________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર મૂર્ષિતપણું ખરું ને ! મોહને લઈને મૂર્શિતપણું છે. મોહને લઈને ઘા રૂઝાઈ જાય. જો ઘા ના રૂઝાય તો વૈરાગ્ય જ આવી જાય ને ?! મોહ શેનું નામ કહેવાય ? બધા અનુભવ થયા હોય પણ ભૂલી જાય. ‘ડિવોર્સ” લેતી વખતે નક્કી કરે કે હવે કોઈ સ્ત્રીને પરણવું નથી, તો ય ફરી પાછો ઝંપલાવે ! (૪૧૦)
પ્રશ્નકર્તા : હું એમને બોલતો હતો કે આપણા પરિણીત જીવનમાં નવ્વાણું ટકા કજોડાં છે.
દાદાશ્રી : હંમેશાં જેને કજોડું કહેવામાં આવે છેને, કળિયુગમાં જો કજોડું થયેલું હોય તો એ કજોડું છે તો ઊંચે લઈ જાય કે કાં તો સાવ અધોગતિમાં લઈ જાય. બેમાંથી એક કાર્યકારી હોય અને સજોડું કાર્યકારી ના હોય. કજોડું થયું એટલે ઊંચી ગતિમાં લઈ જાય. અને સજોડું તો આમ રઝળપાટ કરાવડાવે જોડે જોડે !
(૪૧૧) કજોડાંને શું હોવું જોઈએ કે એ બગડે તો આપણે શાંત રહેવું જોઈએ, જો આપણે ભારે છીએ તો. પણ એ બગડે ને આપણે બગડીએ એમાં રહ્યું શું?
પ્રશ્નકર્તા : ડિવોર્સ એવા કયા સંજોગોમાં થાય કે ડિવોર્સ લેવાય ?
દાદાશ્રી : આ ડિવોર્સ તો હમણાં નીકળ્યું, બળ્યું. પહેલાં ડિવોર્સ હતા જ ક્યાં છે ?
પ્રશ્નકર્તા : અત્યારના તો થાય છે ને ? એટલે કયા સંજોગોમાં એ બધું કરવું ?!
દાદાશ્રી : કંઈ મેળ પડતો ના હોય તો છૂટું થઈ જવું સારું. એડજસ્ટેબલ જ ના હોય તો છૂટું થઈ જવું સારું. અને નહીં તો અમે તો એક જ વસ્તુ કહીએ કે “એડજસ્ટ એવરીબેર'. કારણ કે ગુણાકાર ગણવા ના જશો કે બે જણને “આવો છે ને તેવો છે'.
પ્રશ્નકર્તા : આ અમેરિકામાં જે ડિવોર્સ લે છે એ ખરાબ કહેવાય કે બનતું ના હોયને એ લોકો ડિવોર્સ લે છે તે ?
દાદાશ્રી : ડિવોર્સ લેવાનો અર્થ જ શું છે તે ! આ કંઈ કપ-રકાબીઓ છે? કપ-રકાબીઓ વહેંચાય નહીં, એને ડિવોર્સ ના કરાય, તો આ માણસોનો
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સ્ત્રીઓનો તો ડિવોર્સ કરાતો હશે ?! એ લોકોને અમેરિકનોને માટે ચાલે, પણ તમે તો ઇન્ડિયન કહેવાઓ. જ્યાં એક પત્નીવ્રત ને એક પતિવ્રતના નિયમો હતા. એક પત્ની સિવાય બીજી સ્ત્રીને જોઈશ નહીં એવું કહે, એવાં વિચારો હતા. ત્યાં ડિવોર્સના વિચારો શોભે ? ડિવોર્સ એટલે આ એઠાં વાસણો બદલવા. ખાધેલાં એઠાં વાસણ હોય તો બીજાને આપવાં પાછાં, પછી ત્રીજાને આપવા. નર્યા એઠાં વાસણો બદલ્યા કરવા, એનું નામ ડિવોર્સ. ગમે છે તને ડિવોર્સ ?
કુતરાં-જાનવરો બધાં ય ડિવોર્સવાળા છે અને આ પાછાં માણસો એમાં પેઠા એટલે પછી ફેર શો રહ્યો ? માણસ બીસ્ટ (જાનવર) તરીકે રહ્યો. આપણા હિન્દુસ્તાનમાં તો એક લગ્ન કર્યા પછી બીજું લગ્ન નહોતા કરતા. એ જો પત્ની મરી જાય તો લગ્ન પણ ના કરે એવા માણસો હતા. કેવા પવિત્ર માણસો જન્મેલા !
અરે, છૂટાછેડા લેનારાને હું કલાકમાં સમો કરી આપું પાછો ! છૂટાછેડા લેવાના હોય ને, તેને મારી પાસે લાવે તો હું એક જ કલાકમાં સમા કરી આપું. એટલે પાછાં એ બેઉ જણા ચોંટી જ રહે, ખાલી ભડક અણસમજણની. ઘણાં છૂટા પડી ગયેલા રાગે પડી ગયા આમાં.
(૪૧૩) આપણા સંસ્કાર છે આ તો. લઢતા લઢતા એંસી વર્ષ થાય બેઉને, તો ય પણ મરી ગયા પછી તેરમાને દા'ડે સરવણી કરે. સરવણીમાં કાકાને આ ભાવતું હતું, તે ભાવતું હતું, બધું મુંબઈથી મંગાવીને મૂકે. ત્યારે એક છોકરો હતોને, તે એંસી વર્ષના કાકીને કહે છે, “માજી, આ કાકાએ તો તમને છ મહિના ઉપર પાડી નાખ્યા હતા. તો તમે તે ઘડીએ અવળું બોલતા હતા કાકાનું.’ ‘તો ય પણ આવા ધણી ફરી નહીં મળે' કહે છે. એવું કહે એ ડોસીમા. આખી જિંદગીના અનુભવમાં ખોળી કાઢે કે પણ અંદરખાને બહુ સારા હતા. આ પ્રકૃતિ વાંકી હતી પણ અંદરખાને.... (૪૧૪)
લોક આપણી નોંધ કરે એવું જીવન હોવું જોઈએ આપણું. આપણે ઈન્ડિયન છીએ. આપણે અમેરિકન નથી. આપણે સ્ત્રીને નભાવીએ અને સ્ત્રી આપણને નભાવે, એમ કરતાં કરતાં એંસી વર્ષ સુધી ચાલે. અને પેલી (ફોરેનર્સ) તો એક કલાક ના નભાવે અને પેલો ય કલાક ના નભાવે. (૪૧૫)