________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૪૩
એમાં ભૂલ તારી જ. તે એવી તે કેવી ભૂલ કરેલી કે તને લંગડી મળી ને એણે કેવાં સરસ પુણ્ય કરેલાં કે તું આવો સારો તેને મળ્યો ? અલ્યા, આ તો પોતાનાં કરેલાં જ પોતાની આગળ આવે છે, તેમાં સામાનો શો દોષ જુએ છે ? જા, તારી ભૂલ ભોગવી લે ને ફરી નવી ભૂલ ના કરતો. તે ભઈ સમજી ગયો અને તેની ફ્રેક્ચર થતી લાઈફ અટકી ગઈને સુધરી ગઈ ! (૨૨૫) (૧૩) દાદાઈ દ્રષ્ટિએ ચાલો, પતિઓ...
પ્રશ્નકર્તા : વાઇફ એમ કહે કે તમારાં પેરેન્ટસને આપણી સાથે નથી રાખવાનાં કે નથી બોલાવાના, તો શું કરવું ?
દાદાશ્રી : તો સમજાવીને કામ લેવું, ડેમોક્રેટીક રીતે કામ લેવું. એના પેરેન્ટસને બોલાવાનાં, ખૂબ સેવા કરી આપવી...
પ્રશ્નકર્તા : મા-બાપ ઘરડાં હોય, મોટી ઉંમરના વડીલ હોય, એક તરફ મા-બાપ છે અને બીજી તરફ વાઇફ છે તો એ બન્ને વચ્ચે પહેલી વાત કોની સાંભળવી ?
દાદાશ્રી : વાઇફની જોડે એવો સરસ સંબંધ કરી દેવો કે વાઇફ આપણને એમ કહે કે તમારાં મા-બાપનું ધ્યાન રાખો ને ! આમ શું કરો છો ? એ વાઇફ પાસે મા-બાપનું જરા અવળું બોલવું. આપણા લોક તો શું કહે ? એ મારી મા જેવી કોઈની મા નથી. તું બોલ બોલ ના કરીશ. પછી પેલી અવળી ફરે તો આપણે ય કહીએ, માનો સ્વભાવ આજથી એવો જ થઈ ગયો છે. ઇન્ડિયન માઇન્ડ અવળું ફરવાની ટેવ હોય, ઇન્ડિયન માઇન્ડ છે. તું જાણે છે કે લોકો વાઇફને ગુરુ કરે એવા છે ? પ્રશ્નકર્તા : હાજી, જાણું છું.
દાદાશ્રી : તે ગુરુ કરવા જેવું નથી, નહીં તો મા-બાપ ને આખું કુટુંબ મુશ્કેલીમાં મૂકાય. અને ગુરુ કર્યા એટલે પોતે ય મુશ્કેલીમાં મૂકાય. એને ય રમકડું તરીકે રમવું પડેને ?! પણ મારી પાસે આવેલાંને એવું ના બને. મારી પાસે ઓલ રાઈટ ! હિંસક ભાવ જ ઊડી જાય ને ! હિંસા કરવાનો વિચાર જ ના થાય. કેમ કરીને સુખ આપવું એ જ વિચાર થાય !
(૨૨૭)
પ્રશ્નકર્તા : આ લેડીઝ કામ કરીને થાકી બહુ જાય. કામ કહીએને તો
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બહાના બતાવે કે હું થાકી ગઈ, માથું દુ:ખે છે, કેડો દુઃખે છે !
દાદાશ્રી : એવું છેને, તે આપણે એને સવારથી જ કહીએ, “જો તારાથી કામ નહીં થાય, તું થાકી ગયેલી છું.' ત્યારે એને પાણી ચઢશે કે ના, તમે બેસી રહો છાનામાના, હું કરી લઈશ. એટલે આપણને કળથી કામ લેતાં આવડવું જોઈએ. આ શાક સમારવામાં ય કળ ના હોયને, તો અહીં લોહી નીકળેલું હોય. (૨૩૨)
૪૪
પ્રશ્નકર્તા : ગાડીમાં બેસીશું અમે, ત્યારે એ મને કહે કહે કરશે કે ગાડી ક્યાં આગળ વાળવી, ક્યારે બ્રેક મારવી એવું ગાડીમાં મને કહ્યાં જ કરશે. એટલે ટોકે ગાડીમાં, આમ ચલાવો, આમ ચલાવો !
દાદાશ્રી : તો એમને હાથમાં આપી દેવું. એમને સોંપી દેવી ગાડી. ભાંજગડ જ નહીં, ડાહ્યો માણસ ! કચકચ કરતો હોયને તો એને કહીએ, ‘અલ્યા, તું ચલાવ, બા !'
પ્રશ્નકર્તા : ત્યારે એ કહેશે, ‘મારો જીવ ના ચાલે.’
દાદાશ્રી : કેમ ? ત્યારે કહીએ, તમને શું થાય પાછો વાંધો ? ત્યારે ત્યાં તને શું ઊંચી બાંધી છે કે તું ટોક ટોક કરે છે ! એ તો એને સોંપી દે. આ તો ડ્રાઇવર હોય ને ત્યારે ખબર પડે ટોકવા જઉં તો, આ તો ઘરના માણસ એટલે ટોક ટોક કરું છું. (૨૩૩)
પ્રશ્નકર્તા : પત્નીનો પક્ષ ના લઈએ તો ઘરમાં ઝઘડો થાય ને ?
દાદાશ્રી : પત્નીનો જ પક્ષ લેવાનો. પત્નીનો લેજોને, કશો વાંધો નહીં. કારણ કે પત્નીનો પક્ષ લઈએ તો જ રાતે સૂઈ રહેવાયને નિરાંતે, નહીં તો સૂવાય શી રીતે ? ત્યાં કાજી-બાજી ના થવું.
પ્રશ્નકર્તા : પાડોશીનો પક્ષ તો લેવાય જ નહીંને ?
દાદાશ્રી : ના, આપણે હંમેશાં વાદીના જ વકીલ રહેવું, પ્રતિવાદીના વકીલ ના થવું. આપણે જે ઘરનું ખઈએ તેના જ... અને સામાના ઘરની વકીલાત કરીએ, ખઈએ આ ઘેર. એટલે સામાને ન્યાય તોલીએ નહીં તે ઘડીએ ! અન્યાયમાં આપણી વાઇફ હોય તો ય આપણે એના હિસાબે જ
ચાલવું. ત્યાં ન્યાય કરવા જેવું નહીં કે આ તારામાં જ અક્કલ નથી તેથી