________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્
એનું નામ ધર્મ કહેવાય. આ તો ક્લેશ પરિણામ વધારે ને વધારે થયા કરે
છે !
વાઈફના હાથે છે તે પંદર-વીસ આવડી આવડી કાચની ડિશો હતી તે અને ગ્લાસવેર હતા તે પડી ગયાં. તે વખતે તમને કશી અસર થાય ખરી ? (૧૫)
દુઃખ થાય એટલે કશું બબડ્યા વગર રહો નહીંને ! આ રેડિયો વગાડ્યા વગર રહે જ નહીં. દુ:ખ થયું કે રેડિયો બોલે, એટલે પેલીને દુ:ખ થાય પછી. ત્યાર પછી પેલી ય શું કહે, હું... તમારા હાથે કંઈ ફૂટવાનું થતું નહીં હોય પછી. આ સમજવાની વાત છે કે ડિશો પડી જાય છેને ? એને આપણે કહીએ કે તું ફોડી નાખ તો ના ફોડે. ફોડે ખરી ? એ કોણ ફોડતું હશે ? આ વર્લ્ડમાં કોઈ માણસ એક પણ ડિશ ફોડી શકવાની શક્તિ ધરાવતો નથી. આ તો બધા હિસાબ ચૂકવાય છે. એ તૂટી જાય, એટલે આપણે કહેવું કે વાગ્યું નથીને તને ?!
(૧૬)
જો સોફાને લીધે ઝઘડો થતો હોય તો સોફાને નાખી દો બહાર. એ સોફો તો બસો કે ત્રણસો રૂપિયાનો હોય, મૂઆ એનો ઝઘડો થતો હશે ? જેણે ફાડ્યો તેની પર દ્વેષ આવે. અલ્યા મૂઆ, નાખી આવ. જે વસ્તુ ઘરમાં વઢવાડ લાવેને એ વસ્તુ બહાર નાખી આવ. (૧૭)
જેટલું મનાય એટલે શ્રદ્ધા બેસે. એટલું એ ફળ આપે, હેલ્પ કરે. શ્રદ્ધા ના બેસે તે હેલ્પ ના કરે. એટલે સમજીને ચાલો તો આપણું જીવન સુખી થાય અને એનું એ ય સુખી થાય. અરે, કેવાં કેવાં ભજિયાં ને જલેબી નહીં કરી આપતાં ?!
પ્રશ્નકર્તા ઃ કરી આપે છે.
દાદાશ્રી : હા તો પછી ? એનો ઉપકાર ના માનીએ, કારણ કે એ પાર્ટનર છે, એમાં એનો ઉપકાર શો ? એમાં આપણે પૈસા લાવીએ એવું આપણને એ આ કરી આપે, આમાં બેઉ પાર્ટનરશીપ ચાલે છે. છોકરાં ય પાર્ટનરશીપમાં કંઈ એની એકલીનાં ઓછાં છે ?! સુવાવડ એણે કરી છે માટે એની એકલીના છે ? આપણા બેઉના હોય છોકરાંઓ. બન્નેનાં કે એકલીનાં ?
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : બેઉનાં.
દાદાશ્રી : હું. સુવાવડ કંઈ પુરુષ કરવાના હતા ? એટલે સમજવા જેવું છે આ જગત ! કેટલીક બાબતમાં સમજવા જેવું છે. અને તે જ્ઞાની પુરુષ સમજણ પાડે, એમને કશું લેવાદેવા ના હોય, એટલે એ સમજણ પાડે કે આ ભઈ આપણા હિતનું, તો ઘેર કકળાટ ઓછો થાય, તોડફોડ ઓછી થાય.(૧૮)
કૃષ્ણ ભગવાને કહ્યું છે બે પ્રકારની બુદ્ધિ, અવ્યભિચારિણી અને વ્યભિચારિણી. વ્યભિચારિણી એટલે દુઃખ જ આપે અને અવ્યભિચારિણી બુદ્ધિ સુખ જ આપે, દુઃખમાંથી સુખ ખોળી કાઢે. અને આ તો બાસમતીના ચોખામાં કાંકરા નાંખીને ખાય પછી. અહીં અમેરિકાનું ખાવાનું કેટલું સરસ ને ચોખ્ખા ઘી મળે, દહીં મળે, કેવો સરસ ખોરાક ! જિંદગી સરળ છે છતાં ય જીવન જીવતાં ના આવડે એટલે માર ખઈએ પછી.
આપણને હિતકારી શું છે એટલો તો વિચાર કરવો જોઈએ ને ! પૈણ્યા તે દહાડાનો આનંદ સંભારીએ તો હિતકારી કે રાંડ્યા તે દહાડાનો શોક સંભારીએ તો હિતકારી ! (૨૧)
અમારે તો પૈણતી વખતે જ રંડાપાનો વિચાર આવેલોને ! તે પૈણતી વખતે નવો સાફો બાંધેલો. અમે ક્ષત્રિયપુત્ર કહેવાઈએને, તે દહાડે ફેંટો પહેરતા હતા અને પહેરણ પહેરીને ૧૫-૧૬ વર્ષનો છોકરો એ ય રૂપાળા બંબ જેવા દેખાય. અને ક્ષત્રિયપુત્રો એટલે ચોગરદમ ભરેલાં હોય.
પછી પેલો ફેંટો ખસી ગયા પછી મહીં વિચાર આવ્યો કે આ પૈણવા તો માંડ્યું, છે તો સારાં, મંડાયું ખરું, પણ હવે બેમાંથી એક તો રાંડશેને !
પ્રશ્નકર્તા : એટલી ઉંમરે તમને એવા વિચાર આવેલા ?
દાદાશ્રી : હા, ના આવે બળ્યું આ ? એક તો ભાંગેને પૈડું, બળ્યું ? મંડાયું એ દંડાયા વગર રહે નહીં.
પ્રશ્નકર્તા : પણ પૈણતી વખતે તો પૈણ ચઢ્યું હોય, કેટલો બધો મોહ હોય, એમાં આવો વૈરાગ્ય વિચાર ક્યાંથી હોય ?
દાદાશ્રી : પણ તે વખતે વિચાર આવ્યો કે આ મંડાયું ને પછી રંડાપો તો આવશે બળ્યો. બેમાંથી એકને તો રંડાપો આવશે. કાં તો એમને આવશે