________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાતા મહાવીર અંક ૨ ]=
મહાવીર કે રાતા મહાવીરના ઉલેખવાળા ૩૧૯ અને ૩૨૦ નંબરવાળા શિલાલેબમાં એ તીર્થ કોણે સ્થાપન કર્યું, જેણે એ જિનમંદિર બનાવ્યું, કયા આચાર્યો એની પ્રતિષ્ઠા કરી વગેરે કશો ઉલ્લેખ નથી. એમાં તે અમુક ગૃહસ્થોએ મંદિરના નિભાવ માટે દર વર્ષે, અમુક રકમ આપવાનું નક્કી કર્યાને જ ઉલ્લેખ છે. આ વાત નક્કી કર્યાના સ્થળ તરીકે, સમીપાટી (અત્યારનું સેવાડી ) જે વિજાપુરથી પાંચેક માઈલ છે તે ગામની મંડપિકા ઉલ્લેખ છે.
સંવત ૯૯૬ અને ૧૦૫ એમ બે સાલના ઉલ્લેખવાળા ૭૧૮ નંબરના લેખનું અવલોકન કરતાં, ૧૦૫ની સાલના શિલાલેખ ઉપરથી એમ મળે છે કે શ્રી વાસુદેવાચાર્યને ઉપદેશથી રાડ વંશીય વિદગ્ધરાજે હસ્તિકંડિ ગામમાં એક જિનમંદિર બંધાવ્યું. એ મંદિર જીર્ણ થઈ જતાં શ્રી શાંતિરિ નામના આચાર્યના ઉપદેશથી શ્રીસંઘે એને જીર્ણોદ્ધાર કરાવ્યો અને એ ફરીને તૈયાર કરેલ મંદિરમાં શ્રી આદીશ્વર ભગવાનની સંવત ૧૦પ૩ના માહ સુદી ૧૭ ને રવિવારે શ્રી શાંતિસૂરિએ પ્રતિષ્ઠા કરાવી. આ શિલાલેખમાં વિદગ્ધરાજે કઈ સાલમાં જિનમંદિર બંધાવ્યું એને ઉલ્લેખ નથી મળતો. પણ સંવત ૯૯૪ વાળા શિલાલેખમાં વિદગ્ધરાજે મંદિરના નિભાવ માટે ૯૭૭ ની સાલમાં અમુક દાન ક્યોનો ઉલ્લેખ છે. એ ઉપરથી ૯૭૩ ની સાલની આસપાસ વિદગ્ધરાજે મંદિર બંધાવ્યું હશે એમ અનુમાન થાય છે.
૩૧૮ નંબરના ૧૦૫ની સાલના ઉલ્લેખવાળો ભેખ અને ૬૧૯ નબરના ૧૦ ૩૫ ની સાલના ઉલ્લેખવાળો લેખ એ બે લેખોની વચ્ચેની સાલોની હકીકત આ એક લેખ નથી મળતો એટલે એ લગભગ અઢીસો-પોણાત્રસ વર્ષના ગાળામાં અહીં શું શું પરિવર્તન થયું તે જાણવા નથી મળતું, પણ એટલું તો ચોક્કસ નિશ્ચિતરૂપે મળે છે કે એ ગાળામાં મૂળ નાયક શ્રી આદીશ્વર ભગવાનના સ્થાને શ્રીરાતા મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા થઈ ચૂકી હતી. અથવા એવું પણ બન્યું હોય કે શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર નાશ પામ્યું હોય અને આ રાતા મહાવીરનું નવું મંદિર અસ્તિત્વમાં આવ્યું હોય. આ માટે વિશેષ પુરાવા હોય તો જ કંઈક નિર્ણય થઈ શકે.
શ્રી આદીશ્વર ભગવાનનું મંદિર અને શ્રી રાતા મહાવીરનું મંદિર એક હોય છે જુદાં જુદાં હોય, પણ એક વાત તે નિર્વિવાદ છે કે એ મંદર હસ્તિકુડી ગામમાં જ હતું. આ ગામ અત્યારે તે નામશેષ જેવું જ થઈ ગયું લાગે છે. રાતા મહાવીરના તીર્થથી એકાદ માઈલ દૂર આ ગામ હોવાનો ઉલ્લેખ છે એટલે કાઈક ગામડુ અત્યારે હશે ખરું, પણ એ સંબંધી વિશેષ તપાસ થઈ શકી નહીં હોવાથી એનો વિગતવાર ઉલ્લેખ કરવા અશકય છે. ૨૧ નંબરને શિલાલેખ ૧૨૯૯ ની સાલનો છે ખરો, પણ એમાં વિશેષ કંઈ હકીકત નહીં હોવાથી શ્રી આદીશ્વરના બદલે શ્રી મહાવીર સ્વામીની મૂર્તિ મૂળનાયક તરીકે કઈ રીતે આવી એ સંબંધી કશો ખુલાસે મળતો નથી.
આ શિલાલેખો ઉપરાંત પૂર્વાચાર્યોએ બનાવેલ રાસા કે તીર્થમાળામાં પણ આ રાતા મહાવીરના તીર્થ સંબંધી ઉલ્લેખ આવે છે.
અહીં જે શિલાલેખ સંબંધી ઉલ્લેખ કર્યો છે અને જે શિલ લેખના આધારે
For Private And Personal Use Only