________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
થતા મહાવીર અંક ૨ ] = માટે જ છે, એટલે આ તીર્થ આવા નિર્જન જેવા જંગલમય પહાડી પ્રદેશમાં આવેલ હોવાથી પણ એની શોભા ઓછી થતી હોય એમ નથી લાગતું ઉલટું કંકાસથી થાકેલો અને ઉતાવળિયા શહેરી જીવનથી કંટાળેલો માણસ આવા સ્થળે આવીને બે ઘડી આત્મસંતોષનો અનુભવ કરે છે. જીવનને કેટલેક ભાગ વૈભવ વિલાસ કે કૃત્રિમ વાતાવરણમાં વિતાવીને આવા કુદરતમય પ્રદેશમાં આવનારને જરૂર આરામ લાગે જ. આવા વખતે આસપાસનાં પડી ભાગેલાં સ્થાપત્યો કે જીણું થતું મંદિર જરાય ખટકતાં નથી.
આ તીર્થ જોઈને એક કલ્પના એ આવે છે કે-આપણાં ગુરૂકુળ અને વિદ્યાલયો જે આવા સ્થળોમાં પ્રવાસ કરવાનું પસંદ કરતા રહે તો બાળકને કુદરતને આનંદ મળવા સાથે શારીરિક તાલીમના પણ સારો અવકાશ મળે, કેમકે આસપાસના પહાડી અને જંગલી પ્રદેશે બાળકની મનભાવનાને આકાશગામિની બનવાની પ્રેરણાઓનું પાન કરાવી શકે છે. અસ્તુ.
હવે એ મૂળ મંદિરની વાત કરીએ.
રાતા મહાવીરનું મંદિર એક લગભગ ૭૫-૮૦ ફીટ લાંબા અને ૫૦-૬૦ ફીટ પહેળા વંડામાં આવેલું છે. આ વંડાની ચારે તરફ ઉંચી દિવાલ છે અને બેતરફ દરવાજા છે. મંદિરની ડાબી બાજુની દિવાલ ભમતી જેવી છે તેમાં દેરીઓ છે, પણ ખાલી પડી છે. મુખ્ય પ્રવેશદ્વાર દેખાવડું અને મોટું છે. બહારના ભાગમાં બેસી શકાય એવા બે તરફ ઓટલા બનાવેલ છે. આ વંડામાં વચમાં એક જિનમંદિર છે. આ જિનમંદિર બિલકુલ સાદું છે, એમાં કતરણ વગેરે ખાસ કશું નથી. મંદિરનું પ્રવેશદ્વાર, વચમાં રંગ મંડપ ઉપર નાને ઘુમ્મટ અને મૂળ ગભારે આ રીતે મંદિરની રચના છે. મંદિર એકંદરે ખૂબ જૂનું અને જીણું થઈ ગયું છે. આવા ઉજ્જડ પ્રદેશમાં વરસાદ અને વાવાઝોડાઓ વચ્ચે પણ એ મંદિર આજ લગી ઉભું રહ્યું છે એ આપણું સદ્ભાગ્ય છે.
મૂળ ગભારામાં રાતા મહાવીરની લગભગ સાડા ચાર ફૂટ ઉંચી મહાવીરસ્વામીની મૂર્તિ છે. મૂર્તિને વર્ણ સિંદૂર જેવા લાલ રંગનો હોવાથી એ રાતા મહાવીર તરીકે ઓળખાય છે, અને મૂળ નાયકના નામે એ આખું તીર્થ પણ રાતા મહાવીરના નામથી પ્રસિદ્ધ છે. આ મૂર્તિ ઉપર વખતે વખતે રાતે લેપ લગાડવામાં આવતો હશે, એમ એના ઉપર કોઈ કેઈ સ્થળે ચુંટી ગયેલ વરખ ઉપરથી અનુમાન થાય છે. વિજાપુરના શ્રાવક ભાઇઓના કહેવા પ્રમાણે એ મૂર્તિ મૂળ પાષાણુની નથી, પણ ઈટ અને ચૂનાની બનાવેલી છે. મૂર્તિની નીચે (પબાસન ઉપર) લાંછન છે. આ મૂર્તિ ભગવાન મહાવીર સ્વામીની છે એટલે એ લાંછન સિંહનું હોવું જોઈએ. એ લાંછનનું શરીર સિંહ જેવું જરૂર લાગે છે, પણ એને બે પાંખે અને એક સુંઢ છે એ એની વિશેષતા છે. આ તીર્થનું રાતા મહાવીર એવું નામ કેવળ પ્રભુ પ્રતિમા રાતી હોવાથી પડયું છે એની પાછળ કોઈ કિંવદન્તી કે ઈતિહાસ રહેલ છે એ જાણવું જોઈએ. આ સંબંધી વિજાપુરના જેન ભાઈઓને પૂછ્યું તે હતું, પણ એમની પાસેથી કશું જાણવા મળી શકયું નથી. - આ મૂળ મૂર્તિની આસપાસ બન્ને બાજુએ સફેદ આરસની બે નાની મૂર્તિઓ છે. એ બને ઉપર લે ખ ખોદેલો છે, પણ એ સાવ ઘસાઈ ગયેલો હોવાથી વાંચી શકાતું નથી.
મળ ગભારાની બહાર-રંગ મંડપમાં જંમ બાજુએ એક લગભગ ૧૨ ઈચની
For Private And Personal Use Only