________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૯
દાદાશ્રી : પાવર આવે તો સારું ઊલટું, આપણે તો એમ જાણવું કે ઓહોહો ! પાવર વગરના હતા તે પાવર આવ્યો તે સારું થયું આપણે ! ગાડું સારું ચાલેને ? આ ગાડાના બળદ ઢીલાં હોય તો સારું કે પાવરવાળા ?
પ્રશ્નકર્તા : પણ ખોટો પાવર કરે ત્યારે ખરાબ ચાલેને ? પાવર સારો કરતાં હોય તો સારું.
દાદાશ્રી : એવું છેને, પાવરને માનનારો ના હોય, તો એનો પાવર ભીંતમાં વાગે. આમ રોફ મારતી ને તેમ રોફ મારતી પણ આપણા પેટમાં પાણી ના હાલે તો એનો પાવર બધો ભીંતમાં વાગે ને પછી એને વાગે પાછો.
પ્રશ્નકર્તા ઃ તમારો કહેવાનો મતલબ એવો કે અમારે સાંભળવાનું નહીં બૈરાઓનું, એવું.
દાદાશ્રી : સાંભળો, બધું સારી રીતે સાંભળો, આપણા હિતની વાત હોય તો બધી સાંભળો અને પાવર જો અથડાતો હોય, તે ઘડીએ મૌન રહેવાનું. તે આપણે જોઈ લો કે કેટલું કેટલું પીધું છે. પીધા પ્રમાણે પાવર વાપરે ને ?
પ્રશ્નકર્તા : બરાબર છે. એવી જ રીતે જ્યારે પુરુષો ખોટો પાવર કરતાં
હોય ત્યારે.
દાદાશ્રી : ત્યારે આપણે જરા ધ્યાન રાખવું. હં... આજે વંઠ્યું છે એવું મનમાં કહેવું, કશું મોઢે ના કહેવું.
પ્રશ્નકર્તા : હું... નહીં તો વધારે વંઠે.
દાદાશ્રી : આજ વંચું છે, કહે છે... આવું ના હોવું જોઈએ. કેવું સુંદર... બે મિત્રો હોય તે આવું કરતા હશે ? તો મિત્રાચારી રહે ખરી, આવું કરે તો ? માટે આ બે મિત્રો જ કહેવાય. સ્ત્રી-પુરુષ એટલે એ મિત્રાચારીથી ઘર ચલાવવાનું છે અને આવી દશા કરી નાખી. આટલા હારુ છોડીઓ પૈણાવતા હશે લોકો ગ્રીનકાર્ડવાળાને ?! આવું કરવાં હારુ ? તો પછી આ શોભે આપણને ? તમને કેમ લાગે છે ? ના શોભે આપણને ! સંસ્કારી કોને કહેવાય ? ઘરમાં ક્લેશ હોય તે સંસ્કારી કહેવાય કે ક્લેશ ના હોય તે ?
(૨૭)
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
ઘરમાં એક તો ક્લેશ ના થવો જોઈએ અને થતો હોય તો વાળી લેવો જોઈએ. જરા થાય એવું હોય, આપણને લાગે કે હમણાં ભડકો થશે તે પહેલાં જરાક પાણી નાખીને ટાઢું કરી દેવું. પહેલાંના જેવું ક્લેશવાળું જીવન જીવીએ એમાં શું ફાયદો ? એનો અર્થ જ શું ? ક્લેશવાળું જીવન ના હોવું જોઈએને ? શું વહેંચીને લઈ જવાનું છે. ઘરમાં ભેગું ખાવું-પીવું ને કકળાટ શા કામનો ? અને કો'ક ધણીનું કશું બોલે તો રીસ ચઢે કે મારા ધણીને આવું બોલે છે અને પોતે ધણીને કહે કે તમે આવા છો ને તેવા છો, એવું બધું ના હોવું જોઈએ. ધણીએ ય આવું ના કરવું જોઈએ. તમારો ક્લેશ હોયને, તો છોકરાના જીવન પર અસર પડે. કુમળાં છોકરાં, એની પર અસર થાય બધી. એટલે ક્લેશ જવો જોઈએ. ક્લેશ જાય ત્યારે ઘરનાં છોકરાં ય સારા થાય. આ તો છોકરાં બધાં બગડી ગયા છે ! (૩૦)
૧૦
અમને તો જ્ઞાન થયું ત્યારથી, વીસ વર્ષથી તો ક્લેશ નથી જ પણ એનાં વીસ વર્ષ પહેલાં ય ક્લેશ ન હતો. પહેલાંથી ક્લેશને તો અમે કાઢેલો જ, કોઈ પણ રસ્તે ક્લેશ કરવા જેવું નથી આ જગત. (૩૧)
હવે તમે વિચારીને કરજો ને ! અગર દાદા ભગવાનનું નામ લેજો. હું જ દાદા ભગવાનનું નામ લઈને કામ કરું છું ને બધું. દાદા ભગવાનનું નામ લેશો તો તરત જ તમારું ધાર્યું થઈ જશે. (૩૫)
(૩) પતિ-પત્નીમાં મતભેદ !
આપણે તો મૂળ ક્રોધ-માન-માયા-લોભ જાય, મતભેદ ઓછા થાય એવું જોઈએ. આપણે અહીં પૂર્ણતા કરવાની છે, પ્રકાશ કરવાનો છે. અહીં ક્યાં સુધી અંધારામાં રહેવું ? ક્રોધ-માન-માયા-લોભની નિર્બળતાઓ, મતભેદ જોયેલા તમે ?
પ્રશ્નકર્તા : ઘણાં.
દાદાશ્રી : ક્યાં ? કોર્ટમાં ?
પ્રશ્નકર્તા : ઘરે, કોર્ટમાં, બધે ઠેકાણે.
દાદાશ્રી : ઘરમાં તો શું હોય ? ઘરમાં તો તમે ત્રણ જણ, ત્યાં મતભેદ શાનાના ? નથી બેબીઓ બે-ચાર કે પાંચ, એવું તેવું તો કશું છે નહીં. તમે