________________
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર જોઈએ ? તો શું થાય ?
(૩૧૮) ‘મિનિટે’ ય ભાંજગડ ના પડે, એનું નામ ધણી. મિત્ર જોડે જેમ બગડવા નથી દેતા તેમ સાચવવું. મિત્ર જોડે ના સાચવે તો મિત્રતા તૂટી જાય. મિત્રાચારી એટલે મિત્રાચારી. એમને શર્ત કહી દેવાની, ‘તું મિત્રાચારીમાં જો આઉટ ઓફ મિત્રાચારી થઈ જાઉં તો ગુનો લાગી જશે. સંપીને મિત્રાચારી રાખ !”
ફ્રેન્ડ જોડે સિન્સિયર રહે છે, એમ કે ફ્રેન્ડ ત્યાં રહ્યો રહ્યો કહે કે મારો ફ્રેન્ડ આવો. મારા માટે ખરાબ વિચાર કરે જ નહીં. તેમ આના માટે ખરાબ વિચાર ના થાય. ફ્રેન્ડ કરતાં વધારે ના કહેવાય ? (૩૨૨)
(૧૮) વાઈફ વાળે તોલ સાથે ! હવે રાતે છે તે બેન જોડે ભાંજગડ થઈ હોય તમારે, તો એ તાંતો એને રહે, તે સવારમાં ચા મૂકે તો ટચકારો મારે આમ. હેય.... એ તમે સમજી જાવ કે હં... તાંતો હજુ તો છે, ટાઢા પડ્યા નથી. આમ ટચકારો મારે, એનું નામ
૬૦
પતિ-પત્નીનો દિવ્ય વ્યવહાર બધી ચીજ સડી જાય, પણ આમની ચીજ ના સડે ! સ્ત્રીને આપણે આપ્યું હોય તો તે અસલ જગ્યાએ રાખી મેલે કાળજાની મહીં, માટે આપશો-કરશો નહીં. નથી આપવા જેવી ચીજ આ. ચેતતા રહેવા જેવું છે. (૩૨૬)
હંમેશાં સ્ત્રીને જેટલું તમે કહો, એની જવાબદારી આવે. કારણ કે એ આપણે જ્યાં સુધી શરીર સારું મજબૂત હોયને, ત્યાં સુધી જ સહન કર્યા કરે અને મનમાં શું કહે ? એ ગાતર (સાંધા) ઢીલાં પડશે એટલે રાગે પાડી દઈશ. આ બધાંનાં ગાતર ઢીલા પડ્યાંને તેને બધાને રાગે પાડી દીધેલાં, મેં જોયેલાં ય ખરા. એટલે હું લોકોને સલાહ આપું, ના કરીશ, મૂઆ, બૈરી જોડે તો વઢવાડ ના કરીશ. બૈરી જોડે વેર ના બાંધીશ, નહીં તો મૂઆ વેષ થઈ પડશે.
૩૨૮). આપણી સ્ત્રી જાતિ મૂળ સંસ્કારમાં આવે, તો એ તો દેવી છે. પણ આ તો બહારના સંસ્કાર અડ્યા છેને, એટલે વિફરી છે હવે. વિફરે !! તેથી શાસ્ત્રકારોએ કહ્યું, રમા રમાડવી સહેલ છે, વિફરી તો મહામુશ્કેલ થઈ જાય અને વિફરે એવું કરે છે આપણાં લોકો. સળી કરીને વિફરાવડાવે અને વિફરે તો પછી વાઘણ જેવી કહેવાય. ત્યાં સુધી ન જવું જોઈએ આપણે. મર્યાદા જોવી જોઈએ અને ત્યાં આપણે સ્ત્રીને છેડ છેડ કરીએ તો ક્યાં જાય એ બિચારી ? એટલે પછી વકરે ! પહેલાં વકરે અને પછી વિફરે અને વિફરી કે પછી થઈ રહ્યું ! માટે એને છંછેડશો નહીં. લેટ ગો કરવું. (૩૩૨)
અને સ્ત્રી તો વિફરશે, તે તારી બુદ્ધિ નહીં ચાલે, તારી બુદ્ધિ અને બાંધી શકશે નહીં. માટે વિફરે નહીં એવી રીતે તું વાતો કરજે. આંખમાં પ્રેમ જબરજસ્ત રાખજે. વખતે એ અવળું-હવળું બોલેને તો એ તો સ્ત્રી જાતિ છે, માટે લેટ ગો કરજે. એટલે એક આંખમાં સંપૂર્ણ પ્રેમ રાખવાનો, બીજી આંખમાં જરાક કડકાઈ રાખવાની, એવી રીતે રહેવું જોઈએ. જે વખતે જે જરૂર હોય તેવું, બિલકુલ કડકાઈ રોજ કરાય નહીં. એ તો એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી તરીકે માનવું, દેવી તરીકે. સમજ પડીને ?
પ્રશ્નકર્તા: એક આંખમાં કડકાઈ અને એક આંખમાં દેવી, એ બે એટ એ ટાઈમ કઈ રીતના રહે ?
દાદાશ્રી : એ તો પુરુષને બધું આવડે ! હું ત્રીસ-પાંત્રીસ વર્ષનો હતો ત્યારે ઘેર આવુંને, તે હીરાબા એકલા નહીં, બધી સ્ત્રીઓ મને દેખે તે એક
તાંતો.
‘આ એ શું કરે છે, શાથી આ કરે છે ? એ તમને દબાવા ફરે છે. અને તું ગુસ્સે થઈ જઉં એટલે એ જાણે કે હા, ચાલો ઠંડો, નરમ થઈ ગયો. પણ ગુસ્સે ના થઉં, તો એ વધારે કરે પછી....” આવું કકળાટ છતાં ગુસ્સે ના થાય પેલો, તો પછી અંદર જઈ અને બે-ચાર વાસણોને આમ કરીને પાડે. એ ખણણણ.... અવાજ થાય એટલે પાછો પેલો ચિઢાય. જો તો ય ના ચિઢાયો તો બાબાને ચૂંટી ખણી લે એટલે રડાવે. પછી પેલો ચિઢાય, પપ્પો. ‘તું બાબાની પાછળ પડી છું. બાબાને શું કરવા વચ્ચે લાવે છે ?” આમ તેમ, એટલે પેલી જાણે કે હં, આ ટાઢો પડી ગયો.
(૩૨૩) પુરુષો પ્રસંગો ભૂલી જાય અને સ્ત્રીઓની નોંધ આખી જિંદગી રહે. પુરુષો ભોળા હોય, મોટા મનના હોય, ભદ્રિક હોય, તે ભૂલી જાય બિચારા. સ્ત્રીઓ તો બોલી જાય હઉ, કે ‘તે દહાડે તમે આવું બોલ્યા હતા, તે મારે કાળજે વાગેલું છે. અલ્યા, વીસ વર્ષ થયા તો ય નોંધ તાજી !! બાબો વીસ વરસનો મોટો થયો, પૈણવા જેવો થયો તો ય હજી પેલી વાત રાખી મેલી ?'