________________
૬૮
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કરીને પછી વાળે. તે પછી બે હથોડીઓ મારે એટલામાં વળી જાય. આપણે જેવું બનાવવું હોય ને એવું બની જાય. દરેક વસ્તુ ગરમ થાય એટલે વળે જ હંમેશાં. જેટલી ગરમી એટલો નબળો અને નબળો એટલે એક-બે હથોડી મારી કે આપણે એ ધણીની જેવી ડિઝાઈન આપણે જોઈતી હોય, એવી ડિઝાઈન કરી નાખવી જોઈએ.
પ્રશ્નકર્તા ઃ કેવી ડિઝાઈન કરવી જોઈએ, દાદા ? હાથમાં આવ્યા પછી
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર તે સ્પ્રીંગની પેઠ ઊછળે પછી તે આખું ઘર બધું ખેદાન-મેદાન કરી નાખે. સહનશીલતા તો સ્ત્રીંગ છે. સ્ત્રીંગ ઉપર લોડ નહીં મુકવો કોઈ દહાડો ય. એ તો ઠીક છે થોડા પૂરતું. હવે રસ્તામાં કોકની જોડે જતાં-આવતાં એ થયું હોય, ત્યાં જરાક એ સ્ત્રીંગ વાપરવાની છે. અહીં ઘરના માણસો ઉપર લોડ મૂકાય નહીં. ઘરના માણસોનું સહન કરું તો શું થાય ? સ્પ્રીંગ કૂદે એ તો.
પ્રશ્નકર્તા: સહનશીલતાની લિમિટ કેટલી રાખવાની ?
દાદાશ્રી : એને અમુક હદ સુધી સહન કરવું. પછી વિચારીને એણે તપાસ કરવી કે શું છે આ હકીકતમાં, વિચારશો એટલે ખબર પડશે કે આની પાછળ શું રહેલું છે ! એકલું સહન કર કર કરશો તો સ્પ્રીંગ કૂદશે. વિચારવાની જરૂર છે. અવિચાર કરીને સહન કરવું પડે છે. વિચારો તો સમજાશે કે આમાં ભૂલ ક્યાં થાય છે ! એ બધું એનું સમાધાન કરી આપશે. મહીં અંદર અનંત શક્તિ છે, અનંત શક્તિ. તમે માંગો એ શક્તિ મળે એવી છે. આ તો અંદર શક્તિ ખોળતો નથી ને બહાર શક્તિ ખોળે છે. બહાર શું શક્તિ છે ?
ઘેર ઘેર ભડકા સહન કરવાથી જ થાય છે. હું કેટલું સહન કરું, મનમાં એમ જ માને છે. બાકી વિચારીને રસ્તો કાઢવો જોઈએ. જે સંજોગો બાઝયા છે, જો સંજોગો કુદરતનું નિર્માણ છે અને તું હવે શી રીતે છટકી નાસીશ ? નવા વેર બંધાય નહીં અને જૂનાં વેર છોડી દેવાં હોય તો, એનો રસ્તો કાઢવો જોઈએ. આ અવતાર વેર છોડવા માટે છે. અને વેર છોડવા માટેનો રસ્તો છે, દરેક જોડે સમભાવે નિકાલ ! પછી તમારા છોકરાઓ કેવાં સારા સંસ્કારી થાય !
(૩૭૨) પ્રશ્નકર્તા : મારી બેનપણીએ પ્રશ્ન પૂછાવ્યો ને ! તેમના પતિ હંમેશાં તેમના ઉપર ગુસ્સે થાય છે તો એનું શું કારણ હશે ?
દાદાશ્રી : તે સારું, લોકો ગુસ્સે થાય, તેના કરતાં પતિ થાય એ સારું. ઘરનાં માણસ છે ને !
એવું છે, આ લુહાર લોકો જાડું લોખંડ હોય અને એને વાળવું હોય તો ગરમ કરે. શું કામ કરે ? આમ ઠંડું ના વળે એવું હોય, તો લોખંડને ગરમ
દાદાશ્રી : આપણે જેવી બનાવી હોય એવી બને ડિઝાઈન. એના ધણીને પોપટ જેવો બનાવી દે. “આયા રામ’ બઈ કહેશે ત્યારે એ ય કહેશે, આયા રામ’. ‘ગયા રામ’ ત્યારે કહે, ‘ગયા રામ'. એવો પોપટ જેવો બની જશે, પણ લોકો હથોડી મારવાનું જાણતા નથી ને ! એ બધું નબળાઈ છે, ગુસ્સો થઈ જવો એ બધું નબળાઈઓ છે બધી.
(૩૭૩) તમે આવતાં હોય અને આ મકાન ઉપરથી એક પથ્થર પડ્યો માથા પર, ને તે લોહી નીકળ્યું, તો તે ઘડીએ ગુસ્સો બહુ કરો ?
પ્રશ્નકર્તા ઃ નહીં, એ તો “હેપન' (બની ગયું) છે.
દાદાશ્રી : ના, પણ ગુસ્સો કેમ કરતાં નથી ત્યાં આગળ ?! એટલે પોતે કોઈને દેખો નહીં, એટલે ગુસ્સો કેવી રીતે થાય ?
પ્રશ્નકર્તા : કોઈએ જાણી-જોઈને માર્યો નથી.
દાદાશ્રી : એટલે આપણી પાસે કંટ્રોલ છે ક્રોધનો. તો આપણે એમ જાણીએ છીએ કે જાણી-જોઈને કોઈએ માર્યો નથી, એટલે ત્યાં કંટ્રોલ રાખી શકીએ છીએ. કંટ્રોલ તો છે જ. પછી કહે છે, “મને ગુસ્સો આવી જાય છે.' મુઆ, ત્યાં કેમ નથી આવતો ? પોલીસવાળા જોડે, પોલીસવાળા દેડકાવે તે ઘડીએ કેમ ગુસ્સો નથી આવતો ? એને વહુ જોડે ગુસ્સો આવે, છોકરાં પર ગુસ્સો આવે, પાડોશી પર, અન્ડરહેન્ડ' (હાથ નીચેના) જોડે ગુસ્સો આવે ને ‘બોસ' (સાહેબ) જોડે કેમ નથી આવતો ? ગુસ્સો માણસને આવી શકતો નથી. આ તો એ એનું ધાર્યું કરવું છે.
(૩૭૫) પ્રશ્નકર્તા : ઘરમાં કે બહાર ફ્રેન્ડમાં બધે દરેકના મત જુદા જુદા હોય