________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જોઈએ ? ઘોડીને વગોવે છે ?
એક ફેર ધણી જો સ્ત્રીની સામે થાય તો તેનો વક્કર જ ના રહે. આપણું ઘર સારી રીતે ચાલતું હોય, છોકરાં ભણતાં હોય સારી રીતે, કશી ભાંજગડ ના હોય અને આપણને તેમાં અવળું દેખાયું અને વગર કામના સામા થઈએ એટલે આપણી અક્કલનો કીમિયો સ્ત્રી સમજી જાય કે આનામાં બરકત નથી.
(૩૫૬) તમને સ્ત્રીઓ જોડે ‘ડીલિંગ’ કરતાં નથી આવડતું. તમને વેપારીઓને ઘરાક જોડે ડીલિંગ કરતાં ના આવડે તો એ તમારી પાસે ના આવે. એટલે આપણા લોક નથી કહેતા કે “સેલ્સમેન’ સારો રાખો ? સારો, દેખાવડો, હોશિયાર ‘સેલ્સમેન’ હોય તો લોક થોડો ભાવ પણ વધારે આપી દે. એવી રીતે આપણને સ્ત્રી જોડે ‘ડીલિંગ’ કરતાં આવડવું જોઈએ. (૩૫૭)
આ તો સ્ત્રી જાતિ છે તો બધું જગતનું નૂર છે, નહીં તો ઘરમાં બાવા કરતાં ય ભૂંડાં રહો. સવારમાં પંજો જ ના વાળ્યો હોય ! ચાનું ઠેકાણું ના પડતું હોય !! એ તો વાઇફ છે તો કહેશે, એટલે તરત વહેલો વહેલો નાહી લે. એને લીધે શોભા છે બધી. અને એમની શોભા આમને લીધે છે. (૩૫૮)
સ્ત્રી એટલે સહજ પ્રકૃતિ. એટલે ધણીને પાંચ કરોડની ખોટ ગયેલી હોયને, તો ધણી આખો દહાડો ચિંતા કર્યા કરતો હોય, દુકાન ખોટમાં જતી હોય તો ઘેર ખાતા-પીતા ના હોય પણ સ્ત્રી તો ઘેર આવીને કહેશે, લ્યો, ઊઠો. હવે બહુ હાય-હાય ના કરશો, તમે ચા પીઓ ને ખાવ નિરાંતે. તો અડધી પાર્ટનરશીપ હોય પણ એને કેમ ચિંતા નથી ? ત્યારે કહે સાહજીક છે. એટલે આ સહજની જોડે રહીએ તો જીવાય, નહીં તો જીવાય નહીં. અને બેઉ છે તે પુરુષો રહેતા હોય તો મરી જાય સામાસામી. એટલે સ્ત્રી તો સહજ છે. તેથી તો આ ઘરમાં આનંદ રહે છે થોડો ઘણો.
(૩૨૯) સ્ત્રી તો દૈવી શક્તિ છે પણ જો પુરુષને સમજણ પડતી હોય તો કામ નીકળી જાય. સ્ત્રીનો દોષ નથી, આપણી ઊંધી સમજણનો દોષ છે. સ્ત્રીઓ તો દેવીઓ છે પણ દેવીથી નીચે નહીં ઉતારવાની. દેવી છે, કહીએ. અને ઉત્તર પ્રદેશમાં કેટલીક જગ્યાએ તો “આવો દેવી' કહે છે. હજી ય કહે છે, ‘શારદાદેવી આયા, ફલાણા, મણીદેવી આયા !' અમુક અમુક દેશોમાં નથી
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કહેતા ?
(૩૬૦) અને પુરુષો ચાર જણ રહેતા હોયને સામાસામી, એક જણ ખાવાનું કરે, એક જણ... એ ઘરમાં ભલીવાર ના હોય. એક પુરુષ ને એક સ્ત્રી રહેતી હોયને તો ઘર સુંદર દેખાય. સ્ત્રી સજાવટે બહુ સરસ કરે.
પ્રશ્નકર્તા : તમે સ્ત્રીઓનું જ એકલીનું ના ખેંચ ખેંચ કરશો.
દાદાશ્રી : સ્ત્રીઓનું ખેંચતો નથી. આ પુરુષોનું ખેંચું છું, પણ આમ સ્ત્રીઓને એમ લાગે કે અમારું ખેંચે છે પણ ખેંચું છું પુરુષનું. કારણ કે ફેમિલીના માલિક તમે છો. શી ઈઝ નોટ ધ ઓનર ઓફ ફેમિલી. યુ આર ઓનર. લોકો મુંબઈમાં કહેને, ‘કેમ તમે પુરુષોનો પક્ષ નહીં લેતાં ને સ્ત્રીઓનો પક્ષ લો છો ?” કહ્યું, ‘એમને પેટે મહાવીર પાક્યા છે, તમારા પેટે કોણ પાકે છે ? વગર કામના તમે લઈ બેઠાં છો !'
પ્રશ્નકર્તા છતાં તમે સ્ત્રીઓનું બહુ ખેંચો છો, એવું અમારું માનવું છે.
દાદાશ્રી : હા, એ જરાક મારી પર આક્ષેપ છે, બધે ય થઈ જાય છે. એ આક્ષેપ મને લોકોએ બેસાડેલો છે, પણ જોડે જોડે પુરુષોને એટલું બધું આપું છું કે સ્ત્રીઓ માન આપે છે પછી. એવું ગોઠવી આપું છું. આમ દેખાવ દેખાવમાં છે તે સ્ત્રીઓનું ખેચું છું પણ અંદરખાને પુરુષોનું હોય છે. એટલે આ બધું, આ કેમ ગોઠવણી કરવી એના રસ્તા હોવા જોઈએ. બન્નેને સંતોષ થવો જોઈએ.
મારે તો સ્ત્રીઓ જોડે ય બહુ ફાવે, પુરુષો જોડે ય બહુ ફાવે. બાકી અમે તો સ્ત્રીઓના ય પક્ષમાં ના હોઈએ ને પુરુષોના પક્ષમાં ના હોઈએ. બેઉ સરખું ચલાવો ગાડું. પહેલાંના લોકોએ સ્ત્રીઓને હેઠે પાડી દીધી. સ્ત્રીઓ તો હેલ્ડિંગ છે. એ ના હોય ને તારું ઘર કેવું ચાલે ? (૩૬૧)
(૧૯) પત્નીની ફરિયાદો તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ. હું તો જે ફરિયાદ કરવા આવે તેને જ ગુનેગાર ગણું. તારે ફરિયાદ કરવાનો વખત જ કેમ આવ્યો ? ફરિયાદી ઘણાંખરાં ગુનેગાર જ હોય છે. પોતે ગુનેગાર હોય તો ફરિયાદ કરવા આવે. તું ફરિયાદ કરીશ તો તું ફરિયાદી થઈ જઈશ અને સામો