________________
વાંકી પત્ની ને હું ડાહ્યો, બેમાં કોની પુણ્યાઈ ? ડાહ્યો મળ્યો પચ્ચેથી ને તારા પાપે પત્ની વંકાઈ !
કોનો ગુનો ? કોણ જજ ? અહીં ભોગવે તેની ભૂલ, કુદરતી ન્યાય સમજ્યા જ્યાં, ઊંડે ભૂલનું મૂળ !
સાચવે મિત્રને, ગામને, ઘરમાં લક્કાબાજી; અલ્યા સાચવે જે જિંદગીભર, ત્યાં ચુક્યો તે પાજી !
આબરૂ સાચવે બહાર, ઘરમાં બને બેઆબરૂ, ઊંધો ન્યાય, સુંદર જમણમાં બને કાંકરું !
મારી વહુ મારી’ના માર્યા મમત આંટા માંહ્યરે ! ‘હોય મારી’ કરતાં ઊકલે ભોગવટો અંતરે !
પતિ કહે પરણીને, તુજ વીણ કેમ જીવાય ?!! મર્યા પછી ન કો’ મો સતો, સતિ થ હવે ન દેખાય !
અનુક્રમણિકા (૧) વન ફેમિલી (૨) ઘરમાં ક્લેશ (૩) પતિ-પત્નીમાં મતભેદ (૪) ખાતી વખતે ખીટ-પીટ (૫) ધણી ખપે, ધણીપણું નહીં (૬) સામાની ભૂલ કાઢવાની ટેવ ! (૭) ‘ગાડી’નો ગરમ મૂડ (૮) સુધારવું કે સુધરવું ? (૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર ! (૧૦) બે ડિપાર્ટમેન્ટ નોખા..... (૧૧) શંકા બાળે સોનાની લંકા (૧૨) ધણીપણાના ગુનાઓ (૧૩) દાદાઈ દ્રષ્ટિએ ચાલો, પતિઓ.. (૧૪) ‘મારી’ના આંટા ઉકેલાય આમ ! (૧૫) પરમાત્મ પ્રેમની પિછાણ (૧૬) પરણ્યા એટલે ‘પ્રોમિસ ટુ પે” (૧૭) વાઈફ જોડે વઢવાડ (૧૮) વાઈફ વાળે તોલ સાથે (૧૯) પત્નીની ફરિયાદો (૨૦) પરિણામો છૂટાછેડાનાં (૨૧) સપ્તપદીનો સાર... (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ (૨૪) રહસ્ય ઋણાનુબંધ તણા... (૨૫) આદર્શ વ્યવહાર જીવનમાં વિશેષ સૂચન : દરેક જગ્યાએ કૌસમાં આપેલા આંકડાઓ
મૂળ વિસ્તૃત ગ્રંથના પૃષ્ઠ નંબર છે.
આ તો આસક્તિ પુદ્ગલની, હોય કદિ સાચો પ્રેમ ! ન દેખે દોષ, ન અપેક્ષા, ન ષ, ત્યાં શુદ્ધ પ્રેમ !
તું આવો, તું તેવી, અભેદ ટોળીમાં ક્યાં આવ્યો ભેદ ? જરીકે ભેદ પેઠો, બળતરા-શાંતિનો ત્યાં છેદ !
એક આંખમાં પ્રેમ ને બીજી આંખમાં કડકાઈ; બન્ને આંખથી જુએ પત્ની, જાય સંસાર જીતાઈ !
‘વન ફેમિલિ’ કરી જીવો, ન કરાય મારી-તારી, નીકળ્યો વહુને સુધારવા, શું જાતને તે સુધારી ?
આર્યનારી કપાળે ચાંલ્લો, એક પતિનું જ ધ્યાન; કરવા પડે આખા કપાળે, મોંઢે પરદેશણ !
ભૂલો નભાવે અન્યોન્ય તે પ્રેમનું લગ્નજીવન, ન ઘટ, ન વધ, જે થાય તે સાચો પ્રેમ દર્શન.