________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
પ્રશ્નકર્તા : હા.
દાદાશ્રી : એટલે આવી ગોઠવણી એક દિવસની આ કરી હોય, વર્કિંગ ડે ની અને એક હોલીડે ની. બે જ જાતના દિવસ આવે છે. ત્રીજો દહાડો કોઈ આવતો નથીને ? એટલે બે દિવસ ગોઠવણી કરી એ પ્રમાણે ચાલ્યા કરે પછી.
૯
પ્રશ્નકર્તા : હવે રજાના દહાડે શું કરવાનું ?
દાદાશ્રી : રજાના દિવસે આપણે નક્કી કરવું કે આજ રજાનો દિવસ છે એટલે આજ છોકરાં-બચ્ચાં, વાઇફને, બધાને કંઈ ફરવાનું ના મળતું હોય તો આપણે ફરવા તેડી જવા જોઈએ, બધું જમીને પછી. સારું સારું જમવાનું બનાવવું જોઈએ. પછી જમીને ફરવા તેડી જવા જોઈએ. ફરીને પછી બહુ લિમિટ રાખવાની કે ભઈ, હોલીડેને દિવસે આટલો જ ખર્ચ ! કોઈ વખતે એક્સ્ટ્રા (વધારે) કરવો પડે તો આપણે બજેટ કરીશું કહીએ પણ બાકી નહીં તો આટલો જ ખર્ચ. એ બધું નક્કી કરવું જોઈએ આપણે. વાઇફ પાસે જ નક્કી કરાવવું આપણે.
પ્રશ્નકર્તા : એ કહે છે ઘેર વેઢમી ખાવી જોઈએ, પીઝા ખાવા નહીં જવાનું બહાર.
દાદાશ્રી : ખુશી, ખુશીથી વેઢમી ખાવ, બધું ખાવ. ઢોકળાં ખાવ, જલેબી ખાવ જે ફાવે એ ખાવ.
પ્રશ્નકર્તા : પણ હૉટલમાં પીઝા ખાવા નહીં જવાનું.
દાદાશ્રી : પીઝા ખાવા ?! તે આપણાથી ખવાય કેમ કરીને ? આપણે તો આર્ય પ્રજા. છતાં શોખ હોય તો બે-ચાર વખત ખવડાવીને પછી ધીમે ધીમે છોડાવી દેવા. ધીમે ધીમે છોડાવી દઈએ. એકદમ આપણે બંધ કરી દઈએ એ ખોટું કહેવાય. આપણે જોડે ખાવા લાગીને પછી છોડાવી દેવું ધીમે ધીમે
પ્રશ્નકર્તા : વાઇફને બનાવવાનો શોખ ના હોય તો આપણે શું કરવું ?
દાદાશ્રી : આપણે બીજો શોખ બદલી નાખવો. બીજી બહુ ચીજો છે આપણે ત્યાં. બીજો શોખ બદલી નાખવાનો. અને રઈ-મેથીના વઘારનું ના ભાવતું હોય તો પછી તજ ને મરિયાનો વઘાર કરી દેવડાવવો. એટલે સારું
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૧૦૦
લાગે. પીઝામાં તો શું ખાવાનું હોય ?!
એટલે ગોઠવણી કરે તો બધું જીવન સારું જાય અને સવારમાં કંઈક અડધા કલાક ભગવાનની ભક્તિ કંઈક કરે તો કામ રાગે પડે. તને તો જ્ઞાન મળી ગયું એટલે તું તો થઈ ગયો ડાહ્યો હવે. પણ બીજાને જ્ઞાન ના મળ્યું હોય તેને કંઈ ભક્તિ કરવી જોઈએ ને ! તારું તો રાગે પડી ગયું ને ! (૫૦૭)
આ ‘અક્રમ વિજ્ઞાન’ વ્યવહારને છંછેડતું નથી. દરેક ‘જ્ઞાન’ વ્યવહારને તરછોડે છે. આ વિજ્ઞાન વ્યવહારને કિંચિત્માત્ર તરછોડતું નથી. અને પોતાની ‘રિયાલિટી’માં સંપૂર્ણ રહીને વ્યવહારને તરછોડતું નથી ! વ્યવહારને તરછોડે નહીં તે જ સૈદ્ધાંતિક વસ્તુ હોય. સૈદ્ધાંતિક વસ્તુ કોને કહેવાય કે જે ક્યારેય પણ અસિદ્ધાંતપણાને ના પામે તેનું નામ સિદ્ધાંત કહેવાય, કોઈ એવો ખૂણો નથી કે અસિદ્ધાંતપણાને પામે. એટલે આ ‘રિયલ સાયન્સ’ છે, ‘કમ્પ્લીટ સાયન્સ’ છે. વ્યવહારને કિંચિત્માત્ર ના તરછોડાવે ! (૫૦૩)
કોઈને સહેજ પણ દુઃખ ના થાય, એ છેલ્લી ‘લાઈટ’ કહેવાય. વિરોધીને પણ શાંતિ થાય. આપણો વિરોધી હોયને એ એમ તો કહે કે ભાઈ આમને અને મારે મતભેદ છે, પણ એમના તરફ મને ભાવ છે, માન છે’ એવું કહે છેવટે ! વિરોધ તો હોય જ. હંમેશાં વિરોધ તો રહેવાનો. ૩૬૦ ડિગ્રીનો ને ૩૫૬ ડિગ્રીનો પણ વિરોધ હોય છે જ ! એવી રીતે આ બધે વિરોધ તો હોય. એક જ ડિગ્રી પર બધા માણસ ના આવી શકે. એક જ વિચાર શ્રેણી પર માણસ આવી શકે નહીં. કારણ કે મનુષ્યોની વિચાર શ્રેણીની ચૌદલાખ યોનિઓ છે. બોલો, કેટલા ‘એડજસ્ટ’ થઈ શકે આપણને ? અમુક જ યોનિ ‘એડજસ્ટ’ થઈ શકે, બધી ના થઈ શકે !
ઘરમાં તો સુંદર વ્યવહાર કરી નાખવો જોઈએ. ‘વાઇફ’ના મનમાં એમ થાય કે આવો ધણી નહીં મળે કોઈ દહાડો અને ધણીના મનમાં એમ થાય કે આવી ‘વાઇફ’ પણ ક્યારેય ના મળે ! એવો હિસાબ લાવી નાખીએ ત્યારે આપણે ખરાં !! (૫૧૪)
પ્રશ્નકર્તા : અધ્યાત્મમાં તો આપની વાત માટે કંઈ કહેવાનું જ નથી. પણ વ્યવહારમાં ય આપની વાત ‘ટોપ’ની વાત છે.
દાદાશ્રી : એવું છેને, કે વ્યવહારમાં ‘ટોપ’નું સમજ્યા સિવાય કોઈ