________________
૮૩
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કારણ કે એ ધોરણ જ એવું છે પ્રકૃતિનું કે આત્મજ્ઞાન પહોંચે જ નહીં. કારણ કે સ્ત્રીઓમાં એ કપટની ગ્રંથિ એવડી મોટી હોય છે, મોહ અને કપટનીએ બે ગ્રંથિઓ આત્મજ્ઞાનને ના અડવા દે.
પ્રશ્નકર્તા : એટલે અન્યાય થયોને વ્યવસ્થિતનો એ તો ?
દાદાશ્રી : ના, એ છે તે બીજે અવતારે પુરુષ થઈને પછી જાય મો. આ બધા કહે છે સ્ત્રીઓ મોક્ષે ના જાય એટલે એકાંતિક વાત નથી એ. પુરુષ થઈને પછી જાય. એવો કોઈ કાયદો નથી કે સ્ત્રીઓ સ્ત્રી જ રહેવાની છે એવું. એ પુરુષ જેવી ક્યારે થાય કે પુરુષની જોડ હરીફાઈમાં રહી હોય અને અહંકાર વધતો જતો હોય અને ક્રોધ વધતો જ હોય તો એ પેલું એ ઊડી જાય. અહંકાર ને ક્રોધની પ્રકૃતિ પુરુષની અને માયા અને લોભની પ્રકૃતિ સ્ત્રીની, એમ કરીને આ ચાલ્યું ગાડું. પણ આ આપણું અક્રમ વિજ્ઞાન એવું કહે છે કે સ્ત્રીઓનો પણ મોક્ષ થાય. કારણ કે આત્મા જગાડે છે આ. આત્મજ્ઞાન ન થાય તો ય વાંધો નહીં પણ આત્માને જગાડે છે કે કેટલી સ્ત્રીઓ એવી હોય છે કે દાદા નિરંતર ચોવીસેય કલાક યાદ ! હિંદુસ્તાનમાં કેટલીય ને અમેરિકામાં કેટલીય હશે કે દાદા ચોવીસેય કલાક યાદ !
પ્રશ્નકર્તા : એટલે આત્માને તો કઈ જાતિ જ નથી ને !
દાદાશ્રી : આત્માને જાતિ હોય જ નહીં ને ! પ્રકૃતિને જાતિ હોય. ઉજળો માલ ભર્યો હોય તો ઉજળો નીકળે. કાળો ભર્યો હોય તો કાળો નીકળે. પ્રકૃતિ એ પણ ભરેલો માલ. જે માલ ભર્યો એનું નામ પ્રકૃતિ ને આમ પુદ્ગલ કહેવાય. એટલે પુરણ કર્યું એ ગલન થયા કરે. જમવાનું પુરણ કર્યું એટલે સંડાસમાં ગલન થાય. પાણી પીધું એટલે પેશાબમાં, શ્વાસોશ્વાસ બધું આ પુદ્ગલ પરમાણુ.
(૪૩૬) એ પુરુષ થવું હોય તો આ બે ગુણ છૂટે તો થાય, મોહ અને કપટ. મોહ અને કપટ બે જાતના પરમાણુ ભેગા થાય એટલે સ્ત્રી થાય અને ક્રોધમાન બે ભેગા થાય તો પુરુષ થાય. એટલે પરમાણુના આધારે આ બધું થઈ રહ્યું છે.
(૪૩૯) એક ફેરો મને બહેનોએ કહ્યું કે અમારામાં ખાસ અમુક અમુક દોષો હોય છે, તેમાં ખાસ વધુ દોષ નુક્સાનકર્તા કયો ? ત્યારે મેં કહ્યું, ધાર્યા પ્રમાણે
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરાવવા ફરે છે તે. બધી બેનોની ઇચ્છા એવી હોય, પોતાના ધાર્યા પ્રમાણે કરાવડાવે. ધણીને હઉ અવળો ફેરવીને પછી એની પાસે ધાર્યું કરાવડાવે. એટલે આ ખોટું, ઊંધો રસ્તો છે. મેં એમને લખાવ્યું છે કે આ રસ્તો ન હોવો જોઈએ. ધાર્યા પ્રમાણે કરાવવાનો અર્થ શું છે ! બહુ નુકસાનકારક !
પ્રશ્નકર્તા : કુટુંબનું ભલું થતું હોય, એવું આપણે કરાવીએ તો એમાં શું ખોટું ?
દાદાશ્રી : નહીં, એ ભલું કરી શકે જ નહીંને ! જે ધાર્યા પ્રમાણે કરતા હોયને, તે કુટુંબનું ભલું ના કરે કોઈ દા'ડોય. કુટુંબનું ભલું કોણ કરે કે બધાનું ધાર્યું થાય એવી રીતે થાય તો સારું. એ કુટુંબનું ભલું કરે. બધાનું, એકેયનું મન ના દુભાય એવી રીતે થાય તો. ધાર્યા પ્રમાણે કરાવવા ફરે, એ તો કુટુંબનું બહુ નુકસાન કરે છે. અને એ વઢવઢા ને ઝઘડા કરાવવાનું સાધન બધું. પોતાનું ધાર્યું ના થાય ને એટલે ખાય નહીં પાછી. અડધું ડમી ચૂમઈને બેસી રહે પાછી. કોને મારવા જાય, ચૂમઈને બેસી રહે પાછી. પછી બીજે દા'ડે કપટ કરે પાછું. એ કંઈ જાત તે ધાર્યા પ્રમાણે કરવા જાય પણ ના થાય તો શું થાય ? એવું બધું ના રાખવું જોઈએ. બેનો, હવે મોટા મનનાં થાવ.
પ્રશ્નકર્તા સ્ત્રીઓ પોતાનાં આંસુ દ્વારા પુરુષોને પીગળાવી દે છે અને પોતાનું ખોટું છે એ સાચું ઠરાવી દે છે, એ બાબતમાં આપનું શું કહેવાનું છે ?
દાદાશ્રી : વાત સાચી છે. એનો ગુનો એને લાગુ થાય છે અને આવું ખેંચ કરેને, એટલે વિશ્વાસ જતો રહે.
(૪૪૧) કોઈનાં ધણી ભોળા હોય તે આંગળી ઊંચી કરો જોઈએ. આ આંગળી ઊંચી કરી ને, એ ખાનગીમાં કહી દે, “અમારે ભોળા છે, બધા જ ભોળા છે', એ ઇટસેલ્ફ સૂચવે છે કે આ તો રમકડા રમાડે છે સ્ત્રીઓ. આ તો પછી ઊઘાડું કરતાં ખોટું દેખાય. ના ખોટું દેખાય ?! બધું બહુ ના કહેવાય. ખાનગીમાં સ્ત્રીઓને પૂછીએને કે ‘બેન, તમારા ધણી ભોળા ?’ ‘બહુ ભોળા.” માલ કપટનો તેથી, પણ એ બોલાય નહીં, ખોટું દેખાય. બીજા ગુણો બહુ સુંદર છે.
(૪૪૨) પ્રશ્નકર્તા : સ્ત્રીને એક બાજુ લક્ષ્મી કહે છે ને બીજી બાજુ કપટવાળી, મોહવાળી...