________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૩૫
દાદાશ્રી : વ્યવહાર તો લોકોને આવડતો જ નથી. વ્યવહાર કો'ક દહાડો આવડ્યો હોત, અરે, અડધો કલાકે ય આવડ્યો હોત તો ય ઘણું થઈ ગયું ! વ્યવહાર તો સમજ્યા જ નથી. વ્યવહાર એટલે શું ? ઉપલક ! વ્યવહાર એટલે સત્ય નહીં. આ તો વ્યવહારને સત્ય જ માની લીધું છે. વ્યવહારમાં સત્ય એટલે ‘રિલેટિવ’ સત્ય. તે અહીંની નોટો સાચી હોય કે ખોટી હોય, બેઉ ‘ત્યાં’ના સ્ટેશને કામ લાગતી નથી. માટે મેલ પૂળો આને અને આપણે ‘આપણું’ કામ કાઢી લો. વ્યવહાર એટલે દીધેલું પાછું આપીએ તે. હમણાં કોઈ કહે કે, ‘ભઈ, તમારામાં અક્કલ નથી.’ તો આપણે જાણીએ કે આ દીધેલું જ પાછું આવ્યું ?! આ જો સમજો તો તેનું નામ વ્યવહાર કહેવાય. અત્યારે વ્યવહાર કોઈને છે જ નહીં. જેને વ્યવહાર વ્યવહાર છે, એનો નિશ્ચય નિશ્ચય છે. (૧૪૫)
કોઈ કહેશે કે, ‘ભઈ, એને સીધી કરો.' અરે, એને સીધી કરવા જઈશ તો તું વાંકો થઈ જઈશ. માટે ‘વાઈફ’ને સીધી કરવા જશો નહીં, જેવી હોય તેને ‘કરેક્ટ’ કહીએ. આપણે એની જોડે કાયમનું સાદું-સહિયારું હોય તો જુદી વાત છે, આ તો એક અવતાર પછી તો ક્યાંય વિખરાઈ પડશે. બંનેના મરણકાળ જુદાં, બંનેના કરમ જુદાં ! કશું લેવાય નહીં ને દેવાય નહીં ! અહીંથી તે કોને ત્યાં જશે તેની શી ખબર ? આપણે સીધી કરીએ ને આવતા જન્મે જાય કો'કને ભાગે ! (૧૪૫)
પોતે સીધો થયો હોય તે જ સામાને સુધારી શકે. પ્રકૃતિ ધાકધમકીથી ના સુધરે કે ના વશ થાય. ધાકધમકીથી તો જગત ઊભું થયું છે. ધાકધમકીથી તો પ્રકૃતિ વિશેષ બગડે.
સામાને સુધારવા માટે તમે દયાળુ હો તો વઢશો નહીં. એને સુધારવા તો માથું તોડી નાખે એવો મળી જ જશે.
જે આપણા રક્ષણમાં હોય, તેનું ભક્ષણ ક્યાંથી કરાય ? જે પોતાના હાથ નીચે આવ્યો તેનું તો રક્ષણ કરવું, એ જ મોટામાં મોટો ધ્યેય હોવો જોઈએ. એનો ગુનો થયો હોય તો ય એનું રક્ષણ કરવું જોઈએ. આ પાકિસ્તાની સૈનિકો અત્યારે બધા અહીં કેદી છે, છતાં ય તેમને કેવું રક્ષણ આપે છે ! ત્યારે આ તો ઘરનાં જ છેને ? આ તો બહારના જોડે મિંયાઉં થઈ જાય, ત્યાં ઝઘડો ના કરે ને ઘેર જ બધું કરે.
(૧૪૭)
૩૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
(૯) કોમનસેન્સથી, એડજસ્ટ એવરીવ્હેર !
કોઈની જોડે મતભેદ પડવો અને ભીંત જોડે અથડાવું એ બે સરખી વસ્તુ છે, એ બેમાં ફેર નથી. આ ભીંતની જોડે અથડાય છે, એ નહીં દેખાવાથી અથડાય છે ને પેલો મતભેદ પડે છે તે પણ નહીં દેખાવાથી મતભેદ પડે છે. આગળનું એને દેખાતું નથી, આગળનું એને સોલ્યુશન જડતું નથી એટલે મતભેદ પડે છે. આ ક્રોધ થાય છે, તે પણ નહીં દેખાવાથી ક્રોધ થાય છે. આ ક્રોધ-માન-માયા-લોભ બધું કરે છે એ નહીં દેખાવાથી જ બધું કરે છે ! તે આમ વાતને સમજવી જોઈએને ! વાગે તેનો દોષને, ભીંતનો કંઈ દોષ ખરો ? તે આ જગતમાં બધી ભીંતો જ છે. ભીંત અથડાય એટલે આપણે ખરી-ખોટી કરવા એની જોડે નથી જતાંને ? કે આ મારું ખરું છે (૧૭૬) એવું લઢવા માટે ભાંજગડ નથી કરતાંને ?
જે અથડાય છેને તે આપણે સમજીએ કે એ ભીંતો જ છે. પછી બારણું ક્યાં છે એની તપાસ કરવી તો અંધારામાં ય બારણું જડે. આમ હાથ હલાવતાં હલાવતાં જઈએ તો બારણું જડે કે ના જડે ? અને ત્યાંથી પછી છટકી જવાનું. અથડાવું નથી એવો કાયદો પાળો જોઈએ કે કોઈની અથડામણમાં આવવું (૧૭૭)
નથી.
(૧૦) બે ડિપાર્ટમેન્ટ તોખાં...
પુરુષે સ્ત્રીની બાબતમાં હાથ ના ઘાલવો ને સ્ત્રીએ પુરુષની બાબતમાં હાથ ના ઘાલવો. દરેકે પોતપોતાનાં ‘ડિપાર્ટમેન્ટ’માં જ રહેવું.
પ્રશ્નકર્તા : સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ કર્યું ? શેમાં શેમાં પુરુષોએ હાથ ના
ઘાલવો ?
દાદાશ્રી : એવું છે, ખાવાનું શું કરવું, ઘર કેમ ચલાવવું તે બધું સ્ત્રીનું ડિપાર્ટમેન્ટ છે. ઘઉં ક્યાંથી લાવે છે, ક્યાંથી નથી લાવતી તે આપણે જાણવાની શી જરૂર ? એ જો આપણને કહેતા હોય કે ઘઉં લાવવામાં અડચણ પડે છે તો એ વાત જુદી છે. પણ આપણને એ કહેતાં ના હોય, રેશન બતાવતાં ના હોય, તો આપણે ‘ડિપાર્ટમેન્ટમાં હાથ ઘાલવાની જરૂર જ શી? ‘આજે દૂધપાક કરજો, આજે જલેબી કરજો', એ ય આપણે કહેવાની જરૂર શી ?