________________
૧૪
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૧૩ અહીંયા હાજર જવાબ જ ન મળે કોઈ દહાડો. એટલે બેઉ જણા સમજી લેજો. આવાં મતભેદ ના પાડશો. જે કોઈ મતભેદ પાડે કે આપણે કહેવું કે દાદાજી શું કહેતા હતા, આવું શા હારુ બગાડો છો ?!
મત જ નહીં રાખવો જોઈએ. વળી બન્નેએ શાદી કરી પછી મત જુદો કેવો ? બન્નેએ શાદી કરી પછી મત જુદો રખાતો હશે ?
પ્રશ્નકર્તા : રખાય નહીં પણ રહે.
દાદાશ્રી : તે આપણે કાઢી નાખવાનો. જુદો મત રખાતો હશે ? નહીં તો શાદી નહોતી કરવી. શાદી કરી તો એક થઈ જાવ. (૪૪)
એટલે આ જીવન જીવતાં ય ના આવડ્યું ! અકળામણથી જીવો છો ! એકલો મૂઓ છું ? ત્યારે કહે, ના, પૈણેલો છું. ત્યારે મૂઆ વાઈફ છે તોય તારી અકળામણ ના મટી ! અકળામણ ના જવી જોઈએ ? આ બધું મેં વિચારી નાખેલું. લોકોએ ના વિચારવું જોઈએ આવું બધું ? બહુ મોટું વિશાળ જગત છે, પણ આ જગત પોતાના રૂમ અંદર છે એટલું જ માની લીધું છે અને ત્યાંય જો જગત માનતો હોય તો ય સારું, પણ ત્યાં ય ‘વાઈફ’ જોડે લઠ્ઠાબાજી ઉડાડે !
(૪૭) પ્રશ્નકર્તા : બે તપેલાં હોય તો રણકાર થાય ને પછી શમી જાય !
દાદાશ્રી : રણકાર થાય તો મજા આવે ખરી ! છાંટો ય અક્કલ નથી એવું હઉ બોલે.
પ્રશ્નકર્તા : એ તો પાછું બીજું ય બોલેને કે તમારા સિવાય મને બીજું કોઈ ગમતું જ નથી.
દાદાશ્રી : હા, એવું ય બોલે ! પ્રશ્નકર્તા : પણ વાસણ ઘરમાં ખખડે જ ને ?
દાદાશ્રી : વાસણ રોજ રોજ ખખડવાનું કેમનું ફાવે ? આ તો સમજતો નથી તેથી ફાવે છે. જાગૃત હોય તેને તો એક મતભેદ પડ્યો તો આખી રાત ઊંઘ ના આવે ! આ વાસણોને તો સ્પંદનો છે, તે રાત્રે સૂતાં સૂતાં ય સ્પંદનો કર્યા કરે કે “આ તો આવાં છે, વાંકા છે, ઊંધા છે, નાલાયક છે, કાઢી મેલવા
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જેવા છે !” અને પેલાં વાસણોને કંઈ સ્પંદન છે ? આપણા લોક સમજ્યા વગર ટાપસી પૂરે કે બે વાસણો જોડે હોય તો ખખડે ! મરચક્કર, આપણે કંઈ વાસણ છીએ કે આપણને ખખડાટ હોય ? આ ‘દાદા’ને કોઈએ એક દહાડો ખખડાટમાં જોયા ના હોય ! સ્વપ્નય ના આવ્યું હોય એવું !! ખખડાટ શેનો ? આ ખખડાટ તો આપણી પોતાની જોખમદારી ઉપર છે. ખખડાટ કંઈ કો’કની જોખમદારી પર છે ? ચા જલદી આવી ના હોય તો આપણે ટેબલ પર ત્રણ વાર ઠોકીએ એ જોખમદારી કોની ? એના કરતાં આપણે બબુચક થઈને બેસી રહીએ. ચા મળી તો ઠીક, નહીં તો જઈશું ઓફિસે. શું ખોટું ? ચાનો ય કંઈ કાળ તો હશે ને ? આ જગત નિયમની બહાર તો નહીં હોય ને ? એટલે અમે કહ્યું છે કે વ્યવસ્થિત' ! એનો ટાઈમ થશે એટલે ચા મળશે. તમારે ઠોકવું નહીં પડે. તમે સ્પંદન ઊભાં નહીં કરો તો ચા આવીને ઊભી રહેશે અને સ્પંદન ઊભાં કરશો તો ય એ આવશે. પણ સ્પંદનોથી પાછાં વાઈફના ચોપડામાં હિસાબ જમે થશે કે તમે તે દહાડે ટેબલ ઠોકતા હતા ને !
(૪૯). - ઘરમાં વાઈફ જોડે મતભેદ થાય તો તેનું સમાધાન કરતાં આવડે નહીં, છોકરા જોડે મતભેદ ઊભો થાય તો તેનું સમાધાન કરતાં ના આવડે અને ગુંચાયા કરે.
પ્રશ્નકર્તા: ધણી તો એમ જ કહેને, કે ‘વાઈફ’ સમાધાન કરે, હું નહીં
દાદાશ્રી : હંઅ, એટલે ‘લિમિટ પૂરી થઈ ગઈ. ‘વાઈફ’ સમાધાન કરે ને આપણે ના કરીએ તો આપણી ‘લિમિટ’ થઈ ગઈ પૂરી. પુરુષ હોયને તે તો આવું બોલે કે ‘વાઈફ' રાજી થઈ જાય અને એમ કરીને ગાડી આગળ ચાલુ કરી દે અને તમે તો પંદર-પંદર દહાડા, મહિના-મહિના સુધી ગાડી બેસાડી રાખો, તે ના ચાલે. જ્યાં સુધી સામાના મનનું સમાધાન નહીં થાય ત્યાં સુધી તમારે મુશ્કેલી છે માટે સમાધાન કરવું.
આમ ઘરમાં મતભેદ પડે તે કેમ ચાલે ? બઈ કહે કે હું તમારી છું” ને ધણી કહે કે “હું તારો છું” પછી મતભેદ કેમ ? તમારા બેની અંદર ‘પ્રોબ્લેમ વધે તેમ જુદું થતું જાય. “પ્રોબ્લેમ” “સોલ્વ' થઈ જાય પછી જુદું ના જાય. જુદાઈથી દુ:ખ છે. અને બધાંને ‘પ્રોબ્લેમ ઊભા થવાના, તમારે