________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૫
દાદાશ્રી : લક્ષ્મી કહે. ત્યારે કંઈ એ જેવી તેવી છે, ત્યારે ધણી નારાયણ કહેવાય તો એ શું કહેવાય ? એટલે એ જોડીને લક્ષ્મીનારાયણ કહે છે ! ત્યારે એ કંઈ હલકી છે, સ્ત્રી તે કંઈ ? એ તીર્થંકરની મા છે. જેટલા તીર્થંકરો થયાને ચોવીસ, એમની મા કોણ ?
પ્રશ્નકર્તા : સ્ત્રીઓ.
દાદાશ્રી : ત્યારે એમને કેમ હલકી કહેવાય ? મોહ તો હોય જ હંમેશાં સ્ત્રી થઈ એટલે. પણ જન્મ કોને આપ્યો, મોટા મોટા તીર્થંકરોને બધા.... જન્મ જ મોટા લોકોને તો એ આપે છે, એને કેમ આપણથી વગોવાય ? તે આપણા લોક વગોવે છે. (૪૪૩) પ્રશ્નકર્તા : હંમેશાં આપણે સ્ત્રીને જ કહીએ છીએ કે તારે મર્યાદા રાખવી જોઈએ, આપણે પુરુષને નથી કહેતાં.
દાદાશ્રી : એ તો પોતાના મનુષ્યપણાનો ખોટો દુરુપયોગ કર્યો છે. સત્તાનો દુરુપયોગ કર્યો છે. સત્તાના બે ઉપયોગ થઈ શકે. એક સદુપયોગ થઈ શકે અને બીજો દુરુપયોગ. સદુપયોગ કરે તો સુખ વર્તે પણ હજુ દુરુપયોગ કરો છો, તો દુઃખી થાય. જે સત્તાનો દુરુપયોગ કરીએ, તો એ સત્તા હાથમાંથી જાય અને જો એ સત્તા રાખવી હોય કાયમને માટે, પુરુષ જ જો તમારે રહેવું હોય કાયમને માટે, તો સત્તાનો દુરુપયોગ ન કરશો, નહીં તો આવતે ભવ સ્ત્રી થવું પડશે સત્તાધીશોને ! સત્તાનો દુરુપયોગ કરે એટલે સત્તા જાય. (૪૪૬)
ગમે તેવું બને, ધણી ના હોય, ધણી જતો રહેલો હોય, તો ય પણ બીજા પાસે જાય નહીં. એ જો ગમે તેવો હોય, ખુદ ભગવાન પુરુષ થઈને આવ્યો હોય પણ ના. ‘મને મારો ધણી છે, ધણીવાળી છું' એ સતી કહેવાય. અત્યારે સતીપણું કહેવાય એવું છે આ લોકોનું ? કાયમ નથી એવું, નહીં ? જમાનો જુદી જાતનો છે ને ! સત્યુગમાં એવો ટાઈમ કો’ક ફેરો આવે છે. સતીઓને માટે જ. તેથી સતીઓનું નામ લે છેને આપણા લોક !!
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એ સતી થવાની ઇચ્છાથી. એનું નામ લીધું હોય તો કો’ક દહાડો સતી થાય અને વિષય તો બંગડીઓના ભાવથી વેચાય છે. એવું તમે જાણો ? એ સમજ્યા નહીં મારું કહેવાનું ?
૬
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : હા, બંગડીઓના ભાવથી વેચાય છે.
દાદાશ્રી : કયા બજારમાં ? કૉલેજોમાં ! કયા ભાવથી વેચાય છે ? સોનાના ભાવે બંગડીઓ વેચાય. પેલી હીરાના ભાવે બંગડીઓ વેચાય ! બધે એવો મળી આવે, નહીં ? બધે એવું નથી. કેટલીક તો સોનું આપે તો ય ના લે. ગમે તેવું આપો તો ય ના લે ! પણ બીજી તો વેચાય ખરી, આજની સ્ત્રીઓ. સોનાના ભાવે ના હોય તો બીજાના ભાવે પણ વેચાય !
એટલે આ વિષયને લઈને સ્ત્રી થયો છે, ફક્ત એકલા જ વિષયથી જ અને પુરુષ ભોગવી લેવા માટે એને એન્કરેજ કરી અને બિચારીને બગાડી. બરકત ના હોય તો ય એનામાં બરકત હોયને એવું મનમાં માની લે. ત્યારે કહેશે, માની શાથી લીધું ? શી રીતે માને ? પુરુષોએ કહે કહે કર્યું જ. એટલે એ જાણે કે આ કહે છે એમાં ખોટું શું છે ! એના મેળે માની લીધેલું ના હોય. તમે કહ્યું હોય, તું બહુ સરસ છે, તારા જેવી તો સ્ત્રી હોતી જ નથી. એને કહીએ કે તું રૂપાળી છું, તો એ રૂપાળી માની લે. આ પુરુષોએ સ્ત્રીઓને સ્ત્રી તરીકે રાખી. અને સ્ત્રી મનમાં જાણે કે હું પુરુષોને બનાવું છું, મૂર્ખ બનાવું છું. આમ કરીને પુરુષો ભોગવીને છૂટા થઈ જાય છે. (૪૪૯)
પ્રશ્નકર્તા : એટલે એવું નથી કે સ્ત્રી જે છે એ લાંબા જનમ સુધી સ્ત્રીના અવતારમાં રહેશે, એવું નક્કી નથી. પણ એ લોકોને ખબર પડતી નથી એટલે એનો ઉપાય થતો નથી.
દાદાશ્રી : ઉપાય થાય તો સ્ત્રી, પુરુષ જ છે. એ ગાંઠને જાણતી જ નથી બિચારી અને ત્યાં આગળ ઇન્ટરેસ્ટ આવે છે, ત્યાં મજા આવે છે એટલે પડી રહે છે અને કોઈ રસ્તો આવું જાણે નહીં. એટલે દેખાડે નહીં. એ ફક્ત સતી સ્ત્રીઓ એકલી જાણે, સતીઓને એના ધણી એ એક ધણી સિવાય બીજા કોઈનો વિચાર જ ના કરે અને એ ક્યારેય પણ નહીં, એનો ધણી તરત ઓફ થઈ જાય, જતો રહે તોય નહીં. એ જ ધણીને ધણી જાણે. હવે એ સ્ત્રીઓનું બધું કપટ ઓગળી જાય. (૪૫૦)
સતીપણું તો કર્યું એટલે કપટ તો જવા જ માંડે એની મેળે જ. તમારે કશું કહેવું ના પડે. તો પેલી મૂળ સતીએ જન્મથી સતી હોય. એટલે એને કશું પહેલાનો ડાઘ હોય નહીં. અને તમારે પહેલાનાં ડાઘ રહી જાય અને ફરી