________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જન સત્ય પ્રકાશ
અને સુગંધિત ગંધ પુટીઓનાં તેર બાંધે. અને ઠેઠ સુધી મેઘાડંબર સમાન સુંદર મંડપ બાંધે. સ્થળે સ્થલે અનેક સુગંધિ ધુપધાણાં ગોઠવો.
રાજાને હુકમ થતાં માણસો ક્ષણવારમાં કામે લાગી ગયાઃ અને જાણે સાક્ષાત દેવભુવન હોય તેવી રચના થઈ ગઈ, ગામમાં પણ પ્રજાજનોએ ઘેર ઘેર સ્વસ્તિક કર્યા, કુંકુમ છાંટયાં, તરણે બાધ્યાં અને જાણે નવા જ તૈયાર કર્યા હોય તેમ દીપાવ્યાં. સમય થતાં રાજા નાહી જોઈ ઉત્તમ વસ્ત્ર પહેરી બહાર નીકળે, તેને માથે હીરાને મુગટ ચમકારા મારતું હતું, સૂર્યનાં કિરણે તેની સાથે આનંદથી વાત કરી રહ્યાં હોય તેમ તેના પર રમી રહ્યાં હતાં. પ્રજાજને પણ સુંદર વસ્ત્રાભૂષણ સજી બહાર નીકળ્યા, રાજાને પટ્ટહસ્તી આજ તો ખૂબ શોભતે હતો. ઐરાવણુ હાથીને પણ ઢાંકી દે એવી
એની કાન્તિ અને તેજ હતું. રાજા દશાર્ણભદ્ર એ પટ્ટ હસ્તી પર બેસી આગળ વધે. ડંકે વાગ્યો અને સ્વારી ઉપડી. રાજાની પાછળ રાજરાણી બેઠાં હતાં. પાછળ અનેક સામન્ત, ખંડીયા રાજાઓ, નગરશેઠ, મહાજન, સૈન્ય ચાલ્યું. આગળ વિવિધ વાજિંત્રના નાદ થતા હતા. વચમાં અનેક પ્રકારના તમાશા થતા હતા. ઠેર ઠેર રાજા વધાવતે વધાવતો આગળ વધ્યું. રાજાને ગર્વ માતો નહોતે. વાહ! શું મારો વૈભવ છે ? આવી સમૃદ્ધિ- આવો વૈભવ કોઈને નહિ હોય ! આમ વિચારતે તે દેવસભામાં ગયે. પ્રભુ શ્રી વીરને ખુબ ભક્તિભાવથી નમસ્કાર કર્યો. ત્રણ પ્રદક્ષિણા પૂર્વક વંદના કરી યોગ્ય સ્થાને બેઠે.
પણ રાજાને આજને ગર્વ એક દેવને-ઈદ્ર મહારાજને ખુંચતો હતો, તેથી રાજાને ઠેકાણે લાવવાને તેને વિચાર થયો. અને પિતાની શકિત અને પિતાના પ્રભાવથી તેણે મેઘમય સુંદર વિમાન રચ્યું. ફાટિકમણિ સમાન કમળાથી વિભૂષિત કર્યું. મરાલ, સારસ આદિ મનહર પંખીઓ અને કલ્પવૃક્ષની પંકિતઓ અને તેમાંથી પડતાં સંદર કુસુમો, ઈન્દ્રનીલમણિનાં કમલ, મરક્ત મણિનાં કમલેમાં ગુંજારવ કરતા સુવર્ણના ભ્રમર, સુંદર ભાલાઓ, અને ધ્વજા પતાકાઓથી શોભતા એ જલકાન્ત વિમાનમાં દેવવંદની સાથે બેઠે. હજારો દેવ નારીઓ-દેવાંગનાઓ તેને ચામર વીંઝી રહી હતી. સુંદર કર્ણમધુર ગીત ગવાતાં હતાં. નાટારંભ ચાલતો હતે. ક્ષણવારમાં મહાન વૈભવશાળી ઈદ્રદેવ પ્રભુથી પુનિત પૃથ્વી ઉપર ઉતર્યા અને સુંદર અરાવણ હાથી ઉપર બેઠે. ઉપરં દેવાંગનાઓ નાચ કરતી હતી. - એ જલકાંત વિમાનમાં વારે વારે જલકમળ ઊગ્યાં હતાં. એ કમલે કમલે દેવાંગનાઓ નૃત્ય કરી રહી હતી. સુંદર સંગીત ચાલી રહ્યું હતું. મધુર વાજિંત્રના નાદે થઈ રહ્યા હતા. સાથેના તમામ દેવો પણ મહાન સમૃદ્ધિથી શોભતા હતા. ખુદ ઈદ પણ આજની રચના જોઈ ખુશ થઈ ગયો હતો. પ્રભુના સમવરણમાં બેઠેલા દેવ, મનુષ્ય અને તિર્યએ પણ ખુશ થઈ ગયા. આ બધામાં દશાર્ણભદ્રની પરિસ્થિતિ વિચિત્ર થઈ હતી. એને લાગતું કે મારા જેવી ઋદ્ધિથી પ્રભુને કાઈ નમવા નહિ આવ્યું હોય પણ હવે એને થયું કે ખરે જ હું તે કોઈ જબરજસ્ત શહેર પાસે ગામડા જે નાને લાગુ છું. હું તે કુવાને દેડકે જ છું. કયાં આની સમૃદ્ધિ અને જ્યાં મારી તુચ્છ સમૃદ્ધિ? કયાં આની ભકિત અને ક્યાં મા
For Private And Personal Use Only