________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૩૭ ટાઈમ આવશે ત્યારે એ મૂકશે. એમનું ‘ડિપાર્ટમેન્ટ’ એ એમનું સ્વતંત્ર ! વખતે બહુ ઇચ્છા થઈ હોય તો કહેવું કે, “આજે લાડુ બનાવજે.' કહેવા માટે ના નથી કહેતો, પણ બીજી આડી-અવળી, અમથી અમથી બૂમાબૂમ કરે કે ‘કઢી ખારી થઈ, ખારી થઈ તે બધું ગમ વગરનું છે. (૧૮૨)
એટલે ખરો માણસ તો ઘરની બાબતમાં હાથ જ ના ઘાલે, એને પુરુષ કહેવાય ! નહીં તો સ્ત્રી જેવો હોય. કેટલાક માણસો તો ઘરમાં જઈને મસાલાનાં ડબ્બામાં જુએ કે, “આ બે મહિના પર લાવ્યા હતા તે એટલી વારમાં થઈ રહ્યા.” અલ્યા, આવું જુએ છે તે ક્યારે પાર આવે ? એ જેનું ‘ડિપાર્ટમેન્ટ’ હોય, તેને ચિંતા ના હોય ? કારણ કે વસ્તુ તો વપરાયા કરે ને લેવાયા ય કરે. પણ આ વગર કામનો દોઢ ડાહ્યો થવા જાય !
એમનાં રસોડા ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવો જોઈએ નહીં. (૧૮૩)
શરૂઆતનાં ત્રીસ વર્ષ સુધી જરા ભાંજગડ થયેલી. પછી વીણી વીણીને બધું કાઢી નાખ્યું ને ડિવિઝન કરી નાખ્યા કે રસોડા ખાતું તમારું અને કમાણી ખાતું અમારું, કમાવવાનું અમારે. તમારા ખાતામાં અમારે હાથ ઘાલવાનો નહીં. અમારા ખાતામાં તમારે હાથ નહીં ઘાલવાનો. શાકભાજી એમણે લઈ આવવાની.
પણ અમારા ઘરનો રિવાજ તમે જોયો હોય તો બહુ સુંદર લાગે. હીરાબા જ્યાં સુધી શરીર સારું હતું ત્યાં સુધી બહાર પોળને નાકે છે તે શાકની દુકાન, ત્યાં જાતે શાક લેવા જાય. તો આપણે બેઠા હોય તો હીરાબા મને પૂછે, “શું શાક લાવું ?” ત્યારે હું એમને કહ્યું, ‘તમને ઠીક લાગે છે.’ પછી એ લઈ આવે. પણ એવું ને એવું રોજ ચાલે, એટલે પછી માણસ શું થઈ જાય ? એ પછી પૂછવાનું બંધ રાખે. બળ્યું, આપણને એ શું કહે છે, તમને ઠીક લાગે છે. તે પાંચ-સાત દહાડા ના પૂછે, એટલે પછી એક દહાડો હું કહું કે, ‘કેમ આ કારેલા લાવ્યા ?” ત્યારે એ કહે છે, “હું તો પૂછું છું ત્યારે કહો છો, તમને ઠીક લાગે છે અને હવે શું લાવી ત્યારે તમે ભૂલ કાઢો છો ?” ત્યારે મેં કહ્યું, ‘ના, આપણે એવો રિવાજ રાખવાનો. તમારે મને પૂછવું, શું શાક લાવું ? ત્યારે હું તમને કહું કે તમને ઠીક લાગે છે. એ આપણો રિવાજ ચાલુ રાખજો.’ તે એમણે ઠેઠ સુધી ચાલુ રાખેલો. આમાં બેસનારને ય શોભા લાગે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કે કહેવું પડે, આ ઘરનો રિવાજ ! એટલે આપણો વ્યવહાર બહાર સારો દેખાવો જોઈએ. એકપક્ષી ના થવું જોઈએ. મહાવીર ભગવાન કેવા પાકો હતા ! વ્યવહાર અને નિશ્ચય બન્ને ય જુદા, એકપક્ષી નહીં. ના જુએ વ્યવહારને ? લોકો જુએ ય ખરા ને રોજેય. “રોજ એ બાબત તમને પૂછે ?” મેં કહ્યું, ‘હા, રોજ પૂછે.” “તો થાકી ના જાય ?” કહે છે. મેં કહ્યું, ‘અલ્યા, શાના થાકવાના બા ! કંઈ મેડા ચઢવાના કે ડુંગર ઉપર ચઢવાના હતા તે ?” આપણા બેનો વ્યવહાર લોકો દેખે એવું કરો.
(૧૮૭) પ્રશ્નકર્તા : સ્ત્રીએ પુરુષની કઈ બાબતમાં હાથ ના ઘાલવો ?
દાદાશ્રી : પુરુષની કોઈ બાબતમાં ડખો જ ના કરવો. ‘દુકાનમાં કેટલો માલ આવ્યો ? કેટલો ગયો ? આજે મોડા કેમ આવ્યા ?” પેલાને પછી કહેવું પડે કે, “આજે નવની ગાડી ચૂકી ગયો.” ત્યારે બેન કહેશે કે, “એવા કેવા ફરો છો કે ગાડી ચૂકી જવાય ?” એટલે પછી પેલા ચિઢાઈ જાય. પેલાને મનમાં એમ થાય કે આવું ભગવાન પણ પૂછનાર હોત તો તેને મારત. પણ અહીં આગળ શું કરે હવે ? એટલે વગર કામના ડખા કરે છે. બાસમતીના ચોખા સરસ રાંધે ને પછી મહીં કાંકરા નાખીને ખાય ! એમાં શું સ્વાદ આવે ? સ્ત્રી-પુરુષે એકમેકને ‘હેલ્પ’ કરવી જોઈએ. ધણીને ચિંતા-વરીઝ રહેતી હોય, તો તેને કેમ કરીને વરીઝ ના થાય એવું સ્ત્રી બોલતી હોય. અને ધણી પણ બૈરી મુશ્કેલીમાં ના મૂકાય એવું જોતો હોય. ધણીએ પણ સમજવું જોઈએ કે સ્ત્રીને ઘેર છોકરાં કેટલાં હેરાન કરતાં હશે ? ઘરમાં તૂટ-ફૂટે તો પુરુષે બૂમ ના પાડવી જોઈએ. પણ તે ય લોકો બૂમો પાડે કે “ગયે વખતે સરસમાં સરસ ડઝન કપ-રકાબી લાવ્યો હતો, તે તમે એ બધા કેમ તોડી નાખ્યા ? બધું ખલાસ કરી નાખ્યું.’ એટલે પેલી બેનને મનમાં લાગે કે, “મેં તોડી નાખ્યા ? મારે કંઈ એને ખઈ જવા હતાં ? તૂટી ગયા તે તૂટી ગયા, તેમાં હું શું કરું ?” ‘મી કાય કરું ?” કહેશે. હવે ત્યાં વઢવાડો. જ્યાં કશી લેવાય નહીં ને દેવાય નહીં. જ્યાં વઢવાનું કોઈ કારણ જ નથી ત્યાં ય લઢવાનું ?! (૧૦) | ડિવિઝન તો મેં પહેલેથી, નાનપણમાંથી પાડી દીધેલાં કે ભઈ, આ રસોડા ખાતું એમનું અને ધંધાનું ખાતું મારું. નાનપણમાં મને ધંધામાં હિસાબ પૂછે, ઘરની સ્ત્રી હોય તો મારું મગજ ફરી જાય. કારણ કે તમારી લાઈન નહીં. તમે વિધાઉટ એની કનેક્શન પૂછો છો ? કનેક્શન (અનુસંધાન)