________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૯૧
બીજને શેકવાથી ઉકેલ આવે. આ સમભાવે નિકાલ કરવાનો કાયદો શું કહે છે, તું ગમે તે રસ્તે એની જોડે વેર ના બંધાય એવી રીતે કરી નાખ. વેરથી મુક્ત થઈ જા.
પ્રશ્નકર્તા : એમાં વેર કેવી રીતે બંધાય ? અનંતકાળનું વેર બીજ પડે છે એ કેવી રીતે ?
દાદાશ્રી : એવું છેને કે આ મરેલા પુરુષ કે મરેલી સ્ત્રી હોય તો એમ માનોને કે એમાં કોઈ દવાઓ ભરી અને પુરુષ પુરુષ જેવો જ રહેતો હોય ને
સ્ત્રી સ્ત્રી જેવી જ રહેતી હોય તો વાંધો નહીં, એની જોડે વેર નહીં બંધાય. કારણ કે એ જીવતું નથી. અને આ તો જીવતું છે. ત્યાં વેર બંધાય છે.
પ્રશ્નકર્તા : તે શાથી બંધાય છે ?
દાદાશ્રી : અભિપ્રાય ‘ડિફરન્સ’ છે તેથી. તમે કહો કે, મારે અત્યારે સિનેમા જોવા જવું છે.’ ત્યારે એ કહેશે કે, ‘ના, આજ તો મારે નાટક જોવા જવું છે.’ એટલા ટાઈમિંગ નહીં મળી રહે. જો એક્ઝેક્ટ ટાઈમિંગે ટાઈમિંગ મળી રહે તો જ પણજે. (૪૬૭)
એવું છે ને, આ અવલંબનનું જેટલું સુખ આપણે લીધું એ બધું ઉછીનું લીધેલું સુખ છે, લોન ઉપર. અને લોન એટલે ‘રી પે’ (ચૂકવણી) કરવી પડે (૪૬૮)
છે.
આત્મા પાસે સુખ નથી ભોગવતા અને પુદ્ગલ પાસે સુખ માંગ્યું તમે. આત્માનું સુખ હોય તો વાંધો જ નથી, પણ પુદ્ગલ પાસે ભીખ માંગેલી તે આપવું પડશે. એ લોન છે. જેટલી મીઠાશ પડે છે, એટલી જ એમાંથી કડવાશ ભોગવવી પડશે. કારણ પુદ્ગલ પાસે લોન લીધેલી છે. તે એને ‘રી-પે’ કરતી વખતે એટલી જ કડવાશ આવશે. પુદ્ગલ પાસેથી લીધેલું હોય એટલે પુદ્ગલને જ ‘રી પે’ કરવાનું.
અત્યારે તો મને કેટલાંય કહી જાય છે આપણા મહાત્માઓ કે, ‘મને કાલાવાલા કરાવડાવે.' ત્યારે મેં કહ્યું, ‘મૂઆ, તારો વક્કર જતો રહ્યો, શું કરાવડાવે ત્યારે ? સમજને હજુ, હજુ યોગી થઈ જા ને !' હવે આને ક્યાંથી પહોંચી વળાય ? આ દુનિયાને કંઈ પહોંચી વળાય ?!
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
એક સ્ત્રી એના ધણીને ચાર વખત સાષ્ટાંગ કરાવડાવે છે, ત્યારે એક
વખત અડવા દે છે. ત્યારે મૂઓ, એના કરતાં આ સમાધિ લેતો હોય તો શું ખોટું ?! દરિયામાં સમાધિ લે, તો સીધો દરિયો તો ખરો ! ભાંજગડ તો (૪૭૦) નહીં ! આ હારુ ચાર વખત સાષ્ટાંગ !
૯૨
પ્રશ્નકર્તા : ગયા જનમમાં એની સાથે અમે અથડાયાં હતા. આ જન્મમાં અમારી સાથે એ અથડાય. પણ એનો રસ્તો તો કાઢવો પડે ને ? સોલ્યુશન તો શોધવું પડે ને ?
દાદાશ્રી : એનું સોલ્યુશન તો હોય છે પણ લોકો છે તે, લોકોનાં મનોબળ કાચાં હોય છેને !
વિકારી ભાગ બંધ કરી દેવાનો. તો એની મેળે જ બધું બંધ થઈ જાય. એને લઈને આ કાયમ ચાલ્યા કરે કકળાટ. (૪૭૩) પ્રશ્નકર્તા : હવે કઈ રીતે આ કરવું ? એમ. આ બંધ કઈ રીતે કરવું ?
દાદાશ્રી : વિષય જીતવાનો.
પ્રશ્નકર્તા : વિષય નથી જીતાતો એટલે તો અમે તમારા શરણે આવ્યા. દાદાશ્રી : કેટલા વર્ષથી વિષય.... ઘરડાં થવા આવ્યા તો ય વિષય ? જ્યારે જુઓ ત્યારે વિષય, વિષય ને વિષય !
પ્રશ્નકર્તા : આ વિષયો બંધ કરવા છતાં અથડામણ ના ટળતી હોય એટલે તો અમે તમારા ચરણે આવ્યા.
દાદાશ્રી : થાય જ નહીં. વિષય જ્યાં બંધ છે તે મેં જોયું, જેટલાં જેટલાં પુરુષો મજબૂત મનનાં છે તેને તો સ્ત્રી તો બિલકુલ આમ કહ્યામાં રહે છે. (૪૭૪)
એની જોડે વિષય બંધ કર્યા સિવાય બીજો ઉપાય જડ્યો જ નથી.
કારણ કે આ જગતમાં રાગ-દ્વેષનું મૂળ કારણ જ આ છે, મૌલિક કારણ જ આ છે. અહીંથી જ બધો રાગ-દ્વેષ ઊભો થયો. સંસાર બધો અહીંથી જ ઊભો થયો છે. એટલે સંસાર જ બંધ કરવો હોય તો અહીંથી જ બંધ કરી દેવો પડે.
(૪૭૫)