________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૯૫ બધાય કરું છું પણ આત્મામાં રહીને.
(૪૯૧) પ્રશ્નકર્તા : એવું બને ખરું કે પત્નીના પુણ્યથી પુરુષનું ચાલતું હોય ? કહે છે ને બૈરીના પુણ્યથી આ લક્ષ્મી છે કે બધું સારું છે, એવું બને ખરું ?
દાદાશ્રી : એ તો આપણા લોકોએ કોઈ માણસ બૈરીને બહુ મારતો હોયને, તેને સમજણ પાડી કે મૂઆ, આ તારી બૈરીનું નસીબ તો જો ! શું કરવા બૂમો પાડું છું ! એનું પુણ્ય છે તો તું ખાઉં છું, એમ કરીને ચાલુ થઈ ગયું. બધા જીવમાત્ર પોતાના પુણ્યનું જ ખાય છે. તમને સમજાઈ ગયુંને ! એ તો બધું આવું કરવું પડે તો જ રાગે પડેને ! સહુ સહુના પોતાના પુણ્યનું જ બધું ભોગવે છે અને પોતાનું પાપે ય પોતે જ ભોગવે છે. કોઈને કશું લેવાદેવા ય નથી પછી. એક કિંચિત્ વાળ પૂરતી ય ભાંજગડ નથી.
પ્રશ્નકર્તા : કોઈ શુભ કર્મ કરે, દાખલા તરીકે પુરુષ દાન કરે, પણ સ્ત્રીનો એમાં સહકાર હોય, તો બન્નેને ફળ મળે ?
દાદાશ્રી : હાસ્તોને, કરનાર અને સહકાર એટલે કરાવનાર અગર તો કર્તા પ્રત્યે અનુમોદનાર, આ બધાને પુણ્ય મળે. ત્રણેયને કરનાર, કરાવનાર અને કર્તા પ્રત્યે અનુમોદનાર. તમે જેને કહ્યું હોય કે આ કરજો, કરવા જેવું છે એ કરાવનાર કહેવાય, તમે કરનાર કહેવાઓ અને સ્ત્રી વાંધો ના ઉઠાવે એ અનુમોદનાર. બધાંને પુણ્ય મળે. પણ કરનારને ભોગે પચાસ ટકા અને પેલા પચાસ ટકા બે જણને વહેંચાઈ જાય.
(૪૯૨) પ્રશ્નકર્તા: પૂર્વજન્મના ઋણાનુબંધમાંથી છૂટવા માટે શું કરવું જોઈએ ?
દાદાશ્રી : આપણે જેની જોડે પૂર્વનું ઋણાનુબંધ હોય અને તે આપણને ગમતું જ ન હોય, એની જોડે સહવાસ ન જ ગમતો હોય અને સહવાસમાં રહેવું જ પડતું હોય ફરજિયાત, તો શું કરવું જોઈએ ! કે બહારનો વ્યવહાર એની જોડે રાખવો જોઈએ ખરો પણ અંદર એના નામના પ્રતિક્રમણ કરવા જોઈએ. કારણ કે આપણે આગલા અવતારમાં અતિક્રમણ કરેલું હતું તેનું આ પરિણામ છે. કૉઝીઝ શું કર્યા હતા ? તો કહે, અતિક્રમણ કર્યું હતું એની જોડે પૂર્વભવમાં, તેનું આ ભવમાં ફળ આવ્યું એટલે એનું પ્રતિક્રમણ કરીએ તો એ પ્લસ-માઇનસ થઈ જાય. એટલે અંદર એની તમે માફી માંગી લો, માંગ માંગ કર્યા કરો કે મેં જે દોષ કર્યા હોય તેની માફી માંગું છું. કોઈ પણ
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ભગવાનની સાક્ષીએ, તો બધું ખલાસ થઈ જશે નહીં તો પછી શું થાય છે, એના તરફ બહુ દોષિત જોવાથી, કોઈ પુરુષને સ્ત્રી દોષિત બહુ જો જો કરે એટલે તિરસ્કાર વધે અને તિરસ્કાર છૂટે એટલે ભય લાગે. જેનો આપણને તિરસ્કાર હોયને તેનો ભય લાગશે તમને. એ દેખો કે તમને ગભરામણ થાય, એટલે જાણીએ કે આ તિરસ્કાર છે. એટલે તિરસ્કાર છોડવા માટે આપણે અંદર માફી માંગ માંગ કરો. બે જ દહાડામાં એ તિરસ્કાર બંધ થઈ જશે. એ ના જાણે, તમે અંદર માફી માંગ માંગ કરો એના નામની, એના તરફ જે જે દોષો કર્યા હોય, તેની “હે ભગવાન હું ક્ષમા માગું છું.’ આ દોષનું પરિણામ છે મને. કોઈ પણ માણસ જોડે જે જે દોષ કર્યા હોય, તેની અંદર તમે માફી માંગ માંગ કરો ભગવાન પાસેથી તો બધું ધોવાઈ જશે.
પ્રશ્નકર્તા : આપણે ધર્મના માર્ગે જવું હોય તો, ઘરસંસાર છોડવો પડે. એ ધર્મના કામ માટે સારું કહેવાય પણ ઘરના લોકોને દુઃખ થાય પણ પોતાને માટે ઘરસંસાર છોડે એ સારું કહેવાય ?
દાદાશ્રી : ના. ઘરવાળાનો હિસાબ ચૂકવવો જ પડે. એમનો હિસાબ ચૂકવ્યા પછી એ બધાં ખુશ થઈને કહે કે ‘તમે જાવ' તો વાંધો નથી. પણ એમને દુઃખ થાય એવું કરવાનું નહીં. કારણ કે એ એગ્રીમેન્ટ(કરાર)નો ભંગ કરી શકાય નહીં.
(૪૯૪) પ્રશ્નકર્તા : ભૌતિક સંસાર છોડી દેવાનું મન થાય છે, તો શું કરવું ? દાદાશ્રી : ભૌતિક સંસારમાં પેસવાનું મન થતું હતુંને, એક દહાડો !
પ્રશ્નકર્તા : એ તો ત્યારે જ્ઞાન નહોતું, હવે તો જ્ઞાન આવ્યું છે એટલે એમાં ફરક પડે છે.
દાદાશ્રી : હા, એમાં ફરક પડે પણ જો એ પેઠા એટલે હવે નીકળવાનો રસ્તો ખોળવો પડે. એમ ને એમ ભાગી ના જવાય. (૪૫)
પ્રશ્નકર્તા : દરેક દિવસ ઓછો થતો જાય છે.
દાદાશ્રી : મારું કહીને મરવાનું. મારું છે નહીં પાછું એ વહેલી જાય તો આપણે એકલા બેસી રહેવાનું. સાચું હોય તો બે સાથે જ જવું જોઈએને ? અને વખતે ધણીની પાછળ સતી થાય તો ય એ કયે માર્ગે ગઈ અને આ ધણી