________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(સંક્ષિપ્ત)
(૧) વત ફેમિલી જીવન જીવવાનું સારું ક્યારે લાગે કે આખો દહાડો ઉપાધિ ના લાગે. જીવને શાંતિમાં જાય, ત્યારે જીવવાનું ગમે. આ તો ઘરમાં ડખાડખ થાય એટલે જીવન જીવવાનું શી રીતે ફાવે તે ?! આ તો પોષાય જ નહીં ને ! ઘરમાં ડખાડખ હોય નહીં. પાડોશી જોડે થાય વખતે, બહારનાં જોડે થાય, પણ ઘરમાં ય ?! ઘરમાં ફેમિલી તરીકે લાઈફ જીવવી જોઈએ. ફેમિલી લાઈફ કેવી હોય ? ઘરમાં પ્રેમ, પ્રેમ ને પ્રેમ જ ઊભરાતો હોય. આ તો ફેમિલી લાઈફ જ ક્યાં છે ?! દાળ ખારી થઈ તો કકળાટ કરી મેલે. પાછું ‘દાળ ખારી” બોલે ! અંડરડેવલર્ડ (અર્ધ વિકસિત) પ્રજા ! ડેવલડ કેવા હોય કે દાળ ખારી થઈ તો બાજુએ મૂકી દે અને બીજું બધું જમી લે. ના થાય એવું ?! દાળ બાજુએ મૂકીને બીજું જમાય નહીં ? ધીસ ઈઝ ફેમિલી લાઈફ. બહાર ભાંજગડ કરોને ! માય ફેમિલીનો અર્થ શું કે અમારામાં ભાંજગડ નહીં કોઈ જાતની. એડજસ્ટમેન્ટ લેવું જોઈએ. પોતાના ફેમિલીની અંદર એડજસ્ટ થતાં આવડવું જોઈએ, એડજસ્ટ એવરીવ્હેર.
‘ફેમિલી ઓર્ગેનાઇઝેશન’નું જ્ઞાન છે તમારી પાસે ? આપણા હિન્દુસ્તાનને ‘હાઉ ટુ ઓર્ગેનાઇઝેશન ફેમિલી’ એ જ્ઞાન જ ખૂટે છે. ‘ફોરેન’વાળા તો ‘ફેમિલી’ જેવું સમજતા જ નથી. એ તો જેમ્સ વીસ વરસનો થયો એટલે એનાં માબાપ વિલિયમ ને મેરી, જેમ્સને કહેશે કે, તું તારે જુદો ને અમે બે પોપટ અને પોપટી જુદાં ! એમને ‘ફેમિલી ઓર્ગેનાઇઝ’ કરવાની બહુ ટેવ જ નથીને ? અને એમની ‘ફેમિલી’ તો ચોખું જ બોલે. મેરી જોડે
કરવું.
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વિલિયમ્સને ના ફાવ્યું એટલે ‘ડાઇવોર્સ’ની જ વાત ! અને આપણે તો ક્યાં ‘ડાઈવોર્સ'ની વાત ?! આપણે તો જોડે ને જોડે જ રહેવાનું. કકળાટ કરવાનો ને પાછું સૂવાનું ય ત્યાં જ, એની એ જ રૂમમાં ! આ જીવનનો રસ્તો નથી. આ ‘ફેમિલી લાઈફ’ ના કહેવાય.
અને ત્યાં ઈન્ડિયામાં તો ફેમિલી ડૉક્ટર હલુ રાખે છે લોક. અલ્યા, ફેમિલી થયું નથી હજુ, ત્યાં તું ક્યાં ડૉક્ટર રાખે છે !
આ લોકો ફેમિલી ડૉક્ટર રાખે પણ અહીં વહુ ફેમિલી નહીં ! કહેશે, ‘અમારા ફેમિલી ડૉક્ટર આવ્યા !' તો એની જોડે કચકચ નહીં. ડૉક્ટર બિલ મોટું મૂકે તોય કચકચ નહીં. કહેશે, “અમારા ફેમિલી ડૉક્ટર છે ને !' એના મનમાં એમ કે મારો રોફ પડી ગયો, ફેમિલી ડૉક્ટર રાખ્યા છે એટલે ! (૫)
ફેમિલીના માણસનો આમ હાથ અથાડે તો આપણે એની જોડે લઢીએ ? ના. એક ફેમિલી રીતે રહેવું. બનાવટ નહીં કરવાની. આ તો લોક બનાવટ કરે છે, એવું નહીં. એક ફેમિલી... તારા વગર મને ગમતું નથી એમ કહેવું. એ વઢેને આપણને, ત્યાર પછી થોડીવાર પછી કહી દેવું, ‘તું ગમે તે વટું, તોય પણ તારા વગર મને ગમતું નથી.' એમ કહી દેવું. આટલો ગુરુ મંત્ર કહી દેવો. એવું કોઈ દહાડો બોલતા જ નથીને ! તમને બોલવામાં વાંધો શું ? તારા વગર ગમતું નથી ! મનમાં રાખીને પ્રેમ ખરો, પણ થોડું ખુલ્લું
(૬) (૨) ઘરમાં ક્લેશ કોઈ દહાડો ઘરમાં ક્લેશ થાય છે ? તમને કેમ લાગે છે, ઘરમાં ક્લેશ થાય તે ગમે ?
પ્રશ્નકર્તા : કકળાટ વગર તો ચાલે નહીં દુનિયા.
દાદાશ્રી : તો પછી ભગવાન તો રહે જ નહીં ત્યાં આગળ. જ્યાં ક્લેશ છે ત્યાં ભગવાન ના રહે.
પ્રશ્નકર્તા : એ તો પણ કોઈ કોઈવાર તો થવું જોઈએ ને એવું કકળાટ. દાદાશ્રી : ના, એ કકળાટ હોવો જ ના જોઈએ. કકળાટ કેમ હોય