________________
૮૧
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ખુશ થઈને ફરી ચાલુ થઈ જાય પાછો. તેમ આમાં આ બૈરી હાંડવાનું ઢેકું આપી દે એટલે ભાઈ નિરાંતે ખઈને ચાલુ !
બાકી આ દહાડા શી રીતે કાઢવા એ ય મુશ્કેલ થઈ પડ્યું છે. ધણી આવે ને કહેશે કે, “મારા હાર્ટમાં દુ:ખે છે.” છોકરાં આવે ને કહેશે કે, “હું નાપાસ થયો.” ધણીને હાર્ટમાં દુઃખે છે ત્યારે એને વિચાર આવે કે “હાર્ટ ફેઈલ” થઈ જશે તો શું થશે, બધા જ વિચારો ફરી વળે. જંપવા ના દે. (૪૨૦)
પૈણવાની કિંમત ક્યારે હોત ? લાખો માણસોમાં એકાદ જણને પૈણવાનું મળ્યું હોય તો. આ તો બધા જ પૈણે એમાં શું ? સ્ત્રી-પુરુષનો (પરણ્યા પછીનો) વ્યવહાર કેમ કરવો, એની તો બહુ મોટી કૉલેજ છે. આ તો ભણ્યા વગર પૈણી જાય છે.
(૪૨૧) એક ફેરો અપમાન થાય તે હવે અપમાન સહન કરવાનો વાંધો નથી, પણ અપમાન લક્ષમાં રાખવાની જરૂર છે કે શું આ અપમાનને માટે જીવન છે ? અપમાનનો વાંધો નથી, માનની ય જરૂર નથી ને અપમાનની ય જરૂર નથી. પણ આપણું જીવન શું અપમાનને માટે છે એવું લક્ષ તો હોવું જોઈએને ?
બીબી રીસાયેલી હોય ત્યાં સુધી ‘યા અલ્લાહ પરવરદિગાર’ કરે અને બીબી બોલવા આવી એટલે ભાઈ તૈયાર ! પછી અલ્લાહ ને બીજું બધું બાજુએ રહે ! કેટલી મૂંઝવણ ! એમ કંઈ દુ:ખ મટી જવાનાં છે ?
સંસાર એટલે શું ? જંજાળ. આ દેહ વળગ્યો છે તે ય જંજાળ છે ! જંજાળનો તે વળી શોખ હોતો હશે ? આનો શોખ લાગે છે એ ય અજાયબી છે ને ! માછલાંની જાળ જુદી ને આ જાળ જુદી ! માછલાંની જાળમાંથી કાપી કરીને નીકળાય પણ ખરું, પણ આમાંથી નીકળાય જ નહીં. ઠેઠ નનામી નીકળે ત્યારે નીકળાય !
(૪૨૭) | ‘જ્ઞાની પુરુષ' આ સંસાર જાળમાંથી છૂટવાનો રસ્તો દેખાડે, મોક્ષનો માર્ગ દેખાડે અને રસ્તા ઉપર ચઢાવી દે અને આપણને લાગે કે આપણે આ ઉપાધિમાંથી છૂટ્યા !
આને જીવન કેમ કહેવાય ? જીવન કેટલું સુશોભિત હોય ! એક-એક
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર માણસની સુગંધ આવવી જોઈએ. આજુબાજુ કીર્તિ પ્રસરેલી હોય કે કહેવું પડે, આ શેઠ રહે છેને, એ કેવા સુંદર ! એમની વાતો કેવી સુંદર !! એમનું વર્તન કેવું સુંદર !!! એવી કીર્તિ બધે દેખાય છે ? એવી સુગંધ આવે છે લોકોની ?
પ્રશ્નકર્તા : કોઈ કોઈવાર કોઈ કોઈ લોકોની સુગંધ આવે.
દાદાશ્રી : કોઈ કોઈ માણસની, પણ તે ય કેટલી ? તે પાછાં એને ઘેર પૂછોને, તો ગંધાતો હોય, બહાર સુગંધ આવે પણ એને ઘેર પૂછો ત્યારે કહેશે કે, “એનું નામ જ જવા દો', એની તો વાત જ ના કરશો. એટલે આ સુગંધ ના કહેવાય.
જીવન તો હેલ્ડિંગ માટે જ જવું જોઈએ. આ અગરબત્તી સળગે છે, એમાં પોતાની સુગંધ લે છે એ ?
(૪૩૧) અને આ સંસાર જે છે એ બધું મ્યુઝિયમ છે. તે મ્યુઝિયમમાં શરત શું છે ? પેસતાં જ લખેલી છે કે ભઈ, તમારે જે ખાવું-પીવું હોય, ભોગ કંઈ ભોગવવા હોય તો અંદર ભોગવજો. કશું બહાર લઈને નીકળવાનું નહીં અને વઢવાનું નહીં. કોઈની જોડે રાગ-દ્વેષ નહીં કરવાના. ખાજો-પીજો બધું પણ રાગ-દ્વેષ નહીં. ત્યારે આ તો અંદર જઈને પૈણે છે. અલ્યા મૂઆ, ક્યાં પૈણ્યા ?! આ તો બહાર જતી વખતે વેષ થઈ પડશે ! તે આ પછી કહેશે, ‘હું બંધાયો.' તે કાયદા પ્રમાણે મહીં જઈએ ને ખઈએ-પીએ, સ્ત્રી કરીએ તો ય વાંધો નથી. સ્ત્રીને કહી દેવાનું જો સંગ્રહસ્થાન છે, એમાં રાગ-દ્વેષ નહીં કરવાના. જ્યાં સુધી અનુકૂળ આવ્યું તો ફરવું, પણ છેવટે આપણે રાગ-દ્વેષ વગર નીકળી જવાનું. એની પર દ્વેષ નહીં. કાલે સવારે બીજા જોડે ફરતી હોય તો ય એને દ્વેષ નહીં ? આ સંગ્રહસ્થાન આવું છે. પછી આપણે જેટલા જેટલા કીમિયા કરવા હોય એટલા કરો. હવે સંગ્રહસ્થાન ના કાઢી નંખાય. જે બની ગયું એ ખરું હવે તો. આપણે સંસ્કારી દેશમાં જન્મ્યાં ને ! એટલે મેરેજબેરેજ બધું પદ્ધતસરનું.
(૪૩૪) (૨૨) પતિ-પત્નીના પ્રાકૃતિક પર્યાયો પ્રશ્નકર્તા : સ્ત્રીઓને આત્મજ્ઞાન થાય કે નહીં ? સમતિ થઈ શકે ? દાદાશ્રી : ન થાય એ ખરી રીતે, પણ આ અમે કરાવડાવીએ છીએ.