________________
૨૭
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર ભોગવવાનું છે, ભોગવટો છે આ, પાર્ટનરશીપ છે. વાઈફ જોડે પાર્ટનરશીપ છે, માલિકીપણું નથી.
૯૮). પ્રશ્નકર્તા : આ વાઈફ છે તો બૉસ થઈ બેસે છે, તેનું શું કરવું ?
દાદાશ્રી : એ વાંધો નહીં. એ તો જલેબી-ભજિયાં કરી આપે વાઈફ. આપણે કહીએ કે ઓહોહો ! તેં તો ભજિયાં-જલેબી કરી ખવડાવ્યા ને ! એમ કરીને ફુલાય, પછી કાલે ટાઢી પડી જશે એની મેળે, એની ગભરામણ નહીં રાખવાની. એ ચઢી બેસે ક્યારે ? એને જો મૂછો ઊગે તો ચઢી બેસે. પણ મૂછો ઊગવાની છે ? ગમે એટલાં ડાહ્યાં થાય, તો ય મૂછો ઊગે ? (૧૦૧)
બાકી એક ભવ તો તમારો હિસાબ છે એટલું જ પતશે. બીજો લાંબો લાંબો હિસાબ થવાનો જ નથી. એક ભવ તો હિસાબ ચોક્કસ જ છે, તો પછી આપણે શા માટે ઠંડા પેટે ના રહેવું ?
(૧૦૨) હિન્દુઓ તો મૂળથી જ ક્લેશી સ્વભાવના. તેથી કહે છેને, હિન્દુઓ ગાળે જીવન ક્લેશમાં ! પણ મુસલમાનો તો એવા પાકાં કે બહાર ઝઘડી આવે, પણ ઘેર બીબી જોડે ઝઘડો ના કરે. હવે તો અમુક મુસ્લિમ લોકોય હિન્દુઓ જોડે રહીને બગડી ગયા છે. પણ હિન્દુઓ કરતાં આ બાબતમાં મને તેઓ ડાહ્યા લાગેલા. અરે, કેટલાંક મુસલમાનો તો બીબીને હીંચકો હઉ નાખે !
પ્રશ્નકર્તા : એ હીંચકો નાખતા હતા, મિંયાભાઈ પેલા હીંચકો નાખે એ વાત કરોને !
દાદાશ્રી : હા. એક દહાડો ત્યાં ગયેલા, તે મિયાંભાઈએ બીબીને હીંચકો નાખવા માંડ્યો ! તે મેં પૂછ્યું કે, ‘તમે આવું કરો છો તે ચઢી બેસતી નથી ?” ત્યારે એ કહે કે “એ શું ચઢી બેસવાની હતી ? એની પાસે હથિયાર નથી કશું નથી.” મેં કહ્યું કે, “અમારા હિન્દુને તો બીક લાગે કે બૈરી ચઢી બેસશે તો શું થશે ? એટલે અમે હીંચકો નથી નાખતા.' ત્યારે મિયાંભાઈ કહે કે, “આ હીંચકો નાખવાનું કારણ તમે જાણો છો ?”
એ તો એવું બનેલું કે ૧૯૪૩-૪૪માં અમે કોન્ટેક્ટ લીધેલો ગવર્મેન્ટનો, તેમાં એક કડિયા કામનો ઉપરી હતો લેબર કોન્ટેક્ટવાળો. તેણે પેટા કોન્ટેક્ટ લઈ લીધેલો. એનું નામ અહમદમિયાં, તે અહમદમિયાં કેટલાંય
૨૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર વખતથી કહે કે સાહેબ, મેરે ઘર આપ આવો, મેરે ઘર, ઝૂંપડીમેં આવો. ઝૂંપડી બોલે બિચારો. બહુ સારા ડાહ્યા હોય બોલવામાં, વર્તનમાં હોય જુદી વાત ને ન પણ હોય, પણ બોલવામાં જ્યાં સ્વાર્થ ના હોય ત્યાં સારું લાગે.
તે અહમદમિયાં એક દહાડો કહે છે, શેઠ, આજ અમારે ઘેર આપના પગલાં પાડો. મારે ત્યાં પધારો તો અમારી બીબી-બચ્ચાં બધાંને આનંદ થાય. ત્યારે તો જ્ઞાન-બાન નહીં પણ પેલા વિચારો બહુ સુંદર, લાગણી બહુ સરસ બધાને માટે. આપણે ઘેર કમાતો હોય તો એને સારું, કેમ કરીને કમાય એવી પણ ભાવના ! અને એ દુ:ખમાંથી મુક્ત થઈ સુખી થઈ જાય એવી ભાવના !
આ તો આ જોયેલું મેં, એ કમ્યુનિટીમાં શું શું એના ગુણ કેવા હોય છે તે ! મેં કહ્યું, ‘કેમ ના આવું ? તારે ત્યાં પહેલો આવું.' ત્યારે કહે, ‘મારે ત્યાં તો એક જ રૂમ છે, તમને ક્યાં બેસાડું ?” ત્યારે મેં કહ્યું, ‘હું ત્યાં બેસી રહીશ. મારે તો એક ખુરશી જ જોઈએ. નહીં તો ખુરશી ના હોય તો ય મારે ચાલે, તારે ત્યાં અવશ્ય આવું. તારી ઇચ્છા છે તો હું આવીશ.” એટલે હું તો ગયો. અમારે ‘કોન્ટ્રાક્ટર’નો ધંધો એટલે અમારે મુસલમાનને ઘેર પણ જવાનું થાય, અમે તેની ચા પીએ ય ખરા ! અમારે કોઈની જોડે જુદાઈ ના હોય.
(૧૦૬) મેં કહ્યું, ‘અલ્યા, આ ... એક જ રૂમ મોટી છે અને આ બીજી તો આ સંડાસ જેટલી જ નાની છે.' ત્યારે કહે, ‘સાહેબ ક્યા કરે ! હમારે ગરીબ કે લીયે ઇતના બહોત હૈ.’ કહ્યું, ‘તારા વાઈફ ક્યાં સુઈ જાય છે ?” ત્યારે કહે, ‘યે હી જ રૂમમેં. યે બેડરૂમ કહો, યે ડાઈનિંગ રૂમ કહો, યે સબ યે હી.” મેં કહ્યું, ‘અહમદમિયાં, ઓરત કે સાથ કુછ ઝઘડા-બઘડા હોતા નહીં હૈ કે ?” “યે ક્યા બોલા ?” મેં કહ્યું, ‘શું ?” ત્યારે એ કહે, “કભી નહીં હોતા હૈ. ઐસા મુર્ખ આદમી નહીં હમ.’ ‘અલ્યા, મતભેદ ?' ત્યારે કહે, ‘નહીં, મતભેદ ઓરત કે સાથ નહીં.” શું કહે છે, બીબી જોડે મારે વઢવાડ ના હોય. મેં કહ્યું, ‘કોઈ દહાડો બીબી ગુસ્સે થઈ જાય ત્યારે ?” તો કહે, “પ્યારી, આ બહાર પેલો સાહેબ હેરાન કરે છે ને તું પાછું હેરાન કરીશને તો મારું શું થશે ?’ એટલે ચૂપ થઈ જાય !
મેં કહ્યું, ‘મતભેદ પડતો નથી, એટલે ભાંજગડ નહીંને ?” ત્યારે કહે,