________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર અમને એ જ વિચાર આવે કે આની શી દશા થશે ! કાળી છૂંદણાવાળી હોય તો જ ‘સેફસાઈડ' રહે.
વહુ બહુ રૂપાળી હોય ત્યારે પેલો ભગવાન ભૂલે ને ?! અને ધણી બહુ રૂપાળો હોય તો એ બઈ ય ભગવાન ભૂલે ! માટે રીતસર બધું સારું. આપણા ઘેડિયા તો એવું કહેતા કે “ખેતર રાખવું ચોપાટ અને બૈરું રાખવું કોબાડ.”
(૨૧૭) આ લોક તો કેવાં છે કે જ્યાં ‘હૉટલ’ દેખે ત્યાં ‘જમે'. માટે શંકા રાખવા જેવું જગત નથી. શંકા જ દુઃખદાયી છે.
૨૧૮) અને આ લોક તો ‘વાઇફ” સહેજ મોડી આવે તો ય શંકા કર્યા કરે. શંકા કરવા જેવી નથી. ઋણાનુબંધની બહાર કશું જ થવાનું નથી. એ ઘેર આવે એટલે એને સમજ પાડવી, પણ શંકા કરવી નહીં. શંકા તો ઊલટું પાણી વધારે છાંટે. હા, ચેતવવું પડે ખરું પણ શંકા કશી રાખવી નહીં. શંકા રાખનાર મોક્ષ ખોઈ બેસે છે. એટલે આપણે જો છૂટવું હોય, મોક્ષે જવું હોય તો આપણે શંકા કરવી નહીં. કોઈ બીજો માણસ તમારી ‘વાઇફ'ના ગળે હાથ નાખીને ફરતો હોય ને એ તમારા જોવામાં આવ્યું. તો શું આપણે ઝેર
(૨૧૯) એટલે કોઈ પણ વસ્તુમાં શંકા પડે તે શંકાઓ નહીં રાખવી. આપણે જાગૃત રહેવું, પણ સામા ઉપર શંકાઓ નહીં રાખવી. શંકા આપણને મારી નાખે. સામાનું જે થવાનું હોય તે થાય, પણ આપણને તો એ શંકા જ મારી નાખે. કારણ કે એ શંકા તો માણસ મરી જાય ત્યાં સુધી એને છોડે નહીં. શંકા પડે એટલે માણસનું વજન વધે કે ? માણસ મડદાની જેમ જીવતા હોય તેના જેવું થાય.
(૨૨૦) (૧૨) ધણીપણાતા ગુનાઓ
૪૨
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પ્રશ્નકર્તા : નિકાલ કરવો છે તો કઈ રીતે થાય ? મનમાં ભાવ કરવો કે આ પૂર્વનું આવ્યું છે ?
દાદાશ્રી : એટલાથી નિકાલ ના થાય. નિકાલ એટલે તો સામાની જોડે ફોન કરવો પડે, એના આત્માને ખબર આપવી પડે. તે આત્માની પાસે આપણે ભૂલ કરી છે એવું કબૂલ-એક્સેપ્ટ કરવું પડે. એટલે પ્રતિક્રમણ મોટું કરવું પડે.
પ્રશ્નકર્તા : સામો માણસ આપણું અપમાન કરે તો પણ આપણે તેનું પ્રતિક્રમણ કરવાનું ?
દાદાશ્રી : અપમાન કરે તો જ પ્રતિક્રમણ કરવાનું, આપણને માન આપે ત્યારે નહીં કરવાનું. પ્રતિક્રમણ કરીએ એટલે સામા પર દ્વેષભાવ તો થાય જ નહીં. ઉપરથી એની પર સારી અસર થાય. આપણી જોડે દ્વેષભાવ ના થાય એ તો જાણે પહેલું સ્ટેપ, પણ પછી એને ખબર પણ પહોંચે છે.
પ્રશ્નકર્તા : એના આત્માને પહોંચે ખરું?
દાદાશ્રી : હા, જરૂર પહોંચે. પછી એ આત્મા એના પુદ્ગલને પણ ધકેલે છે કે “ભઈ, ફોન આવ્યો તારો.” આપણે આ પ્રતિક્રમણ છે તે અતિક્રમણ ઉપરનું છે, ક્રમણ ઉપર નથી.
પ્રશ્નકર્તા : ઘણાં પ્રતિક્રમણો કરવાં પડે ?
દાદાશ્રી : જેટલું સ્પીડમાં આપણે મકાન બાંધવું હોય એટલા કડિયા આપણે વધારવાના. એવું છેને, કે આ બહારના લોકો જોડે પ્રતિક્રમણ નહીં થાય તો ચાલશે, પણ આપણી આજુબાજુનાં ને નજીકનાં ઘરનાં છે એમનાં પ્રતિક્રમણ વધારે કરવાં. ઘરનાં માટે મનમાં ભાવ રાખવા કે મારી જોડે જમ્યા છે, જોડે રહે છે તે કો'ક દહાડો આ મોક્ષમાર્ગ ઉપર આવે. (૨૨૪)
એક ભઈ મારી પાસે આવેલા. તે મને કહે, ‘દાદા, હું પરણ્યો તો ખરો પણ મને મારી બૈરી ગમતી નથી.” મેં કહ્યું, “કેમ ભાઈ, ના ગમવાનું શું કારણ ?” ત્યારે કહે છે, “એ જરા પગે લંગડી છે, લંગડાય છે.’ ‘તે તારી બૈરીને તું ગમે છે કે નહીં ?” ત્યારે કહે કે, ‘દાદા, હું તો ગમું તેવો જ છું ને ! રૂપાળો છું, ભણેલો-ગણેલો છું, કમાઉં છું ને ખોડખાંપણ વગરનો છું. તે
ખાવું ?
પ્રશ્નકર્તા : કેટલાક સ્ત્રીથી કંટાળીને ઘરથી ભાગી છૂટે છે, તે કેવું ?
દાદાશ્રી : ના, ભાગેડુ શા માટે થઈએ ? આપણે પરમાત્મા છીએ. આપણે ભાગેડુ થવાની શી જરૂર છે ? આપણે એનો “સમભાવે નિકાલ કરી નાખવો.