્યવહારો ઉપરછલ્લા એટલે કે ‘સુપરફલુઅસ' કરવાના છે. પોતે ‘હોમ ડિપાર્ટમેન્ટમાં રહેવું અને ‘ફોરેન'માં સુપરફલુઅસ’ રહેવું. ‘સુપરફલુઅસ’ એટલે તન્મયાકાર વૃત્તિ નહીં તે, ‘ડ્રામેટિક'. તે ખાલી આ ડ્રામા જ ભજવવાનો છે. ‘ડ્રામા'માં ખોટ ગઈ તો પણ હસવાનું ને નફો આવે તો પણ હસવાનું. ‘ડ્રામા'માં દેખાવ પણ કરવો પડે. ખોટ ગઈ હોય તો તેવો દેખાવ કરવો પડે, મોંઢે બોલીએ ખરા કે બહુ નુકસાન થયું, પણ મહીં તન્મયાકાર ના થઈએ. આપણે ‘લટકતી સલામ’ રાખવાની. ઘણાં નથી કહેતા કે ભઈ, મારે તો આની જોડે ‘લટકતી સલામ’ જેવો સંબંધ છે ?! એવી જ રીતે આખા જગત જોડે રહેવાનું. જેને ‘લટકતી, સલામ’ આખા જગત જોડે આવડી એ જ્ઞાની થઈ ગયો. આ દેહ જોડે પણ ‘લટકતી સલામ', અમે નિરંતર બધા જોડે ‘લટકતી સલામ’ રાખીએ છીએ તોય બધા કહે કે, ‘તમે અમારા પર બહુ સારો ભાવ રાખો છો.’ હું વ્યવહાર Page #55 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૯૫ બધાય કરું છું પણ આત્મામાં રહીને. (૪૯૧) પ્રશ્નકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું ? દાદાશ્રી : એ તો આપણા લોકોએ કોઈ માણસ બૈરીને બહુ મારતો હોયને, તેને સમજણ પાડી કે મૂઆ, આ તારી બૈરીનું નસીબ તો જો ! શું કરવા બૂમો પાડું છું ! એનું પુણ્ય છે તો તું ખાઉં છું, એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. તમને સમજાઈ ગયુંને ! એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડેને ! સહુ સહુના પોતાના પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપે ય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવાદેવા ય નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી ય ભાંજગડ નથી. પ્રશ્નકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ? દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર એટલે કરાવનાર અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમે જેને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાંને પુણ્ય મળે. પણ કરનારને ભોગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય. (૪૯૨) પ્રશ્નકર્તા: પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ? દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, તેની “હે ભગવાન હું ક્ષમા માગું છું.’ આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે. પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘરસંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ? દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધાં ખુશ થઈને કહે કે ‘તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ(કરાર)નો ભંગ કરી શકાય નહીં. (૪૯૪) પ્રશ્નકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ? દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને, એક દહાડો ! પ્રશ્નકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું, હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે. દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય. (૪૫) પ્રશ્નકર્તા : દરેક દિવસ ઓછો થતો જાય છે. દાદાશ્રી : મારું કહીને મરવાનું. મારું છે નહીં પાછું એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તો ય એ કયે માર્ગે ગઈ અને આ ધણી Page #56 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કયે માર્ગે ગયો હોય ? સહુ સહુના કર્મના હિસાબે ગતિ થવાની. કોઈ જાનવરમાં જાય ને કોઈ મનુષ્યમાં જાય, કોઈ દેવગતિમાં જાય. એમાં સતિ કહેશે કે હું તમારી જોડે મરી જાઉં તો તમારી જોડે મારો જન્મ થાય. પણ એવું કશું બને નહીં. આ તો બધી ઘેલછા છે. આ ધણી-બૈરી એવું કશું છે નહીં. આ તો બુદ્ધિશાળી લોકોએ ગોઠવણી કરી છે. (૪૯૭) પ્રશ્નકર્તા : ભઈ કહે છે કે જો કોઈ જાતની તકરાર ના થાય, તો આવતા જન્મ પાછું સાથે રહેવાય ખરું ? દાદાશ્રી : આ જન્મમાં જ રહેવાનું નહીં. આ જન્મમાં જ ડાયવોર્સ (છૂટાછેડા) થઈ જાય છે તે વળી આવતા ભવની શી વાત કરો છો ? એવો પ્રેમ જ ના હોય ને ! આવતા જન્મના પ્રેમવાળામાં તો કકળાટ જ ના હોય. એ તો ઇઝી લાઇફ (સરળ જિંદગી) હોય. બહુ પ્રેમની જિંદગી હોય. ભૂલ જ ના દેખાય. ભૂલ કરે તો ય ના દેખાય એવો પ્રેમ હોય. પ્રશ્નકર્તા: તો એ પ્રેમવાળી જિંદગી હોય તો પછી આવતા ભવમાં પાછાં એના એ ભેગા થાય કે ના થાય ? દાદાશ્રી : હા થાયને, કોઈ એવી જિંદગી હોય તો થાય. આખી જિંદગી કકળાટ ન થયો હોય તો થાય. (૪૯૯) (૨૫) આદર્શ વ્યવહાર જીવનમાં દાદાશ્રી : જિંદગીને સુધારવાની શી રીતે ? પ્રશ્નકર્તા : સાચા માર્ગે જવાથી. દાદાશ્રી : કેટલા વર્ષ સુધી સુધારવાની ? આખી જિંદગી કેટલા વર્ષ, કેટલા દિવસ, કેટલા કલાક શી રીતે સુધરે એ બધું ? પ્રશ્નકર્તા : ખબર નહીં મને. દાદાશ્રી : હં, તેથી સુધરતું નથી ને ! અને ખરી રીતે બે જ દિવસ સુધારવાના છે. એક વર્કિંગ ડે (કામ પર જવાનો દિવસ) અને એક છે તે રજાનો દિવસ, હોલી ડે (રજાનો દિવસ). બે જ દિવસ સુધારવાના સવારથી સાંજ સુધી. બે ફેરફાર કરે એટલે બધા ય ફેરફાર થઈ જાય. બેની ગોઠવણી પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરી દીધી કે બધા એ પ્રમાણે ચાલે પછી. અને એ પ્રમાણે ચાલીએ એટલે આ બધું રાગે પડી જાય. ફેરફાર લાંબો કરવાનો જ નથી. આ બધાય કંઈ રોજના ફેરફાર નથી કરતાં. આ બેની ગોઠવણી જ કરી દેવાની છે. બે દિવસની ગોઠવણી કરેને એટલે બધા દિવસ આવી ગયા. પ્રશ્નકર્તા : એ ગોઠવણી કેવી રીતે કરવાની ? દાદાશ્રી : કેમ ? સવારમાં ઊઠીએ, એટલે ઊઠ્યા એટલે પહેલાં છે તે ભગવાનનું સ્મરણ જે કરવું હોય તે કરી લેવું. એક તો સવારમાં વહેલું ઊઠવાનું રિવાજ રાખવો જોઈએ. કારણ કે લગભગ પાંચ વાગ્યાથી ઊઠવું જોઈએ માણસે. તે અડધો કલાક છે તે પોતાની એકાગ્રતાનું સેવન કરવું જોઈએ. કોઈ ઇષ્ટદેવ કે ગમે તે હોય એની પણ ભક્તિ કંઈ એકાદ અડધો કલાક એવી ગોઠવણી કરવાની. એવું રોજ ચાલ્યા કરે પછી. પછી છે તે ઊઠીને પછી બ્રશ ને એ બધું કરી લેવાનું. બ્રશમાં ય સિસ્ટમ ગોઠવી દેવાની. આપણે જાતે જ બ્રશ લેવું ને જાતે એ કરવું. કોઈને એ નહીં કહેવું જોઈએ. પછી માંદા-સાજા હોય ત્યારે જુદી વસ્તુ છે. પછી ચા-પાણી આવે. તો કકળાટ નહીં માંડવાનો ને જે કંઈ આવે એ પી લેવાનું. જરા કાલથી વધારે નાખજો, કહીએ. ચેતવણી આપવી આપણે. કકળાટ ના માંડવો. ચા પીધા પછી નાસ્તો-બાસ્તો જે કરવાનો હોય તે કંઈ કરી લીધો અને પછી જમીને જોબ પર જવાનું થાય તે જમીને જોબ પર ગયા એટલે જોબ પર આપણે ત્યાંની ફરજ બજાવવાની. અહીં ઘેરથી કકળાટ કર્યા વગર નીકળવાનું અને પછી જોબ કરીને પાછાં આવ્યા એટલે જોબમાં છે તે બોસ જોડે ભાંજગડ થઈ હોય તે પછી રસ્તામાં શાંત કરી દેવી. આ બ્રેઈનને (મગજની) ચેક નટ દબાવી દેવી. એ રેઈઝ થઈ ગઈ હોય તો. અને શાંત થઈને ઘરમાં પેસી જવું, એટલે કકળાટ કશો ઘરમાં નહીં કરવાનો. બોસ જોડે લઢે છે, તેમાં બૈરીનો શો દોષ બિચારીનો ? તારે બોસ જોડે ઝઘડો થાય કે ના થાય ? પ્રશ્નકર્તા : થાય ને ! દાદાશ્રી : તો સ્ત્રીનો શો દોષ ? ત્યાં લઢીને આવ્યો હોય તો સ્ત્રી સમજી જાય કે આજ મૂડમાં નથી મૂઓ. મૂડમાં ના હોય ને ? Page #57 -------------------------------------------------------------------------- ________________ પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : હા. દાદાશ્રી : એટલે આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય, વર્કિંગ ડે ની અને એક હોલીડે ની. બે જ જાતના દિવસ આવે છે. ત્રીજો દહાડો કોઈ આવતો નથીને ? એટલે બે દિવસ ગોઠવણી કરી એ પ્રમાણે ચાલ્યા કરે પછી. ૯ પ્રશ્નકર્તા : હવે રજાના દહાડે શું કરવાનું ? દાદાશ્રી : રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે આજ છોકરાં-બચ્ચાં, વાઇફને, બધાને કંઈ ફરવાનું ના મળતું હોય તો આપણે ફરવા તેડી જવા જોઈએ, બધું જમીને પછી. સારું સારું જમવાનું બનાવવું જોઈએ. પછી જમીને ફરવા તેડી જવા જોઈએ. ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે ભઈ, હોલીડેને દિવસે આટલો જ ખર્ચ ! કોઈ વખતે એક્સ્ટ્રા (વધારે) કરવો પડે તો આપણે બજેટ કરીશું કહીએ પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. એ બધું નક્કી કરવું જોઈએ આપણે. વાઇફ પાસે જ નક્કી કરાવવું આપણે. પ્રશ્નકર્તા : એ કહે છે ઘેર વેઢમી ખાવી જોઈએ, પીઝા ખાવા નહીં જવાનું બહાર. દાદાશ્રી : ખુશી, ખુશીથી વેઢમી ખાવ, બધું ખાવ. ઢોકળાં ખાવ, જલેબી ખાવ જે ફાવે એ ખાવ. પ્રશ્નકર્તા : પણ હૉટલમાં પીઝા ખાવા નહીં જવાનું. દાદાશ્રી : પીઝા ખાવા ?! તે આપણાથી ખવાય કેમ કરીને ? આપણે તો આર્ય પ્રજા. છતાં શોખ હોય તો બે-ચાર વખત ખવડાવીને પછી ધીમે ધીમે છોડાવી દેવા. ધીમે ધીમે છોડાવી દઈએ. એકદમ આપણે બંધ કરી દઈએ એ ખોટું કહેવાય. આપણે જોડે ખાવા લાગીને પછી છોડાવી દેવું ધીમે ધીમે પ્રશ્નકર્તા : વાઇફને બનાવવાનો શોખ ના હોય તો આપણે શું કરવું ? દાદાશ્રી : આપણે બીજો શોખ બદલી નાખવો. બીજી બહુ ચીજો છે આપણે ત્યાં. બીજો શોખ બદલી નાખવાનો. અને રઈ-મેથીના વઘારનું ના ભાવતું હોય તો પછી તજ ને મરિયાનો વઘાર કરી દેવડાવવો. એટલે સારું પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ૧૦૦ લાગે. પીઝામાં તો શું ખાવાનું હોય ?! એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય અને સવારમાં કંઈક અડધા કલાક ભગવાનની ભક્તિ કંઈક કરે તો કામ રાગે પડે. તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો થઈ ગયો ડાહ્યો હવે. પણ બીજાને જ્ઞાન ના મળ્યું હોય તેને કંઈ ભક્તિ કરવી જોઈએ ને ! તારું તો રાગે પડી ગયું ને ! (૫૦૭) આ ‘અક્રમ વિજ્ઞાન’ વ્યવહારને છંછેડતું નથી. દરેક ‘જ્ઞાન’ વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની ‘રિયાલિટી’માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. સૈદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે તેનું નામ સિદ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ ‘રિયલ સાયન્સ’ છે, ‘કમ્પ્લીટ સાયન્સ’ છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે ! (૫૦૩) કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ ! એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદલાખ યોનિઓ છે. બોલો, કેટલા ‘એડજસ્ટ’ થઈ શકે આપણને ? અમુક જ યોનિ ‘એડજસ્ટ’ થઈ શકે, બધી ના થઈ શકે ! ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. ‘વાઇફ’ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઇફ’ પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરાં !! (૫૧૪) પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ’ની વાત છે. દાદાશ્રી : એવું છેને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ Page #58 -------------------------------------------------------------------------- ________________ ૧૦૧ (નિત્યક્રમો પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મોક્ષે ગયેલો નહીં. ગમે તેટલું બાર લાખનું આત્મજ્ઞાન હોય પણ વ્યવહાર સમજ્યા સિવાય કોઈ મોક્ષે ગયેલો નહીં ! કારણ કે વ્યવહાર છોડનાર છેને ? એ ના છોડે તો તમે શું કરો ? તમે ‘શુદ્ધાત્મા’ છો જ, પણ વ્યવહાર છોડે તો ને ? તમે વ્યવહારને ગૂંચવ ગૂંચવ કરો છો. ઝટપટ ઉકેલ લાવોને ! (૫૧૫) - જય સચ્ચિદાનંદ () પ્રાતઃવિધિ શ્રી સીમંધર સ્વામીને નમસ્કાર. વાત્સલ્યમૂર્તિ દાદા ભગવાનને નમસ્કાર. પ્રાપ્ત મન, વચન, કાયાથી આ જગતના કોઈ પણ જીવને કિંચિત્માત્ર દુઃખ ન હો, ન હો, ન હો. કેવળ શુદ્ધાત્માનુભવ સિવાય આ જગતની કોઈ પણ વિનાશી ચીજ મને ખપતી નથી. પ્રગટ જ્ઞાની પુરુષ ‘દાદા ભગવાનની આજ્ઞામાં જ નિરંતર રહેવાની પરમશક્તિ પ્રાપ્ત હો, પ્રાપ્ત હો, પ્રાપ્ત હો. (૫) નમસ્કારવિધિ - પ્રત્યક્ષ ‘દાદા ભગવાન'ની સાક્ષીએ, વર્તમાન મહાવિદેહ ક્ષેત્રમાં વિચરતા, તીર્થકર ભગવાન “શ્રી સીમંધર સ્વામી’ ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું પતિ-પત્નીને એક્બીજાના દોષ દેખાય ત્યારે દાદાશ્રીએ સૂચવેલી પ્રતિક્રમણ વિધિ (૫) પ્રત્યક્ષ ‘દાદા ભગવાન’ની સાક્ષીએ કે ના મન-વચન-કાયાના યોગ, ભાવકર્મ-દ્વવ્યકર્મ-નોકર્મથી ભિન્ન એવા હે શુદ્ધાત્મા ભગવાન ! આપની સાક્ષીએ, આજ દિન સુધી જે જે + + દોષ થયા છે, તેની ક્ષમા માંગું છું. પશ્ચાતાપ કરું છું, આલોચનાપ્રતિક્રમણ-પ્રત્યાખ્યાન કરું છું ને ફરી આવાં દોષો ક્યારેય પણ નહીં કરું એવો દ્રઢ નિશ્ચય કરું છું. મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમાં કરો. પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘ૐ પરમેષ્ટિ ભગવંતો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. (૫) - પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિચરતા ‘પંચ પરમેષ્ટિ ભગવંતો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર હે દાદા ભગવાન ! મને એવો કોઈ પણ દોષ ન કરવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. કે જેની પ્રત્યે દોષ થયો હોય તે સામી વ્યક્તિનું નામ લેવું. ** જે દોષ થયા હોય તે મનમાં જાહેર કરવા. ( તમે શુદ્ધાત્મા અને જે દોષ કરે તેની પાસે પ્રતિક્રમણ કરાવવું. ‘ચંદુલાલ” પાસે દોષોનું પ્રતિક્રમણ કરાવડાવું.) પ્રત્યક્ષ ‘દાદા ભગવાનની સાક્ષીએ વર્તમાન મહાવિદેહ ક્ષેત્ર તથા અન્ય ક્ષેત્રોમાં વિહરમાન ‘તીર્થ કર સાહેબો'ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું (૫) “વીતરાગ શાસન દેવ-દેવીઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર " ‘નિષ્પક્ષપાતી શાસન દેવી-દેવીઓ’ને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું " ચોવીસ તીર્થંકર ભગવંતોને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. - ‘શ્રીકૃષ્ણ ભગવાનને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. દરેકે Page #59 -------------------------------------------------------------------------- ________________ - ભરતક્ષેત્રે હાલ વિચરતા સર્વજ્ઞ ‘શ્રી દાદા ભગવાનને નિશ્ચયથી અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. - ‘દાદા ભગવાન'ના સર્વે ‘સમક્તિધારી મહાત્માઓને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. " આખા બ્રહ્માંડના જીવમાત્રના “રીયલ’ સ્વરૂપને અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. રીયલ’ સ્વરૂપ એ ભગવત્ સ્વરૂપ છે જેથી આખા જગતને ભગવત્ સ્વરૂપે’ દર્શન કરું છું. ” “રીયલ’ સ્વરૂપ એ શુદ્ધાત્મ સ્વરૂપ છે, જેથી આખા જગતને શુદ્ધાત્મા સ્વરૂપે દર્શન કરું છું. રીયલ’ સ્વરૂપ એ તત્ત્વ સ્વરૂપ છે, જેથી આખા જગતને તત્ત્વજ્ઞાને કરીને દર્શન કરું છું. (વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામીને પરમ પૂજ્ય શ્રી ‘દાદા ભગવાન'ના માધ્યમ દ્વારા પ્રત્યક્ષ નમસ્કાર પહોચે છે. કૌસમાં લખેલી સંખ્યા હોય તેટલા વખત દિવસમાં એકવાર વાંચવું) તવ કલમો ૧. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્માને કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય, ન દુભાવાય કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ દેહધારી જીવાત્માનો કિંચિત્માત્ર પણ અહમ્ ન દુભાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સાર્વાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૨. હે દાદા ભગવાન ! મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાય, ન દુભાવાય, કે દુભાવવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને કોઈ પણ ધર્મનું કિંચિત્માત્ર પણ પ્રમાણ ન દુભાવાય એવી સ્યાદ્વાદ વાણી, સ્યાદ્વાદ વર્તન અને સ્વાવાદ મનન કરવાની પરમ શક્તિ આપો. ૩. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી, ઉપદેશક, સાધુ, સાધ્વી કે આચાર્યનો અવર્ણવાદ, અપરાધ, અવિનય ન કરવાની પરમ શક્તિ આપો. ૪. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે કિંચિત્માત્ર પણ અભાવ, તિરસ્કાર ક્યારેય પણ ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૫. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા સાથે ક્યારે ય પણ કઠોર ભાષા, તંતીલી ભાષા ન બોલાય, ન બોલાવાય કે બોલવા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. કોઈ કઠોર ભાષા, તંતીલી ભાષા બોલે તો મને મૃદુ ઋજુ ભાષા બોલવાની શક્તિઓ આપો. ૬. હે દાદા ભગવાન ! મને કોઈ પણ દેહધારી જીવાત્મા પ્રત્યે સ્ત્રી, પુરુષ અગર નપુંસક ગમે તે લિંગધારી હોય, તો તેના સંબંધી કિંચિત્માત્ર પણ વિષય-વિકાર સંબંધી દોષો, ઇચ્છાઓ, ચેષ્ટાઓ કે વિચાર સંબંધી દોષો ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. મને નિરંતર નિર્વિકાર રહેવાની પરમ શક્તિ આપો. ૭. હે દાદા ભગવાન ! મને કોઈ પણ રસમાં લુબ્ધપણું ન કરાય એવી શક્તિ આપો, સમરસી ખોરાક લેવાય એવી પરમ શક્તિ આપો. ૮. હે દાદા ભગવાન ! મને કોઈ દેહધારી જીવાત્માનો, પ્રત્યક્ષ અગર પરોક્ષ, જીવંત અગર મૃત્યુ પામેલાનો, કોઈનો કિંચિત્માત્ર પણ અવર્ણવાદ, અપરાધ અવિનય ન કરાય, ન કરાવાય કે કર્તા પ્રત્યે ન અનુમોદાય એવી પરમ શક્તિ આપો. ૯, હે દાદા ભગવાન ! મને જગત કલ્યાણ કરવાનું નિમિત બનવાની પરમ શક્તિ આપો, શક્તિ આપો, શક્તિ આપો. આટલું તમારે ‘દાદા” પાસે માંગવાનું. આ દરરોજ વાંચવાની ચીજ ન હોય, અંતરમાં રાખવાની ચીજ છે. આ દરરોજ ઉપયોગપૂર્વક ભાવવાની ચીજ છે. આટલા પાઠમાં તમામ શાસ્ત્રોનો સાર આવી જાય છે. શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના હે અંતર્યામી પરમાત્મા ! આપ દરેક જીવમાત્રમાં બિરાજમાન છો, તેમજ મારામાં પણ બિરાજેલા છો. આપનું સ્વરૂપ તે જ મારું સ્વરૂપ છે. મારું સ્વરૂપ શુદ્ધાત્મા છે. હે શુદ્ધાત્મા ભગવાન ! હું આપને અભેદ ભાવે અત્યંત ભક્તિપૂર્વક નમસ્કાર કરું છું. અજ્ઞાનતાએ કરીને મેં જે જે જ દોષો કર્યા છે, તે સર્વ દોષોને આપની સમક્ષ જાહેર કરું છું. તેનો હૃદયપૂવર્ક ખૂબ પસ્તાવો કરું છું. અને આપની પાસે ક્ષમાં પ્રાથું છું. હે પ્રભુ ! મને ક્ષમા કરો, ક્ષમા કરો, ક્ષમા કરો અને ફરી એવા દોષો ના કરું એવી આપ મને શક્તિ આપો... Page #60 -------------------------------------------------------------------------- ________________ હે શુદ્ધાત્મા ભગવાન ! આપ એવી કૃપા કરો કે અમને ભેદભાવ છૂટી જાય અને અભેદ-સ્વરૂપ પ્રાપ્ત થાય. અમે તમારામાં અભેદ સ્વરૂપે તન્મયાકાર રહીએ. ** (જે દોષ થયા હોય તે મનમાં જાહેર કરવા) જ્ઞાન સાક્ષાત્કાર પામવા માટેની વ્યવહાર વિધિ પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ ‘દાદા ભગવાન’ને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. પ્રગટ ‘જ્ઞાની પુરુષ’ થકી ‘સત્’ પ્રાપ્ત થયું છે જેમને, તે ‘સત્ પુરુષો’ને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. સર્વે નિષ્પક્ષપાતી ‘દેવ-દેવીઓને’ અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું, નમસ્કાર કરું છું. હે પ્રગટ જ્ઞાની પુરુષ તથા હે સત્ પુરુષો ! આજે આ ભડકે બળતા જગતનું કલ્યાણ કરો, કલ્યાણ કરો, કલ્યાણ કરો અને હું તેમાં નિમિત્ત બનું એવી શુદ્ધ ભાવનાથી આપની સમક્ષ મન, વચન, કાયાની એકાગ્રતાથી પ્રાર્થનાવિધિ કરું છું. જે આત્યંતિક સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. હે દાદા ભગવાન ! આપના શુદ્ધ જ્ઞાનમાં અવલોકન થયેલાં અને આપના શ્રીમુખેથી પ્રગટેલાં શુદ્ધ જ્ઞાનસૂત્રો નીચે મુજબનાં છે. “મન, વચન, કાયાના તમામ લેપાયમાન ભાવો જે આવે તેનાથી ‘શુદ્ધ (૩) ચેતન’ સર્વથા નિર્લેપ જ છે.” “મન, વચન, કાયાની તમામ સંગી ક્રિયાઓથી ‘શુદ્ધ ચેતન’ સાવ અસંગ જ છે.' (૩) “મન, વચન, કાયાની ટેવો અને તેના સ્વભાવને ‘શુદ્ધ ચેતન’ જાણે છે અને પોતાના સ્વ-સ્વભાવને પણ ‘શુદ્ધ ચેતન’ જાણે છે. કારણ કે તે સ્વ-પર પ્રકાશક છે.’’ (3) છે.’ “આહારી આહાર કરે છે અને નિરાહારી ‘શુદ્ધ ચેતન’ માત્ર તેને જાણે (૩) “સ્થૂળ સંયોગો, સૂક્ષ્મ સંયોગો, વાણીના સંયોગો પર છે અને પરાધીન છે, અને ‘શુદ્ધ ચેતન’ તેનું જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે.” (૩) “સ્થૂળત્તમથી સૂક્ષ્મત્તમ સુધીની તમામ સંસારિક અવસ્થાઓનું ‘શુદ્ધ ચેતન' જ્ઞાતા-દ્રષ્ટા માત્ર છે, ટંકોત્કીર્ણ છે, આનંદસ્વરૂપ છે’’ (૩) “મન, વચન, કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના (only Scientific circumstantial Evidence) છે જેનો કોઈ બાપોય રચનાર નથી અને તે ‘વ્યવસ્થિત' છે.'' (૩) “નિશ્ચેતન-ચેતનનો એક પણ ગુણ ‘શુદ્ધ ચેતન’માં નથી અને ‘શુદ્ધ ચેતન’નો એક પણ ગુણ નિશ્ચેતન-ચેતનમાં નથી. બન્ને સર્વથા સાવ જુદાં છે.’’ (૩) ‘ચંચળ ભાગના જે જે ભાવો છે તે નિશ્ચેતન-ચેતનના ભાવો છે અને ‘શુદ્ધ ચેતન’ કે જે અચળ છે તેના ભાવો નથી.’’ (૩) હે પ્રભુ ! ભ્રાંતિથી મને ‘શુદ્ધ ચેતન’ના ભાવો ઉપરનાં સૂત્રો મુજબ ‘આ’ જ છે એમ યથાર્થ, જેમ છે તેમ સમજાયું નથી, કારણ કે નિષ્પક્ષપાતી ભાવે મને મારી જાતને જોતાં સમજાયું કે મારામાંથી અંતરકલેશ તથા કઢાપો-અજંપો ગયેલ નથી, હે પ્રભુ ! માટે મારા અંતરકલેશને શમાવવા પરમ શક્તિ આપો. હવે મારા આ શુદ્ધ ભાવોને જેમ છે તેમ સમજવા સિવાય કોઈ કામના નથી, હું કેવળ મોક્ષનો જ કામી છું. તે અર્થે મારી દ્રઢ અભિલાષા છે કે હું ‘સત્ પુરુષોના વિનય’માં અને ‘જ્ઞાની પુરુષના પરમ વિનય'માં રહી, હું કંઈ જ જાણતો નથી, એ ભાવમાં જ રહું. ઉપરનાં જ્ઞાનસૂત્રો મુજબના શુદ્ધ ભાવો મારી શ્રદ્ધામાં આવતા નથી અને જ્ઞાનમાં આવતા નથી. જો એ ભાવો મારી દ્રઢ શ્રદ્ધામાં આવશે તો જ હું અનુભવીશ કે મને યથાર્થ સમ્યક્દર્શન થયું છે. આ માટે બે જ ચીજની મુખ્ય જરૂર છે. (૧) ‘હું પરમ-સત્ય જાણવાનો જ કામી છું' એ ભાવ-નિષ્ઠા. (૨) ‘પરમ સત્ય’ ‘જ્ઞાની પુરુષ’ની આજ્ઞાના સંપૂર્ણ આરાધનથી જ પ્રાપ્ત થાય છે. ‘જ્ઞાની પુરુષ’ના પ્રત્યક્ષ યોગ સિવાય અન્ય કોઈ જ માર્ગ નથી, માટે પ્રત્યક્ષ ‘જ્ઞાની પુરુષ’ની શોધમાં રહું અને તેમનો યોગ પ્રાપ્ત થયે હું તેમની જ આજ્ઞાની આરાધનામાં રહેવાનો દ્રઢ નિર્ણય-નિશ્ચય કરું છું. તે મારી કામના સફળ થાઓ, સફળ થાઓ, સફળ થાઓ. .. આત્મવિજ્ઞાની પુરુષ ‘એ. એમ. પટેલ’ની મહીં પ્રગટ થયેલા “દાદા ભગવાનના અસીમ જય જયકાર હો” (દરરોજ ઓછામાં ઓછું ૧૦ મિનિટથી ૫૦ મિનિટ સુધી મોટેથી બોલવું) Page #61 -------------------------------------------------------------------------- ________________ | દાદા ભગવાન ફાઉન્ડેશનના પ્રકાશનો ચિંતા 1. ભોગવતીભૂલ(ગુ-અં,હિં) 20. વાણીનો સિદ્ધાંત (ગ્રં, સં.) બન્યું તે ન્યાય (ગુ., એ., હિં.) 21. કર્મનું વિજ્ઞાન 3. એડજસ્ટ એવરીવ્હેર (ગુ. .,હિં.) 22. પાપ-પુણ્ય 4. અથડામણટાળો (ગુ.પં,હિં.) 23. સત્ય-અસત્યના રહસ્યો 24. અહિંસા 6. ક્રોધ 25. પ્રેમ માનવધર્મ 26. ચમત્કાર 8. સેવા-પરોપકાર 27. વાણી, વ્યવહારમાં. 9. હું કોણ છું ? 28. નિજદોષદર્શનથી, નિર્દોષ 10. ત્રિમંત્ર 29. ગુરુ-શિષ્ય 11. દાન 30. આપ્તવાણી - 1 થી 12 12. મૃત્યુ સમયે, પહેલાં અને પછી 31. આપ્તસૂત્ર 13. ભાવના સુધારે ભવોભવ 37. The essence of all religion 14. વર્તમાન તીર્થકર શ્રી સીમંધર સ્વામી 33. Generation Gap 15. પૈસાનો વ્યવહાર (ચં., સં.) 34. Who aml? 16. પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર (ગ્રં., સં.) 35. UltimateKnowledge 17. મા-બાપ છોકરાંનો વ્યવહાર (, સં) उ. दादा भगवानका आत्मविज्ञान 18. પ્રતિક્રમણ (ગ્રંથ, સંક્ષિપ્ત) 37. જ્ઞાન-ભક્તિનાં પદો 19. સમજથી પ્રાપ્ત બ્રહ્મચર્ય(ગ્રં, સં.) ‘દાદાવાણી' મેગેઝિન દર મહિને પ્રકાશિત થાય છે ) પ્રાપ્તિસ્થાન મુંબઈ : પૂજ્ય ડૉ. નીરુબહેન અમીન, ૯૦૪-બી, નવીનઆશા એપાર્ટમેન્ટ, દાદા સાહેબ ફાળકે રોડ, દાદર (સે.રે.), મુંબઈ-૪૦૦૦૧૪ ફોન : (022) 4137616 Mobile : 9820-153953 અમદાવાદ : શ્રી દીપકભાઈ દેસાઈ, 5, મમતાપાર્ક સોસાયટી, નવગુજરાત કોલેજની પાછળ, ઉસ્માનપુરા, અમદાવાદ-૩૮૦૦૧૪. ફોન : (079) 7540408, 7543979. ફેક્સ : 7545420 E-Mail: dimple @ add.vsnl.net.in વડોદરા : શ્રી ધીરજભાઈ પટેલ, ‘જ્ઞાનાંજન', સી-૧૭, પલ્લવ પાર્ક સોસાયટી, વી.આઈ.પી. રોડ, કારેલીબાગ, વડોદરા. ફોન : (02 65) 441627 રાજકોટ : શ્રી રૂપેશ મહેતા, એ-૩, નંદનવન એપાર્ટમેન્ટ, ગુજરાત સમાચાર પ્રેસની સામે, રાજકોટ. ફોન : (0281) 234597 સુરત : શ્રી વિઠ્ઠલભાઈ પટેલ, 35, શાંતિવન સોસાયટી, લંબે હનુમાન રોડ, પંચરત્ન ટાવર પાછળ, સુરત. ફોન : (0261) 244964 U.S.A. : Dada Bhagwan Vignan Institue : Dr. Bachu Amin, 902 SW Mifflin Rd, Topeka, Kansas 66606. Tel.: (785) 271-0869 Fax : (785) 271-86411 E-mail : bamin@kscable.com, shuddha@kscable.com Dr. Shirish Patel, 2659 Raven Circle, Corona, CA 91720 Tel.: (909) 734-4715. Fax: (909) 134-4411 U.K. : Mr. Maganbhai Patel, 2, Winifred Terrace, Enfield, Great Cambridge Road, London, Middlesex, ENI 1HH U.K. Tel : 20 8245-1751 Mr. Ramesh Patel, 636, Kenton Road, Kenton Harrow. Tel.: 20 8204-0746 Fax:20 8907-4885 E-mail : rameshpatel@636kenton.freeserve.co.uk Canada : Mr. Suryakant N. Patel, 1497, Wilson Ave, Appt.#308, Downsview, Onterio, Toronto. M3M 1K2, CANADA. Tel.: (416) 247-8309 : Mr. Manu Savla, PISU & Co., Box No. 18219, Nairobi, Kenya, Tel : (R) (254 25 744943 (O) 554835 Fax : 545237 Africa Internet websites : www.dadashri.org, www.dadabhagwan.org