________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર
૫૫ ‘સ્વરૂપ જ્ઞાન મેળવી લેજો એટલે બધાં વેર છૂટી જાય. આ ભવમાં ને આ ભવમાં જ બધાં વેર છોડી દેવાનાં. અમે તમને રસ્તો દેખાડીશું. (૩૦૨)
માકણ કેડે છે, એ તો બિચારા બહુ સારા છે પણ હૈ.... આ ધણી બૈરીને કેડે છે ને બૈરી ધણીને કેડે છે એ બહુ વસમું હોય છે. શું ? કેડે કે ના કેડે ?
પ્રશ્નકર્તા : કેડે.
દાદાશ્રી : તો એ કૈડવાનું બંધ કરવાનું છે. માકણ કેડે છે એ તો કેડીને જતાં રહે. બિચારા એ મહીં ધરાઈ ગયો એટલે જતાં રહે. પણ બૈરી તો કાયમ કડતી જ હોય. એક જણ તો મને કહે છે, મારી વાઈફ મને સાપણની પેઠ કેડે છે ! ત્યારે મૂઆ પૈણ્યો તો શું કરવા તે સાપણની જોડે ?! તે એ સાપ નહીં હોય, મૂઆ ?! એમ ને એમ સાપણ આવતી હશે ? સાપ હોય ત્યારે સાપણ આવે ને !
(૩૦૩) અમે તો એટલું જાણીએ કે આ ઝઘડ્યા પછી ‘વાઇફ'ની જોડે વહેવાર જ ના માંડવાનો હોય તો જુદી વાત છે. પણ ફરી બોલવાનું છે તો પછી વચ્ચેની બધી જ ભાષા ખોટી છે. અમારે આ લક્ષમાં જ હોય કે બે કલાક પછી ફરી બોલવાનું છે, એટલે એની કચકચ ના કરીએ. આ તો તમારે અભિપ્રાય ફરી બદલવાનો ના હોય તો જુદી વાત છે. અભિપ્રાય આપણો બદલાય નહીં તો આપણું કરેલું ખરું છે. ફરી જો ‘વાઇફ' જોડે બેસવાના જ ના હો તો ઝઘડ્યા એ ખરું છે. પણ આ તો આવતી કાલે ફરી જોડે બેસીને જમવાના છે. તો પછી કાલે નાટક કર્યું તેનું શું? એ વિચાર કરવો પડે ને ?
(૩૦૪) સથી પહેલા ધણીએ માફી માગવી. ધણી મોટા મનનો હોય. બઈ પહેલી ના માંગે.
પ્રશ્નકર્તા : ધણી મોટા મનનો કહ્યું એટલે એ ખુશ થઈ ગયા.
દાદાશ્રી : ના, એ મોટા મનનો જ હોય. એનું વિશાળ મન હોય અને સ્ત્રીઓ સાહજિક હોય. સાહજિક હોય એટલે મહીંથી ઉદય આવ્યો તો માફી માંગે, ના ય માંગે. પણ જો તમે માંગો તો તરત માંગી લેશે. અને તમે ઉદય
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર કર્મના આધીન નહીં રહેવાના. તમે જાગૃતિના આધીન રહેવાના અને આ ઉદયકર્મના આધીન રહે. એ સહજ કહેવાય ને ! સ્ત્રી સહજ કહેવાય. તમારામાં સહજતા ના આવે. સહજ થાય તો બહુ સુખી હોય. (૩૫)
પ્રશ્નકર્તા : આ અહમ્ ખોટો છે, એવું આપણે કહેવામાં આવે છે અને બધું સાંભળીએ છે ને સંત પુરુષો કહે છે, છતાં એ અહમ્ જતો કેમ નથી ?
દાદાશ્રી : અહમ્ જાય ક્યારે, એને ખોટો છે એવું આપણે એક્સેપ્ટ કરીએ ત્યારે જાય. વાઇફની જોડે કકળાટ થતો હોય, તો આપણે સમજી જવું કે આ આપણો અહમ્ ખોટો છે. એટલે આપણે રોજ એ અહમૂથી જ પછી એની માફી માંગ માંગ કરવી અંદર, એટલે એ અહમ્ જતો રહે. કંઈ ઉપાય તો કરવો જોઈએને ?
(૩૬) અમે આ સરળ ને સીધો રસ્તો બતાડી દઈએ છીએ અને આ અથડામણ કંઈ રોજ રોજ થાય છે ? એ તો જ્યારે આપણાં કર્મના ઉદય હોય ત્યારે થાય, તેટલા પૂરતું આપણે “એડજસ્ટ’ થવાનું. ઘરમાં વાઇફ જોડે ઝઘડો થયો હોય તો ઝઘડો થયા પછી વાઇફને હૉટલમાં લઈ જઈને, જમાડીને ખુશ કરીએ. હવે તાંતો ના રહેવો જોઈએ.
એટલે ‘આ’ જ્ઞાન હોય તો પછી એ ભાંજગડ ના રહે. જ્ઞાન હોય તો આપણે સવારના પહોરમાં દર્શન જ કરીએ ને ? વાઇફની મહીં ય ભગવાનનાં દર્શન કરવા જ પડે ને ? વહુમાં ય દાદા દેખાય તો કલ્યાણ થઈ ગયું. વહુને જોઉં તો આ ‘દાદા’ દેખાયને ! એની મહીં શુદ્ધાત્માં દેખાયને ! એટલે કલ્યાણ થઈ ગયું !
(૩૦૭) માટે જેમ તેમ કરીને “એડજસ્ટ’ થઈને ટાઈમ પસાર કરી નાખવો એટલે દેવું વળી જાય. કોઈનું પચ્ચીસ વર્ષનું, કોઈનું પંદર વર્ષનું, કોઈનું ત્રીસ વર્ષનું, ના છૂટકે ય આપણે દેવું પૂરું કરવું પડે. ના ગમે તો ય એની એ જ ઓરડીમાં જોડે રહેવું પડે. અહીં પથારી બાઈસાહેબની ને અહીં પથારી ભાઈસાહેબની ! મોઢાં વાંકાં ફેરવીને સૂઈ જાય તો ય વિચારમાં તો બાઈસાહેબને ભાઈસાહેબ જ આવને ! છૂટકો નથી. આ જગત જ આવું છે. એમાં ય આપણને એ એકલાં નથી ગમતાં એવું નથી. એમને ય પાછા આપણે ના ગમતા હોઈએ ! એટલે આમાં મઝા કાઢવા જેવું નથી.