________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિને સત્ય પ્રકાશ
શેઠ હઠીસિંહ કેસરીસિંહ વગેરેની કીતિ હાલ પણ ગવાય છે. શીલગુણને લઇને પ્રભુ શ્રીમલ્લિનાથ, શ્રી નેમિનાથ પ્રભુ, શ્રી જંબુસ્વામી, શ્રીસ્થૂલિભદ્રચંદનબાલા, રાજમતી વગેરેની કીર્તિ અનેક ગ્રંથોમાં ગવાઈ છે. તપગુણને લઈને પ્રભુ શ્રી ઋષભદેવ, ચરમ તીર્થંકર પ્રભુશ્રી મહાવીરદેવ, ગૌતમસ્વામી, ધન્ય અનુગાર વગેરેની કીર્તિ ફેલાઈ છે અને ભાવના ગુણને લઈને શ્રીભરત મહારાજા, શ્રીકુર્મા પુત્ર વગેરેની ચારે દિશામાં કીર્તિ ફેલાઈ છે. આ ઉપરથી હવે સહજ સમજાશે કે માનવ ભવ પામીને ભવ્ય જીવોએ અખંડ કીર્તિ આદિ સદ્દગુણોને પમાડનાર એવા શ્રી તીર્થકર ભાષિત ધર્મારાધનમાં જરૂર ઉદ્યમશીલ બનવું જોઈએ. જેઓ અપ્રમાદી જીવન રાખે, એટલે કે એક પણ સમય નકામો ન ગાળે, તેઓ જ ઉપર જણાવ્યા મુજબ ધર્મારાધન કરીને જીંદગીને સફલ કરે છે. જીવનદોરી તૂટયા પછી કોઈ પણ ઉપાયે સાંધી શકાતી નથી. આ બાબતમાં નિરૂપક્રમ આયુષ્યવાળા છાનું પણ કંઈ ચાલતું નથી એટલે તેઓ પણ છવન દેરીને સાંધી શક્તા નથી. આ જ મુદાથી પ્રભુ શ્રી મહાવીર દેવે અંતિમ દેશના દેતાં જણાવ્યું કે હે ભવ્ય જી! તમે લગાર પણ પ્રમાદ કરશે નહિ, કારણકે જીવનને અંત ક્યારે આવશે?–તેની કોઈને ખબર નથી. યાદ રાખવું જોઈએ કે ઘડપણમાં પુત્રાદિમાંના કોઈનું પણ શરણ હેતું નથી. એમ સમજતાં છતાં કુટુંબાદિના મેહને લઇને આરંભ સમારંભ કરનારા પ્રમાદિ જીવનું શું થશે? તેઓ દુર્ગતિનાં દુઃખ ભોગવશે, એમ જાણીને મને ખેદ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે,
असंखयं जीषिय मा पमायए जरोवणीयस्स हु नत्थि ताण । एवं वियाणाहि जणे पमत्ते कण्णु विहिंसा अजया गिहिति ॥ १ ॥
જે અજ્ઞાની છે અનેક જાતનાં પાપકર્મો કરીને ધનને પેદા કરે છે, તેઓ ઘણું જીવોની સાથે વેર બાંધીને મરતી વખતે તે ધનનો ત્યાગ કરીને નરકમાં જાય છે. ત્યાં પણ તેઓ પાક્લા ભવના વેરને લઈને માંહમાંહે યુદ્ધ કરી લોહીલેહણ થાય છે.
આમાંથી સમજવાનું છે કે, લક્ષ્મીને કમાનાર છવ જ કર્મનાં ફળ ભોગવે છે. જેઓના પિષણને માટે પોતે પાપકર્મ કરી રહ્યો છે, તે પુત્ર વગેરે સ્નેહિઓ પાપ કર્મના ફલને ભાગ લેવાને ચાહતા પણ નથી. અને લક્ષ્મીને ભાગ લેવાને પૂરેપૂરી ઈચ્છા
जे पावकम्मेहि धणं मणुस्सा समाययंते अमई गहाय ।
पहाय ते पासपयट्टिए णरे वेराणुवद्धा निरयं उवेंति ॥ १ ॥ ધર્મને ચાહનાર જીવોએ ભારંડપક્ષીની માફક ટ્વેનમાં લગાર પણ પ્રમાદને સેવવો નહિ. ભારપક્ષીને પેટ એક હેય, ડોક જુદી જુદી હોય, પગ ત્રણ હૈય, ભાષા મનુષ્યના જેવી હોય, બે જવનું એક શરીર હોય. બંનેને જે ટાઈમે જુદાં જુદાં ફળ ખાવાની ઈચ્છા થાય, તે જ ટાઈમે તેનું મરણ થાય. આ બાબતમાં એ પક્ષી બહુ જ સાવચેત રહે છે. આ પ્રસંગે નીચેના બે કલેક જરૂર યાદ રાખવા
૧ જેલું આયુષ્ય બાંધ્યું હોય, તેટલું ભોગવાય આ નિરૂપક્રમ આઉખું કહેવાય. સેપક્રમ આઉમું આનાથી ઉલટું હાય.
For Private And Personal Use Only