________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમહંત મહાકવિ શ્રી ધનપાલનું આદર્શ જીવન
લેખક–મુનિરાજ શ્રી સુશીલવિજયજી
(ક્રમાંક ૪૦થી ચાલુ)
ઉપવનની શેભા ધારાનગરીનું ઉપવન સુંદર અને ચિત્તાકર્ષક હતું. તે વનમાં અનેક જાતની વનસ્પતિઓ ભરી હતી. વૃક્ષોની ઘટા એટલી બધી સધન હતી કે ઉપવનમાં પ્રવેશ કરતાંની સાથે જ ચંદ્ર-સૂર્યનાં દર્શન અદશ્ય થઈ જતાં હતાં. દિન પ્રતિદિન વસંતઋતુને લઈને ઉપવનની શોભામાં ઘણું જ વૃદ્ધિ થઈ હતી. વનરાજીએ જાણે નૌતમ વેશ ધારણ કર્યો હતો. વૃક્ષની નાની મોટી, અરસપરસગુંથાઈ ગયેલી ડાળીઓ, વેલડીઓ. પાંદડાં ફળફુલો વગેરે પવનના સપાટાથી પૃથ્વી ઉપર વિખેરાઈ પડયાં હતાં. આમ્રતરૂની શાખાઓ પર મોર ઊગી નીકળ્યું હતું અને કોયલડી પંચમ સ્વરથી કુહુ-કુ-હુના મનોહર ટૌકારવ કરી વસંતના વધામણાં કરતી હતી. રંગબેરંગી કમળ, ચપ–ચંપેલી. જાઈ-જુઈ, મર, મધર વગેરે પુપો ખીલ્યાં હતાં અને તે ઉપર આસક્ત થયેલા હજારો ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા હતા. આમ અનેક રીતે ઉપવનની શોભા નંદનવન સમાન દેખાતી હતી. સાયંકાલે લોકોના ટોળેટોળાં આ વનમાં આવીને આનંદ કરતાં હતાં. ધારા નગરીના મહારાણા ભેજ પણ જ્યારે જ્યારે શિકાર કરવાને જતા ત્યારે, આ મહાન વનમાં નિરપરાધી પ્રાણીઓના પ્રાણ સંહરી પાછાં ફરતાં વિશ્રાંતિ અર્થે બે ઘડી થોભતા. આ તીર્થની એતિહાસિકતા સંબંધી ઊહાપોહ કર્યો છે એ શિલાલેખ એક વખત છપાઈ ગયેલા હોવાથી એનો ઉતારો અહીં કર્યો નથી. જેમને એ મૂળ લેખો જોવા ની ઈચ્છા હોય તેમણે “ પ્રાચીન જૈન લેખ સંગ્રહ” ભાગ બીજે–એ પુસ્તક જોઈ લેવું.
ગયા વર્ષે કામ પ્રસંગે સેવાડી ગામ જવાનું થયેલું. ત્યાંથી પૂજ્ય મુનિરાજશ્રી વલ્લભવિજ્યજી (આ શ્રી વિયજનેમિસૂરીશ્વરજીના શિષ્ય) સાથે આ તીર્થના દર્શન કરવાનો લાભ મળ્યો હતો. આ વખતે અમારી સાથે વિજાપુરના જે ભાઈઓ તેમજ જોધપુર રાજ્યના ટ્રિબ્યુટ ઈન્સ્પેકટર શ્રીયુત ભેરાજજી ભણસાળી હતા. વિજાપુરના ઠાકોર શ્રી જોગસિંગજી પણ ત્યાં આવ્યા હતા.
વિજાપુરના ઠાકરને પૂ. વલ્લભવિજયજી મહારાજ ઉપર ભક્તિ હોવાથી તે વખતે તેમની ઈચ્છા આ તીર્થનો કઈ રીતે ઉદ્ધાર થાય એવી હતી. વલ્લભવિજયજી મહારાજ પણ કાઈક ધનિક જૈન સદગૃહસ્થને ઉપદેશી આ તીર્થને જીર્ણોદ્ધાર કરાવવાની ભાવના રાખતા હતા. અને ત્યાં જવામાં પણ આ જ ઉદેશ હતો કે એ તીર્થને જીર્ણોદ્ધાર કરવો હોય તો આસપાની કેટલી જમીન લેવી જોઈએ વગેરે જાતે જોઈને નક્કી કરવું. વિજાપુરના ઠાકોર પણ તે વખતે સારા પ્રમાણમાં જમીન આપવા તૈયાર હતા.
આ પછી ઠાકોર સાહેબની ઈચ્છા કે મુનિરાજશ્રીની ભાવના કેટલી સફળ થઈ છે, એ જાણવામાં નથી આવ્યું. કેઈ સખી જેન ગૃહસ્થની મદદથી આ ભાવના સફળ થાય અને એ તીર્થને જીર્ણોદ્ધાર થાય એમ આપણે ઈચ્છીએ.
For Private And Personal Use Only