Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
વર્ષ : ૧
શ્રી જૈન સત્ય
ಸಹನಟ
પ્ર
#I+8\
૬ સમિતિ
અમદાવાદ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમાંક : ૫૦ તંત્રી ચીમનલાલ ગેાકળદાસ શાહ
ACHARYA SRI KAILASSARSURI GYANMANDIR
ACE HAAVED L
NA KENADA
Ph.: (079) 23276252, 23276204-05
Fax : (079) 23276249
For Private And Personal Use Only
અંકઃ૨
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
णमो त्थु णं भगवाओ महावीरस्स
सिरि रायनयर मज्झे, संमोलिय सव्वसाहुसंमइयं । पत्तं मासियमेयं, भव्वाणं मग्गयं विसयं ॥ १ ॥
વિક્રમ સંવત ૧૯૯૫ : આસા સુદી ૩ :
श्री जैन सत्य प्रकाश
(મતિ પત્ર)
૧૦ સ્વીકાર
૧૧ રાતા મહાવીર
૧૨ મહાકિવ ધનપાળ
૧૩ વાંધની પટ્ટા
વીર સવત ૨૪૬૫ O રવિવાર
0
વિ—ષય દ——ન
१ श्रीमक्षिमंडन पार्श्वनाथ स्ववन ૨ પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન ૩ મૂર્ખ શતક
૪ શ્રી નમસ્કાર મહામંત્ર મહાત્મ્ય ૫ નિષ્નવવાદ
१ श्री जैनधर्मविजयवैजयन्ती ૭ તારાંત ખેાલ સંબધી એ પત્રો ૮ ગ ખંડન
૯ સાર પચક
0:0
मु. म. ज्ञानविजयजी
આ. મ. વિજયલબ્ધિસૂરિજી શ્રીયુત સારાભાઇ મ. નવાખ શ્રીયુત સુરચંદ પુ. બદામી મુ. મ. રધરિવજયજી मु. म. वल्लभविजयजी : મુ. મ કાંતિસાગરજી
10
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લવાજમ
ઈસ્વીસન ૧૯૩૯ આકટાબર ૧૫
મુ. મ. ન્યાયવિજયજી આ. મ. વિજયપદ્મસૂરીજી
ઃ ૬૩
ઃ
૮
: te
:
૧
: 193
: ૭૯
૨.
: ૮૦
: ૮૪
મુ. મ. સુશીલિવજજી आ. म. विजययतीन्द्र रोजी : ८७
બહારગામ ૨-૦-૦
For Private And Personal Use Only
: ૧૧
: ૫૪
: ૫
: ૫૯
સ્થાનિક ૧–૮–૦
છૂટક અંક ૦-૩-૦
મુદ્રક : નરોત્તમ હરગેાવિન્દ પડયા, પ્રકાશક : ચીમનલાલ ગેાકળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, શિંગભાઇની વાડી ઘીકાંટા રેડ, અમદાવાદ
---jak -
Page #3
--------------------------------------------------------------------------
________________
www.kobatirth.org
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
सत्यारा .
ક્રમાંક ૫૦
[ भासि पत्र]
[१५ ५: २] श्री मक्षीजीमंडन पार्श्वनाथ स्तवन संग्राहक--मुनिराज श्री ज्ञानविजयनी
[दुहा मगसी मंडन विनवू सुणिं परम स x x स । सुख संपति आनंद अधिक आपो वंछित आस ॥ १ ॥ x x x वन तार (सा) तरण साचो समरथ देव। तु x x रणी अहि निसी सदा सारई सुरनर सेव ॥ २ ॥ तुज (श)रण शंकट लइ भाजइ भावछि भुंख । रोग (णं)डे गेगी तणा नाशइ दालिन दुरि ॥ ३ ॥ वाट घाट संकट विकट संग वाघ भुइ ठाम । भुत प्रेत वितर तणा टलइ तुज लीधा नाम ॥ ४ ॥ गिर किनर जल थल विषम अग्नि झाल असराल । विषधर नचि(निश्चय)ष उतरह तुज समरण ततकाल ॥ ५ ॥ परत्या(सा) पुरह लोकना आवह संघ अनेक । पुना करो मन भावसु चित्तधरि अधिक विवेक ॥ ६ ॥ चंदन केशर घसी करी चरचह जिनवर अंग । कुशम माल प्रसल (परिमल) अधिक पहिरावई मनी (न) रंग ॥ ७ ॥ द्वारंतर दादा तण वाजई मधुर मृदंग । दोल ददामा दुमबडि भेरि नाद सुचंग ।। ८ ॥ जिन मंदिरथी जिमणे देवरीयां छत्रीश । तिहां पुना प्रभुनी करह नरनारी नगीस ॥ ९ ॥ प्रभुना मंदिर आगलै चोमुख देवल एक । वीतराग बंधा तिहां आनंद अधिक विवेक ॥ १० ।। बलि चौमुखने आगलै रायण रुख उदार । तिहां पगला परमेस तणा भेटा हरष अपार ॥ ११ ॥ रायण तल लगु देहरी नीहां श्री मिनवर पास । नील कंठ मिरपादुन आनंद अधिक डल्लास ॥ १९ ॥
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
॥ १४ ॥
जिनमंदिरथी जिमणई त्रिहुं देवरियां ठाम | महारुद्र महिमा निलो सोमेसर इण नाम ॥ १३ ॥ सुंदिर मंदिर प्रभुतणा सोहि अति अभिराम । झालर संख शब्दज तणा नाटिक ठांमोठा केइक गावई मधुर धुनि केइ वजावर वीण । के करजोडि रह्या उभा तलालीण ॥। १५ ।। अति उछव आठे पहर देखा प्रभु दरबार | चंद चकोर तणी परइ हरखइ हीया मझार ॥ १६ ॥ मेलइ मगसी नाथनइ मलाया छै वृंद लोक |
वस्त्र पात्र उषध प्रमुख लाधइ सगला थोक || १७ ॥
[ ५२
के माता के उ मता उलगणा असवार । चतुर पुरष चोका फिरई करई हुस्यांर ( २ ) ॥ १८ ॥ इणपरि मगसिनाथनइ महिमा अति विस्तार | हुकहिं नमतु मानवी ए कोई अवदात ॥ १९ ॥ सांवलीया साहिब तणी गतिमति अलख अपार । ज्ञानविना समजे कवण सदा मछं गार ॥ २० ॥ वामासुत (हुं) ताहरी करूं नीरंतर सेव । करुणा निधी कृपाल छो x जात रुहेसुं हेव ॥ २१ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ढाल - गुढमलार राग ]
x x
मगसी मंडण सुखकारि तोरा दरसकी बलीहारी । x दरसणदे - तोरै पायनमइ रे बहु प्राणी । गुणगावs इंद्र इंदाणि हो दादा दोल० ॥ १ ॥ स्वेतांबर विवहारिहो दा० तेह श्रावक समकित धारि ।
पूजइ अनेक प्रकारि हो दा० ॥ २ ॥
केइ श्राविका सुकलिणी पुन्य xx अधिक प्रवाणी हो दा० |
केइ विप्रवेद ध्वनिकारी तोरा दरस कि बलीहारि हो दा० ॥ ३ ॥ कइ योगि जंगम संन्यासि ब्रह्मचारि के वनवासि हो दा० ।
as frees नवइरागि केइ पंडित पवन असासि हो दा० सेवत चरण सदा सुखकारि हो दा० ॥ ४ ॥
વર્ષ ૨
For Private And Personal Use Only
केइ विलखइ वनवइरागि इम पूजइ अनेक प्रकारि हो दा० । के अनंत प्रेम अणगारि नारि सेवा अनंत दुहारि हो दा० ॥ ५ ॥
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી મક્ષીજીમડન પાર્શ્વનાથ સ્તનન
६२।
[ 43 ]
के गरढी गुणवंत गोरि केइ तुरणी मयगल माति हो दा० । के संचलनारि चुडालि वेणीसर सोभत कालि हो दा० ॥ ६ ॥ के प्रभुमुख नयण निहालि रंगड़ रातिइ हरवइवालि हो दा० । as नाच नवरुपाली घुंघट पट दूरइ टाली हो दा० ॥ ७ ॥
केइ सप रंभ समानि मरुधरनी मृगनयणी हो दा० । केइ नव जोवन मदमात मगसि मंडण गुण गाति हो दा० ॥ ८ ॥
केइ मयगल मलवंति आवइ तोरा चलण नमति हो दा० ।
केइ मालव दक्षण देसे गुजरातिण नवनव वेसे दो दा० ॥ ९ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
केइ आवदना अर्जुआली पुजइ रामपुरानी रतनालि हो दा० । के हिंदु तुरक हजारी आवइ तो प्रभु जात्रा तुमारि हो दा० ॥ १० ॥ धन दिन हो प्रभु मोरो मई दरसण पायो प्रभु तोरो हो दा० । हवाइ यात्र सफल हु मोरि भवभव देजो सेवा तोरी हो दा० ॥ ११ ॥
कलसा
इह पास सामि मुगति गामि देस मालव मंडणो । मगसीयगामइ अचल ठामई पाप तापविहंडणो ॥ १ ॥
संवत सतर अठोतर वरसई ( १७७८) पोस वदि तेरसदिनई । नरसिंहदास इम उलसई प्रभुं भेटियई हषिई घणुं ई ॥ २ ॥
इति श्री श्री मंगसि मंडण जिनस्तवन श्री पार्श्वनाथ स्तवनं संपुर्ण. पंडित श्री श्री ५ केशर विमल ग० तत् शिष्य मुनिरामविमल लपी (लिपी) कृत्ता (तुम) संवत १७२६ वर्षे जेठ बदि २ दिने सुभं भवतु ॥ कल्याणमस्तु श्रेयः ॥ श्रीश्रीश्रीश्रीश्री ।
याद्रीसं पुस्तकं द्रीष्टा ताद्रीस लिखते मया, तदासुधमसुधं वा मम दोसो नदीयते ॥ श्री ॥
[ यादृशं पुस्तकं दृष्टं तादृशं लिखितं मया । तत्र शुद्धमशुद्धं वा मम दोषो न दीयते ॥ ]
પ્રાચીન હસ્તલિખિત એક પાનું ઘણાં વર્ષ પહેલાં ભંડારમાંથી પ્રાપ્ત થયું હતું. તેમાં કેટલાક સ્થાને અક્ષરા તુટી ગએલ છે કેટલાક અક્ષરે ઉકલતા નથી. ભાષા અમિશ્રિત હિન્દી સાથે જુની ગુજરાતી જેવી લાગે છે. આ સ્તવનમાં કર્યાં કાઈ કવિ શ્રાવક લાગે છે. સ્તવનમાં તે વખતનાં વેશ, વસ્ત્ર દેશ દેશાવરની જનતાનું વર્ણન મલે છે. તેમ એક શ્વેતામ્બર વ્યવહારીનું નામ પણ છે પણ તે પાનમાં તુટી જવાથી નથી આપી શકયા. પરન્તુ તે શે ખાસ તેની વ્યવસ્થા અને મજકુર મીલકતના કર્તાધર્તા હશે. તે વખતે શ્વેતામ્બરા જ ત્યાં જતા હશે. કવિની શ્રદા મક્ષીજી ઉપર કેટલી સચેટ છે તે સ્તવન જ કહી આપે છે. મક્ષીજી સબન્ધી વિશેષ ઇતિહાસના સશેાધનની આવશ્યકતા છે.
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરિજી
(ગતાંકથી ચાલુ) પાપતત્ત્વ પૂર્ણ થતાં, ક્રમ પ્રાપ્ત આશ્રવ તત્વ પર હવે નજર નાખીએ છીએ. પહેલાં આશ્રવ કઈ ચીજ છે તે આપણે જાણવું જોઈએ, એટલે પ્રથમ તેનું લક્ષણ બતાવાય છે.
શુમમર્મકતુઃ
શુભ કે અશુભ કર્મને ગ્રહણ કરવાનું છે કારણ હેય તેને આશ્રવ કહે છે અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્યારે પુણ્ય અને પાપનું આગમન એ જ આશ્રવ છે તે પછી તે બે તત્ત્વમાં આનો સમાવેશ કરી શકાય અને તેથી જુદું આશ્રવ તત્ત્વ માનવાની જરૂર રહેતી નથી. આના જવાબમાં સમજવાનું કે પાપમાં કેવલ અશુભ કર્મને સમાવેશ છે અને પુણ્યમાં શુભ કર્મને સમાવેશ છે જ્યારે આશ્રવમાં બન્નેને સમાવેશ છે, આથી આશ્રવ જુદું પડે છે. વળી આશ્રવ સાધન છે જ્યારે પુણ્ય અને પાપ સાધ્ય છે. સાધ્ય અને સાધનને એક માની લેવા એ કઈ રીતે વ્યાજબી નથી. હાં, કેઈ અપેક્ષાવાદથી આશ્રવમાં પુણ્ય અને પાપને સમાવેશ કરવા એ વ્યાજબી છે જેમકે તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતી મહારાજે તેમ કરેલ છે. જ્યાં સુધી કર્મને બંધ ન હોય ત્યાં સુધી આશ્રવને સંભવ હોઈ શકતા નથી. જે બંધ વગર પણું આશ્રવ મનાય તે મુક્તાત્માઓ કે જેઓ આઠે કર્મ રહિત છે તેઓને પણ તેવો પ્રસંગ આવશે. જે આશ્રવ વગર બંધ માનીએ તો તે પણ બની શકે તેમ નથી, કારણ કે સિદ્ધ ભગવંત આશ્રવથી રહિત છે તે તેમાં પણ બંધને પ્રસંગ આવે. એટલે એમ જ માનવું રહ્યું કે જેમ જેમ આશ્રવની હીનતા તેમ તેમ પુણ્ય અને પાપના બંધની પણ હીનતા થાય છે. આથી પુણ્ય અને પાપ તથા આશ્રવના વચ્ચે રહેલું ઉત્પાદ્ય ઉત્પાદકપણું સિદ્ધ થાય છે અને તેથી પિતા પુત્રની જેમ આ તત્ત્વોની પણ પૃથક્તા સિદ્ધ થાય છે.
આ આશ્રવના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદનાં નીચે પ્રમાણે લક્ષણ છે. १ आत्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रयः । ૨ વનનિહાનuપરાય: માયાવ: | ૧ આત્માના પ્રદેશો વિષે કર્મદલને પ્રાપ્ત કરી આપનારી યિા તે દ્રવ્યાશ્રવ છે. ૨ કર્મ ઉપાર્જનના કારગરૂપ અથવસાય તે ભાવાશ્રવ છે.
આખાય જગતનું નાનાવિધ નાટક આ આશ્રવ તત્ત્વથી બને છે. જે આ નાટકથી બચવાની ઈચ્છા હોય તે આશ્રવ તત્ત્વને જાણી તેને ત્યાગ કરવાની અત્યંત આવશ્યક્તા છે. એટલા માટે નીચે મુજબ તેના ૪૨ ભેદ બતાવવામાં આવે છે. स्पर्शविषयकरागद्वेषजन्याश्रवः स्पर्शेन्द्रियाश्रयः । સ્પર્શને વિથ કરનાર રાગદ્વેષથી જન્ય આશ્રવને સ્પર્શેન્દ્રિયાશ્રવ કહે છે. આ સ્પર્શેન્દ્રિયથી થતા કેમલ સ્પર્ધાદિમાં મોહ પામનારા અધોગતિને પામે છે,
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી પહાવીરનું તત્વજ્ઞાન
જેમકે સ્થલપર ચાલતા હાથીનું ગર્તામાં ગબડવું, ક્ષુધાદિની વેદના સહન કરવી, અંકુશ આદિ પ્રહારોથી પીડાવવું, અલ્પ શક્તિવાલા મહાવતને આધીન રહેવું, એ બધું સ્પશેન્દ્રિ વાવને આભારી છે. તેવી જ રીતે અનિષ્ટ સ્પર્શથી ઠેષ કરનાર પણ દુઃખી થાય છે.
रस विषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः । રસને વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થએલ આશ્રવને બીજો ભેદ રસનેન્દ્રિયામવ છે.
અતિ વિમલ અને વિપુલ જલમાં યથેચ્છ વિચરનાર, કોઈ પણ પ્રકારના ભયથી રહિત, સુખથી રમી રહેલે મત્સ્ય આ આશ્રવથી યમરાજના ધામમાં પ્રયાણ કરે છે.
गन्धविषयकरागद्वेषजन्याश्रवः घाणेन्द्रियाश्रवः ।। ગન્ધો વિષય કરનાર રાગદ્વેષથી ઉત્પન્ન થએલ આશ્રવ ધ્રાણેન્દ્રિયાશ્રવ છે. નાના પ્રકારનાં પુષ્પની ગંધમાં લીન બનેલો ભમરે આ આશ્રવથી વિનાશને નોતરે છે. रूपतिषयकरागद्वेषजन्याश्रवः चक्षुरिन्द्रियाश्रवः । રૂપને વિષય કરનાર રાગદ્વેષથી જનિત આશ્રવ ચક્ષુરિન્દ્રિયાશ્રવ કહેવાય છે.
સુંદર જાતિનાં પુષ્પની કળીની જેમ સમજી ચમક્તા દીપકમાં રૂપથી આકર્ષાઈ પતંગીલું મરણ પામે છે, તેમાં આ આશ્રવ જ કારણ છે.
शब्दविषयकरागद्वेषजन्याश्रवः श्रोत्रेन्द्रियाश्रवः । શબ્દને વિષય કરનાર રાગ અને દ્વેષથી પેદા થએલ આશ્રવને શ્રેગ્નેન્દ્રિયાશ્રવ કહે છે.
વનમાં આનંદપૂર્વક ક્રીડા કરનાર હરણુ આ આશ્રવને વશે મરણને શરણ થાય છે. શબ્દના પ્રેમમાં ફસાઈ કઈ પણ બુદ્ધિશાળીએ હરણની જેમ પિતાને નાશ કરવો એ યોગ્ય નથી. જ્યારે આ એક એક આશ્રવને વશે જુદા જુદા પ્રાણીઓ નાશ પામે છે તે પછી પાંચે આશ્રવના વિશે પડેલે પ્રાણ નાશ પામે તેમાં આશ્ચર્ય નથી.
શ્રમપુર: છાશવઃ | अनम्रताजन्याश्रवो मानाश्रवः । कापटधप्रयुक्ताश्रवो मायाश्रवः । રમતન્યસTwiાવો માત્ર: |
પ્રીતિના અભાવથી ઉત્પન્ન થએલ આશ્રવ ક્રોધાશ્રવ, અનમ્રતાથી ઉત્પન્ન થએલ આશ્રવ માના શ્રવ, કપટથી પ્રયુક્ત આશ્રવ માથાશ્રવ, અને સન્તોષ શુન્યતા દ્વારાએ થએલ આશ્રવ લેભાશ્રવ કહેવાય છે.
અમારવાફૂંકાગાળવિયોગાભ્યાઘા ઉર્દૂતાવા अयथावस्तुप्रवृत्तिजन्याश्रवोऽसत्याश्रवः કારિતાર્થ સ્વાયત્તજનવાઝવઃ તૈચાવડા , सति वेदोदये औदारिकवैक्रियशरीरसंयोगादिजन्याश्रवोऽब्रह्माश्रयः । अव्यादिविषयाभिकाक्षाजन्याश्रवः परिग्रहाश्रयः।।
પ્રમાદવશ પ્રાણીથી થએલ પ્રાણવિગથી - ઉત્પન્ન થએલ આશ્રવ હિંસાશ્રવ, અયથાવત વસ્તુની પ્રવૃત્તિથી થયેલ આશ્રવ તે અસત્યાગ્રુવ, સ્વામી આદિથી નહિ અપાએલ પદાર્થને સ્વાધીન કરવાથી થએલ આશ્રવ તેયાવ, વેદેદયથી દારિક
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મૂર્ખશતક સંગ્રાહક : શ્રીયત સારાભાઈ મણિલાલ નવાબ [ આગમોદ્ધારક આચાર્યદેવ શ્રી સાગરાનંદસૂરીશ્વરજીના શિષ્ય મુનિ મહારાજ શ્રી વર્ધમાનસાગરજીના સંગ્રહમાં આ પ્રાચીન પત્ર મારા જેવા માં આવતાં વાચકને ઉપયોગી ધારી અને છપાવવાનું યોગ્ય ધાર્યું છે. આ પત્ર કાગળને એક લાંબા ચીરાની બને બાજુએ લખેલો છેઅને તેની ભાષા સત્તરમી, અઢારમી સદીની લાગે છે.]
ચંપાવતી નામે નગર છે, તિહાં શત્રુમઈન નામે રાજા રાજ્ય કરતા હતા. તે રાજાને ધારણું નામે પટરાણી છે. તેને કરેદ્રસિંહ એહવે નામે કુમર થશે. તેને પિતાઈ વિવા ભણવાને કાજે પંડિતને સમીપે મુક્યો, હવે તેનું મૂરખપણું વેગલું કરવાને કાજે એકસે એક પ્રકારે મૂરખ સીખ દેઈ ભણાવ્યો.
તે ૧૦ મુખના પ્રકાર આ પ્રમાણે છે ૧ ઉદ્યમ સમર્થઈને ઘણી ઉદ્યમ હીણ ૪ વ્યાપારી કે શબ્દાદિકને વિષે રસિક તે મૂર્ખ.
તે મૂખ. ૨ પંડિતની સભામાં આપણો યશ બેલે ૯ દેણું કરીને કુવસ્તુ લે તે મૂખ. તે મૂખ.
૧૦ ગરા (ઘરડે) થઈ નવી કન્યા વરે 3 વેશ્યાના વચનોને વિશ્વાસ કરે તે મૂર્ખ. તે મૂખ. ૪ પર પાખંડીને આડંબર દેખી પ્રતીત ૧૧ અણ સાંભલ્યો અણ વાંઓ ગ્રંથ કરે તે મૂર્ખ.
વ્યાખ્યાને વાંચે તે મૂખ. ૫ જૂવટું રમીને વિત્તની આશા ધરે તે ૧૨ પ્રત્યક્ષ અરથને ઢાંકે તે મૂર્ખ
( ૧૩ ઉઘાડી વસ્તુ વાપરે તે મુખ. ૬ કુકર્માદિ વાણિદ કરી ધન વાંછે. ૧૪ ચપલ સ્ત્રીને ભત્તર ઇર્ષા કરે તે મૂર્ખ. તે મૂર્ખ.
૧૫ દુષ્ટ અને સમર્થ વેરી થક સંકાઈ ૭ નિબુદ્ધી થકો મોટા કાર્યની ઈચ્છા નહી તે મૂર્ખ. કરે તે મૂર્ખ.
૧૬ ધન દઈ પશ્ચાતાપ કરે તે મૂર્ખ
[ અનુસંધાન પૃષ્ટ પપમાન ] ક્રિય શરીરના સંગાદિથી જન્યાશ્રવ અબ્રહ્માશ્રવ, અને દ્રવ્યને વિષય કરનારી જે અભિકાંક્ષા તેના વડે થએલ આશ્રવ પરિગ્રહાશ્રવ કહેવાય છે
शरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः । वाक्रियाजनिताश्रवो वागाश्रवः । मनश्चेष्टाजन्याश्रवो मन आश्रवः ।
શરીરની ચેષ્ટાથી જન્ય આશ્રવને કાયાશ્રય, વાણુની ક્રિયાથી જનત વાગાશ્રય અને મનની ચેષ્ટાથી ઉત્પન્ન થએલ મનાશ્રવ મનાશ્રવ આ રીતે કુલ સર આશ્રવ થયા.
I, ( ચાલું )
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
મૂર્ખશતક
એક ૨
મૂખ.
૧૭ કવીશ્વર સાથે હઠ કરે ૧૮ અપ્રસ્તાવે પાવડૂ' ખાલે તે મૂર્ખ. ૧૯ એલવાને પ્રસ્તાવે મૌન કરી રહે તે મૂ ૨૦ લાભને અવસરે કલહુ કરે તે મૂ ૨૧ ભોજનની વેલા રૂસણૢ કરે તે મૂર્ખ. ૨૨ ચો લાગે ધન વીખેરી મૂકે તે મૂર્ખ ૨૩ ન જાણે તે સધાતે સંસ્કૃત ખેલે તે મૂર્ખ.
૨૪ પુત્રને ધન સુંપીને પડ઼ે આધીન થાઈ તે મૂ.
૨૫ સાસરીઓ પાસે યાચના કરે તે મૂર્ખ - સ્ત્રીને હાસે ભાર્યાને હામે ઝૂઝ કર તે મૂર્ખ.
૨૭ પુત્ર કેધ કરે તે પુત્રના ધાત કર્ તે મૂર્ખ.
૨૮ કામની ઇચ્છાઈ દાતાર થાય તે મૂર્ખ ૨૯ યાચકની પ્રશંસાઈ ગરવ કરે તે મૂખ. ૩૦ આપણી બુદ્ધિને અહંકારે પારકું
હિતવચન ન માને તે મૂખ. ૧ કુલને અહંકારે ગુરૂની સેવા ન કરે તે મૂર્ખ.
૩૨ કાંમની ઇચ્છાઇ સધરી વસ્તુ કાઢી દી તે મૂર્ખ.
૭૩ ઉધારે દેશને પાછું ન માગે તે મૂખ, ૬૪ લેાભી નર પાસેથી લાભ વાંછે તે મૂર્ખ, ૩૫ અન્યાઈ રાન્તથી ન્યાય વાંકે તે મૂર્ખ. ૩૬ આપણા કાર્ય નિમિત્ત પર સાથે સ્નેહ બાંધે તે ખરે
૩૭ દુષ્ટ મત્રિ છતાં નિર્ભય રહે તે મૂખ, ૩૮ કૃતાને ઉપકાર કરે તે મૂ. ૩૯ નિસ્નેહી માંસ સાથે પ્રીત કરી ગુણુ વેચે તે મૂ.
૪૦ સમાધિ થયા થકાં વૈદુ' કરાવે તે મૂર્ખ. ૪૧ રાગી થકા ઔષધ ન કરે તે મૂખ. કર બેભે કરીને સ્વજન છડે તે મૂર્ખ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫
૪૩ વચને કરી સ્વજન મિત્રને કૂદવે તે મૂખ.
૪૪ લાભ વેલા આલસ કરે તે મૂર્ખ. ૪૫ લક્ષ્મીવંત થકા લાકસ વઢે તે મુખ. ૪૬ રાજ્યના અર્થ જોતશીને પૂછે તે મૂ ૮૭ મૃખ મિત્રને આદર કરે તે ભૂખ. ૪૮ દૂળને સૂરપણે પીડે તે ભૂખ. કષ્ટ જે સ્ત્રીને પ્રત્યક્ષ દેખદેખી તે શું રાગ વરે તે મૂખ.
૫
થેડે ગુણે ઘણા રાગ કરે તે મુખ ૫૧ પરહસ્તે ધનને સંચય કરે તે મૂ. પર લોકમાંહે રાજાની નિંદા કરે તે મૂર્ખ, ૫૩ દુ:ખ આવે આર્શિત કરે તે મૂર્ખ. ૫૪ સુખ આવે દુઃખ વીસારે તે મૂ, ૫૫ થોડુ રાખવાને અરણ્યે ધણું ખરચે તે મૂર્ખ.
૫૬ પરીક્ષાને અર્થ વિષ ખાઈ તે મૂખ. પ૭ ધાતુવાદી થકી ધન વાંછે તે મુર્ખ. ૫૮ ખૈન ( ક્ષય ) રાગના ઘણી કાંમ વસ્તુ ખાઈ તે મૂર્ખ.
૫૯ આપણપે મેટાઈ કરે તે મૂર્ખ. ૬૮ રીસે' કરી આપધાત કરે તે મૂર્ખ. ૨૧ વિષ્ણુ કારજે ફિરે તે મૂર્ખ, ૬૨ સંગ્રામ જોવા ઊભા રહે તે મૂખ. ૬૩ અલીઆ સક્તિવંતસ્વર કરી
ચિંતા સૂઈ તે મૂ.
૬૪ થાડા ષને ઘણા આડબર કરે તે મૂખ. ૫૬ પડિત એહવું ચિંતવી ખેાલે તે મૂર્ખ. રહું ઘણું વખાંણી ઉચાટ કરે તે મૂખ. ૬૭ વઢતાં મરમકારીઉં વચન ખાલે તે મૂખ. ૯૮ ક્રૂ સૂર એહવું ચિંતવી નચિંત થઈ સૂઈ રહે તે મૂખ.
૬૯ નિરધનને હાથે દ્રવ્ય આપે તે મૂખર ૭૦ કાર્ય અણુસીઝતે ધન વાવરે તે મૃ. ૭૧ પેાતાનું દ્રવ્ય લેાકન આપીને લેખું ન કરે તે મુખ
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
૭૨ નિ અવલંબને ઉદ્યમ ન કરે તે મૂ. ૮૮ ધનહીન કે ધને કરી કાર્ય કરવા ૭૩ દરીદ્રી થકે ઘણાં ગોઠીઆ (મિત્ર) વાંછે તે મૂર્ખ. કરે તે મૂર્ખ
૮૯ લોક આગલિ પિતાનું ગૂઢ પ્રકાએ ૭૪ કાર્યને વસે ભેજન વિસારે તે મૂર્ખ તે મૂર્ખ ૭૫ ગુણહીણ થકે કુલ પ્રસરે તે મૂર્ખ. /
૯૦ જસને કાજે અજાણ્યાને ભેર થાઈ ૭૬ કંઠ વિદ્દ ગીત ગાઈ તે મૂર્ખ. છ૭ બઈરીની બીકે યાચકને વારે તે મૂર્ખ.
૯૧ જે કોઈ હિત વાછે તે ઉપરી મત્સર ૭૮ કૃપણપણે કરી અપયશ ઉપાજે તે મૂર્ખ ૯ ૭૯ પ્રત્યક્ષ દેષ દેખીને વખાણ કરે તે મૂખ.
કરે તે મૂર્ખ ૮૦ સભામાંહિ અધવિચ ઉડે તે મૂખ. ૯ર સહૂને વિશ્વાસ કરે તે મૂર્ખ. ૮૧ કાસીદી કરીને સંદેસ વિસારે તે મુખ ૯૩ લેક વિવહાર ન જાણે તે મૂર્ખ. ૮૨ ખાંસી ઉધરસનો ધણી ચોરી કરવા ૯૪ ભિક્ષાચર થઈ ઉનું જિમણ વાં પેસે તે મૂર્ખ
તે મૂર્ખ, ૮૩ જસ ભણી ડું ખાઈ તે મૂર્ખ. ૯૫ ગુરૂ થા કિયા હીણુ હાઈ તે મૂર્ખ. ૮૪ લાલરાં વચન બોલી પારકાં %િ 2 કુકર્મ કરી લાજે નહીં તે મૂર્ખ. વખેરે તે મૂખ.
૯૭ આપે ગીત ગાઇને હસે તે મૂર્ખ. ૮૫ વેસ્યાના ભાડાનો કલહ કરે તે મૂર્ખ. ૯૮ પુન્યાથે ધર્માથે ન ખરચે તે મૂર્ખ. ૮૬ બે વાત કરતાં ત્રીજો વિશે જાઈ ૯૯ ચૌહટાને વિષે ઘેડે દેડાવે તે મૂર્ખ.
- ૧૦૦ જિમણ વેલા મેદાન જઈ તે મૂર્ખ. ૮૭ અન્યાય કરી લક્ષ્મીની વૃદ્ધિ વાંછે ૧૦૧ ગરઢા (ઘરડા)ને લઘુને સરિખું કામ તે મૂર્ખ.
આપે તે મૂર્ખ, જુના સંગ્રહમાં છુટાં છુટાં પાનાઓમાં આવાં શિખામણનાં સૂવે, પ્રાચીન કવિત સેંકડોની સંખ્યામાં મળી આવે છે. આજે આપણું તે તરફની બેદરકારીના અંગે દિન પરદિન તેને નાશ થતો જાય છે, તેવા સમયે દરેક સાહિત્યપ્રેમીઓની પવિત્ર ફરજ છે કે આવા શિખામણનાં ટુંકાં સૂત્રો અથવા કાવ્યો વગેરે જે કાંઈ છુટા છુટા પત્રમાં મલી આવે તે વાચકોની જાણ ખાતર જાહેર માસિક પત્રોમાં છપાવીને બુતભક્તિ કરવાના યશભાગી થાય.
તૈયાર છે. શ્રી જૈન સત્ય પ્રકાશની બીજા - ત્રીજા – ચોથા વર્ષની છુટી તથા બાંધેલી ફાઈલે. છુટીના બે રૂપિયા - બાંધેલીના અઢી રૂપિયા
( ટપાલ ખર્ચ સાથે )
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝોનમસ્કાર મહામંત્ર માહામ્ય લેખક–શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી. ટિાયર્ડ એ. કે. જજ
(ગતાંકથી ચાલુ) નમસ્કાર મંત્રના મહિમાસૂચક પાંચ દ્રષ્ટાંતે પંચ પરમેષ્ઠીના નમસ્કારથી આ ભવ પરભવમાં સુખ અને છેવટે મોક્ષ મળે છે એ કથનના સમર્થનમાં પૂજ્ય શ્રીઆવશ્યક સૂત્ર નિયુકિતમાં પાંચ ઉદાહરણો નીચેની ગાથાથી જણાવવામાં આવેલાં છે.
इहलोगंभि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुडिअजक्खो ५ अ दिटुंता ॥
( ગા. : ૦૧૨ - આગમેદય સંમતિ પ્રકાશિત આવશ્યકસૂત્ર) (નમસ્કાર કરવાથી ) આ લેકમાં ( ફળ પ્રાપ્ત કરનારાઓ પૈકી) (૧) ત્રિદંડી, (૨) સાદિવ્ય, અને (૩) માતુલુંગવન એ દૃષ્ટાંત છે; અને પરલેકમાં હળ પ્રાપ્ત કરનારાઓ પૈકી) (૪) ચંડપિંગલ અને (૫) હુંડિક યક્ષ એ દૃષ્ટાન્તો છે. - આ પાંચે દુષ્ટન્ત બહુ બધદાયક અને નમસ્કારમંત્ર ઉપર આપણી સુદૃઢ રૂચિ અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનારાં છે. આપણે એ દૃષ્ટાંત જરા વિસ્તારથી વિચારી લઈ આ લઘુ લેખ બંધ કરીશું. આ પાંચે દષ્ટાંત શેઠ દે. લા જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી શ્રીમદ્દેવેન્દ્રસુરીશ્વરે રચેલ વન્દારૂતિ અપનામ શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ નામના ગ્રંથમાં (ગ્રંથાંક ૮) એક પુલિમિથુનનું કથાનક આપવામાં આવ્યું છે તેમાં ક્રમસર વર્ણવેલાં છે. તે કથાનક આપણે સંક્ષેપથી વિચારી લઈએ.
પુલિન્દ્રમિથુનનું કથાનક પુષ્કરાર્ધના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામના ગામમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને ભવ્ય જેને ઉપદેશામૃતનું પાન કરાવતા શ્રી સુવ્રત નામના આચાર્ય એકદા પધાર્યા. તે વખતે વર્ષાકાળની શરૂઆત થઈ રહી હતી. પૃથ્વી પાણીથી ભરેલી હેઈનવા અંકુવાળી અને ત્રસજીવોથી વ્યાપ્ત થયેલી હતી. હવે આગળ વિહાર કરવો મુનિમાર્ગને ઉચિત નહિં લાગવાથી તે આચાર્ય ભગવાને પિતાના પરિવાર સહિત એ જ ગામમાં પ્રવેશ કર્યો, અને ગામના નાયક પાસે વસતિની યાચના કરી ત્યાં જ ચતુર્માસ માટે મુકામ કર્યો. તે ચતુર્માસમાં અનેક પ્રકારની ઉગ્ર તપસ્યાઓ મુનિ મહારાજાઓએ કરી. કેઈ એ એક માસના, કોઈએ બે માસના. કોઈએ ત્રણ માસના, કોઇએ ચાર માસના ઉપવાસ કર્યો. એક દમસાર નામના મહામુનિ ગુરૂ મહારાજની આજ્ઞા લઈ આહારરહિતપણે સ્વાધ્યાય ધ્યાન કરવા નજદીકના એક પર્વનની ગુફામાં રહ્યા. તે દરમ્યાન એક પુલિમિથુન (ભીલનું જોડું) આમ તેમ ભમતું ત્યાં આગળ આવ્યું. અને તે મહર્ષિનાં દર્શન માત્રથી નિર્મલચિત્તવાળું થયું તે કષિ. મહારાજે તેમને ખ્ય જાણી પરમેષ્ઠી મંત્રને પાઠ
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
આપ્યા, અને કહ્યું કે “આ પંચ નમસ્કાર મંત્ર પરમ મંગલરૂપ છે, સર્વ પાપને હરનાર છે. તમારે બન્નેએ હમેંશ ત્રણ કાળ ધ્યાન કરવા લાયક છે.” - સાદા અને સરલ સ્વભાવના તે યુગલે ગુરૂ મહારાજે કરેલો ઉપદેશ અંગીકાર કર્યો, અને હરહમેંશ ત્રણ કાળ પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. વર્ષાકાળ વીત્યા બાદ મુનિ મહારાજ સર્વ પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. તે પુલિન્દ્રમિથુન પણ ઉપદેશ કરનાર મુનિરાજને ઉપકાર સંભારતું અને સ્થૂલ પાપકર્યોથી દૂર રહેતું કાળાંતરે મૃત્યુ પામ્યું.
આ ભરતક્ષેત્રમાં મણિમંદીર નામનું, અનેક ભવ્ય જિનમંદિરોથી સુશોભિત એક નગર છે. ત્યાં સુખસમૃદ્ધિવાળા અને ધર્મપરાયણ જ વસે છે. તેઓ દાન દેવામાં વ્યસની છે, યશ મેળવવામાં લોભી છે, અકાર્ય કરવામાં વ્હીકણ છે, ગુણગ્રહણ કરવામાં અસંતેવી છે, પારકું ધન હરણ કરવામાં પંગુ છે, પરસ્ત્રીને જોવામાં આંધળા છે, પરના દોષ ઉચ્ચારવામાં મૂંગા છે, પરની પાસે યાચના કરવામાં અજ્ઞાન છે. એ નગરમાં રાજમૃગાંક નામને રાજા રાજ્ય કરે છે. વિજયા નામની તેની અતિરૂપવાન અને ગુણવાન રાણું છે. સિંહના સ્વપ્રથી જેનું ભાવી પરાક્રમ સચિત થયેલું છે એવો આ પુલિન્દ્ર તે રાણીની કુક્ષીમાં અવતર્યો. અનુક્રમે તેને જન્મ થયો. તેના પિતાએ ઘણું હર્ષથી તેને જન્મ મહોત્સવ કર્યો અને સ્વપ્નને અનુરૂપ રાજસિહ એવું તેનું નામ પાડવામાં આવ્યું. તે મહાબુદ્ધિવાન અને પરાક્રમી હતો. ચોગ્યવયે પહોંચતાં ગુરૂ પાસે અભ્યાસ કરીને થોડા વખતમાં બહેતર કળાને તે પારગામી થયા. અતિસાર નામના મંત્રીને પુત્રસુમતિ એનો મિત્ર હતે.
એક પ્રસંગે તે રાજકુમાર પોતાના મિત્ર સાથે અશ્વો ખેલાવી એક ઝાડ તળે વિશ્રામ લેતે હતા, તેવામાં એક મુસાફર ત્યાં આવ્યો. તેને જોઈ કુમારે પૂછવું (૧) “તું ક્યાંથી આવ્યો ? ૨) કયાં જવાનું છે ? (૩) કાંઈ આશ્ચર્ય જોયું?” મુસાફરે ઉત્તર આપ્યોઃ (૧) “હું પાપુર નામના નગરથી આવ્યો છું. એ નગર સારા વિદ્વાનોથી શોભી રહેલું છે, જિતેન્દ્રિય મુનિઓના સમુદાયથી પવિત્ર થયેલું છે, ત્યાં લેકે આશ્ચર્ય પમાડે તેવું દાન દેનારા છે, ત્યાં વસનારા જનો અત્યંત સુખી છે, ત્યાં અનેક આહંત ચૈત્યમાં મહાસો થયા કરે છે. (૨) જ્યાં અસંખ્ય મહર્ષિ એ સિદ્ધિ પદ પામેલા હેવાથી જે સિદ્ધક્ષેત્ર નામે ઓળખાય છે, જે સર્વ તીર્થમાં મુખ્ય છે એવા શ્રી શત્રુંજય તીર્થને નમસ્કાર કરવા માટે જવું છે. (૩) હવે મેં જે આશ્ચર્ય જોયું તે હું આપને જણાવું છું. પાપુર નગરને ઇન્દ્ર જેવો પરાક્રમી પદ્મ નામનો રાજા છે. તેની પ્રાણથી પણ પ્રિય એવી હસી નામની રાણી છે. તેને રત્નાવતી નામની એક ગુણવંતી પુત્રી છે. ચોસઠ કળાની પારગામી હે તે પુત્રીએ હવે યુવાવસ્થા પ્રાપ્ત કરી છે. તે વિવાહ માટે રોગ્ય થવાથી તેની માતાએ તેને રાજસભામાં મોકલી. રાજાને ચિંતા થઈ કે એના રૂપ અને ગુણને લાયક વર મળશે કે કેમ? એવામાં તે રાજસભામાં આવી. એક નાટકીઆએ પુલિન ના વેશમાં રાજા આગળ નાટક કર્યું. રાજકન્યા તેને જોઈને મૂછો પામી. પિતાએ તેને સ્વસ્થ કરી એટલે તે બોલી કે આજે મને જાતિસ્મરણ થયું છે.
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસકાર મહામંત્ર-મહાગ્ય
ગયા જન્મમાં હું પુલિ%ી હતી, પુલિન્દ મારો પ્રાણથી પણ વહાલો પતિ હતા, જે તે મને હવે મળશે તે હું પરણીશ, નહિં તો મારે પરણવું જ નથી.
રાજસિંહ કુમારને તે મુસાફરના મુખથી આ હકીકત સાંભળી મૂછ આવી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. શીતલ પવનથી તે સ્વસ્થ થયો. તેને પોતાની પૂર્વ ભવની પ્રિયા ઉપર અત્યંત પ્રીતિ જાગી. તેણે તે મુસાફરને આગળ શું બન્યું તે હકીક્ત પૂછી. તેણે કહ્યું “પદ્યરાજ પિતાની પુત્રીની ગાઢ પ્રતિજ્ઞા સાંભળીને એના પૂર્વના પતિનો પત્તો કેમ મેળવવો તે બાબત બહુ અધીરો થઈ ગયો. આ પ્રતિજ્ઞાની વાત અનેક દૂરના દેશો સુધી ફેલાઈ. અનેક રાજપુત્રે પૂર્વ ભવમાં અમે પુલિન્દ્ર હતા એમ કહેતા ત્યાં આવ્યા. રાજપુ એ તેઓને પૂછયું કે પૂર્વ જન્મમાં તમે શું સુકૃત કર્યું કે જેને પ્રતાપે આ પ્રકારની ઉત્તમ સ્થિતિ પામ્યા. તેના ઉત્તરમાં તેઓએ ગમે તેમ હકીકત કહેવાથી રાજકન્યાએ તેઓની ઉપેક્ષા કરી. ત્યારથી તેને લાગ્યું કે પુરૂષો અસત્ય વચન બોલનારા છે, તેથી તે પુરૂષ દ્રષિણી થઈ, અને હમેશાં સ્ત્રીઓથી જ પરિવરેલી રહેતી. હે કુમાર ! વિધાતાએ નરરત્ન તને અહિં કર્યા અને સ્ત્રીરત્ન તેને ત્યાં કરી. જે તમારા બંને મેલાપ થાય તો વિધાતા પણ કૃતાર્થ થાય.” મુસાફરે કહેલી હકીકત સાંભળી રાજસિંહ બહુ ખુશ થયે, અને તે મુસાફરને પોતાના અંગ પરના અલંકારે ભેટ આપી સન્કાર કરી વિસર્જન કર્યો.
રાજસિંહ કુમાર સતી રત્નપતીને જોવાને તલપાપડ થયે. ઘેર પાછો ફર્યો પછી પણ એ જ વાત એના મનમાં ઘુંટાયા કરે. એનું રૂપ અને સૌભાગ્ય એટલું બધું ઉત્કૃષ્ટ હતું કે નગરની સ્ત્રીઓ જ્યારે જ્યારે એને નગરમાં ફરતો જોતી ત્યારે બીજાં કામો છેડી દઈ, અરે! રડતાં બાળકોની પણ દરકાર ન કરતા એને જોવાને દોડી જતી. આથી નગરજનોએ એકાંતમાં રાજાને વિનંતી કરી કે રાજસંહ કુમારને નગરમાં ફરતા અટકાવ રાજાને પણ તેમ કરવું યોગ્ય જણાયું. તેણે કુમારને સૂચના કરી કે બહાર ફરનારા પુરૂષની સઘળી કલા વિકલ થઈ જાય છે તેથી તારે સદા ઘરની અંદર રહેવું. રાજાની આ આજ્ઞા તેને ઘણું દુષ્કર લાગી. પ રાજાની પુત્રીને જોવાને તો તે તપી રહેલે જ હતિ. તેણે પિતાના મિત્ર સુમતિ સાથે વિચાર કર્યો, અને બન્ને જણા દેશાટન કરવા છુપી રીતે નીકળી પડ્યા.
ફરતાં ફરતાં તેઓએ એક દેવગૃહમાં રાત્રિએ મુકામ કર્યો. ત્યાં એક કોઈ પુરૂષો આર્તનાદ કુમારના સાંભળવામાં આવ્યો. કપાવાન કુમાર કૃપાળુ હાથમાં લઈ જે દિશા તરફથી અવાજ આવતો હતો તે દિશામાં ગયો. ત્યાં તેણે એક રાક્ષસને પિતાની કાખમાં ઘાલેલા એક પુરૂષ સાથે . રાક્ષસને તે પુરૂષને છોડી દેવાનું તેણે કહ્યું. રાક્ષસે કહ્યું કે “ સાધક મને વશ કરવાની ઈચ્છાવાળે છે. હું સાત રાતથી સુધાથી પીડાઉં છું. હવે આજે મને મળેલું ભક્ષ્ય હું કેમ છોડી દઉ? રાજસિતકુમારે રાક્ષસને કહ્યું કે આને તું છોડી દે, તારી નજરમાં આવે તેટલું મહામાંસ હું તને આપું છું. રાક્ષસે તે કબૂલ રાખ્યું. રાજસિંહ પોતાની તરફથી પિતાના શરીરનું માંસ કાપી કાપીને તેને આપવા તૈયાર થયેરાક્ષસ તેના સત્વથી ખુશ થયો, અને તેને વર માગવા જણાવ્યું.
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૧૨ ]
વર્ષ
કુમારે કહ્યું કે જો તુ ખુશ થયા હાય તા આ સાધકનું ઇપ્સિત પુરૂ કર. રાક્ષસે કહ્યુ કે તે તે તારા વચનથી હું કરીશ, પણ દેવદર્શીન અમેાધ હોય છે તેથી તમે આ ચિંતામણિ ક રત્ન આપું છું. કુમારે તે લીધું અને રાક્ષસ અંતર્ધાન થયા. રાજકુમારે પણ પાછા ફરી પોતાના મિત્રને સ વૃત્તાંત કહી સંભળાવ્યા (અહીંથી રૃ. સ્ટોનમિ તિફડી એ પદથી નિર્દિષ્ટ થયેલુ તિદડીનું દૃષ્ટાંત શરૂ થાય છે.)
ચિંતામણિ રત્ન પાસે આવવાથી તેના પ્રભાવથી જુદા જુદા પ્રકારના સુખ અનુભવતા રાજપુત્ર મિત્ર સહિત રત્નપુરીમાં આવ્યું. તે નગરી રત્નના મહેલેથી અત્યંત ાભાયમાન હતી. ત્યાં એક ઊંચુ સુવર્ણનું જિનમંદીર હતું, તેમાં બિરાજમાન રત્નમયી અરિહંત ભગવાનની પ્રતિમાને નમસ્કાર કરી સ્તવના કરી. ચૈત્યને ચારે બાજુથી જોઇને તે ચમત્કાર પામ્યા, અને ચૈત્યના ગાડીને પૂછ્યું કે આ કોણે બંધાવ્યુ ?
.
કહ્યા
ગેાઠી એલ્યેા “ અહિં યશેાભદ્ર નામને ઉત્તમ શ્રાવક શેઠ હતા. તેને શિવ નામને પુત્ર હતા. તેને જુગટા વગેરેનું વ્યસન હતુ. પિતાએ ઘણી શિખામણ આપ્યા છતાં તે પેાતાની ન`ણુંક સુધારતા નહિ, અને ધર્મનુ નામ પણ લેતે નહિ. એક વખતે તેના પિતાએ બહુ આગ્રહપૂર્વક નમસ્કાર મંત્ર શિખવાડયા, અને કહ્યું કે જ્યારે અનિવાર્ય વિપત્તિ આવી પડે ત્યારે તેના નિવારણ માટે તારે ૫ંચનમસ્કારનુ સ્મરણ કરવું. પિતાને ઘણા આગ્રહ હોવાથી તેણે તે પ્રમાણુ કર્યું. કાળાન્તરે તેના પિતા સારી આરાધના કરી મરીને સ્વર્ગે ગયા. ત્યારબાદ વ્યસનમાં મશગુલ હાવાથી શિવે પિતાનુ સધળું ધન ગુમાવ્યું. ધન ગયુ' એટલે દાણા વિનાના ફેાતરાની પેઠે એને કેાઇ જગાએ સ્થાન, માન કે આસન મળતું નહિ. એક વખત એક ત્રિદંડીના જોવામાં તે આવ્યેા. શિવનુ નૂર તદ્દન ઉડી ગયેલુ હતુ. ત્રિદડીએ તેને પૂછ્યુ· · હે વત્સ, કેમ અત્યંત અસાષી અને વિષાદ પામેલા દેખાય છે? શિવે ઉત્તર આપ્યા મારી પાસે પૈસા ખલાસ થઈ ગયા છે, અને તદ્દન નિન અવસ્થામાં હાવાથી આમ છે.' વિદડીએ કહ્યું જો મારા પ્રમાણે કરે તેા જરૂર લક્ષ્મી તારા ઘરની દાસી થઈ તે રહેશે. ' શિવે કબૂલ કર્યુ. ત્રિદીએ તેને કહ્યું ‘ગમે ત્યાંથી એક મડદું લઈ આવ.' તેની શોધ કરતાં એક શબ તેને મળી ગયું. કાળીચૌદશની રાત્રિ હતી. તે શખ શિવ પાસે સ્મશાનભૂમિમાં મગાવ્યું, અને -દડી પોતે પણ કુસુમાદિ લઈને ત્યાં ગયા. સ્મશાન અત્યંત ભયંકર હતું. ત્યાં ત્રિદંડીએ એક મડળ રચ્યું. તેમાં દેદીપ્યમાન દીવા કર્યાં, અને મડદાના હાથમાં તીક્ષ્ણ ખડગ આપીને તે મંડળમાં મૂક્યું. શિવને મડદાના પગના તળીયાંને તૈલ મન કરવા આદેશ કર્યાં. પેાતે સ્થિરચિત્ત થઇ મંત્ર સ્મરણ કરવા લાગ્યા. શિવ તમામ સંજોગે! જોઈ સમજી ગયા કે આ બધો ઉપક્રમ મારા ઘાત કરવા માટે છે. તે વિચારમાં પડયા. અહિંથી નાશી છુટાય તેમ છે નહિ. હવે શું કરૂ અને કોને કહું ? આવી સ્થિતિમાં તેને પિતાને દેશ યાદ આવ્યા અને તેણે સ` આપદાને ભેદી નાંખનાર અને સંપત્તિને આપનાર પંચપરમેષ્ઠિ નમસ્કાર એકાગ્ર મનથી સ્મરણ કર્યા. દંડીના તીવ્ર મન્ત્રથી પેલું મડદુ કાંઇક હાલ્યું અને ઊભું થયું, પણ તે જ પ્રકારે તે પડી ગયું. તે પડી જવાથી ત્રિદંડીએ ક્ષણવાર વિચાર કરીને સ્થિરચિત્ત થઈને ફરીથી વિશેષ પ્રકારે મત્રને જાપ કર્યાં, અને હેામ કર્યાં. ડ્રામને અંતે ફરીથી પહેલાની માફક મડદુ યુ' અને પડયુ. ત્રિદ’ડીએ
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિહનવવાદ લેખક-મુનિરાજ શ્રી ધુરંધરવિજયજી
(ગતાંકથી ચાલુ) “શિયા જ કરાતું છતું કરાયું શી રીતે? પૂર્વે કહેલ કે જે સ્થવિર મુનિઓ જમાલિન વાદ સાથે સંમત ન થયા તેઓએ જમાલિને શું પૂછ્યું તે અહીં દર્શાવવામાં આવે છે?
સ્થવિર મુનિઓએ પૂછયું ભગવદ્ “વિચમા વર* કરાતું છતું કરાયું) એ મિથ્યા છે એમ જે આપ કહો છો તે કહેવામાં આપનો આશય શું છે ? આપને આશય એમ હશે કે “કરાતું છતું કરાયું” એમ માનવામાં આવે તો નીચેના પાંચ દે આવશે.
૧ વિદ્યમાન (સત) કાર્યની ઉત્પતિ થશે. S ક્રિયાને વિરામ જ નહિં થાય. કે પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થઈ જશે. ૪ કિયા નિષ્ફળ થશે. ૫ ઘણા કાળ સુધી જે ક્રિયા ચાલુ દેખાય છે, તે ન દેખાવી જોઈએ.
તે પાંચ દોષન આપ આ પ્રમાણે વટાવશેઃ શિવને પૂછયું “તું કાંઈ મંત્ર જાણે છે ? તે નમસ્કાર મંત્રનું ફળ જાણતો હતો, પણ તેણે જવાબ દીધો કે હું કાંઈ મંત્ર જાણતો નથી. ફરીથી બન્ને જણે સાવધાન થઈ યત્નપૂર્વક પોતાને મંત્ર સ્મરણ કર્યો. મડદુ કોપાયમાન થયેલા વેતાલને વશ થયેલું હતું, છતાં પણ નમસ્કાર મંત્રના પ્રભાવથી શિવનું કોઇ પ્રકારે અશિવ કરવા સમર્થ થયું નહિ. આખરે તેણે તે જ તરવારથી ત્રિદંડીનું મસ્તક તાલવૃક્ષના ફળની માફક છેદી નાખી જમીન પર પાડ્યું. મંત્રાધિષ્ઠિત તરવારથી દાયલા દેવવાળો તે ત્રિદંડી સુવર્ણપુરૂષ થયો, શિવના પુણ્યોદય જાગ્યો. તે સુવર્ણ પુરૂષને મડદાની સાથે તેણે ભોંયમાં સંતાડી રાખ્યો. અને પ્રભાતે ઘેર આવી સર્વ વૃત્તાન્ત રાજાને નિવેદન ચી. રાજા તે સાંભળીને બહુ પ્રસન્ન થયે, અને સ્વર્ણ પુરૂષને તેને ઘેર લાવવા રજા આપી. તે તેને ઘેર લાવ્યો. સ્વર્ણપુરૂષના અંગોપાંગ દરરોજ તે કાપી લે, અને બીજે દિવસે સવારે તે નવાં થાય. આથી તે મોટી ઋદ્ધિવાળા શેઠ થયા. તેણે ધર્મનું પ્રત્યક્ષ કુળ જોયું અને અનુભવ્યું. તે હવે અનર્ગલ દાન દેવા લાગે. આ ચત્ય એણે જ કરાવેલું છે.”
આ પ્રમાણેનું શિવનું વૃત્તાન્ત તે જિનમંદીરના શેઠ પાસે સાંભળી રાજપુત્રે પોતાના મિત્રને કહ્યું “હે મિત્ર, નમસ્કાર મંત્રને પ્રભાવ કે અચિંત્ય છે ? આ ભવમાં પણ તેનાથી માથે આવી પડેલાં સંકટ વાં દૂર થઈ જાય છે અને કે અસાધારણ વૈભવ મળી શકે છે?” (આ પ્રમાણેનું ફુદ ifમ ઉતરીનું ઉપર જણાવેલું પહેલું દષ્ટાંત જાણવું.
[ ચાલુ ]
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
પ્રથમદેષ-વિદ્યમાન (સત ) કાર્યની ઉત્પત્તિ થશે. પટપટ વગેરે જે કાર્યો કરવામાં આવે છે, તે ઘણે કાળે ઉત્પન્ન થાય છે, તેને બદલે એ “કરાતું છતું કરાયું" એ માનવામાં આવે તે બધાં કાર્યો પ્રથમ સમયે કરાતાં છે, માટે કરાયાં પણ છે, હવે કરાએ કાર્યને કરવાપણું ન રહ્યું જ્યારે કરાયેલ કાર્યનું કરવાપણું નથી તે બીજે ત્રીજે સમયે જે કરવામાં આવે છે, તે શું ? કહેવું પડશે કે કરાયેલ જ કરાય છે. એ રીતે કરાતું છતું કરાયું એ માનવામાં વિદ્યમાન કાર્યની ઉત્પત્તિરૂ૫ દેવા આવે છે. - જ્યારે “કરાતું છતું કરાયું” એ નથી માનતા ત્યારે એ દેષ આવતા નથી કારણ કે પ્રથમ સમયે તે કરાયું નથી, માટે પછીથી જે બીજે ત્રીજે સમયે કરવામાં આવે છે, તે નહિ કરાયેલને જ કરવામાં આવે છે. માટે અવિદ્યમાન કાર્યની જ ઉત્પત્તિ થાય છે. માટે વિદ્યમાન કાર્યની ઉત્પત્તિરૂપ દેષ આવતા નથી
બીજોષ-ક્રિયાને વિરામ જ નહિ થાય. કાર્ય ઉત્પન્ન થયા પછી ક્રિયાને નાશ થાય છે, “કરાતું છતું કરાયું” એ પક્ષમાં ક્રિયાને કઈ પણ કાળે નાશ થશે જ નહિ, કારણ કે પ્રથમ સમયે જે કાર્ય કરવાને માટે ક્રિયા શરૂ થઈ, તે ક્રિયાને તે કાર્ય થયા પછી નાશ થાય, પરંતુ “કરાતું છતું કરાયું” એમ માનવામાં પ્રથમ સમયે કાર્ય તે થઈ ગયું, અને ક્રિયા છે તે પછી બીજે ત્રીજે સમયે પણ ચાલુ છે, હવે તે ક્રિયાને નાશ કરનાર કેશુ? ક્રિયાને નાશ કરનાર કાર્ય તો હવે થવાનું નથી. તે તો પ્રથમ સમયે જ થઈ ગયું છે. માટે “કરાતું એ કરાયું” માનવામાં ન આવે તો આ દોષ ન આવે; કારણ કે પ્રથમ સમયે કાર્ય થયું નથી, માટે બીજે ત્રીજે સમયે જે ક્રિયા ચાલુ છે, તે ક્રિયા જયાં સુધી કાર્યની ઉત્પન્ન નહિ થાય ત્યાં સુધી ચાલુ રહેશે, અને જ્યારે કાર્યની ઉત્પત્તિ થઈ જશે, એટલે ક્રિયા પણ સમાપ્ત થશે.
ત્રીજેદેષ-પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થશે. માટી લાવવી, પલાળવી, મસળવી ચક્ર ઉપર પીંડ બનાવીને મૂકવો, એ રીતે ઘણે કાળે એક ધટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે સર્વ કર્યો ઘણે કાળે ઉત્પન્ન થાય છે. જ્યારે “કરાતું અને કરાયું એક માનીએ ત્યારે ઘટ બનાવવાની શરૂઆત કરી તરત જ પ્રથમ સમયે કરાતું છે, માટે કાર્ય કરાયું, પણ થઈ ગયું, એ રીતે કાર્ય કરવાના પ્રથમ સમયે જ કાર્ય દેખાવું જઈએ. પ્રત્યક્ષ બાધ છે કે પ્રથમ સમયે ઘટ વગેરે દેખાતા નથી, પણ ઘણે કાળે જ દેખાય છે. ત્યારે “કરાતું એ કરાયું” નથી માનતા, એટલે પ્રથમ સમયે કરાતું જ છે, પણ કરાયું નથી. જ્યારે કાર્ય કરાયું જ નથી, માટે દેખાતું પણ નથી, જ્યારે કરાશે, ત્યારે દેખાશે, ઘણે કાળે કરાય છે, તે ઘણે કાળે દેખાય પણ છે, એ રીતે કરાતું એ કરાયું” એમ માનવામાં ત્રીજે દેવ લાગે છે અને નહિ માનવામાં લાગુ પડતો નથી.
ચોથે દેષ-ક્રિયા નિષ્ફળ થશે, ક્રિયા કદી નિકુળ હોતી જ નથી, અથાત ક્રિયા કંઈ ને કંઈ કાર્યને ઉત્પન કરે જ છે. “કરાતું છતું કરાયું” એ પક્ષમાં પ્રથમ સમયે કાર્યની ઉપત્તિ તે થઈ ગઈ. હવે બીજે ત્રીજે સમયે જે ક્રિયા ચાલુ છે. તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી, જે કાર્ય કરવાનું હતું તે પ્રથમ સમયે જ થઈ ગયું; એ રીતે ક્રિયા નિષ્ફળ થઇ. જ્યારે એ નથી માનતા, ત્યારે પ્રથમ સમયે કાર્ય થયું નથી, માટે
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
**
નિવવાદ
કર્
[ ૧૫ ]
બીજા ત્રીન્ન સમયની જે ક્રિયા છે તે જે કાય ઉત્પન્ન થવાનું તે કાર્યરૂપી ફળવાળી છે, માટે નિષ્ફળ થતી નથી.
પાંચમા દોષતા કાળ સુધી જે ક્રિયા ચાલુ દેખાય છે તે ન દેખાવી જોઇ એ. કરાતું હતું કરાયું” એમ માનનારને માટે પ્રથમ સમયે કાર્યોની ઉત્પત્તિ થઈ ગ, પછી બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે, તે ન દેખાવી તેઈ એ.
..
'कार्यान्ता क्रिया
કારણ કે ક્રિયા કાર્ય સુધી જ રહે છે. અર્થાત્ કાર્ય થઈ ગયા પછી ક્રિયા સમાપ્ત થઈ જાય છે. કાર્ય પ્રથમ સમયે જ થઇ ગયું તે ક્રિયા પણ પ્રથમ સમયે જ ચઇ ગઈ, પછી બીજે ત્રીજે સમયે જે ક્રિયા દેખાય છે તે મિથ્યા છે. માટૅ ન દેખાવી જોઇએ. જ્યારે ઉપરના વાદ નથી સ્વીકારતા તા આ દેષ આવતા નથી, કારણ કે હજુ કા ઉત્પન્ન થયું નથી એટલે ક્રિયા મિધ્યા પણ નથી. માટે જે ક્રિયા દેખાય છે, તે વાસ્તવિક છે. ઉપર બતાવેલા પાંચ દષાના ઉાર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ પ્રમાણે આપ પાંચ દાષાને સ્થિર કરા, પશુ એ રીતે દોષો સ્થિર થશે જ નહિં કારણ કે આપને પાંચ દાષા અભિમત છે તે “ કરાતું હતું કરાયુ ' એમ માનનારના પક્ષમાં લાગુ પડતા જ નથી, તે આ પ્રમાણેઃ
..
પ્રથમ દોષમાં કહ્યું છે કે “વિદ્યમાન (સત્) કાર્યની ઉત્પત્તિ થશે પણ તે દોષ જ નથી કારણ કે વિદ્યમાન કાર્ય જ ઉત્પત્તિરૂપ થાય છે, અવિધમાન (અસત ) કાર્યાં ઉત્પન્ન થતું જ નથી, વિદ્યમાન (સત્) કાર્યાંની સિદ્ધિ નીચેની લીલાથી પુરવાર થાય છે.
૧. જગતના સર્વાં વિજ્ઞાનશાસ્ત્રીએ એકઠા થાય તો પણ ગધેડાને ઘેાડા બનાવી શકે નહિ, એ રીતે ગમે તેટલા પ્રયત્ન કરવામાં આવે તે પણ અવિદ્યમાન (અસત્ ) કાર્યાં વિદ્યમાન (સત્ કાર્ય થઇ શક નહિ. જો ગધેડાના પણ ઘેાડા અને છે, એ વાત માનવામાં આવે તે જ વિદ્યમાન (અસત્ ) કાર્યની ઉત્પત્તિ થાય છે એ માનવામાં આવે. અવિદ્યમાન કાર્યવાદીએ એમ કહેતા હૈાય કે સત્ અને અસત્ એ એ કાના ધર્મ છે, કાર્યની ઉત્પત્તિ પૂર્વે તેમાં અસત્ ધર્મ છે, તે તે પણ તેમનું કહેવું યથા નથી, કારણ કે ધર્મ-ધર્મી સિવાય રહી શકે નહિ, માટે કાર્યની ઉત્પત્તિ પૂર્વે જે અસત્ ધ' છે, તેના આધારવાળા ધર્મી તે વિધમાન જ છે. એ રીતે સ્વીકારવું પડશે. ત્યારે એમ માનશેા તા અસત્ એટલે અપ્રગટ, અને સત્ એટલે પ્રકટ. કાર્યની ઉત્પત્તિ પૂર્વ તે કાર્ય અપ્રગટ હતું અને ઉત્પન્ન થયા પછી તે કાર્ય પ્રગટ થયું. એ પ્રમાણે તે યથાય વાદમાં જ આવવું પડશે. માટે વિદ્યમાન (સત્ ) કાર્ય જ થાય છે.
*. વસ્ત્ર તાંતણાઓમાંથી ઉત્પન્ન થાય છે, અને ધટ માટીના પીંડમાંથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણેની વ્યવસ્થા વિદ્યમાન સત્ કાર્ય માનવામાં આવે તે! જ થાય છૅ, કારણ કે તાંતણામાં પટની સત્તા છે, અને માટીના પીડમાં ઘડાનું વિદ્યમાનપણું છે. જો એમ માનવામાં આવે કે તાંતણામાં પટની સત્તા નથી, અને માટીના પીડમાં ઘટતું વિદ્યમાનપણું નથી, તે તાંતણાથી ધટ, અને માટીના પીડથી પટરૂપ કાર્ય થઈ જવું એ એ, બન્ને બન્ને પ્રત્યે કારણ છે બન્નેમાં કાર્યનું નહિ રહેવાપણું સરખું જ છે, પરંતુ તાંતાથી ધટરૂપ કાર્યાં અને માટીના પીડથી પટરૂપ કાર્ય થતું નથી. માટે વિદ્યમાન (સત્ ) કાય જ થાય છે.
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ * ]
મેં વર્ષ પ
3. કા અને કારણના જો સંબધ થાય, તા જ કા ઉત્પન્ન થાય છે. જો કારણના સંબંધ સિવાય પણ કાર્ય ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે માનવામાં આવે તા હુંમેશ દરેક કાર્ય ઉત્પન્ન થતાં જ રહે, પણ તેમ થતું નથી, માટે કાર્ય કારણના સબથી જ થાય છે. હવે તે “ અસત્ કાર્ય વાદ ” તે સ્વીકારવામાં આવે તેા અસત્ કાર્યની સાથે કારણને સબંધ જ ન થાય કારણ કે સબંધ હંમેશ સા જ હોય છે. असत्वे नास्ति सम्बधः कारणैः सत्वसङ्गिभिः
असम्बद्धस्य चोत्पत्ति-मिच्छतो न व्यवस्थितिः ॥ १ ॥
અર્થ—સત્ત્વના સંગવાળાં કારણા અસત્ત્વની સાથે સંગ કરતાં નથી, કારણના સંબંધ (સવાય પણ કાર્યાં ઉત્પન્ન થાય છે, એમ માનવામાં આવે તે (કાર્યકારણની વ્યવસ્થા
બની શકે નહીં.
આ પ્રમાણે
કહેશે। કે વ્યવસ્થા બને છે, ને તે કારણમાં જે કા ઉત્પન્ન કરવાની શક્તિ તે કારણ જ તે કાને ઉત્પન્ન કરે છે, તે શક્તિ જાણી કેવી રીતે શકાય ? કાય ઉત્પન્ન થયા પછી અનુમાન કરવામાં આવે . અમુક કારણ હતું માટે આ કાર્યની ઉત્પત્તિ થઇ, માટે તે કારણમાં આ કાર્ય કરવાની શિક છે. એ રીતે વ્યવસ્થા બને છે. પણ એ રીતે પણ વ્યવસ્થા બની શકતી નથી કારણ કે જે શકિત માનવામાં આવે છે, તે શક્તિ સર્વત્ર છે કે શક્તિ કારણમાં ? સત્ર છે એમ કહેશે! તા પૂર્વે બતાવેલ અવ્યવસ્થા કાયમ રહેશે; કારણમાં શક્તિ છે એમ કહેશે! તા તે શયન આશ્રયીને છે કે આશ્રય કર્યા વિના છે. શકયને આશ્રયીને છે, એમ કહેશે। તે શક્ય વસ્તુ સિવાય આશ્રય કૈાની સાથે અને માટે શકય વસ્તુની સત્તા માનવી પડશે. એ રીતે સહાય જ સિદ્ધ થશે. આશ્રય કર્યા સિવાય માનવામાં આવશે, તા અવ્યવસ્થા કાયમ રહેશે. વ્યવસ્થા કરવા માટે ક્તિ વિશેષ માનશે। તે પણ નટુ ચાલે, કારણ કે એ વિશેષ શું છે? સામર્થ્ય, તે તેમાં પણ પૂર્વે કહેલ ભેદો લાગુ પડશે. તેમાં પણ એક જુદું' સામર્થ્ય છે એમ કહેવામાં અનવસ્થા થશે. માટે કાર્યો કારણના સંબંધ સિવાય વ્યવસ્થા બનતી નથી અને સત્ કાર્ય સિવાય કાર્ય કરણના સબંધ બનતા નથી એ રીતે પણ વિદ્યમાન (સત્) કા જ છે.
૪. કારણથી કાર્ય જુદું નથી, પણ કાર્ય કારણ સ્વરૂપ જ છે, તે આ પ્રમાણેઃ જે વસ્તુ ઢંઢેનાથી જુદી હોય તે તેને ધમ બની શકે નિહ જેમ પત્થર એ પાણીને ધ નથી અને જે જેને ધમ હોય તે તેનાથી જુદા પણ ન હેાય. જેમ પાણીમાં શીતલતા. વળી જેમાંથી જે વસ્તુ ઉત્પન્ન થાય છે તે વસ્તુ તેને ધર્મ કહેવાય છે. તાંતણામાંથી વસ્ત્ર ઉત્પન્ન થાય છે અને ઘટ માટીના પીડમાંથી ઉત્પન્ન થાય છે. હવે ને તાંતણા અને વસ્ત્ર ઘટ અને માટીનો પીડ એ બન્ને જુદી જુદી વસ્તુઓ હાય તા તેમાંથી તે બની શકે નિહુ. જેવી રીતે પાણીમાંથી પત્થર બનતા નથી તેમ. એ રીતે જ્યારે કાર્ય કારણમાં અભેદ સિદ્ધ થાય છે ત્યારે જેવી રીતે કારણ વિદ્યમાન (સત્ ) છે તેજ પ્રમાણે કાય પણું વિદ્યમાન ( સત્ કાર્ય જ છે.
પૂ. જે વસ્તુઓ જુદી હાય તેને પરસ્પર સંયોગ હાય અથવા અત્યન્ત અપ્રાપ્તિ હોય, જેવી રીતે ભૂમિતલ અને ઘટ કે એ પટ્ટાથ ખુદા ઇં; તા તે બન્નેના પસ્પર
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિર્દેલવાડ
અક ૨]
=[ ૬૭ ]
સયેાગ છે. હિમાચલ અને વિંધ્યાચલ એ બન્ને જુદા છે તો તે બન્નેની પરસ્પર અપ્રાપ્તિ છે. જ્યાં પરસ્પર સચૈાગ કે અત્યન્ત અપ્રાપ્તિ નથી હાતાં, તે વસ્તુએ જીદી પણ ન હાતી, જેમ ઘટમાં ઘટ, ઘટમાં ઘટને સયેાગ પણ નથી, તેમ અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી. માટે તાંતણાથી પટ જુટ્ઠા નથી. એ જ રીતે માટીના પીડથી ઘટ. એ રીતે કારણમાં કાર્યના સચૈાગ પણ નથી અને અત્યન્ત અપ્રાપ્તિ પણ નથી માટે તે બન્ને પરસ્પર જુદા પણ નથી. ત્યારે જુદા નથી ત્યારે જેમ કારણની સત્તા છે તેમ કા'ની પણ સત્તા છે એ રીતે વિદ્યમાન ( સત્ ) કાર્ય જ છે.
s. જ્યારે જે વસ્તુઓને પરસ્પર સંબંધ થાય અને વજન પરિમાણુ વગેરૢ વધે ત્યારે એમ સિદ્ધ થાય કે આ વસ્તુઓ પરસ્પર જુદી છે. જેમ એક શેર ઘીમાં એક શેર લોટ મેળવવામાં આવે ત્યારે તેનું વજન બશેર થઈ જાય છે. પરિમાણ પણ વધે છે અને તેમાં જ એક શેર ગાળ નાખવામાં આવે તે ત્રણ શેર થાય છે. ત્યારે માનવામાં આવે છે કે એ ત્રણે વસ્તુએ જુદી જુદી છે. પરંતુ તાંતણા કરતાં વસ્ત્રનું વજન કે પરિમાણ વધતું નથી જ પ્રમાણે માટીના પીંડ કરતા બ્રટનું વજન કે પરિમાણુ વધારે નથી માટે માનવું જોઈએ કે એ વસ્તુએ તાંતણા કે માટીના પીંડ કરતાં જુદી નથી. જુદી હાત તે વજન અને પરિમાણુ વધી જાત. જ્યારે તે જુદી નથી ત્યારે, જેમ તાંતણા વગેરે કારણની સત્તા છે તેમ પટ વગેરે કાર્યની પણ સત્તા છે, એ રીતે વિદ્યમાન (સત્) કા જ છે ત્યારે કારણ અને કાર્યાં એ શું વસ્તુ છે ? અસ્પષ્ટ અવસ્થામાં રહેલુ' જે કા` તે જ કારણ છે અને સ્પષ્ટ થયેલ જે કારણ તે જ કાર્યાં છે, જેમકે જ્યારે તાંતણા પરસ્પર જુદા હતા ત્યારે તેમાં વસ્ત્ર અસ્પષ્ટ હતુ પરંતુ જ્યારે તે જ તાંતણા પરસ્પર સયેાગને પામ્યા ને એક આકારમાં જણાવા લાગ્યા ત્યારે એમ જ્ઞાન થવા લાગ્યું. કાચબાનાં અંગે જ્યારે તેના શરીરમાં ગુપ્ત હોય દેખાતા નથી અને જ્યારે બહાર નીકળે છે ત્યારે દેખાય છે. તે જ પ્રમાણે કારણ દશામાં ગુપ્ત હાય છે ત્યારે દેખાતું નથી પણ વ્યકત થાય છે ત્યારે એક કવિએ પણ પ્રભુની સ્તવના કરતાં કહ્યું છે કે—
આ વસ્ત્ર છે છે ત્યારે
આવિર્ભાવથી તુજ સયલગુણ માહરે પ્રચ્છન્ન ભાવથી જોય’ પ્રભુમાં રહેલ નાનાદિ પ્રગટ છે અને આપણામાં રહેલ પ્રચ્છન્ન છે. કાર્યદશામાં કાર્યં પ્રગટ છે અને કારણ દશામાં પ્રચ્છન્ન છે. વળી વિદ્યમાન ( અસત્ ) કાર્યની ઉત્પત્તિ માનનારને મતે આકાશનું ફૂલ, સસલાનાં શીંગડાં, રેતીમાંથી તેલ વગેરેની પણ ઉત્પત્તિ થવી જોઈ એ, કારણ કે તેને મતે તો વિદ્યમાન વસ્તુની ઉત્પત્તિ 'થાય છે, જેમ ઘટ અવિદ્યમાન છે તે ઉત્પન્ન થાય છે તેમ આ પણુ અવિદ્યમાન છે માટે ઉત્પન્ન થવા જોઈએ, પરંતુ આ વસ્તુઓ કદી થતી નથી એ પ્રમાણે અવિધમાન ( અસત્ ) કાર્યવાદીને મત પ્રત્યક્ષ બાધિત થાય છે.
માટે વિદ્યમાન ( સત્) કા જ ઉત્પન્ન થાય છે અને વિદ્યમાન (સત્) કાર્ય ઉત્પન્ન થાય છે; તેા જે પ્રથમ દેષ દેવામાં આવ્યા એ દોષ નથી પણ ગુણ છે. આ રીતે પ્રથમ ટ્રાનું સમાધાન સમવું,
( ntg }
For Private And Personal Use Only
જ્યારે કા દેખાય છે.
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीजैनधर्म - विजयवैजयन्ती
प्रणेताः-मुनिमहाराज श्री वल्लभविजयजी कल्याणानां निदानं गुणगणविलसत्सत्यशौचाहिंसामीमांसायुक्तसूक्तस्मृतिधृतिनिवहप्रोधदास्तिक्यवादम् । संसाराम्भोधिपारप्रतरणतरणिप्रत्नलब्धोदयथि श्रेयस्कारि प्रजानां जयति जयजनुजैनधर्मकतस्वम् ॥ १ ॥ यत्तत्वं प्राप्य भूमौ नरवरनिवहाः स्वस्वसिद्धिं लभन्ते सेवन्ते तत्वजातप्रथमपृथुयशोज्ञानविज्ञानबीजम् । शोकव्यामोहमालाकुलितजनहृदालम्बनं लम्बनं यत् शश्वच्छान्तिप्रदं तजयति जयजनुजैनधर्मकतत्त्वम् ॥ २ ॥ संसारेऽस्मिन् विशालेऽमलमतिरचितैश्चित्रिते वस्तुसंधैस्त्रैगुण्ये पुण्यपापप्रथितपृथुपथे ज्ञानविज्ञानगम्ये । कान्तारे वहपायेऽपरिमितविभवे सर्वधर्मोपदेशे देशे देशेऽप्यशेषे जयति जयजनुजैनधर्मैकतत्वम् ॥ ३॥ विज्ञानानां निधानं खलबलमथनं पावनं पावनानां रागद्वेषादिशत्रून्मदकरिहरिणाध्यरक्षःकुलघ्नम् । सोपामं सत्यधर्मातिगहनसरितां सर्वधर्मप्रधानं हानं हिंसाशयानां जयति जयजनुजैनधर्मकतत्वम् ॥ ४ ॥ न क्रोधो नैव लोभो नहि विषयरति व मात्सर्यभावो नो. कामो यत्र धर्म प्रतिपलममलं सत्यशौचं चकास्ति । तद्विद्याबोधचक्षुः क्षपितकलिमलं सर्वसम्पत्प्रपन्नं विन्द्ववृन्दैकवेद्यं जयति जयजनुजैनधर्मैकतत्त्वम् ।। ५ ।। विश्रामस्थानमेकं भववनदहनज्वालजालाहतानां सदबोधिस्थानमेकं यमनियमनपोब्रह्मजिज्ञासुकानाम् । आदेशम्थानमेकं मुनिबरवचसा शर्मदं सज्जनानां भूमौ भूयस्तदेकं जयति जयजनुजैनधर्मकत्वम ॥ ६ ॥ किर्ति सर्वत्र दत्ते यदिह कृतिमतां काममर्थ च सूते धैर्य स्थैर्य सुधीनां विपदि विषयिणां यंत्र मत्मौख्यमास्ते । शेते यत्रैव धर्मः सकल इति सदा सभ्यशास्त्रे बुवाते. तत्क्षेमक्षोदलक्ष्यं जयति जयजनुजैनधर्मे कतत्वम् ॥ ७ ॥ सच्चित्सौख्यस्वरूपे प्रकटितविभवे भावभक्ताशुलभ्ये मायातीतेऽत्र यस्मिन् निरवधिरमला प्रीतिरास्ते सुधीनाम् । तत्कारुण्यप्रजातं भषजलधिगतस्थान्तंशान्त्येकसेतु कैवल्योपायकल्प नयति जयजनुजैनधर्मकतारबम ॥ ८ ॥
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તારા બોલ નગરના ઉલ્લેખવાળા બીજા
બે પત્રો
સંગ્રાહક–મુનિરાજ શ્રી કાંતિસાગરજી
[ ૧ ]. સા. ૧૬૮૪ માહ સુદ ૧૩ પાતીસાહ શ્રી સહી જાન રાજ્ય બેઠા. તિPરી વિગત. વરસરી પાછલી વારતા છે.
મુલતાણુકે વાસી જાતક ખત્રી નામ ખુલાકી બીલાઈતકી વારતા કહી સે નકલ લીખી છે.
પ્રથમ ગુજરાત દેશસે અમદાવાદ નગરસેં ૩૨૫ કોષ આ છે. તિહાસે ૩૦૦ મેષ લાહોર છે. તહાંસે ૧૫૦ કોષ મુલતાણ છેતીહસે ૩૦૦ કેલ ખંધાર છે. બારે કોસ સડર લાંબે છે. તીહાસે ૬૦૦ કેલ ખુરષાણુ દેશ શહર છે. કષ ૧૫ લાંબે બાજાર છે. તિહાં તીલંગર પાતિસાહ છે. સે રાજ્ય કરે છે. પાતીસાહ કે રહણકો ગઢ ત્રાંબા હૈ. ૪ કેપકે હૈ. શહર કોટ ૬૪ કેષ લોહકે કોટ છે. તીહાંસે ૨૩૦૦ કેષ પર અસ્તીમેલનગર છે. મેષ ૩૬ લાંબે છે. ૭૨ ચવડે છે. કે ષ ૨૦ બાજાર છે. તીહાં રેમ સોમકે પાતિસાહ રાજ્ય કરતા હૈ તિસકે ઘોડ ૨૪૦૦૦૦૦, લાખ ૨૦૦૦૦૦ લાખ, ૨૧૦૦૦ હજાર હાથી હે તીન લાખ ગુલામ છે. પાંચ લાખ બાંદી હૈ. ૪૮૦૦૦૦ પ્યાદા છે. પાતીસાડ કે કેટ તાંબાકે છે. શહર કોટ લેહકો છે. તીહાંસે ૧૦૦૦ કેષ બાબર દેશ છે. તીહાં પદમ નગર છે. તીહાંસે ૭૦૦ કષ તારાતં બાલ નગર છે. ૪૮ કોષ લાંબે ૪૦ કોષ બજાર છે. તિડાં સુરજચંદ રાજા રાજ્ય કરે છે. જેના ધમી છે. તિહાં જન ધમકા દેહરા શિખર બંધ હૈ. તીહાં નગરકે બીચ ચેક બડી હૈ. તિહાં ચૌક વીર્ય શ્રી રૂષભદેવજીકા મંદિર ૨ કોષકે મંડપ હૈ. પ્રતિમા ૧૦૮ ધનુષકી મુલનાયકકી ઉંચી છે. સવા લાખ પ્રતિમા હૈિ. દેહરા મંડપ પીઠ સે કી . દેહરા કલસ ૭૦૦ હૈ. આસપાસ પર (બાવન) જીનાલય હૈ. ઔર બહેતર દેહરા છે. તીન ગ્રેવીસી અતીત-અનાગત વતમાન ત્રીકલ પુજા હોતી. હૈ. ઈણ પ્રકારે જેન ધમી તારાતબરા નગર હૈ. પારવતી સાધુકી નદી
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મી જન સત્ય પ્રકાશ
ઈસ પ્રકારે જપુર ગઢકા જેસીગ સવાઈ ખબર કરાઈ સે સચ હૈ.
રેમ શામક સીકંદર પાલિસાડ વજીર અફલાતુણ અરડુલકમાન હકીમ પચાવન હજાર કોષમેં પૃથ્વી રાજ કીયો જુલમાતકે અધર જમીમેં રાજ કરે છે. હીરા પના માણુક જમી છે. વિષ્ણુ સરપ હૈ. સ સકંદરને સરપ-ઈજગરકે ન્યાય કી. સરપ બે હમારા ઘર વિષ્ણુને લીના. છે શ્રીરસ્યું છે
નોંધ એક ગુટકે મારી પાસે લગભગ ૩૦૦ વરસ પૂર્વેને લખેલો છે. તેમાં દીલ્હી રાજાને સંક્ષિપ્ત ઈતિહાસ આપવામાં આવ્યું છે. તથા દીલ્હી રાજ વંશાવલી પણ તેમાં આપવામાં આવી છે. તે ગુટકામાં આ વારતા પણ લખેલી છે. પણ આ વારતા ઘણે ભાગે અપૂર્ણ લાગે છે. આ પત્રમાંની કેટલીક હકીકતો વિચારણીય છે. તેના સત્યાસત્યને નિર્ણય કરે સહેલ નથી.
[૨]
પાતીસાહ શ્રી સાહિજહાંજી સં. ૧૬૩૪ મિગસર વદ ૩ વિલાયતરા દેશરી અંબર મંગાઈ તણુરી વિગત લીખે.
આગરાસું ૩૦૦ કષ લાહેર છે. ને તહાસું ૧૫૦ કેષ મુલતાત છે. તઠાથી કષ ૩૦૦ ખંધાર છે. તઠાથી કોષ ૯૦૦ ઈસયાં નગર છે. ત તિલંગ પાતી સાહી છે. સહર બાજાર ૧૨ રો છે. ચોટે ૧૨ કેમેં વસ છે. તઠાથી કેષ ૬૦૦ ખુરાસાણ છે. બાજાર કષ ૧૫ પરે છે. તડાથી કેષ ૧૨૦૦ આગે આછું તંબોલ નગર છે. કષ ૧૨ કે વિસ્તાર છે. તઠે રોમરોમ પાતીસાહ છે. માસ છઠ બાહર નીકલે છે. તિણુરી રિદ્ધ ઘડા ૨૪ લાખ હુંડા ૩ લાખ બાંદી ૫ લાખ પાયદલ એક કોડ ૨૫ લાખ છે. નગર દોલો લેહરે કેટ છે. તઠાથી કોષ ૫૦૦ બમ્બર દેશ છે માણઅરે લોહીમેં રેશમ રંગીજ છે. તિહાંથી ૭૦૦ કોષ તારાતં બોલનગર છે. જૐ હિંદ પાતિસાહ જેચંદસુર રાજ કરે છે. કોષ ૪૮ મહી બાજર છે. રાજારા મહિલા સને રૂપિરા છે. જેના દેહરા સોનેરૂપિરા છે. રતનરી મુરત છે. રાજા પ્રજા સર્વ જની . પૃથ્વી જેનઈ છે. પાખતી સીધુ સાગર નદી છે એ વેદ શાસ્ત્ર મિ છે. અહમ્મદાવાદથી કેષ પપપળ તારાતંબોલનગર છે. આગે ધરતી છે. જિÀર વીસ્તાર કેવલી ભગવાનનું ખબર છે. વાત સાચી છે. પિંડત (પંડિત) હવ સો ગુઠ મતાં માને. મુલતાન વાસી ખત્રી વ્યાપારી બુલાકી નામે છે ધનવંત હતા. અસ્વ બેસી ગયો થો સંવત ૧૬૮૪ ગયૌ થૌ, પછે જે તૈને વરસઈ લાગી. ફેર પુકો ખબર
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્વ ખંડ ન
લેખક–મુનિરાજ શ્રી ન્યાયવિજયજી ભગવાન મહાવીર સ્વામી મગધદેશમાં વિચરતા વિચરતા એક વખત દશાણું દેશમાં આવી પહોંચ્યા. અહીં દશાર્ણપુર નામે મોટું નગર હતું તેમાં દશાર્ણભદ્ર રાજા રાજ્ય કરતો હતો.
રાજા સભા ભરી બેઠા હતા ત્યાં એક સભાસદે વધામણી આપી કે કાલે સવારમાં જગતવિભુ વીર જિનેશ્વર અહીં પધારવાના છે. રાજા આ સાંભળી ખુબ પ્રમાદિત થયા. રાજસભા પણ ખુબ આનંદિત થઈ. રાજાને એક ભાવના પ્રગટ થઈ એટલે તેણે કહ્યું
આપણે આવતી કાલે આપણી સમસ્ત રાજ્યઋદ્ધિ સહિત ખુબ ઠાઠમાઠથી પ્રભુવીરને વંદન કરવા જઈએ. આ ઠાઠ એવો આવવો જોઈએ કે એવી સુંદર રીતે કેઈએ પણ પ્રભુને વંદના ન કરી હોય. ભલેને બીજા ઘણા મોટા રાજાઓ હોય, પણ આપણે ભપકો બધાથી વધી જ જોઈએ. આખી પ્રજાએ આમાં ભાગ લેવાનો છે. રાજ્યની દરેક કીમતીમાં કીમતી વસ્તુ કાલે બહાર નીકળે. આપણે પટ્ટ હસ્તી પણ ખૂબ શૃંગારોથી શોભિત થવો જોઈએ. મંત્રીએ બધું સાંભળ્યું અને વખતસર બધી તૈયારી થઈ જશે એમ જણાવ્યું. રાજ દરબાર ખતમ થ.
રાત્રે રાજાને બિલકુલ ઉંધ ન આવી. હું એવી સરસ રીતે વંદન કરું કે કોઈએ પણ આજ સુધીમાં ન કર્યું છે. મારી સમૃદ્ધિ કયાં ઓછી છે ? તે સવારમાં વહેલો ઉઠયો. કોટવાલને બોલાવી સૂચના આપી દીધી કે મારા રાજમહેલથી માંડી ઠેઠ કુવાન સધી કે જ્યાં વીરપ્રભ સમવરણામાં એસી ઉપદેશ આપવાના છે અને જ્યાં પોતાને કરવા જવાનું છે, ત્યાં સુધીને રસ્તે તદન સાફ કરી સુગંધિ ચંદન જલ છાંટી કંકુમ જલ વરસાવી પુષ્પોનો વર્ષાદ વર્ષાવે. સ્થલે સ્થલે વિવિધ તોરણે બંધાવે. કાંચનના થંભ રચે. સેનાની મંચા સ્થલે સ્થલે ઉભી કરે. વિવિધ રંગી વસ્ત્રો અને મૃગચર્મ, સિંહચમ આદિ સ્થલે સ્થલે લટકાવો. રત્નના હાથાવાળા ચામર ટીંગાડે.
ઐસી આયો. વડી ધનવંત હતો. મારગમેં જાવતાં આવતાં ઘણી મુહરા ખરચ લાગી. સૌ બુલાકી ક્ષત્રી પાતિસાહ સાહિજહાંરે દરબાર દરખાને મે ઉર્મિ કહી સે લિખી છે. પાતિસારે દતમેં લિખી છે. ઈતિ.
ઉત્તર ધરતીની વાત છે.
નોંધ –તારાબેલને ઠેકઠેકાણે ઉલ્લેખ મળે છે, અને તેને જૈન. ધર્મ સાથે સંબંધ બતાવવામાં આવે છે. આ રમુજ ઉપજાવે તેવું છે. આ વણનેમાં કોસની સંખ્યાને તે કશે હિસાબ જ નથી. આમાં સાચું શું છે એ તારવવું અતિ કઠિન છે. છતાં એ સંબંધી શોધ કરનારને ઉપયોગી થાય એમ સમજીને આ પત્ર અહીં પ્રગટ કર્યા છે.
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
અને સુગંધિત ગંધ પુટીઓનાં તેર બાંધે. અને ઠેઠ સુધી મેઘાડંબર સમાન સુંદર મંડપ બાંધે. સ્થળે સ્થલે અનેક સુગંધિ ધુપધાણાં ગોઠવો.
રાજાને હુકમ થતાં માણસો ક્ષણવારમાં કામે લાગી ગયાઃ અને જાણે સાક્ષાત દેવભુવન હોય તેવી રચના થઈ ગઈ, ગામમાં પણ પ્રજાજનોએ ઘેર ઘેર સ્વસ્તિક કર્યા, કુંકુમ છાંટયાં, તરણે બાધ્યાં અને જાણે નવા જ તૈયાર કર્યા હોય તેમ દીપાવ્યાં. સમય થતાં રાજા નાહી જોઈ ઉત્તમ વસ્ત્ર પહેરી બહાર નીકળે, તેને માથે હીરાને મુગટ ચમકારા મારતું હતું, સૂર્યનાં કિરણે તેની સાથે આનંદથી વાત કરી રહ્યાં હોય તેમ તેના પર રમી રહ્યાં હતાં. પ્રજાજને પણ સુંદર વસ્ત્રાભૂષણ સજી બહાર નીકળ્યા, રાજાને પટ્ટહસ્તી આજ તો ખૂબ શોભતે હતો. ઐરાવણુ હાથીને પણ ઢાંકી દે એવી
એની કાન્તિ અને તેજ હતું. રાજા દશાર્ણભદ્ર એ પટ્ટ હસ્તી પર બેસી આગળ વધે. ડંકે વાગ્યો અને સ્વારી ઉપડી. રાજાની પાછળ રાજરાણી બેઠાં હતાં. પાછળ અનેક સામન્ત, ખંડીયા રાજાઓ, નગરશેઠ, મહાજન, સૈન્ય ચાલ્યું. આગળ વિવિધ વાજિંત્રના નાદ થતા હતા. વચમાં અનેક પ્રકારના તમાશા થતા હતા. ઠેર ઠેર રાજા વધાવતે વધાવતો આગળ વધ્યું. રાજાને ગર્વ માતો નહોતે. વાહ! શું મારો વૈભવ છે ? આવી સમૃદ્ધિ- આવો વૈભવ કોઈને નહિ હોય ! આમ વિચારતે તે દેવસભામાં ગયે. પ્રભુ શ્રી વીરને ખુબ ભક્તિભાવથી નમસ્કાર કર્યો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી યોગ્ય સ્થાને બેઠે.
પણ રાજાને આજને ગર્વ એક દેવને-ઈદ્ર મહારાજને ખુંચતો હતો, તેથી રાજાને ઠેકાણે લાવવાને તેને વિચાર થયો. અને પિતાની શકિત અને પિતાના પ્રભાવથી તેણે મેઘમય સુંદર વિમાન રચ્યું. ફાટિકમણિ સમાન કમળાથી વિભૂષિત કર્યું. મરાલ, સારસ આદિ મનહર પંખીઓ અને કલ્પવૃક્ષની પંકિતઓ અને તેમાંથી પડતાં સંદર કુસુમો, ઈન્દ્રનીલમણિનાં કમલ, મરક્ત મણિનાં કમલેમાં ગુંજારવ કરતા સુવર્ણના ભ્રમર, સુંદર ભાલાઓ, અને ધ્વજા પતાકાઓથી શોભતા એ જલકાન્ત વિમાનમાં દેવવંદની સાથે બેઠે. હજારો દેવ નારીઓ-દેવાંગનાઓ તેને ચામર વીંઝી રહી હતી. સુંદર કર્ણમધુર ગીત ગવાતાં હતાં. નાટારંભ ચાલતો હતે. ક્ષણવારમાં મહાન વૈભવશાળી ઈદ્રદેવ પ્રભુથી પુનિત પૃથ્વી ઉપર ઉતર્યા અને સુંદર અરાવણ હાથી ઉપર બેઠે. ઉપરં દેવાંગનાઓ નાચ કરતી હતી. - એ જલકાંત વિમાનમાં વારે વારે જલકમળ ઊગ્યાં હતાં. એ કમલે કમલે દેવાંગનાઓ નૃત્ય કરી રહી હતી. સુંદર સંગીત ચાલી રહ્યું હતું. મધુર વાજિંત્રના નાદે થઈ રહ્યા હતા. સાથેના તમામ દેવો પણ મહાન સમૃદ્ધિથી શોભતા હતા. ખુદ ઈદ પણ આજની રચના જોઈ ખુશ થઈ ગયો હતો. પ્રભુના સમવરણમાં બેઠેલા દેવ, મનુષ્ય અને તિર્યએ પણ ખુશ થઈ ગયા. આ બધામાં દશાર્ણભદ્રની પરિસ્થિતિ વિચિત્ર થઈ હતી. એને લાગતું કે મારા જેવી ઋદ્ધિથી પ્રભુને કાઈ નમવા નહિ આવ્યું હોય પણ હવે એને થયું કે ખરે જ હું તે કોઈ જબરજસ્ત શહેર પાસે ગામડા જે નાને લાગુ છું. હું તે કુવાને દેડકે જ છું. કયાં આની સમૃદ્ધિ અને જ્યાં મારી તુચ્છ સમૃદ્ધિ? કયાં આની ભકિત અને ક્યાં મા
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર પંચક
લેખક –આચાર્ય મહારાજ શ્રી વિજયપધસૂરિજી (૨) રાજે વિરા (૨) ક્ષતિ વાવ: (રૂ–૪) જfdષ તથાળુષઃ | (૯) svi #ાયાક્ષાત્ સારમુકત છે ? |
(૧) પૈસાથી દાન આપવું, (૨) વાણીથી સત્ય બોલવું, (૩–૪) જીવનથી કીતિ અને ધર્મ મેળવવા અને (૫) શરીરથી પરોપકાર કરવો આ રીતે કરીને અસારમાંથી પણ સાર ગ્રહણ કરવો જોઈએ.
(૧) ધનને સાર: દાન શાસ્ત્રકાર ભગવતે કહ્યું છે કે લક્ષ્મીને સાર દાન જ છે. પાછલા ભવની પુર્ણાઈથી જે છેવો લક્ષ્મી પામ્યા હોય, તેમણે સાવચેત થઈને યથાશક્તિ શ્રી જિન મંદિર વગેરે સાત ક્ષેત્રમાં તેને જરૂર વાપરવી જોઈએ. આ પ્રમાણે કરનારા ભવ્ય જેવો લક્ષ્મીને સાર (લ્હાવો) લઈ શકે છે. લક્ષ્મીની અનિત્યતાને લક્ષ્યમાં રાખીને કયા ક્યા ધનિક ભવ્ય છાએ (૧) શ્રી જિનમંદિર, (૨) જિનપ્રતિમા, (૩) જ્ઞાનભંડાર, (૪) સાધુ, (૫) સાધ્વી, (૬) શ્રાવક, (૭) શ્રાવિકા, આ સાત ક્ષેત્રોમાં કઈ રીતે ઉદારતાથી ધનને સદુપયોગ
એના ગર્વને ચૂરેચૂરા થઈ ગયા. તેનું મોટું વિલખું થઈ ગયું. એને પણ થયું કે હું એનાથી પણ અધિક સમૃદ્ધિને માલેક થઈ શકું, કિન્તુ એમાં કાંઈ ઓછી સાચી ઋદ્ધિ સમાઈ છે. એણે પ્રભુ શ્રી વીરની દેશના સાંભળી હતી. તેને વૈરાગ્ય આવ્યો. એણે વિચાર્યું આત્મસાધનાને માગ સ્વીકારવાથી હું ઈદ્રને નમાવીશ એટલું જ નહિ પણ મારા આંતર શત્રુઓને છતી સાચી આત્મઋદ્ધિ પ્રાપ્ત કરીશ. આમ વિચારતાંની સાથે જ તેણે રાજશ ત્યજી દીધો. એણે ન પૂછ્યું રાણીઓને કે ન પૂછયું અમાત્યને. તેને ન રોકે રાજ્ય કે ન રેકો સમૃદ્ધિએ. એને શાસ્ત્રકારનું વચન યાદ આવ્યું. “વૈરાગ્ય ભાવના પ્રગટ થાય કે તરત જ સાધુપણું સ્વીકારી લેવું, વિલંબ ક્ષણ ભરને પણ ન કરવો.” તરત જ તેણે માથા ઉપર હાથ ફેરવી પંચમુઠીલેચ કર્યો અને ગણધર–ગણેશ પાસે જઈ સાધુ વેશ પહેરી પ્રભુને ત્રણ પ્રદિક્ષણ કરી વંદના કરી. 'ઇક આ જોઈ ચમક. એને લાગ્યું કે ખરે જ, આ રાજાએ મને પરાભવ આપ્યો છે. ભલે મારી બાહ્ય સમૃદ્ધિ ગમે તેટલી હોય પણ આ સાધુજી પાસે હું અને મારે વૈભવ તુચ્છ છે. આ વૈભવ અને આ સમૃદ્ધિ મને અધઃપાતના ગર્તામાં ફેંકશે. જ્યારે આ આત્મિક સમૃદ્ધિશાલી મુનિવર ઉચ્ચતાના શિખરે પહોંચશે.
ઈ સાધુજી પાસે જઈ ખૂબ ભક્તિથી નમન કર્યું અને કહ્યું ખેરે જ હું તમારાથી છતાઈ ગયો છું. સાચો જય તમારે જ છે. • જે રાજા ગર્વના હાથીએ ચઢયો હતો તે તે હવે જુદે જ બની ગયો હતો. એનું કસુવંદન સાચે જ સાર્થક થયું.
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ ૭૪ ]
av ૫
કર્યા તે બીના મેં ‘શ્રી ભાવના કલ્પલતા નામના ગ્રંથમાં વિસ્તારથી જણાવી છે, તે ત્યાંથી જોઈ લેવી. જેએ ધનવંત છતાં કંજૂસાઈને લીધે ધમ મા લક્ષ્મીને ન વાપરે તેઓની લક્ષ્મી નિષ્ફલ સમજવી.
આ પ્રસંગે ભાજ રાજાની બીના જાણવા જેવી છે, તે ટૂંકામાં આ પ્રમાણે છેઃ એક વખત ભાજરાજા રયવાડીએ નીકળ્યા. તે વખતે રાજશેખર નામના મહારધર કવિ દુકાળના કારણે ચટામાં જમીન ઉપર પડેલા અનાજના દાણા વીણી રહ્યા હતા. આ બનાવ જોઇને રાજા ભોજે અડધી ગાથામાં કહ્યું કે જે એક પાતાનુ પણ પેટ ભરી શકતા નથી તેઓના જન્મારા નકામે સમજવા. નિત્ર-અર્જૂનેવિ ુ । असमत्था तेहिं किंपि जापहि । આ સાંભળીને કવિરાજે ગાથાના છેલ્લા એ પાદ પૂરા કરીને કહ્યુ` કેન્સુતમથ્થા ઝૈન પોરિનો સેટિવિન િિત્ત // જે ધનવડે પારકાનું દુ:ખ દૂર કરવાને સમર્થ છે, છતાં તેવા પાપકાર કરતા નથી, તેઓને પણ જન્મા શા કામને છે ? કવિનાં આ વચને સાંભળીને સામુ ભોજરાએ પણ કહ્યું કે-પપસ્થાપવા મા કશિ । ગતિ સિં પુત્ત ॥ હે માતા ! જે બીજાની આગળ માગતા કરતે હાય, તેવા પુત્રને તું જણીશ નહિ. આ સાંભળી કવિએ કહ્યું કે-મા રણનૈત્રિ નિમુ। થિભ્રમો જ્જો ઝેન રાા હે માતા ! સામેા માણસ માગે છતાં જે ન આપે તેવા પુત્રને તું ઉદરમાં પણ રાખીશ નહિ. કવિનાં આ વચન સાંભળીને દાનવીર ભાજ રાજા મૌન રહ્યો અને વિને સા ગામ અને એક કરાડ સાનૈયાનું દાન દીધું.
આ દૃષ્ટાંતમાંથી એ એધ લેવા કે તે જેમ દાનેશ્વરી હતા, તેથી તેને પ્રજા ચાહતી હતી, તેમ ધનિક ભવ્ય જીવા પણ તે પ્રમાણે જો ધાર્મિક ક્ષેત્રામાં લક્ષ્મી વાપરે, તે તેને પણ ખીજા જીવા જરૂર ચાહે છે. અને પરભવમાં તેએ આત્મહિતના સાધને જરૂર પામી શકે છે. દુનિયામાં પણ દેખાય છે કે દાનગુણને લઇને જ લાકો મેને ચાહે છે, પણ સમુદ્રને કાઈ ચાહતું નથી. કારણ કે સમુદ્રને સધરવાની ટેવ પડી છે. કુદરત પણ એમ જ ખાધ આપે છે કે જ્યાં મધ હોય, ત્યાં માખી જાય છે. એમ દાની તરફ લેાકેાની લાગણી વધારે ખેંચાય છે. ખરેખર દાન એવી ઉત્તમ ચીજ છે કે જે આપનાર, લેનાર અને અનુમાઇના કરનાર એ ત્રણેને તારે છે. વમાન આબાદીને ટકાવવા માટે અને ભવિષ્યમાં તેવા આબાદી મેળવવા માટે દરેક સમજી જીવાએ યથાશક્તિ દાન દઈને જ ભાજન વગેરે ક્રિયા કરવી જોઈએ. કાકડીનુ પતીકું કાપીને દૂર કરીએ તેા તે ખાનારને મીઠી લાગે છે, એમ પેદાશની મીઠાશ જાળવવાને માટે તેમાંથી અમુક ભાગ ધાધિક કાર્યમાં જરૂર વાપરવા ોઇએ. વિશેષ મીના “ શ્રી શ્રાવક ધર્મ જાગરિકા ”માંથી જોઈ લેવી. એ પ્રમાણે ધનના સાર દાન' આ પહેલા સારની ખીના જણાવી.
(૨) વાણીના સારઃ સત્ય
વાણીને સાર સત્ય (સાચું ખોલવુ) એ છે. જીવને જીભની પ્રાપ્તિ મહાપુણ્યાયે થાય છે. સત્ય વચન ખાલીએ તેા જ જીભની પવિત્રતા જળવાય છે. જૂહુ એક્લવાથી એ અપવિત્ર બંને છે. આ પ્રસંગે શિક્ષા થામાં પણ શીખામણ દીધી છે કે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨
www.kobatirth.org
સાર પક
सत्य पूतं वदेद् वाक्यं, वस्त्रपूतं पिबेज्जलं ।
दृष्टिपूतं न्यसेत् पादं मनःपूतं समाचरेत् ॥ १ ॥
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
{ ૫ )
સાચુ ખેાલવું, પાણી ગળીને પીવું, જોને ચાલવું તથા સદ્ભાવના રાખીને નિર્દોષ પ્રવૃત્તિ કરવી. જે માણસ સાચુ' વચન ખેલે છે, તેની આગળ અગ્નિ જલ જેવા, સમુદ્ર સ્થલ જેવા, શત્રુઓ મિત્ર જેવા, અને દેવા દાસ જેવા બની જાય છે. આ બાબતમાં શેઠ મુહણુસિંહની બીના જરૂર યાદ રાખવા જેવી છે. તે ટૂ'કામાં આ પ્રમાણે જાણવીઃ દીલ્હી શહેરમાં મુહસિદ્ધ નામે એક શેઠ રહેતા હતા, તે સત્યાદિ હતા. આથી લેાક વ્યવહારમાં તેમની આખરૂ પણ સારી ફેલાઈ હતી. તેમના પિતાનું નામ જસિંહ હતું. એક વખત બાદશાહ પિરાજની આગળ કાઈ ચાડીયાએ કહ્યું કે “આ મુહહુસિંહની પાસે ૫૦ લાખ પ્રમાણુ ધન છે. તે મહાધનવાન હોવાથી તેને ગુનામાં લેવા જેવા છે” આથી બાદશાહે રોટ મુદ્ધસિદ્ધને ખેલાવ્યા, અને પૂછ્યું કે તમારી પાસે કેટલું ધન છે ? જવાબમાં શેઠે નમ્રતાથી જણાવ્યું કે હું તપાસીને આવતી કાલે જવાબ આપીશ. પછી શેઠે ધેર જઇને તમામ ધનની ગણત્રી કરી અને તેની કાગળ ઉપર નોંધ લઇને બીજે દિવસે બાદશાહની પાસે આવીને સત્ય બીના જાહેર કરી કે હે સ્વામી, મારી પાસે ૮૪ લાખ અણુ ઢાંક પ્રમાણુ મીત છે. આવી સત્ય બીના સાંભળીને ખુશી થયેલા બાદશાહે બીન ૧૬ લાખ ટાંક આપીને તેને કાટીશ્વર (કરાડાધિપતિ) બનાવ્યા. શેઠ મુસિંહે પેાતાની ખ્યાતિ પ્રમાણે દાનાદિ ધાર્મિક કાર્યોમાં ઉલ્લાસથી લક્ષ્મીને વાપરીને પેાતાનું (કાટીશ્વર) નામ સાક કર્યું. આમાંથી બેધ એ લેવા કે સત્ય વચન ખેલવાથી અમુક નૃતના લાભ મળે છે અને સત્પુરૂષાની લક્ષ્મી જગતભરના જીવાના કામમાં આવે છે. કહ્યું છે કે मेहाण जलं चंद्राण चंदिमा तरुवराण फलनिवहो ॥ सुपुरिसाण वित्तं सामण्णं सयललोयस्स ॥१॥ મેધનું પાણી, ચંદ્રમાના પ્રકાશ, ઝાડનાં લે અને સત્પુશ્ત્રાની લક્ષ્મી (કમાણી) આ ચાર વાનાં સ` લેાકને સામાન્ય હોય છે. એટલે તે તમામ લોકેાના કામમાં આવે છે. ઉપરની બીના લક્ષ્યમાં લઇને સમજી જીવેએ જરૂર સત્ય ખેલવાની ટેવ પાડવી જોઇએ. એ પ્રમાણે ‘સાચું ખેલવું એ વાણીના સાર છે' આ બીજા ‘સાર'ની ખીના જણાવી (૩-૪) આયુષ્યના સાર કીર્તિ અને ધમ
આયુષ્યને સાર કીર્તિ અને ધમ છે. આખરે અને ધર્મ વિનાનું જીવતર નકામું ગણાય છે. શાસ્રકાર ભગવતે (૧) મનુષ્યાયુ (૨) દેવાયુ (૩) તિર્યંચાયુ (૪) અને નરકાયુ એમ ગતિની અપેક્ષાએ ચાર પ્રકારનુ આયુષ્ય કર્યું છે. તેમાં મનુષ્યનું આયુષ્ય ઉત્તમ હ્યુ છે, તેમાં મુદ્દો એ છે કે માનવ જાત વિનય વિવેકથી અવિચ્છિન્ન પ્રભાવશાલ ત્રિકાલાબાધિત શ્રી જિનધર્મની આરાધના કરીને આ લેાકમાં કાર્ત્તિ મય જીવન ગુઃશ્ર્વરીને પરલેકમાં પણ આત્મહિત સાધી શકે છે. મેતીનું પાણી ઉતર્યા પછી તેની સારી કીંમત ઉપજે જ નહિ, કારણ કે તે નિસ્તેજ થઈ ગયું. એમ માનવજાત આબરૂને લઈને સત્તે દેખાય છે. પરાપુકાર, દાન, શીલ તપ, ભાવનાદિમય ધર્મસાધના કરવાથી આબરૂ મેળવી શકાય છે. દાનગુણુને લઇને રાજા, કુમારપાલ, મથી વસ્તુપાલ તેજપાલ યા
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિને સત્ય પ્રકાશ
શેઠ હઠીસિંહ કેસરીસિંહ વગેરેની કીતિ હાલ પણ ગવાય છે. શીલગુણને લઇને પ્રભુ શ્રીમલ્લિનાથ, શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી જંબુસ્વામી, શ્રીસ્થૂલિભદ્રચંદનબાલા, રાજમતી વગેરેની કીર્તિ અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તપગુણને લઈને પ્રભુ શ્રી ઋષભદેવ, ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવ, ગૌતમસ્વામી, ધન્ય અનુગાર વગેરેની કીર્તિ ફેલાઈ છે અને ભાવના ગુણને લઈને શ્રીભરત મહારાજા, શ્રીકુર્મા પુત્ર વગેરેની ચારે દિશામાં કીર્તિ ફેલાઈ છે. આ ઉપરથી હવે સહજ સમજાશે કે માનવ ભવ પામીને ભવ્ય જીવોએ અખંડ કીર્તિ આદિ સદ્દગુણોને પમાડનાર એવા શ્રી તીર્થકર ભાષિત ધર્મારાધનમાં જરૂર ઉદ્યમશીલ બનવું જોઈએ. જેઓ અપ્રમાદી જીવન રાખે, એટલે કે એક પણ સમય નકામો ન ગાળે, તેઓ જ ઉપર જણાવ્યા મુજબ ધર્મારાધન કરીને જીંદગીને સફલ કરે છે. જીવનદોરી તૂટયા પછી કોઈ પણ ઉપાયે સાંધી શકાતી નથી. આ બાબતમાં નિરૂપક્રમ આયુષ્યવાળા છાનું પણ કંઈ ચાલતું નથી એટલે તેઓ પણ છવન દેરીને સાંધી શક્તા નથી. આ જ મુદાથી પ્રભુ શ્રી મહાવીર દેવે અંતિમ દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય જી! તમે લગાર પણ પ્રમાદ કરશે નહિ, કારણકે જીવનને અંત ક્યારે આવશે?–તેની કોઈને ખબર નથી. યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં પુત્રાદિમાંના કોઈનું પણ શરણ હેતું નથી. એમ સમજતાં છતાં કુટુંબાદિના મેહને લઇને આરંભ સમારંભ કરનારા પ્રમાદિ જીવનું શું થશે? તેઓ દુર્ગતિનાં દુઃખ ભોગવશે, એમ જાણીને મને ખેદ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
असंखयं जीषिय मा पमायए जरोवणीयस्स हु नत्थि ताण । एवं वियाणाहि जणे पमत्ते कण्णु विहिंसा अजया गिहिति ॥ १ ॥
જે અજ્ઞાની છે અનેક જાતનાં પાપકર્મો કરીને ધનને પેદા કરે છે, તેઓ ઘણું જીવોની સાથે વેર બાંધીને મરતી વખતે તે ધનનો ત્યાગ કરીને નરકમાં જાય છે. ત્યાં પણ તેઓ પાક્લા ભવના વેરને લઈને માંહમાંહે યુદ્ધ કરી લોહીલેહણ થાય છે.
આમાંથી સમજવાનું છે કે, લક્ષ્મીને કમાનાર છવ જ કર્મનાં ફળ ભોગવે છે. જેઓના પિષણને માટે પોતે પાપકર્મ કરી રહ્યો છે, તે પુત્ર વગેરે સ્નેહિઓ પાપ કર્મના ફલને ભાગ લેવાને ચાહતા પણ નથી. અને લક્ષ્મીને ભાગ લેવાને પૂરેપૂરી ઈચ્છા
जे पावकम्मेहि धणं मणुस्सा समाययंते अमई गहाय ।
पहाय ते पासपयट्टिए णरे वेराणुवद्धा निरयं उवेंति ॥ १ ॥ ધર્મને ચાહનાર જીવોએ ભારંડપક્ષીની માફક ટ્વેનમાં લગાર પણ પ્રમાદને સેવવો નહિ. ભારપક્ષીને પેટ એક હેય, ડોક જુદી જુદી હોય, પગ ત્રણ હૈય, ભાષા મનુષ્યના જેવી હોય, બે જવનું એક શરીર હોય. બંનેને જે ટાઈમે જુદાં જુદાં ફળ ખાવાની ઈચ્છા થાય, તે જ ટાઈમે તેનું મરણ થાય. આ બાબતમાં એ પક્ષી બહુ જ સાવચેત રહે છે. આ પ્રસંગે નીચેના બે કલેક જરૂર યાદ રાખવા
૧ જેલું આયુષ્ય બાંધ્યું હોય, તેટલું ભોગવાય આ નિરૂપક્રમ આઉખું કહેવાય. સેપક્રમ આઉમું આનાથી ઉલટું હાય.
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર પંચક
सुत्तेसु यावि पडिबुद्धजीवी न वीससे पंडिय आसुपण्णे ॥ घोरा मुहुत्ता अबलं सरोरं भारंउपक्खीव चरऽप्पमते ॥ १ ॥
(ઉત્તરાધ્યયન) एकोदराः पृथग्नीवास्निपदा मर्त्यभाषिणः ॥ भारंडपक्षिणस्ते स्यु-म॒तिभिन्नफलेच्छया ॥ २ ॥
(કલ્પસૂત્ર ટીકા ) જ્યાં સુધી શરીર નીરોગી હોય, અથવા ઘડપણ ન આવે, અને ઈદ્રિયો સાજી હોય એટલે પિતપોતાના વિષય (જાણવા લાયક પદાર્થ) ને ગ્રહણ કરવાને શક્તિ ધરાવતી હોય, અને આયુષ્યને ઉસક્રમ ન લાગે, ત્યાં સુધીમાં ડાહ્યા પુરૂષોએ જલદી ચેતીને આત્મહિતનાં સાધનની જરૂર સેવના કરી લેવી જોઈએ. કારણ કે તેમ ન કરે તે પાછળથી પસ્તા થાય. ઘરમાં લાહ્ય લાગે તે વખતે કૂવો ખોદાવવા માટે ચેતવું અથવા તળાવ ફૂટયા પછી પાળ બાંધવાને ચેતવું એ શા કામનું ? પહેલેથી જ ચેતનારા જેવો વિકટ પ્રસંગને અટકાવી શકે છે. કહ્યું છે કે –
यावहेहमिदं गदैनमृदितं नो वा जराजर्जरं यावत्त्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमम् ॥ यावच्चायुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां
कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते? ॥२॥ ઉપરની બીના ધ્યાનમાં લઈને ધર્મની સાધના કરનારા ભવ્ય છો રાજા વિક્રમની માફક રાજ્યાદિ સુખસંપદાને પામે છે, તથા કીતિને પણ પામે છે. આયુષ્યની ક્ષણભંગુરતા ધ્યાનમાં લઈને નિર્મલ ધર્મની સાધના કરવી એ આ ત્રીજા અને ચોથા સારનું રહસ્ય છે.
શરીરનો સાર : પરોપકાર શરીરને સાર પરોપકાર છે. તેના બે ભેદ આ પ્રમાણે જાણવા (૧) દ્રવ્ય પોપકાર અને (૨) ભાવ પોપકાર. ધર્મિષ્ઠ છે સ્વભાવે કરીને સામાને દુઃખી જોઈને દુખી થાય છે અને સુખી જેઈને રાજી થાય છે. કોઈ માણસ સાધનોના અભાવે દુઃખી અવસ્થા ભોગવતા હોય, તો તેને જોઈતાં સાધને પૂરા પાડવાં, એટલે કે દ્રવ્યાદિના ભોગે પણ સામા માણસની વિપત્તિ દૂર કરવી તે દ્રવ્ય પરેપકાર કહેવાય. આ બાબતમાં ચંદ્રાવતી નગરીના રહીશ ૩૬૦ કરોડાધિપતિ શ્રાવકોનું દૃષ્ટાંત “શ્રી શ્રાવકધર્મ જાગરિકામાંથી જોઈ લેવું.
બીજો ભાવ પરોપકાર. જે જે પ્રમાદને લઈને ધર્મની આરાધના કરવામાં બેદરકારી રાખતા હોય, તેમને શાંતિ અને પ્રેમ ભરેલાં વચનોથી સારણું, વારણા,
યણ, પયિણું કરીને ધર્મના રસ્તે દોરવા અને જેઓ ધર્મની સાધના કરતા હોય, તેમને ધર્મક્રિયાના દૃઢરાગી બનાવવા તે ભાવ પરોપકાર કહેવાય. આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવે મેઘકુમારને હિતશિક્ષા દવે ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો વગેરે દૃષ્ટાંતે “શ્રી ઉપદેશપ્રાસાદ” વગેરેમાંથી જોઈ લેવા.
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[
શ્રી જૈન સત્ય પ્રકાશ
૫
પરાપકાર એ પુણ્ય કર્મને બાંધવાનું અદ્વિતીય કારણુ છે. તથા જેમ રમમી વસ્ત્ર શરીરને શાભાવે છે, તેમ પરીપકાર લક્ષ્મીને શાભાવે છે. અને કહ્યુ છે ક
Acharya Shri Kailassagarsuri Gyanmandir
परोपकारः सुकृतैकमूलं, परोपकारः कमलादुकूलं ॥
परोपकारः प्रभुता विधाता. परोपकारः शिवसौख्यदाता ॥ १ ॥
આ બાબતમાં એક માäાનું દૃષ્ટાંત જાણવા જેવુ' છે, તે ટૂંકામાં આ પ્રમાણે છે; પ્રતિષ્ઠાન પુરમાં એક ધનવાન શેઠ કંજૂસાઈ વગેરે દોષને લઇને દાનાદિ ધર્મોની કંઈ પણ સાધના કરતા ન હતા. છેવટે તે આત્ત ધ્યાનમાં મરણ પામી તેજ નગરની સામેના તળાવમાં માછલું થયા. અહીં તળાવની પાળ ઉપર (શાલિવાહન રાજાના જીવ) એક શેઠ સુપાત્ર દાન આપતા હતા. આ બનાવ જોઇને માછલાને જાતિસ્મરણુ જ્ઞાન થયું. તે દાનેશ્વરી શેઠ મુનિદાનના પ્રભાવે પ્રતિષ્ઠાન પુરમાં શાલિવાહન નામે રાજા થયા. તે યવાડીએ કરવા નીકળ્યા. ફરતાં ફરતાં તળાવની પાળ ઉપર આવ્યા, ત્યારે તે મોટા માલાએ રાજાને જોયા, અને વિચાયુ` કે આ રાજાને જે રાજ્યઋદ્ધિ વગેરે સાહિબી મળી છે તે પાબ્લા ભવમાં દીધેલા સુપાત્ર દાનનેા જ પ્રભાવ છે. એમ જાણીને લેાકેાને
આ બાબતને મેધ દેવા માટે પાણીમાં રહીને તેણે મનુષ્યના જેવી ભાષામાં કહ્યું કે કાણુ જીવે છે? કાણુ જીવે છે ? કાણુ જીવે છે? એમ ત્રણવાર કહેલાં મત્સ્યનાં વચનને સાંભળીને રાજા વગેરેને માટું આશ્રય લાગ્યું. પેાતાની સભાના પિતાને આ બાબતને ખૂલાસે પૂછ્તાં રાજાને સતાષકારક જવાબ ન મળ્યા, તેથી આચાર્ય મહારાજ શ્રી કાલિકસૂરિજી મહારાજે જ્ઞાનથી માછલાને અભિપ્રાય જાણીને રાજાની આગળ કહ્યું કે કાણ જીવે છે ? આ પ્રથમ વાકયનો અર્થ આ પ્રમાણે છેઃ જે ભવ્ય જીવ ઉત્તમ ગુણાને ધારણ કરવા પૂર્વક ધર્મારાધન ઉલ્લાસથી કરે છે તે શાસ્ત્રીય દૃષ્ટિએ જીવે છે, એમ કહી શકાય. માછલું બીજી વાર કાણુ જીવે છે એમ ખેલે છે તેનું રહસ્ય આ છેઃ જેના જીવતાં છતાં મુનિવરે અને સજ્જન પુરૂષો જીવે છે, એટલે જે ભવ્ય જીવ મુનિવરને અને સજ્જનેને આલંબનરૂપ છે, અને પાપકાર કરે છે, તે ખરી રીતે ‘જન્મ્યા' અને તેજ જીવે છે, એમ કહી શકાય. અને માછલું ત્રીજીવાર કાણુ જીવે છે? એમ ખેલે છે. તેને પરમાથ આ પ્રમાણે સમજવેઃ જે અપ્રમાદિ ધરસિક જીવો પાંચમે અથવા અે દિવસે નિરવદ્ય (નિર્દોષ) ભાજન કરે છે તે જીવે છે.
સૂરિજી મહારાજનાં આ વચન સાંભળીને માછલું મૌન રહ્યું. રાજા વગેરે પણ બહુ આશ્ચય પામીને ખેલવા લાગ્યા કે અહેા ! જલચર જીવ પણ્ ધ કરવાની ચાહના કરે છે!
આચાય મહારાજે કહ્યું કે-નિર્ગુણુ અધર્મી વેને માનવ ભવ બહુ જ હલકે ગણાય છે. આ બાબતમાં વિજ્રનગોષ્ઠી જરૂર સાંભળવા લાયક છે, તે ‘ઉપદેશ પ્રાસાદ'ના ૨૩૩ મા વ્યાખ્યાનમાંથી જોઈ લેવા. ઉપરની ખાનામાંથી જાણવાનું મળે છે કે પરમેાપકારી જીવા ખરી રીતે જીવતા ગણાય છે.
‘ ઉપમિતિ ભવપ્રપંચા કથા ’માં પ્રરારતા મૌઢાપાઃ ની ખીના જણાવતાં પૂજ્ય શ્રી સિદ્ધગિણિ મહારાજે સ્પષ્ટ જણાવ્યું છે મુખ્યન્તિ પોપલાનેવુ' એટલે
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સા૨ ૫ અક
ભવ્ય છે પરોપકાર કરવામાં તરસ્યા રહે છે. એટલે હમેશાં પરોપકાર કરતા રહે છે. પુણ્યાનુબંધિ પુણ્ય શાથી બંધાયઆ પ્રશ્નના જવાબમાં શાસ્ત્રકારે જે કારણે દર્શાવ્યાં તેમાં પોપકારને પણ ગણેલે છે. પરોપકાર ગુણને પ્રભાવ એવો છે કે તે જો નિરભિલાષ ભાવે કરવામાં આવે તે પૈર્યગુણને વધારે છે, દીનતાને દૂર કરીને, ચિત્તની ઉદારતામાં વધારે કરે છે, પેટ ભરવા રૂપ દુર્ગણને નાશ કરે છે, મનને નિર્મલ બનાવે છે, પ્રભુતાને પ્રકટ કરે છે, આત્મિક વીયૅલાસને વધારે છે. મોહને નાશ કરવામાં પણ સારામાં સારી મદદ કરે છે. પરોપકારી પુરૂષો આ ભવમાં ઉત્તમ સુખનાં સાધને પામે, એમાં નવાઈ શી? પણ તેઓ એ કરતાં પણ સારી સ્થિતિને ભવાંતરમાં પણ પામીને મુક્તિના સુખો અ૫ કાલમાં મેળવે છે. પરોપકારને અંગે જણાવેલી બીના યાદ રાખી જે ભવ્ય છે પરોપકારના પથે ઉલ્લાસથી પ્રયાણ કરશે, તે જરૂરી કાયાને સાર મેલવશે અને માનવ દેહને સફલ કરશે. એ પ્રમાણે દેહને સાર–પરોપકાર” આ પાંચમા (સાર)ની બીના ટૂંકામાં જણાવી.
ભવ્ય છે ઉપર જણાવેલી (સાર પંચક)ની બીના યથાર્થ સમજીને અને હૃદયમાં ઉતારીને અવિચ્છિન્ન પ્રભાવશાલી ત્રિપુટી શુદ્ધ શ્રી જૈનધર્મની સાત્વિક આરાધના કરે. અને પરિણામે પરમાનંદમય મુક્તિસુખને પામે એ જ હાર્દિક ભાવના.
સ્વીકાર ૧ સ્તfજંતામ િતથા કાતરાત્ર પ્રકાશ-કર્તા–આચાર્ય મહારાજ શ્રી વિજય પદ્યસૂરીજી–પ્રકાશક-શ્રી જૈન ગ્રંથ પ્રકાશક સભા, પાંજરાપોળ, અમદાવાદ. મૂલ્ય—એક રૂપિઓ.
૨ શ્રી સિધચક્ર પૂજા–કર્તા તથા પ્રકાશક ઉપર પ્રમાણે. મૂલ્ય-દસ આના.
૩ શ્રી ભાવના કલ્પ લતા-કર્તા તથા પ્રકાશક ઉપર પ્રમાણે. મૂલ્ય-દોઢ રૂપિયા. * ૪ સંત પ્રાચીન રતન -સમ્પાદક-મુનિરાજશ્રી વિશાળવિજયજી. પ્રકાશક-શ્રી વિજયધર્મસુરિ જૈન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજજેન. મૂલ્ય-ત્રણ આના.
૫ કુબેરદત્તા-લેખક-શ્રીયુત ચીમનલાલ નાથાલાલ શાહ (શ્રીકાંત), પ્રકાશક-શ્રી વિજયદાનસુરિ જૈન ગ્રંથમાળા, ગોપીપુરા, સુરત, મૂલ્ય-એક આને. - ૬ મારી સિધ્ધ યાત્રા-લેખક-મુનિરાજ શ્રી વિદ્યાવિજયજી, પ્રકાશક શ્રી વિજયધર્મ સજૈિન ગ્રંથમાળા, છોટા સરાફા, ઉજ્જૈન. મૂલ્ય-અઢી રૂપિયા. ( ૭ શ્રી નૂતન જિનસ્તવનમાલાદ–કર્તા-મુનિરાજ શ્રી દક્ષવિજયજી, પ્રકાશકલાલભાઈ કુલચંદ ધિયા. મૂળેવા પાર્શ્વનાથની ખડકી, પાંજરાપોળ અમદાવાદ. ભેટ.
કાળધર્મ ધાંગધ્રા મુકામે પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સાગરચંદ્રસૂરિજી ભાદરવા વદિ ચોથ. છે. ૨-૧૦-૩૯ ના દિવસે કાળધર્મ પામ્યા.
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મારવાડનુ એક વખતનુ જાહેાજલાલ અને અત્યારે જીણુ થયેલુ તીથ
રાતા મહાવીર
જેસલમેરના જ્ઞાનભંડારા, બિકાનેરના જ્ઞાનભંડારા, રાણપુરનું ૧૪૪૪ થાંભલાવાળુ ‘ત્રૈલોક્ય દીપક’ નામનું ભવ્ય જિનાલય, રાણુકપુરજીની આસપાસનાં મારવાડની પંચતીથીનાં જિનાલયે, આણુનાં વિમળશાહ તથા વસ્તુપાળ તેજપાળનાં વિશ્વવિખ્યાત જિનાલયા, કુંભારિયાજીનું મનહર જિનમંદિર, આ અને આવાં બીજાં સ્થાપત્યેા જોતાં એમ લાગ્યા વગર નથી રહેતુ કે એક કાળે સમગ્ર ભારવાડમાં જૈનધર્મના જયેષ ગાજતા હશે અને ઠેર ઠેર ધમ પ્રભાવનાના સમારંભે ગેાઠવાતા હશે.
આજે મારવાડની એ સ્થિતિ બદલાઇ ગઇ છે. અત્યારે પશુ મારવાડની જૈન વસતી કઈ ઓછી નથી, છતાં જૈનધર્મીની જાહેાજલાલી ઓછી થઇ ગઇ છે એ નિવિવાદ છે. ઉપર લખ્યાં તેવાં નવાં નવાં મદિરા સ્થાપવાની વાત તે। દૂર રહી, પણ જે કઈ પ્રાચીન પુરૂષાએ આપણને વારસામાં આપ્યાં છે તેને સંભાળવાનું કાર્ય પણ મુશ્કેલીભર્યુ લાગે છે. કેટલાંક તીર્થી જનવસતીથી શૂન્ય વેરાન જેવાં થઇ ગયાં છે, કેટલેક ઠેકાણે શ્રાવકની વસતીના અભાવે પ્રભુ પ્રતિમાએ સેંકડાની સખ્યામાં બાંયરામાં પધરાવી દેવામાં અવી છે. રાણકપુરજી જેવા, કાઇ પણ દેશને ગૌરવ લેવાનુ થાય એવા, તીને વહીવટ ત્યાંના રહેવાસી જૈન ભાઇએ ન સંભાળી શકે એ બિના આ વાતના પુરાવારૂપ છે.
અહીં મારવાડના આવા જ એક જીણુ થઈ ગયેલા અને ભૂલાતા જતા તીના પશ્ર્ચિય આપવા ધાર્યું છે. એ તીર્થં રાતા મહાવીરના તી તરીકે પ્રસિદ્ધ છે.
બિ. બિ. એન્ડ સી. આઈ. રેલ્વેના દીલ્હી લાઈનના એરનપુરા શડ સ્ટેશનથી એ એક માઇલ દૂર વિજાપુર નામનું એક ગામ છે. આ ગામથી એ એક માઇલ દૂર જંગલમાં આ તીથ આવેલું છે. વિજાપુર એ જોધપુર રાજ્યની હકુમત નીચેનું ઠકરાતનું ગામ છે. ત્યાંના ઢાકાર રાજપુત છે. આ રાતા મહાવીરનું સ્થળ વિજાપુરના તાબામાં છે.
અત્યારે આ રાતા મહાવીરનું તીર્થોં વિજાપુરથી એ એક માઈલ દૂર સાવ નિર્જન જંગલમાં એક નાની ટેકરી ઉપર આવેલું છે, એની આસપાસને બધા પ્રદેશ જંગલમય છે. એ તીર્થં પાતે એક ન્હાની ટેકરી ઉપર હાવા છતાં એના પાછળની ખે બાજુએ ખીજી મેાટી મેટી ટેકરીઓની હારથી ઘેરાયેલી હાવાથી જાણે ટેકરીએની વચ્ચેાવન આવેલું હેાય એવું દૃશ્ય લાગે છે. એ મંદિર પાસે ઉભા રહીને દૂર સુદૂર સુધી અરવલ્લીની નાની મેટી ટેકરીઓ નજરે પડયા કરે છે. એ સ્થળે અત્યારે તે! એકનું એક મંદિર જ ઉભું છે. આસપાસ ખીજા' સ્થાપત્યેા નજરે પડે છે, પણ બધા સાવ ભગ્ન દશામાં પડેલાં છે-ખડિયેર જેવાં થઇ ગયાં છે. પાણી માટે એક વાવડી છે.
મૂળ, મદિરા અને તીર્થ સ્થાનાની ઉપયોગિતા આત્મધ્યાન અને આત્મસાધના
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા મહાવીર અંક ૨ ] = માટે જ છે, એટલે આ તીર્થ આવા નિર્જન જેવા જંગલમય પહાડી પ્રદેશમાં આવેલ હોવાથી પણ એની શોભા ઓછી થતી હોય એમ નથી લાગતું ઉલટું કંકાસથી થાકેલો અને ઉતાવળિયા શહેરી જીવનથી કંટાળેલો માણસ આવા સ્થળે આવીને બે ઘડી આત્મસંતોષનો અનુભવ કરે છે. જીવનને કેટલેક ભાગ વૈભવ વિલાસ કે કૃત્રિમ વાતાવરણમાં વિતાવીને આવા કુદરતમય પ્રદેશમાં આવનારને જરૂર આરામ લાગે જ. આવા વખતે આસપાસનાં પડી ભાગેલાં સ્થાપત્યો કે જીણું થતું મંદિર જરાય ખટકતાં નથી.
આ તીર્થ જોઈને એક કલ્પના એ આવે છે કે-આપણાં ગુરૂકુળ અને વિદ્યાલયો જે આવા સ્થળોમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા રહે તો બાળકને કુદરતને આનંદ મળવા સાથે શારીરિક તાલીમના પણ સારો અવકાશ મળે, કેમકે આસપાસના પહાડી અને જંગલી પ્રદેશે બાળકની મનભાવનાને આકાશગામિની બનવાની પ્રેરણાઓનું પાન કરાવી શકે છે. અસ્તુ.
હવે એ મૂળ મંદિરની વાત કરીએ.
રાતા મહાવીરનું મંદિર એક લગભગ ૭૫-૮૦ ફીટ લાંબા અને ૫૦-૬૦ ફીટ પહેળા વંડામાં આવેલું છે. આ વંડાની ચારે તરફ ઉંચી દિવાલ છે અને બેતરફ દરવાજા છે. મંદિરની ડાબી બાજુની દિવાલ ભમતી જેવી છે તેમાં દેરીઓ છે, પણ ખાલી પડી છે. મુખ્ય પ્રવેશદ્વાર દેખાવડું અને મોટું છે. બહારના ભાગમાં બેસી શકાય એવા બે તરફ ઓટલા બનાવેલ છે. આ વંડામાં વચમાં એક જિનમંદિર છે. આ જિનમંદિર બિલકુલ સાદું છે, એમાં કતરણ વગેરે ખાસ કશું નથી. મંદિરનું પ્રવેશદ્વાર, વચમાં રંગ મંડપ ઉપર નાને ઘુમ્મટ અને મૂળ ગભારે આ રીતે મંદિરની રચના છે. મંદિર એકંદરે ખૂબ જૂનું અને જીણું થઈ ગયું છે. આવા ઉજ્જડ પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાઓ વચ્ચે પણ એ મંદિર આજ લગી ઉભું રહ્યું છે એ આપણું સદ્ભાગ્ય છે.
મૂળ ગભારામાં રાતા મહાવીરની લગભગ સાડા ચાર ફૂટ ઉંચી મહાવીરસ્વામીની મૂર્તિ છે. મૂર્તિને વર્ણ સિંદૂર જેવા લાલ રંગનો હોવાથી એ રાતા મહાવીર તરીકે ઓળખાય છે, અને મૂળ નાયકના નામે એ આખું તીર્થ પણ રાતા મહાવીરના નામથી પ્રસિદ્ધ છે. આ મૂર્તિ ઉપર વખતે વખતે રાતે લેપ લગાડવામાં આવતો હશે, એમ એના ઉપર કોઈ કેઈ સ્થળે ચુંટી ગયેલ વરખ ઉપરથી અનુમાન થાય છે. વિજાપુરના શ્રાવક ભાઇઓના કહેવા પ્રમાણે એ મૂર્તિ મૂળ પાષાણુની નથી, પણ ઈટ અને ચૂનાની બનાવેલી છે. મૂર્તિની નીચે (પબાસન ઉપર) લાંછન છે. આ મૂર્તિ ભગવાન મહાવીર સ્વામીની છે એટલે એ લાંછન સિંહનું હોવું જોઈએ. એ લાંછનનું શરીર સિંહ જેવું જરૂર લાગે છે, પણ એને બે પાંખે અને એક સુંઢ છે એ એની વિશેષતા છે. આ તીર્થનું રાતા મહાવીર એવું નામ કેવળ પ્રભુ પ્રતિમા રાતી હોવાથી પડયું છે એની પાછળ કોઈ કિંવદન્તી કે ઈતિહાસ રહેલ છે એ જાણવું જોઈએ. આ સંબંધી વિજાપુરના જેન ભાઈઓને પૂછ્યું તે હતું, પણ એમની પાસેથી કશું જાણવા મળી શકયું નથી. - આ મૂળ મૂર્તિની આસપાસ બન્ને બાજુએ સફેદ આરસની બે નાની મૂર્તિઓ છે. એ બને ઉપર લે ખ ખોદેલો છે, પણ એ સાવ ઘસાઈ ગયેલો હોવાથી વાંચી શકાતું નથી.
મળ ગભારાની બહાર-રંગ મંડપમાં જંમ બાજુએ એક લગભગ ૧૨ ઈચની
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય અકાણ
આરસની ઉભી-કાઉસગ્નિયાની મૂર્તિ છે અને તેની પાસે જ છૂટી મૂકેલી એક સાદા પત્થરની લગભગ એવડા જ કદની ગૃહસ્થની મૂર્તિ છે. આ સાદા પત્થરની ગૃહસ્થની મૂર્તિને જોતાં કાઠિયાવાડના ગામોના પાદરે જોવામાં આવે છે તે પાળિયાની મૂર્તિ યાદ આવે છે. આ મૂર્તિ ઉ ર કશે પણ લેખ નથી. જે રીતે એ ત્યાં શ્રી મૂકવામાં આવી છે. તે ઉપરથી એટલું તે લાગે છે કે એ ક્યાંકથી લાવીને અહીં મૂકાઈ હશે. પણ એ કયાંથી આવી, એને કશે ખુલાસો ત્યાંને પૂજારી છે જેના ભાઇઓ આપી શક્યા નથી.
મૂળ ગભારાની સામે રંગ મંડપની દિશામાં મંદિરની જમણું બાજુ તરફ એક ગોખલામાં લગભગ નવ ઈચની ઉંચી એક સાધુ મહારાજની લાક્ષણિક મૂર્તિ છે. આ બેઠેલી સાધુ મહારાજની મૂર્તિને જમણે પગ, જેમ કેઈ પાટ ઉપર બેસીને એક પગ નીચે લટકતો રાખે તેમ નીચે લટકતા છે. કમરમાં લગેટ છે. અને ગળાની પાછળના ભાગમાં આડો ઓધો કોતરેલો છે. આ મૂર્તિ ઉપર લેખ પણ છે પણ તે ઘસાઈ ગયેલો હોવાથી આખો ઉકેલી શકાતો નથી. બહુ પ્રયત્ન કર્યા પછી ફક્ત નીચે મુજબ એનો ભાગ વાંચી શકાયો–
संवत् १३४४ वर्षे माघ सुदि ११ श्री हस्तिउंडकीय
ભલે આ શિલાલેખને આટલે જ ભાગ વાંચી શકાય, પણ એટલાથી પણ એને સંવત તથા ગામનું નામ તે સ્પષ્ટ જણાઈ આવે છે. સંવત ૧૩૪૪ ને અને ગામ હથ્થુડી-હસ્તિઉંડી. હવે આ મંદિરના ઈતિહાસ તરફ નજર કરીએ.
આ મંદિર સંબંધી ઐતિહાસિક ઘડીઘણી હકીકત શ્રોજિનવિજયજી સંપાદિક અને શ્રી જેને આત્માનંદ સભા ભાવનગર દ્વારા પ્રકાશિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ”ભાગ બીજામાં મળે છે. આ પુસ્તકના મૂળ શિલાલેખોમાં ૧૮ થી ૩૨૨ નંબર સુધીના પાંચ શિલાલેખોમાં અને એ શિલાલેખો ઉપર શ્રી જિનવિજયજીએ જે અવકનું લખ્યું છે, તેમાં રાતા મહાવીર સંબંધી હકીકત મળે છે. ૩૧૮ નંબરના લેખમાં રાતા મહાવીર સંબંધી ઉલેખ નથી પણ એમાં આ તીર્થને સંવત ૯૯૬ અને ૧૦૫૩ને ઇતિહાસ છે. આ ઈતિહાસ પ્રમાણે અત્યારે આ તીર્થ નથી, પણ આ તીર્થની પૂર્વની હકીક્ત એમાંથી મળે છે.
સંવત ૯૯૬ અને ૧૦૫૩ ની હકીક્તવાળા આ ૩૧૮ નંબરના બહુ મોટા શિલાલેખમાં અહીં શ્રી આદીશ્વર ભગવાન મૂળ નાયક હોવાનું લખ્યું છે, પણ મહાવીર સ્વામી સંબંધી કશે ઉલ્લેખ નથી. ફક્ત હસ્તિકુંડી (હન્દુડી) ગામને ઉલ્લેખ તેમાં છે એટલે એ પણ આ તીર્થને લગતે જ શિલાલેખ હશે એમ લાગે છે,
સંવત ૧૩૩૫ના ઉલેખવાળા ૩૧૮ નંબરના શિલાલેખમાં તેમજ સંવત ૧૩૪૫ના ઉલ્લેખવાળા ૩૨૦ નંબરના શિલાલેખમાં ભગવાન મહાવીર સ્વામીના નામનો સ્પષ્ટ નિર્દેષ કરવામાં આવ્યો છે. ૩૨૦ નંબરના શિલાલેખમાં “શ્રી મહાક' એટલો જ ઉલલેખ છે, પણ ૩૧૯ નંબરના શિલાલેખમાં તો “શ તમિયાન શ્રી મઢાવીજેવજ” એ રાતા મહાવીર સંબંધી અતિ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ૩૬ 1 નંબરના શિલાલેખમાં રત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય પૂર્ણચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૨૯૯ના ચૈત્ર સુદી ૧૧ના દિવસે. આ તીર્થમાં બે ગોખલા અને શિખવે કરાવ્યાને હોખ છે.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતા મહાવીર અંક ૨ ]=
મહાવીર કે રાતા મહાવીરના ઉલેખવાળા ૩૧૯ અને ૩૨૦ નંબરવાળા શિલાલેબમાં એ તીર્થ કોણે સ્થાપન કર્યું, જેણે એ જિનમંદિર બનાવ્યું, કયા આચાર્યો એની પ્રતિષ્ઠા કરી વગેરે કશો ઉલ્લેખ નથી. એમાં તે અમુક ગૃહસ્થોએ મંદિરના નિભાવ માટે દર વર્ષે, અમુક રકમ આપવાનું નક્કી કર્યાને જ ઉલ્લેખ છે. આ વાત નક્કી કર્યાના સ્થળ તરીકે, સમીપાટી (અત્યારનું સેવાડી ) જે વિજાપુરથી પાંચેક માઈલ છે તે ગામની મંડપિકા ઉલ્લેખ છે.
સંવત ૯૯૬ અને ૧૦૫ એમ બે સાલના ઉલ્લેખવાળા ૭૧૮ નંબરના લેખનું અવલોકન કરતાં, ૧૦૫ની સાલના શિલાલેખ ઉપરથી એમ મળે છે કે શ્રી વાસુદેવાચાર્યને ઉપદેશથી રાડ વંશીય વિદગ્ધરાજે હસ્તિકંડિ ગામમાં એક જિનમંદિર બંધાવ્યું. એ મંદિર જીર્ણ થઈ જતાં શ્રી શાંતિરિ નામના આચાર્યના ઉપદેશથી શ્રીસંઘે એને જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ ફરીને તૈયાર કરેલ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની સંવત ૧૦પ૩ના માહ સુદી ૧૭ ને રવિવારે શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. આ શિલાલેખમાં વિદગ્ધરાજે કઈ સાલમાં જિનમંદિર બંધાવ્યું એને ઉલ્લેખ નથી મળતો. પણ સંવત ૯૯૪ વાળા શિલાલેખમાં વિદગ્ધરાજે મંદિરના નિભાવ માટે ૯૭૭ ની સાલમાં અમુક દાન ક્યોનો ઉલ્લેખ છે. એ ઉપરથી ૯૭૩ ની સાલની આસપાસ વિદગ્ધરાજે મંદિર બંધાવ્યું હશે એમ અનુમાન થાય છે.
૩૧૮ નંબરના ૧૦૫ની સાલના ઉલ્લેખવાળો ભેખ અને ૬૧૯ નબરના ૧૦ ૩૫ ની સાલના ઉલ્લેખવાળો લેખ એ બે લેખોની વચ્ચેની સાલોની હકીકત આ એક લેખ નથી મળતો એટલે એ લગભગ અઢીસો-પોણાત્રસ વર્ષના ગાળામાં અહીં શું શું પરિવર્તન થયું તે જાણવા નથી મળતું, પણ એટલું તો ચોક્કસ નિશ્ચિતરૂપે મળે છે કે એ ગાળામાં મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનના સ્થાને શ્રીરાતા મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. અથવા એવું પણ બન્યું હોય કે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર નાશ પામ્યું હોય અને આ રાતા મહાવીરનું નવું મંદિર અસ્તિત્વમાં આવ્યું હોય. આ માટે વિશેષ પુરાવા હોય તો જ કંઈક નિર્ણય થઈ શકે.
શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર અને શ્રી રાતા મહાવીરનું મંદિર એક હોય છે જુદાં જુદાં હોય, પણ એક વાત તે નિર્વિવાદ છે કે એ મંદર હસ્તિકુડી ગામમાં જ હતું. આ ગામ અત્યારે તે નામશેષ જેવું જ થઈ ગયું લાગે છે. રાતા મહાવીરના તીર્થથી એકાદ માઈલ દૂર આ ગામ હોવાનો ઉલ્લેખ છે એટલે કાઈક ગામડુ અત્યારે હશે ખરું, પણ એ સંબંધી વિશેષ તપાસ થઈ શકી નહીં હોવાથી એનો વિગતવાર ઉલ્લેખ કરવા અશકય છે. ૨૧ નંબરને શિલાલેખ ૧૨૯૯ ની સાલનો છે ખરો, પણ એમાં વિશેષ કંઈ હકીકત નહીં હોવાથી શ્રી આદીશ્વરના બદલે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ મૂળનાયક તરીકે કઈ રીતે આવી એ સંબંધી કશો ખુલાસે મળતો નથી.
આ શિલાલેખો ઉપરાંત પૂર્વાચાર્યોએ બનાવેલ રાસા કે તીર્થમાળામાં પણ આ રાતા મહાવીરના તીર્થ સંબંધી ઉલ્લેખ આવે છે.
અહીં જે શિલાલેખ સંબંધી ઉલ્લેખ કર્યો છે અને જે શિલ લેખના આધારે
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ક્રમાંક ૪૦થી ચાલુ)
ઉપવનની શેભા ધારાનગરીનું ઉપવન સુંદર અને ચિત્તાકર્ષક હતું. તે વનમાં અનેક જાતની વનસ્પતિઓ ભરી હતી. વૃક્ષોની ઘટા એટલી બધી સધન હતી કે ઉપવનમાં પ્રવેશ કરતાંની સાથે જ ચંદ્ર-સૂર્યનાં દર્શન અદશ્ય થઈ જતાં હતાં. દિન પ્રતિદિન વસંતઋતુને લઈને ઉપવનની શોભામાં ઘણું જ વૃદ્ધિ થઈ હતી. વનરાજીએ જાણે નૌતમ વેશ ધારણ કર્યો હતો. વૃક્ષની નાની મોટી, અરસપરસગુંથાઈ ગયેલી ડાળીઓ, વેલડીઓ. પાંદડાં ફળફુલો વગેરે પવનના સપાટાથી પૃથ્વી ઉપર વિખેરાઈ પડયાં હતાં. આમ્રતરૂની શાખાઓ પર મોર ઊગી નીકળ્યું હતું અને કોયલડી પંચમ સ્વરથી કુહુ-કુ-હુના મનોહર ટૌકારવ કરી વસંતના વધામણાં કરતી હતી. રંગબેરંગી કમળ, ચપ–ચંપેલી. જાઈ-જુઈ, મર, મધર વગેરે પુપો ખીલ્યાં હતાં અને તે ઉપર આસક્ત થયેલા હજારો ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. આમ અનેક રીતે ઉપવનની શોભા નંદનવન સમાન દેખાતી હતી. સાયંકાલે લોકોના ટોળેટોળાં આ વનમાં આવીને આનંદ કરતાં હતાં. ધારા નગરીના મહારાણા ભેજ પણ જ્યારે જ્યારે શિકાર કરવાને જતા ત્યારે, આ મહાન વનમાં નિરપરાધી પ્રાણીઓના પ્રાણ સંહરી પાછાં ફરતાં વિશ્રાંતિ અર્થે બે ઘડી થોભતા. આ તીર્થની એતિહાસિકતા સંબંધી ઊહાપોહ કર્યો છે એ શિલાલેખ એક વખત છપાઈ ગયેલા હોવાથી એનો ઉતારો અહીં કર્યો નથી. જેમને એ મૂળ લેખો જોવા ની ઈચ્છા હોય તેમણે “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજે–એ પુસ્તક જોઈ લેવું.
ગયા વર્ષે કામ પ્રસંગે સેવાડી ગામ જવાનું થયેલું. ત્યાંથી પૂજ્ય મુનિરાજશ્રી વલ્લભવિજ્યજી (આ શ્રી વિયજનેમિસૂરીશ્વરજીના શિષ્ય) સાથે આ તીર્થના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. આ વખતે અમારી સાથે વિજાપુરના જે ભાઈઓ તેમજ જોધપુર રાજ્યના ટ્રિબ્યુટ ઈન્સ્પેકટર શ્રીયુત ભેરાજજી ભણસાળી હતા. વિજાપુરના ઠાકોર શ્રી જોગસિંગજી પણ ત્યાં આવ્યા હતા.
વિજાપુરના ઠાકરને પૂ. વલ્લભવિજયજી મહારાજ ઉપર ભક્તિ હોવાથી તે વખતે તેમની ઈચ્છા આ તીર્થનો કઈ રીતે ઉદ્ધાર થાય એવી હતી. વલ્લભવિજયજી મહારાજ પણ કાઈક ધનિક જૈન સદગૃહસ્થને ઉપદેશી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાની ભાવના રાખતા હતા. અને ત્યાં જવામાં પણ આ જ ઉદેશ હતો કે એ તીર્થને જીર્ણોદ્ધાર કરવો હોય તો આસપાની કેટલી જમીન લેવી જોઈએ વગેરે જાતે જોઈને નક્કી કરવું. વિજાપુરના ઠાકોર પણ તે વખતે સારા પ્રમાણમાં જમીન આપવા તૈયાર હતા.
આ પછી ઠાકોર સાહેબની ઈચ્છા કે મુનિરાજશ્રીની ભાવના કેટલી સફળ થઈ છે, એ જાણવામાં નથી આવ્યું. કેઈ સખી જેન ગૃહસ્થની મદદથી આ ભાવના સફળ થાય અને એ તીર્થને જીર્ણોદ્ધાર થાય એમ આપણે ઈચ્છીએ.
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અંક ૨]
ધનપાળનુ આદર્શ જીવન
નિરપરાધીના સંહાર
એક સમયે રાજા ભોજ પોતાના પરિવાર સાથે જંગલમાં શિકાર અર્થે ગયેા. ધનુષબાણથી સજ્જ થયેલા ભેાજે, નિરપરાધી પ્રાણીઓનેા સહાર કરવા માટે ધનુષને ટકારવ કર્યો. ધનુષના ટંકારવની સાથે જ ભયભીત થયેલાં પશુ—પક્ષિઓ આમતેમ નાશભાગ કરવા લાગ્યાં. કાર્યક વૃક્ષોની ઘટામાં, કાઇક બખેાક્ષેામાં, કાઇક કોટરમાં સંતાઈ ગયાં. એક હણિયું રાન્તના સપાટામાં આવી ગયું. રાજાએ કર્ણ સુધી ધનુષ્યને ખેંચીને છેડયું. બાબુ શરીરમાં લાગતાંની સાથે જ ચક્કર ખાઇને હયું નીચે પડયું. થોડી વારમાં તે! તેના પ્રાણ પરલાકમાં પડેોંચી ગયા. જે રાજા મહારાજાએ પ્રશ્નના સંરક્ષણ માટે સર્જાયેલા છે. તે જ જ્યારે પરસ્પર અમાનુષી વૃત્તિ ચલાવી નિરપરાધી પ્રાણીઓના પ્રાણ લે છે, રક્ષકને બદલે ભક્ષક બની જાય છે, ત્યારે દુ:ખની અવિધ આવી ગણાય. જો તેએએ સદ્ગુરૂને સમાગમ કર્યાં હેાત, તે આવે! અત્યાચાર ન કરત !
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૫ ]
શિકાર—વન
શિકાર કર્યા બાદ નગર તરફ પાછા ફરતાં ભેાજ રાજા વિશ્રાંતિ અર્થે પેાતાના સાક્ષરેની સાથે ઉપવનમાં એક વૃક્ષની નીચે બેઠા. પવનની મીઠી લહરી આવી રહી હતી. સાક્ષરે પરસ્પર આનંદ કરી રહ્યા હતા. અંગરક્ષકા પોતાના હથિયારે એક બાજુએ મૂકી ઉપવનનાં સુંદર ફ્ળા ખઇ આમતેમ આનંદમાં મસ્ત બની ગયા હતા. આ સમયે રાજા ભાજે સાક્ષરાની સામે દૃષ્ટિ નાખતાં જણાવ્યું કે~ શિકારનું વર્ણન કરા” એટલે સ પડિતાએ પેાતપેાતાની બુદ્ધિ અનુસારે શિકારનું વર્ણન કહી સંભળાવ્યું. ત્યાર આદ ભેજે ધનપાલ સામે દૃષ્ટિ નાંખી, પણ ધનપાલ પરમાતાપાસક અને દૃઢ સમ્યકત્વધારી હાવાથી શિકારનું વર્ણન શી રીતે કરે? છતાં રાજાની આજ્ઞાને અનુ લક્ષીને ધનપાલે શિકારનું વન કરવા માંડયું, તે આ પ્રમાણે~~
श्रीभोजे मृगयां गतेऽपि सहसा चापे समारोपितेऽ प्याकणतगतेऽपि लक्षनिहितेऽप्येकांगलग्नेऽपि च ॥ न त्रस्तं न पलायितं ग चलितं नोज्ञ्जुभितं नोप्लुतं
मृग्यां महशिनां करोति दयितां कामोऽयमित्याशया ॥ १ ॥ અધ રાજા ભાજ શિકાર કરવા જતાં, તત્કાલ ધનુષ્ય પર બાણ ચડાવ્યા છતાં (અર્થાત્ ધનુષ્યને ટંકારવ કર્યાં છતાં ), કર્ણ સુધી ધનુષ્ય ખેંચીને લક્ષ્ય તર્ફે ખાણુ છેડય છતાં, અને તે શરીરમાં લાગ્યું છતાં, હરણને લેશમાત્ર ભય લાગ્યો નહીં, તે ભાગ્યું પશુ નહીં, તેણે પોતાનું સ્થાન છેડયું પણ નહીં, અને તેણે છલગ પણ મારી નહીં, તેણે એમ જ વિચાર્યું કે—આ રાજા એક કામદેવ જ છે, તે અવશ્ય એ મરી પ્રાણુપ્યારી હરણી મને વશીભૂત કરી આપશે, એમ ધારીને હે રાજેન્દ્ર! તે સ્થિર થઈ ગયું હાય એમ લાગે છે.
For Private And Personal Use Only
એટલામાં રાજા ભોજે કવિ ધનપાલને નીચેના અર્ધા લેાકથી પુનઃ પ્રશ્ન પૂછ્યા કે किं कारणं नु धनपाल ! मृगा यदेते
व्योमोत्पतन्ति विलिखति भुवं वराहाः ॥ १ ॥
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
“હે ધનપાલ ! આ મૃગલાઓ ઉંચે આકાશમાં દે છે અને આ બુડે જમીનને ખેદે છે. તેનું કેમ?' ભજ ભૂપતિએ આ વિચિત્ર પ્રશ્ન પૂછયો, છતાં પ્રત્યુત્પન્નબુદ્ધિના નિધાન ધનપાલે તરત જ અર્ધા લોકથી પ્રત્યુત્તર આપ્યો—
देव! त्वदस्वचकिताः श्रयितुं स्वजाति
मेके मृगाङ्कमृगमादिवराहमन्ये ॥ १ ॥ હે મહારાજ! આપના ચળકતા તીણું શસ્ત્રથી ભયભીત બનેલા મુગલાઓ પોતાની જાતના વડા ચંદ્રમાં રહેલા મૃગને શરણે જવા માગે છે, માટે ઉંચે આકાશમાં છલંગે મારે છે, અને આ ડુક્કરે પોતાની જાતિના આદિ વરાહ (વરાહાવતારી વિષ્ણુ) કે જે પાતાલમાં છે, તેની મદદ માગવા જમીન ખોદે છે.
શિકારને ત્યાગ આ પ્રમાણે સાંભળતાં કોઈ દ્વેષીએ ભૂપતિ ભેજને જણાવ્યું કે –“મહારાજ! આ કવિ ધનપાલ જૈનધર્મી પરમાતપાસક છે, માટે તથા પ્રકારનું શિકારનું વર્ણન કઈ પણ રીતે નહીં જ કરે. ત્યારે ભોજે ફેર ધનપાલને કહ્યું કે-“તમે શિકારનું વર્ણન કરો” તેના પ્રત્યુત્તરમાં ધનપાલ પંડિતે શિકારનું વર્ણન કરતાં નીચેને લેક કહ્યો
रसातलं यातु यदत्र पौरुषं क्व नीतिरेषाऽशरणो ह्यदोषवान् ॥ निहन्यते यद् बलिनाऽपि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥१॥
જે પુરૂષાર્થ નિરપરાધી પ્રાણિઓના પ્રાણ લેવામાં વપરાય છે, એવો પુરૂષાર્થ પણ ભલે પાતાલમાં પેસી જાઓ, શું આવી તે નીતિ હોઈ શકે કે અશરણું, નિર્દોષ અને દુર્બળને બળવાન મારી નાખે? અરેરે ! મહાકષ્ટની વાત છે કે જગત અરાજક થઈ ગયું છે ! જગતમાં કોઈ રાજા જ નથી– નિરપરાધી પ્રાણીઓને વિના કારણે સંહાર થાય! સામાન્યતઃ એવો નિયમ છે કે “બલવાનેએ દુર્બલેની સમ્યક્ પ્રકારે રક્ષા કરવી જોઈએ” તેને બદલે સ્વયં ક્રીડા કાલુકામાં મગ્ન બની બલવાનો નિર્બલ કે નિદોષને દબાવી દે. ચગદી નાખે, તેની ઘેર હત્યા કરે એ હડહડતી અનીતિ નહીં તે શું કહી શકાય?
આ વચન સાંભળીને રાજાના દુઃખનો પાર રહ્યો નહીં. તેનાં નેત્રો લાલ બની ગયાં, શરીરનાં અવયે કંપવા લાગ્યાં અને એકદમ બેઠા થઈ કહ્યું, ધનપાલ શું એલે છે ? ભાન છે કે નહીં ? તરત જ ધનપાલ મહારાજાને શાંત કરવા કહ્યું:
वैरिणोऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् ॥
7ઇriદારા તે, દુન્યન્ત રાવઃ થ? !! ? | પ્રાણ સંકટ આવતાં વૈરી પણ જે પિતાના મોમાં તૃણ (ઘાસનાં તરણાં ) ગ્રહણ કરે, તો તેવા શત્રુને પણ ક્ષત્રિયે છાડી મૂકે છે, તો જેઓ નિરંતર તૃણનું ભક્ષણ કરનારા છે, નિર્મલ ઝરણાઓનું જળ પિનારા છે, એવાં પશુઓને ઘાત કેમ કરાય ?
આ પ્રમાણે શ્લેક સાંભળતાં રાજા ભોજના અંતઃકરણમાં અત્યંત કરૂણું આવી ગઈ. તેને સત્યની ખાત્રી થઈ, એટલું જ નહીં પશુ તેણે તરત જ ધનુષ બાણને તિલાંજલી દઈ દીધી અને જીંદગી પર્યત શિકાર નહી કરવાની દઢ પ્રતિજ્ઞા કરી. ઉત્તમ પુરૂષો ગમે તેવા પ્રસંગે પણ પિતાના માલીકનું હિત કરવામાં જ તત્પર હોય છે. (ચાલુ )
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
देश-ग्राम-नगर-क्षेत्राणां
बांधनी-पटक अन्वेषक--आचार्य महाराज श्री विजययतीन्द्रसूरिजी स्वर्गीय जैनाचार्य श्रीमद्-विजयभूपेन्द्रसूरीश्वरजी महाराज के संग्रहित श्रीसरस्वति-ज्ञानभंडार का अवलोकन करते हुए यह पट्टक उपलब्ध हुआ है। इसके कुल १६ पृष्ट हैं जो १४ अंगुल लम्बे और ६ अंगुल चौडे है। इसमें कोई पृष्ठ पूरा, कोई पौन और कोई आधा बारीक अक्षरों से लिखा हुआ है। इस पट्टक की बांधनी आचार्य श्रीविजयप्रभसरिजी की आज्ञासे हुई और यह उन्हों को आज्ञा से सं० १७२४ में लिखा गया है।
राजा के व्यक्तित्व से राज्य और प्रजा में संगठनबल बढ कर नियमों का पालन व्यवस्थित रूप से होता है और उसकी शिथिलता में सर्वत्र अशान्ति फैल कर सारे नियम अस्त-व्यस्त हो जाते हैं और वह राज्य अस्ताचल का अतिथि बन जाता है। ठीक उसी प्रकार आचार्यों के व्यक्तित्व से समस्त श्रीसंघ व्यवस्थित रह कर उसमें संगठनबल बढता, वास्तविक नियमों का पालन होता और सारणा, वारणा, चोयणा, पड़िचोयणा इन चार सुशिक्षाओं का प्रचार भव्य रीति से होता है और उनकी लापरवाही से वह अव्यवस्थित हो धर्म-कर्म से हाथ धो बैठता है। प्रस्तुत पट्टक इसो वस्तु स्थिति पर प्रकाश डालता है। पाठकों के अवलोकनार्थ हम उसको यहाँ ज्यों का त्यों उद्धृत करे देते हैं।
इस पट्टक से साफ मालूम हो सकता है कि विक्रमीय १८ वीं शताब्दी में आचार्यों का व्यक्तित्व कैसा था, वे कितनी दीर्घ दृष्टि रखते थे ? प्रतिदेश ग्राम के संघ के प्रति उनकी कितनी सुंदर हार्दिक लागणी थी? और वे अपने समयवर्ती श्रीसंघ में धार्मिक भावना को सतेज रखने के लिये प्रति गांव नगरों में चतुर्मास करने को साधुओं को नियत करते थे? इसीसे आज की अपेक्षा उस समय श्रावक श्राविका के हृदव-भवन में धार्मिकदृढता. साधओं के प्रति भक्ति-प्रेम और साधर्मिक वात्सल्य विशेष रुप से विलास करता था, अस्तु ।
प्रस्तुत पट्टक में (१) किस जिले (या विभाग) के किस गांवमें कितने मुनिराज ने चतुर्मास के लिए स्थिरता करनी, (२) दीक्षा देनेके आज्ञापत्रकी नकल, (३) किसी स्थल विशेष में स्थिरता करनेके आज्ञापत्र की नकल, (४) गच्छ का सम्बन्ध विच्छेद करने के आज्ञापत्र की नकल और (५) गच्छ से सम्बन्ध जारी करने के आज्ञापत्र की नकल दि गई है।
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
[ ८ ]
मेड़ता-परिसरे—
मेडतुं ठा. १५ यावत् २१
आलणीयावास ३
रेयां ३ अथवा ४
पाडू ४ अथवा ५ लवादर १ अथवा २
धनेरीयुं ३
कुड़की १ अ. २
केकींद १ अ. २
लांबीया २ अ. ३
नागोर ९ अ. ११
बीकानेर ७ अ. ९
आसोप ३ दहीयावड़ी २
हरसाला २
( १ )
कहाँ कितने मुनिराज ने चतुर्मास करना
अथ श्रीवृद्धमरुदेशक्षेत्राणां व्यक्ति
नाहड़सर २
रोहल २
बोरुंदी २२३ योधपुर -परिसरे—
योधपुर १३/१५
बीसलपुर ३४ पालियावासणी २
चोपड़ा ४/५
चोल्हेराई १२
वावड़ी ४
गंगाड़ी २
पीपांड ४/५
www.kobatirth.org
सातसेण २/३
शाहरो २२३
कोसाणी २
काडो २
શ્રી જૈન સત્ય પ્રકારણ
बाहलो २ नीलाणो ३४
खारीयुं २/३
कूड़ो ५ ६ ७ धवलेरीयुं २
खंडप ४
भमराणी २
द्रुणाडो ३४
नवसरो २
बाबि १२
खयरवुं ३ |४
खारडी २२३
गुंदवच ४/५
डडूं २
रूपावस ४
पाल्ही २/३
जाढण २
फलवद्धि ३
जेसलमेर ३
सोजित - परिसरे
सोजित १० ११
बगडी ७१९
मुरड़ावास ४
चंडाउली २
वासणा २
घोषरा २
सीहाट २
मोढडुं २
कर्मावास ३/४
पींपलीऊं १ नारायणदासगुडो ३४
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only
ढूंढो १
कयलवस २ ३
लाडपुर २ कंटालिऊं २ सरियारी २
मांढो ३/४
नींबली ३/४
दूधवड़ १२
खारची २/३
મેં વર્ષે ૫
सिणलुं २
वीटो ३
चरपटीउ २
राणावस २
व्यापारी १२ आउउं ६७
गाधाशुं १२
देवली २३
जादो २
ईसाली ३४ धणलं २ जोजावर ३/४ बातू २३२४
धामली २३
पांचेटीयुं २२३
भीमालि २
इंद्रवाडानो गुडो १२
वील्हावह १२
धेनावस २
सरायतुं ३४
गागरोडुं २
रूपावस १
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાંધણુ પક म २]=
===[ ce] जयतारण-परिसरे- नींबोडं २
वाल्होतरुं ३४ जयतारण ९।१० गिररी ॥३
कणाणो ३४ वलँदो २।३ बूटीवस २
जसोली २३ आसरलाई २ नींबेडु २
मंडापुरो २ नींबाज ४५ वराटोउं १२
सामुद्रडी २ छप्पोउं ३२४
बलाहडं २ गयपुर ५६
बंभसेण २ भलडानो वाडो २ सबलपुर ६४
पातानो वाडो २ जीडोतरी २ झूटो १३
सिवाणची परिसरे- कुचेरो २३ आगेवू ३
सिवाणो २३ हापति २ श्रीद्धमरुदेशे क्षेत्रांतरालयस्य साधुसंख्यासमावेशस्य च विशेषतो व्यक्तिः
मेडता-परिसरे-मेडतुं ठाणा १५ थी २१ लगिं सरसरे या ठाणा ४ सरस । आलणीयावास ३ नीर. अंतरगाऊ १ पवं ठाणा ७ पाडु ठा. ४ स.। लबादर २ नीर. अं. गा. ६ एवं ६न वारुं । धनेरीऊं ठा. ३ स.। कुडकी २ समता। अं. गा. २ एवं ठा. ४ ने वारू । केकींद ठा. २ नी, लींबीया २ स.। अं. गा.२ एवं ठा.४ ने वारु । नागोर ठाणा ९ तथा ११ यावत् सरसा। बीकानेर ठाणा ७ तथा यावत् सरस। आसोप ठी ३ दहियावडी २ हरसाला २ अं. गा. २ एवं ठा. ७ अथवा ८ नै वारू। बोरुंदो ठा. २ सरस ठा. ३ समता, रोहल ठा. २ स. अं. गा. ४ एवं ठा. ४ नै वारू। __ योधपुर-परिसरे-योधपुर ठाणां ११-१३ तथा १५ नै सरस । वीसलपुर ठा. ३ स.। पालीयावासणी २, अं. गा. १ एवं ठा. ५ नै, चोवडा ठा. ४ स., चोल्हेराई २ नी, अं. गा. १ एवं ठा. ५ नै वारू। वावडी ठा. ४ स., गंधाणी २ अं. गा. ३ एवं ठा. ६ नै वारू । पीपाड ठा. ५ स. सातसेण २ स., अं. गा. २ एवं ठा. ७-८ नै वारू । शाहरो ठा. २ स. कोसाणो २ नी. अं. गा. १ एवं ठा. ४ नै वारु। काप्रेडो ठा. ३ स., बलाहडो २ सम. अ. गा. ३ एवं ठा. ४ नै सरस । बिलाडो ठा. ३ स. खारीउं २ स. अं. गा १ एवं ठा.५ नै वारु। कूडो ५-६ स., धवलेरी २, अं. गा. १ एवं ठा. ८ नै वारु। खंडव ठा ४ स., भमराणी २ सम., अं. गा. ३ एवं ठा. ६ नै वारु । दुणाडो ठा. ४, नवसरो २ सम. कोढणो २ स., अ. गा. ७ एवं ठा. ८ नै वारुं। वावि ठा. २ स., खयरवु ३ स., खारडी २ स., अ गा ३ एवं ठाणुं ७ नै वारु। जेसलमेर ठा. ३ स; फलवर्द्धि ३ ठा. स. एवं ठा. ६-७ नै वारु । पालो ठा. २ स., जाढण २ नी. अं. गा ३ एवं ठा. ४-५ नै वारु। गूंदवच ठा. ४-५, डोंडो २ स. रुपावसचारणनो २ अं. गा. ३ एवं ठा. १० नै वारु।।
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
___सोजित-परिसरे-सोजित ठा. १० तथा ११ नै यार। वगडी ठा ९ लगि सरस । मुरडावास ठा. ४ चंडालीयु ठा. २ मोडसा २ अ. गा २ ए ग. ८ नै । वासणा ठा. २ षोषरा २, सीहाट २ अं. गा. १ ए टा. ६ नै । कर्मावास टा. ३ पीपलीउ १ मोढडु २ अ. गा. २ ए ठा. ५। ६ नै वारु। नारायणदासनो गुडो ठा. ३ सरस, ढूंढो ठा. १ अं. गा. २ ए टा. ४.५ नै वारुं। कयलवस ठा. २ स., लाडयुरो टा. २ अं. गा.३। कंटालीउं ठा. २ सीरीयारी २ अं. गा, २ मांढो ठा. ३ नींबली २ स., दूधबड २ अं. गा. ३। खारची टा. २, सिणलु २ अ. गा. २। वीठोडं ठा. ३, चरपटीउं २ राणावस २ अं. ३। आऊउं ठा. ६ स., व्यापारी २ गांधाणो २ अॅ. २। देवली टा. २ जागुंदो २ अं. १। ईसाली ठा. ४ स., धणसु ठा. २ अ. १। बातुं ३ सम., धामली २ सर. अं. २। पांचेटी ठा. २, भीमालीउ २ अं. १, धाकडी २ वाडिउं पांतापासे ठा. १ नै वारू। इंद्रवाडानो गुढो ठा. २, वील्हावास २, धेनावास २ अं. १, सरायतुं ठा. ३ गागरोडु २ रुपावस १ अ.१। - जयतारण-परिसरे-जयतारण ठाणा १० सरस, बटुंदो रा. ३, आसरलाई २ अं. ३, नींवाज ठा. ५, छप्पी ३, अं. २, रायपुरु ठा. ५ सबलपुर ३, झूठो ३, अं. १, आगेQ ठा. ३ नींबोडं १ अं. १, गिररी टा. २, बृटीवस २ नींबेडु २ अं. २, घोडावलि ठा. २ बलूंदापावै अं.३।
सिवाणची-परिसरे-सिवाणो य. २ वाल्होतरी ३, कणाणो ३ अ. ३, जसोलि ठा. २ मांडापुरो २ समुद्रडी २ अं. ३, बंभसेण ठा. २ जीडे। तरी २ अं. ४, भलडानो वाडा २ पांतानो वाडा २ कुचेगे २, मुलतान ४१५ महिम ३ तलवाडं २ देवढां १ दहीपडे १ पादरु २ अ.३ नै वारूं ।
वृद्धमरुदेशे मोटा क्षेत्रनी बांधणी श्रीयोधपुरनी बांधणी-जेसलमेर ३४, गंधाणी २ वावडी ३।४ फलवद्धि ३।४ ए ठाणा १२६१३नो ठाम ।
मेडतानी बांधणी-प्रथमवर्षे रायपुर ५६ सबलपुरो ३४ झुंगे २३ द्वितीय वर्षे नींबाज १५ छप्पीयो ३२४ आसरलाई २ ए ठाणा १३नो ठाम ।
नागोरनी बांधणी-आसोप ३९ दहीयावडी २।३ हरसाला २ एवं ठाणा ९।१०नो ठाम ।
बीकानेरनी बांधणी-मुलतान ४५ अनी २।३नुं गाम एक यथायोग्य गीतार्थ जोई मरु देश मध्ये, पणि मुलतान अवश्य सचाव ।
सोजितनी बांधणी-गंदवच ५ डीडो २३ रुपावसचारणतो २ एवं ठाणा ९।१०नो ठाम। वगणीनी बांधणी-पींपाढ १५ सात सेण २१३ शाहमी २ ए ९।१०नो ठाम जयतारणनी बांधणी-कणाणो ३।४ वाल्होतरं ३४ मंडापुरो २ ए ९।१नो टाम योग्यताये ।
(अपूर्ण)
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
- જરૂર વસાવા “ શ્રી જૈન સત્ય પ્રકાશ'ના નીચે લખેલા ત્રણ મહત્ત્વના કે
[૧] શ્રી પર્યુષણ પર્વ વિશેષાંક આ સચિત્ર વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામી પછીના એક હજાર વર્ષના જૈન ઈતિહાસને લગતી પ્રમાણભૂત સામગ્રી આપવામાં આવી છે. એ ઉપરાંત ભ. મહાવીરસ્વામીનું સુંદર ત્રિરંગી ચિત્ર આપવામાં આવ્યું છે. દ્વિરગી પુ' હું, ઊ' ચા કાગળ, સુંદર છપાઈ, ૨૧૬ પાનાં મૂલ્ય- ટપાલખચ સાથે એક રૂપિયા
[૨] ‘શ્રી જૈન સત્ય પ્રકાશ ના ૪૩મા કમાંક
૬૦ પાનાના આ અંકમાં જૈન શાસ્ત્રોમાં માંસાહાર હાવાના આક્ષેપના શાસ્ત્ર અને યુકિતના આધારે સચોટ જવાબ આપતા અનેક લેખે આપવામાં આવ્યા છે.
મૂલ્ય- ટપાલ ખચ સાથે ચાર આના
| [ ૩] .
‘શ્રી જૈન સત્ય પ્રકાશને ઝુપમ કમાંક
આ અંકમાં મહારાજા કુમારપાળ અને કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના જીવનને લગતા અનેક ઐતિહાસિક લેખ આપવામાં આવ્યા છે.
મલ્ય- ટાપલ ખર્ચ સાથે ત્રણ આના
શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ " જેસિંગભાઈની વાડી, ઘીકાંટા
અમદાવાદ..
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Regd. No. B, 3801 કિંમતમાં 50 ટકા ઘટાડા આજે જ મગાવા શ્રી જૈન સત્ય પ્રકાશ શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક นี่เลวเลยเด็ด ทั่ว ทั่วไป ทั่วไป ทั่วองคอเวย์เจทั่วไปวด ทั่วไป ห่อด้ทั่วเองให้วยสัติติด આ વિશેષાંકમાં ભગવાન મહાવીરસ્વામીના જીવન સંબંધી, જુદા જુદા વિદ્વાનોએ લખેલા અનેક ઐતિહાસિક લેખા આપવામાં આવ્યા છે. મૂળ કિંમત બાર આના ઘટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આને ). કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સર્વાગ સુંદર ભગવાન મહાવીરસ્વામી เดีใดช่วยได้ไวและในเวเเล้วได้ หัวไวไว้อยแต้วได้ลงสมอทั่วแล้วทั่วโลือได้ ત્રિરંગી ચિત્ર ગુજરાતના પ્રસિદ્ધ ચિત્રકાર શ્રી કનુભાઈ દેસાઈ પાસે તૈયાર કરાવેલું આ ચિત્ર પ્રભુની પરમ શાંત મુદ્રા અને વીતરાગભાવના સાક્ષાત્કાર કરાવે છે. ૧૪”x૧૦”ની સાઇઝ, જાડા આર્ટ કાર્ડ' ઉપર સોનરી બાઇ" સાથે મૂળ કિ મત આઠ આના ધટાડેલી કિંમત ચાર આના e ( ટપાલ ખર્ચ દાઢ આને ) શ્રી જૈનધર્મ સત્યપ્રકાશક સમિતિ શિ‘ગભાઇની વાડી, ઘીકાંટા, અ મ દા વા દ " " OS 2 .0 @aa ધણુ બધુ જ બહુ જા" - นอน นอน 4 For Private And Personal Use Only