________________
૩૯
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સહિત હોવું જોઈએ. એ પૂછે, “આ સાલ શું કમાયા ?” મેં કહ્યું, ‘આવું ના પૂછાય તમારાથી. આ તો અમારી પર્સનલ મેટર થઈ. તમે આવું પૂછો છો ? તો કાલે સવારે પાંચસો રૂપિયા કોઈને આપી આવ્યો હોઉં તો તમે મારું તેલ કાઢી નાખો.” કો'કને આપી આવ્યા તો કહેશે, ‘આવું લોકોને આપો છો ને પૈસા જતા રહેશે.’ એવું તમે તેલ કાઢી નાખો. એટલે પર્સનલ મેટરમાં તમારે હાથ નહીં ઘાલવાનો.
(૧૯૨) (૧૧) શંકા બાળે સોનાની લંકા ઘરમાં મોટા ભાગની વઢવાડો અત્યારે શંકાથી ઊભી થઈ જાય છે. આ કેવું છે કે શંકાથી સ્પંદનો ઊડે ને એ સ્પંદનોના ભડકા જાગે. અને જો નિઃશંક થાયને તો ભડકા એની મેળે શમી જાય. ધણી-ધણિયાણી બેઉ શંકાવાળા થાય તો પછી ભડકા શી રીતે શમે ? એકને નિઃશંક થયે જ છૂટકો. મા-બાપોની વઢવાડોથી બાળકોના સંસ્કાર બગડે. માટે બાળકના સંસ્કાર ના બગડે એટલા માટે બન્ને જણાએ સમજીને નિકાલ લાવવો જોઈએ. આ શંકા કાઢે કોણ ? આપણું આ “જ્ઞાન” તો સંપૂર્ણ નિઃશંક બનાવે તેવું છે ! (૨૦૯)
એક ધણીને એની વાઇફ પર શંકા પડેલી. એ બંધ થાય ? ના. એ લાઈફ ટાઈમ શંકા કહેવાય. કામ થઈ ગયુંને, પુણ્યશાળી (!) પુણ્યશાળી માણસને થાય ને ! એવી વાઈફને ય ધણી પર શંકા પડી, તે ય આખી લાઈફ ટાઈમ ના જાય.
પ્રશ્નકર્તા : ન કરવી હોય ને છતાં થાય એ શું ?
દાદાશ્રી : પોતાપણું, માલિકીપણું. મારો ધણી છે. ધણી ભલે હોય, ધણીનો વાંધો નથી. મારો કહેવામાં વાંધો નથી, મમતા રાખવી નહીં. મારો કહેવાનો, મારો ધણી એમ બોલવાનું પણ મમતા નહીં રાખવી. (૨૧૨)
આ દુનિયામાં બે વસ્તુ રાખવી. ઊપરચોટિયા (ઉપલક) ખાતરી ખોળવી અને ઊપરચોટિયા શંકા કરવી. ઊંડા ઊતરવું નહીં. અને અંતે તો ખાતરી કરનારો પછી મેડ થાય, મેન્ટલ હૉસ્પિટલમાં લોક ઘાલી દે. આ વહુને એક દહાડો કહે, ‘તું ચોખ્ખી છું, એની ખાતરી શું ?” ત્યારે વહુ શું કહે, “જંગલી મૂઓ છે.’
૪૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આ છોડીઓ બહાર જતી હોય, ભણવા જતી હોય તો ય આમ શંકા. ‘વાઈફ’ ઉપર ય શંકા. એવો બધો દગો ! ઘરમાં ય દગો જ છેને અત્યારે ! આ કળિયુગમાં પોતાના ઘરમાં જ દગો હોય. કળિયુગ એટલે દગાનો કાળ. કપટ ને દગો, કપટ ને દગો, કપટ ને દગો ! એમાં શું સુખને માટે કરે છે? તે ય ભાન વગર, બેભાનપણે ! નિર્મળ બુદ્ધિશાળીને ત્યાં કપટ ને દગો ના હોય. આ તો ‘ફૂલિશ’ માણસને ત્યાં અત્યારે દગો ને કપટ હોય. કળિયુગ એટલે ‘ફૂલિશ” જે ભેગાં થયા છે ને !
(૨૧૪) લોકોએ કહ્યું હોય, આ નાલાયક માણસ છે, તો ય આપણે એને લાયક કહેવો. કારણ કે વખતે નાલાયક ના પણ હોય ને એને નાલાયક કહેશો તો બહુ દોષ બેસશે. સતિ હોય ને જો વેશ્યા કહેવાઈ ગઈ તો ભયંકર ગુનો, તેનું કેટલાંય અવતાર સુધી ભોગવ્યા કરવું પડશે. માટે કોઈના ય ચારિત્ર સંબંધમાં બોલશો નહીં. કારણ કે એ ખોટું નીકળે તો ? લોકના કહેવાથી આપણે ય કહેવા લાગીએ, તો એમાં આપણી શી કિંમત રહી ? અમે તો એવું કોઈ દહાડો ય કોઈનું બોલીએ નહીં ને કોઈને ય બોલ્યો નથી. હું તો હાથ જ ના ઘાલું ને ! એ જવાબદારી કોણ છે ? કોઈના ચારિત્ર સંબંધી શંકા ના કરાય. મોટું જોખમ છે. શંકા તો અમે ક્યારેય લાવીએ નહીં. જોખમ આપણે શું કરવા લઈએ ?
એક જણને એની ‘વાઇફ પર શંકા આવ્યા કરે. તેને મેં કહ્યું કે શંકા શેને લીધે થાય છે ? તે જોયું તેને લીધે શંકા થાય છે ? શું નહોતું જોયું ત્યારે નહોતું બનતું આવું ? આપણા લોકો તો પકડાય તેને ચોર કહે, પણ પકડાયો નથી તે બધા મહીંથી ચોર જ છે. પણ આ તો પકડાયો તેને ચોર કહે છે. અલ્યા, એને શું કરવા ચોર કહે છે ? એ તો સુંવાળો હતો. ઓછી ચોરી કરી છે તેથી પકડાયો. વધારે ચોરી કરનાર પકડાતાં હશે ? (૨૧૫)
માટે જેને બૈરીના ચારિત્ર્ય સંબંધી શાંતિ જોઈતી હોય તો તેણે રંગે એકદમ કાળી છુંદણાવાળી બૈરી લાવવી કે જેથી એનું કોઈ ઘરાક જ ના થાય, કોઈ એને સંઘરે જ નહીં. અને એ જ એમ કહે કે, “મને કોઈ સંઘરનારા નથી. આ એક ધણી મળ્યા એ જ સંઘરે છે.” એટલે એ તમને ‘સિન્સિયર’ રહે, બહુ ‘સિન્સિયર’ રહે. બાકી, રૂપાળી હોય તેને તો લોક ભોગવે જ. રૂપાળી હોય એટલે લોકોની દ્રષ્ટિ બગડવાની જ ! કોઈ રૂપાળી વહુ લાવે તો