________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેને સત્ય અકાણ
આરસની ઉભી-કાઉસગ્નિયાની મૂર્તિ છે અને તેની પાસે જ છૂટી મૂકેલી એક સાદા પત્થરની લગભગ એવડા જ કદની ગૃહસ્થની મૂર્તિ છે. આ સાદા પત્થરની ગૃહસ્થની મૂર્તિને જોતાં કાઠિયાવાડના ગામોના પાદરે જોવામાં આવે છે તે પાળિયાની મૂર્તિ યાદ આવે છે. આ મૂર્તિ ઉ ર કશે પણ લેખ નથી. જે રીતે એ ત્યાં શ્રી મૂકવામાં આવી છે. તે ઉપરથી એટલું તે લાગે છે કે એ ક્યાંકથી લાવીને અહીં મૂકાઈ હશે. પણ એ કયાંથી આવી, એને કશે ખુલાસો ત્યાંને પૂજારી છે જેના ભાઇઓ આપી શક્યા નથી.
મૂળ ગભારાની સામે રંગ મંડપની દિશામાં મંદિરની જમણું બાજુ તરફ એક ગોખલામાં લગભગ નવ ઈચની ઉંચી એક સાધુ મહારાજની લાક્ષણિક મૂર્તિ છે. આ બેઠેલી સાધુ મહારાજની મૂર્તિને જમણે પગ, જેમ કેઈ પાટ ઉપર બેસીને એક પગ નીચે લટકતો રાખે તેમ નીચે લટકતા છે. કમરમાં લગેટ છે. અને ગળાની પાછળના ભાગમાં આડો ઓધો કોતરેલો છે. આ મૂર્તિ ઉપર લેખ પણ છે પણ તે ઘસાઈ ગયેલો હોવાથી આખો ઉકેલી શકાતો નથી. બહુ પ્રયત્ન કર્યા પછી ફક્ત નીચે મુજબ એનો ભાગ વાંચી શકાયો–
संवत् १३४४ वर्षे माघ सुदि ११ श्री हस्तिउंडकीय
ભલે આ શિલાલેખને આટલે જ ભાગ વાંચી શકાય, પણ એટલાથી પણ એને સંવત તથા ગામનું નામ તે સ્પષ્ટ જણાઈ આવે છે. સંવત ૧૩૪૪ ને અને ગામ હથ્થુડી-હસ્તિઉંડી. હવે આ મંદિરના ઈતિહાસ તરફ નજર કરીએ.
આ મંદિર સંબંધી ઐતિહાસિક ઘડીઘણી હકીકત શ્રોજિનવિજયજી સંપાદિક અને શ્રી જેને આત્માનંદ સભા ભાવનગર દ્વારા પ્રકાશિત “પ્રાચીન જૈન લેખ સંગ્રહ ”ભાગ બીજામાં મળે છે. આ પુસ્તકના મૂળ શિલાલેખોમાં ૧૮ થી ૩૨૨ નંબર સુધીના પાંચ શિલાલેખોમાં અને એ શિલાલેખો ઉપર શ્રી જિનવિજયજીએ જે અવકનું લખ્યું છે, તેમાં રાતા મહાવીર સંબંધી હકીકત મળે છે. ૩૧૮ નંબરના લેખમાં રાતા મહાવીર સંબંધી ઉલેખ નથી પણ એમાં આ તીર્થને સંવત ૯૯૬ અને ૧૦૫૩ને ઇતિહાસ છે. આ ઈતિહાસ પ્રમાણે અત્યારે આ તીર્થ નથી, પણ આ તીર્થની પૂર્વની હકીક્ત એમાંથી મળે છે.
સંવત ૯૯૬ અને ૧૦૫૩ ની હકીક્તવાળા આ ૩૧૮ નંબરના બહુ મોટા શિલાલેખમાં અહીં શ્રી આદીશ્વર ભગવાન મૂળ નાયક હોવાનું લખ્યું છે, પણ મહાવીર સ્વામી સંબંધી કશે ઉલ્લેખ નથી. ફક્ત હસ્તિકુંડી (હન્દુડી) ગામને ઉલ્લેખ તેમાં છે એટલે એ પણ આ તીર્થને લગતે જ શિલાલેખ હશે એમ લાગે છે,
સંવત ૧૩૩૫ના ઉલેખવાળા ૩૧૮ નંબરના શિલાલેખમાં તેમજ સંવત ૧૩૪૫ના ઉલ્લેખવાળા ૩૨૦ નંબરના શિલાલેખમાં ભગવાન મહાવીર સ્વામીના નામનો સ્પષ્ટ નિર્દેષ કરવામાં આવ્યો છે. ૩૨૦ નંબરના શિલાલેખમાં “શ્રી મહાક' એટલો જ ઉલલેખ છે, પણ ૩૧૯ નંબરના શિલાલેખમાં તો “શ તમિયાન શ્રી મઢાવીજેવજ” એ રાતા મહાવીર સંબંધી અતિ સ્પષ્ટ ઉલ્લેખ મળે છે. ૩૬ 1 નંબરના શિલાલેખમાં રત્નપ્રભ ઉપાધ્યાયના શિષ્ય પૂર્ણચંદ્ર ઉપાધ્યાયે સં. ૧૨૯૯ના ચૈત્ર સુદી ૧૧ના દિવસે. આ તીર્થમાં બે ગોખલા અને શિખવે કરાવ્યાને હોખ છે.
For Private And Personal Use Only