________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૫૧
પડે, માણસ ઓળખી શકે જ નહીં. માણસ પોતાની જાતને ઓળખી શકતો નથી કે હું કેવો છું ! એટલે આ વાક્ય ‘એકબીજાને ઓળખે છે.’ એ બધી વાતમાં કશું માલ નથી અને પસંદગીમાં ભૂલ થઈ નથી. (૨૭૬)
પ્રશ્નકર્તા : એ સમજાવો કે કઈ રીતે ઓળખવું ? પતિએ પત્નીને ધીમે ધીમે સૂક્ષ્મ રીતે પ્રેમથી કેવી રીતે ઓળખવી, એ સમજાવો.
દાદાશ્રી : ઓળખાય ક્યારે ? એક તો સરખાપણાનો દાવ આપીએ ત્યારે. એને સ્પેસ આપવી જોઈએ. જેમ આપણે રમવા બેસીને સામાસામી ચોકઠાં, તે ઘડીએ સરખાપણાનો દાવ હોય છે, તો રમતમાં મઝા આવે. પણ આ તો સરખાપણાનો દાવ શું આપે ? અમે સરખાપણાનો દાવ આપીએ.
પ્રશ્નકર્તા : કઈ રીતે આપો ? પ્રેક્ટિકલી કેવી રીતે આપો ?
દાદાશ્રી : મનથી એમને જુદું જાણવા ના દઈએ. એ અવળું-હવળું બોલે તો ય પણ સરખાં હોય એવી રીતે એટલે પ્રેસર ના લાવીએ.
એટલે સામાની પ્રકૃતિ ઓળખી લેવાની કે આ પ્રકૃતિ આવી છે ને આવી છે. પછી બીજી રીતો ખોળી કાઢવાની. હું બીજી રીતે કામ નથી લેતો બધા લોકોની પાસે ? મારું કહેલું કરે કે ના કરે બધા ? કરે. કારણ કે એ આવડત હતી એટલે નહીં, હું બીજી રીતે કામ લઉં છું.
ઘરમાં બેસવાનું ગમે નહીં તો ય પછી કહેવું કે તારા વગર મને ગમતું નથી. ત્યારે એ ય કહે કે તમારા વગર મને ગમતું નથી. તો મોક્ષે જવાશે. દાદા મળ્યા છેને, તો મોક્ષે જવાશે.
પ્રશ્નકર્તા : તમે હીરાબાને કહો છો ?
દાદાશ્રી : હા. હીરાબાને, હું હજુ ય કહું છું ને !
આ અમે હઉં, હું આટલી ઉંમરે હીરાબાને કહું છું, તમારા વગર હું બહારગામ જઉં છું તે મને ય ગમતું નથી. હવે એ મનમાં શું જાણે, મને ગમે છે ને એમને કેમ નહીં ગમતું હોય ? આવું કહીએ તો સંસાર ના પડી જાય. હવે તું ઘી રેડને બળ્યું અહીંથી, ના રેડીશ તો લુખ્ખું આવશે ! રેડ સુંદર ભાવ ! આ બેઠાને, હું કહુંને ! મને કહે છે, ‘હું હઉ તમને સાંભરું ?” મેં કહ્યું,
પર
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર સારી રીતે. લોક સાંભરે તો તમે ન સાંભરો ?!' અને ખરેખર સાંભરે ય ખરાં, ન સાંભરે એવું નહીં !
આદર્શ હોય અમારી લાઇફ, હીરાબા ય કહે, ‘તમે વહેલાં આવજો.’ (૨૭૮)
બાઈનો ધણી થતાં આવડ્યું ક્યારે કહેવાય કે બાઈ નિરંતર પૂજ્યતા અનુભવતી હોય ! ધણી તો કેવો હોય ? કોઈ દહાડો સ્ત્રીને, છોકરાંને હરકત ન પડવા દે એવો હોય. સ્ત્રી કેવી હોય ? કોઈ દહાડો ધણીને હરકત ના પડવા દે, એના જ વિચારમાં જીવતી હોય. (૨૮૩)
(૧૭) વાઈફ જોડે વઢવાડ !
બે જણા મસ્તી-તોફાન કરતાં હોય એ વઢે-કરે પણ અંદર અંદર દાવો ના માંડે. અને આપણે વચ્ચે પડીએ તો એ એનો ધંધો કરાવી લે અને એ લોક તો એકનાં એક જ પાછાં. બીજે ઘેર રહેવા ના જાય, એને પોપટમસ્તી કહેવાય. અમે તરત સમજી જઈએ કે આ બે જણે પોપટમસ્તી કરવા માંડી. (૨૮૭)
એક કલાક નોકરને, છોકરાંને કે બઈને ટૈડકાવ ટૈડકાવ કર્યા હોય તો પછી એ ધણી થઈને કે સાસુ થઈને તમને આખી જિંદગી કચડ કચડ કરશે ! ન્યાય તો જોઈએ કે ના જોઈએ ? આ જ ભોગવવાનું છે. તમે કોઈને દુઃખ આપશો તો દુઃખ તમારે માટે આખી જિંદગીનું આવશે, એક જ કલાક દુઃખ આપો તો તેનું ફળ આખી જિંદગી મળશે. પછી બૂમો પાડો કે ‘વહુ મને આમ કેમ કરે છે ? વહુને એમ થાય કે ‘આ ધણી જોડે મારાથી આમ કેમ થાય છે ?’ એને પણ દુઃખ થાય, પણ શું થાય ? પછી મેં તેમને પૂછયું કે ‘વહુ તમને ખોળી લાવી હતી કે તમે વહુને ખોળી લાવ્યા હતા !' ત્યારે એ કહે કે, ‘હું ખોળી લાવ્યો હતો.' ત્યારે એનો શો દોષ બિચારીનો ? લઈ આવ્યા પછી અવળું નીકળે, એમાં તે શું કરે, ક્યાં જાય પછી ? (૨૮૯)
પ્રશ્નકર્તા : અબોલા લઈ વાતને ટાળવાથી એનો નિકાલ થઈ શકે ?
દાદાશ્રી : ના થઈ શકે. આપણે તો સામો મળે તો કેમ છો ? કેમ નહીં ?’ એમ કહેવું. સામો જરા બૂમાબૂમ કરે તો આપણે જરા ધીમે રહીને