________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માણસને ત્યાં ! કકળાટ શેને માટે હોય ? અને ક્લેશ હોય તો ફાવે ? તમને કેટલા મહિના ફાવે, ક્લેશ હોય તો ?
પ્રશ્નકર્તા : બિલકુલ નહીં. દાદાશ્રી : મહિનો ય ના ફાવે, નહીં ?
ખાવાનું સારું સારું, સોનાની જણસો પહેરવાની અને પાછો કકળાટ કરવાનો. એટલે જીવન જીવતા આવડતું નથી, તેનો આ કકળાટ છે. જીવન જીવવાની કળા જાણતા નથી, એનો આ કકળાટ છે. આપણે તો કળા શેમાં જાણીએ છીએ કે શી રીતે ડૉલર મળે ! એમાં જ વિચાર વિચાર કરીએ, પણ જીવન જીવવામાં વિચાર નથી કર્યો. ના વિચારવું જોઈએ ?
પ્રશ્નકર્તા : વિચારવું જોઈએ. પણ બધાની રીત જુદી જુદી હોય છે.
દાદાશ્રી : ના, એ બધાની રીત જુદી જુદી ના હોય, એક જ જાતની. ડૉલર, ડૉલર. અને જયારે હાથમાં આવે ત્યારે હજાર ડૉલર ત્યાં આગળ સ્ટોરમાં જઈને આપી આવે પાછો. પછી ઘેર લાવીને વસાવે. પછી અહીં શું એને કંઈએ વસાવ્યું અને જોજો કરવાનું હોય ? પાછું જૂનું થઈ જાય, પાછું બીજું લઈ આવે. આખો દહાડો ઘડભાંજ, ઘડભાંજ, દુ:ખ, દુઃખ ને દુઃખ ત્રાસ, ત્રાસ ને ત્રાસ. અલ્યા બળ્યું, આ કેમ જીવન જીવાય તે ! મનુષ્યપણું શોભે તે આવું ? ક્લેશ ના થવો જોઈએ, કંકાસ ના થવો જોઈએ. કશું થવું ના જોઈએ.
પ્રશ્નકર્તા : પણ ક્લેશ કોને કહેવાય ?
દાદાશ્રી : ઓહો.... આમ ઘરના જોડે, બહારવાળા જોડે, વાઈફ જોડે ટકરાય એ ક્લેશ કહેવાય. મન ટકરાય અને પછી થોડો વખત છેટો રહે, એનું નામ ફ્લેશ. બે-ત્રણ કલાક ટકરાય ને તરત ભેગો થાય તો વાંધો નહીં. પણ ટકરાય ને છેટો રહે એટલે ક્લેશ કહેવાય. બાર કલાક છેટો રહે તો આખી રાત ક્લેશમાં જાય.
પ્રશ્નકર્તા : હં. આ કંકાસની વાત કરી તે પુરુષમાં વધારે છે કે સ્ત્રીમાં વધારે છે ?
દાદાશ્રી : એ તો સ્ત્રીમાં વધારે હોય, કંકાસ.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : એનું કારણ શું ?
દાદાશ્રી : એવું છેને, કો'ક ફેરો ભાંજગડ થઈ જાય ત્યારે ક્લેશ થઈ જાય. ક્લેશ થવો એટલે શું, ઝટ સળગીને ઓલવાઈ જવું. તે આ પુરુષ ને
સ્ત્રી વચ્ચે ક્લેશ થઈ ગયો. પછી પુરુષ છે તે છોડી દે તો ય પેલી એને ઝટ છોડે નહીં એ પાછું કંકાસમાં થઈ ગયું. એ પ્રપો છોડી દે પણ આ સ્ત્રીઓ છોડે નહીં પાછી અને ક્લેશનો કરી દે કંકાસ. અને તે મોઢું ચઢાવીને ફર્યા કરે. જાણે આપણે એને ત્રણ દા'ડા ભૂખી રાખી હોય એવું કર્યા કરે. (૧૩)
પ્રશ્નકર્તા : તો પછી આ કંકાસ દૂર કરવા માટે શું કરવું ?
દાદાશ્રી : કંકાસ તો, આપણે ક્લેશ ના કરવો એટલે કંકાસ નહીં થાય. મૂળ સળગાવીએ છીએ આપણે જ ક્લેશ કરીને, આજ ખાવાનું ભાવતું નથી, આજ મોટું બગડી ગયું મારું તો, આમતેમ કરીને ક્લેશ ઊભો કરો અને પછી એ કંકાસ કરે.
(૧૪) પ્રશ્નકર્તા : મુખ્ય વસ્તુ એ કે ઘરમાં શાંતિ રહેવી જોઈએ.
દાદાશ્રી : શાંતિ કેવી રીતે રહે પણ ? શાંતિ તો છોડીનું (છોકરીનું) નામ પાડીએ તો ય શાંતિ ના રહે. એના માટે તો ધર્મ સમજવો જોઈએ. ઘરમાં માણસો બધાંને કહેવું જોઈએ કે ‘ભઈ, આપણે બધાં ઘરનાં માણસો કોઈ કોઈનાં વેરવી નથી, કોઈ કોઈનો ઝઘડો નથી. આપણે મતભેદ કરવાની કંઈ જરૂર નથી. વહેંચી વહેંચીને શાંતિપૂર્વક ખઈ લો. આનંદ કરો, મઝા કરો.’ એવી રીતે આપણે વિચારીને બધું કરવું જોઈએ. ઘરના માણસો જોડે કકળાટ ક્યારેય ના કરવો જોઈએ. એ જ ઓરડીમાં પડી રહેવાનું ત્યાં કકળાટ શા કામનો ? કોઈને પજવીને પોતે સુખી થાય એ ક્યારેય ના બને ને આપણે તો સુખ આપીને સુખ લેવું છે. આપણે ઘરમાં સુખ આપીએ તો જ સુખ મળે ને ચા-પાણી ય બરોબર બનાવીને આપે, નહીં તો પણ બગાડીને આપે.
આ તો કેટલી ચિંતા-ઊકળાટ ! કશો ય મતભેદ જતો નથી, તો ય મનમાં માને કે મેં કેટલો ધર્મ કર્યો ! અલ્યા, ઘેર મતભેદ ટળ્યો ? ઓછો ય થયો છે ? ચિંતા ઓછી થઈ ? કંઈ શાંતિ આવી ? ત્યારે કહે, “ના, પણ મેં ધર્મ તો કર્યો જ ને ?! અલ્યા, શાને ધર્મ કહે છે તું ? ધર્મ તો મહીં શાંતિ આપે, આધિ-વ્યાધિ-ઉપાધિ ના થાય, એનું નામ ધર્મ ! સ્વભાવ ભણી જવું,
(૧૧)