________________
૩૯
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
સહુ સહુની પ્રકૃતિના ફટાકડા ફૂટે છે. આ ફટાકડા ક્યાંથી આવ્યા? પ્રશ્નકર્તા : સહુ સહુની પ્રકૃતિના છે.
દાદાશ્રી : અને આપણે જાણીએ કે ‘આ જ ફૂટશે’ ત્યારે સુરસુરિયું જ થઈ ગયું હોય ! સુરસુર.... સુરસુરિયું થઈ જાય. તે મૂઓ સુરસુરિયો થઈ જાય કે ?
અને મન બૂમ પાડે ‘કેટલું બધું બોલી ગયા, કેટલું બધું એ થઈ ગયું.” ત્યારે કહે, ‘સૂઈ જાને, એ હમણે રૂઝાઈ જશે'. રૂઝાઈ જાય તરત... છે ને, તે ખભા થાબડીએ એટલે સૂઈ જાય. તારે રૂઝાઈ ગયું ને બધું ! નહીં ? ઘા પડેલાં છે ?
(૪૧૬) પ્રશ્નકર્તા : ઝઘડો થાય તો પણ ભરેલો માલ નીકળે ?
દાદાશ્રી : ઝઘડો થાય ત્યારે મહીં નવો માલ પેસે. પણ તે આ આપણું જ્ઞાન આપ્યા પછી ભરેલો માલ નીકળી જાય.
પ્રશ્નકર્તા : આમ તો માણસ ઝઘડો કરતો હોય તો હું પ્રતિક્રમણ કરતી હોઉ તો ?
દાદાશ્રી : વાંધો નહીં. પ્રશ્નકર્તા : તો ભરેલો માલ નીકળી જાયને બધો ?
દાદાશ્રી : તો બધો નીકળી જાય. પ્રતિક્રમણ જ્યાં હોય ત્યાં માલ નીકળી જાય. પ્રતિક્રમણ એકલો જ ઉપાય છે આ જગતમાં. (૪૧૭)
ધણી વઢે તો શું કરું તું હવે ? પ્રશ્નકર્તા: સમભાવે નિકાલ કરી દેવાનો. દાદાશ્રી : એમ ! જતી ના રહું હવે ? પ્રશ્નકર્તા : ના.
દાદાશ્રી : એ જતા રહે ત્યારે શું કરું તું હવે ?! મને તારી જોડે નહીં ફાવે તો ?
પ્રશ્નકર્તા : બોલાવી લાવવાના. માફી માંગીને પગે લાગીને બોલાવી
૮૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર લાવવાના.
દાદાશ્રી : હા. બોલાવી લાવવાના. અટાવી-પટાવીને માથે હાથ મૂકે, માથે હાથ ફેરવી...... આમ આમેય કરવું કે ચૂપ પાછું.
અક્કલથી જ કામ થતું હોય તો અક્કલ વાપરવી. પછી બીજે દહાડે આપણને કહે, ‘જો મારા પગને અડી હતીને ?” તો એ વાત જુદી હતી કહીએ. તમે કેમ ભાગી જતાં'તા, ગાંડા કાઢતાં હતા, તેથી અડી ! એ જાણે કે આ કાયમને માટે અડી, એ તો તપુરતી. ઓન ધી મોમેન્ટ (તત્સણ) હતી !
(૪૧૮) (૨૧) સપ્તપદીતો સાર... જીવન જીવવાની કળા આ કાળમાં ના હોય. મોક્ષનો માર્ગ તો જવા દો, પણ જીવન જીવતાં તો આવડવું જોઈએને ? વાતો જ સમજવાની છે કે આ રસ્તે આવું છે ને આ રસ્તે આવે છે. પછી નક્કી કરવાનું છે કે કયે રસ્તે જવું ? ના સમજાય તો ‘દાદા'ને પૂછવું, તો ‘દાદા' તમને બતાવશે કે આ ત્રણ રસ્તા જોખમવાળા છે ને આ રસ્તો બિનજોખમી છે. તે રસ્તે અમારા આશીર્વાદ લઈને ચાલવાનું છે.
પૈણેલા જાણે કે આપણે તો આ ફસાયા, ઉલ્ટા ! ના પૈણેલા જાણે કે આ લોકો તો ફાવી ગયા ! આ બન્ને વચ્ચેનો ગાળો કોણ કાઢી આપે અને પૈણ્યા વગર ચાલે એવું ય નથી આ જગત ! તો શા માટે પૈણીને દુ:ખી થવાનું ? ત્યારે કહે, દુઃખી નથી થતાં, એસ્પીરીયન્સ (અનુભવ) લે છે. સંસાર સાચો છે કે ખોટો છે, સુખ છે કે નથી !? એ હિસાબ કાઢવા માટે સંસાર છે. તમે કાઢ્યો થોડોક હિસાબ ચોપડામાં ?
આખું જગત ઘાણી સ્વરૂપ છે. પુરુષો બળદની જગ્યાએ છે કે સ્ત્રીઓ ઘાંચીની જગ્યાએ છે. પેલામાં ઘાંચી ગાય ને અહીં સ્ત્રી ગાય ને બળદિયો આંખે દાબડા ઘાલીને તાનમાં ને તાનમાં ચાલે ! ગોળ ગોળ ફર્યા કરે. તેવું આખો દહાડો આ બહાર કામ કરે. તે જાણે કે, કાશીએ પહોંચી ગયા હોઈશું !! તે દાબડા ખોલીને જુએ તો ભાઈ ઠેરના ઠેર !! પછી એ બળદને શું કરે પેલી ઘાંચી ! પછી ખોળનું ઢેકું બળદિયાને ખવડાવે એટલે બળદિયો