________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર પાછા પુરુષ થાવ. પણ પુરુષમાં પુરુષ છે તે થયા પછી, બધા પુરુષ સરખા ના હોય. કેટલાંક સ્ત્રી જેવા પણ પુરુષ હોય. એ થોડા સ્ત્રીના લક્ષણ રહી જાય અને પછી કપટ જો ઓગળી ગયું. પછી વખતે સતીપણું જો આવે, તો ખલાસ થઈ જાય. પુરુષ હોય તો સતી જેવું ક્લિયર થતું જાય, તો ખલાસ થઈ જાય. સતીપણાથી બધું ખલાસ થઈ જાય. જેટલી સતીઓ થયેલી, એનું બધું ખલાસ થઈ જાય અને એ મોક્ષે જાય. સમજાય છે થોડું ? મોક્ષે જતાં સતી થવું પડશે. હા, જેટલી સતીઓ થઈ એ મોક્ષે ગઈ, નહીં તો પુરુષ થવું પડે. પુરુષો ભોળા હોય બિચારા જેમ નચાવે તેમ નાચે બિચારા. બધા પુરુષોને સ્ત્રીઓએ નચાવેલા. સ્ત્રીઓમાં એક સતી એકલી ના નચાવે. સતી તો પરમેશ્વર (ભગવાન) માને પતિને !
પ્રશ્નકર્તા : આવું જીવન બહુ ઓછાનું જોવા મળે.
દાદાશ્રી : હોય ક્યાંથી આ કળિયુગમાં ? સત્યુગમાં ય કોઈક જ સતીઓ હોય, અત્યારે કળિયુગમાં ક્યાંથી હોય ?
(૪૬૧) એટલે સ્ત્રીઓનો દોષ નથી, સ્ત્રીઓ તો દેવી જેવી છે ! સ્ત્રીઓ અને પુરુષોમાં આત્મા એ તો આત્મા જ છે, ફક્ત ખોખાંનો ફેર છે. ‘ડિફરન્સ ઓફ પેકિંગ !' સ્ત્રી એ એક જાતની ‘ઇફેક્ટ છે. તે આત્મા પર સ્ત્રીની ‘ઇફેક્ટ વર્તે. આની ‘ઇફેક્ટ આપણા ઉપર ના પડે ત્યારે ખરું. સ્ત્રી એ તો શક્તિ છે. આ દેશમાં કેવી કેવી સ્ત્રીઓ રાજનીતિમાં થઈ ગઈ ! અને આ ધર્મક્ષેત્રે સ્ત્રી પડી તે તો કેવી હોય ?! આ ક્ષેત્રથી જગતનું કલ્યાણ જ કરી નાખે ! સ્ત્રીમાં તો જગતકલ્યાણની શક્તિ ભરી પડી છે ! તેનામાં પોતાનું કલ્યાણ કરી લઈને બીજાનું કલ્યાણ કરવાની શક્તિ છે !
(૪૬૩) (૨૩) વિષય બંધ ત્યાં પ્રેમ સંબંધ લગ્નજીવન દીપે ક્યારે કે તાવ બન્નેને ચઢે અને એ દવા પીવે ત્યારે. તાવ વગર દવા પીવે નહીં. એકને તાવ વગર દવા પીવે એ લગ્નજીવન દીપે નહીં. બન્નેને તાવ ચઢે ત્યારે જ દવા પીવે. ધીસ ઈઝ ધ ઓન્લી મેડિસિન (આ માત્ર દવા જ છે). મેડિસિન ગળી હોય તેથી કંઈ રોજ પીવા જેવી ના હોય. લગ્નજીવન દીપાવવું હોય, એટલે સંયમી પુરુષની જરૂર છે. આ બધાં જાનવરો અસંયમી કહેવાય. આપણું તો સંયમી જોઈએ ! આ બધાં જે
૮૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર આગળ રામ-સીતા ને એ બધાં થઈ ગયા, તે બધાં પુરુષો સંયમવાળા. સ્ત્રી સાથે સંયમી ! ત્યારે આ અસંયમ એ કંઈ દૈવી ગુણ છે ? ના. એ પાશવી ગુણ છે. મનુષ્યમાં આવાં ના હોય. મનુષ્ય અસંયમી ના હોવો જોઈએ. જગતને સમજ જ નથી કે વિષય શું છે ! એક વિષયમાં પાંચ-પાંચ લાખ જીવ મરી જાય છે, વન ટાઈમમાં, તે સમજણ નહીં હોવાથી અહીંયા મજા માણે છે. સમજતાં નથી ને ! ન છૂટકે જીવ મરે એવું હોવું જોઈએ. પણ સમજણ ના હોય ત્યારે શું થાય ?
(૪૫૫) બધા ધર્મોએ ગુંચવાડો ઊભો કર્યો કે સ્ત્રીઓને છોડી દો. અલ્યા, સ્ત્રીને છોડી દઉં તો હું ક્યાં જાઉં ? મને ખાવાનું કોણ કરી આપે ? હું આ મારો વેપાર કરું કે ઘેર ચૂલો કરું ?
લગ્નજીવનને વખાણ્યું છે એ લોકોએ. શાસ્ત્રકારોએ લગ્નજીવનને કંઈ વગોવ્યું નથી. લગ્ન સિવાય બીજું ઈતર જે ભ્રષ્ટાચાર છે, તેને વગોવ્યો છે.
(૪૫૯) પ્રશ્નકર્તા : વિષય છોકરાની ઉત્પત્તિ પૂરતો જ હોવો જોઈએ કે પછી બર્થ કંટ્રોલ કરીને વિષય ભોગવાય ?
દાદાશ્રી : ના, ના. એ તો ઋષિ-મુનિઓના વખતમાં, પહેલાં તો પતિપત્નીનો વ્યવહાર આવો ન હતો. ઋષિમુનિઓ તો પૈણતા હતા, તે લગ્ન જ કરવાની ના પાડતા હતા. એટલે આ ઋષિપત્નીએ કહ્યું, કે તમે એકલાં, તમારે સંસાર સારી રીતે ચાલશે નહીં, પ્રકૃતિ સારી રીતે થશે નહીં, માટે અમારી પાર્ટનરશીપ રાખો સ્ત્રીની, તો તમારી ભક્તિ ય થશે અને સંસારે ય ચાલશે. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું, પણ કહે છે અમે સંસાર તારી જોડે માંડીશું નહીં. ત્યારે એ લોકોએ કહ્યું, કે ના, અમને એક પુત્રદાન અને એક પુત્રીદાન - બે દાન આપજો ફક્ત. તે એ દાન પૂરતો જ સંગ, બીજો કોઈ સંગ નહીં. પછી અમારે તમારી જોડે સંસારમાં પછી ફ્રેન્ડશીપ. એટલે એ લોકોએ એક્સેપ્ટ કર્યું અને પછી છે તે ફ્રેન્ડશીપની પેઠ જ રહેતા હતા. પછી પત્ની તરીકે નહીં. એ બધું ઘરનું કામ નભાવી લે, આ બહારનું કામ નભાવી લે, પછી બન્ને ભક્તિ કરવા બેસે સાથે. પણ અત્યારે તો બધું, ધંધો જ બધો આખો એ થઈ ગયો. એટલે બગડી ગયું બધું. ઋષિમુનિઓ તો નિયમવાળા હતા.