________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાર પંચક
सुत्तेसु यावि पडिबुद्धजीवी न वीससे पंडिय आसुपण्णे ॥ घोरा मुहुत्ता अबलं सरोरं भारंउपक्खीव चरऽप्पमते ॥ १ ॥
(ઉત્તરાધ્યયન) एकोदराः पृथग्नीवास्निपदा मर्त्यभाषिणः ॥ भारंडपक्षिणस्ते स्यु-म॒तिभिन्नफलेच्छया ॥ २ ॥
(કલ્પસૂત્ર ટીકા ) જ્યાં સુધી શરીર નીરોગી હોય, અથવા ઘડપણ ન આવે, અને ઈદ્રિયો સાજી હોય એટલે પિતપોતાના વિષય (જાણવા લાયક પદાર્થ) ને ગ્રહણ કરવાને શક્તિ ધરાવતી હોય, અને આયુષ્યને ઉસક્રમ ન લાગે, ત્યાં સુધીમાં ડાહ્યા પુરૂષોએ જલદી ચેતીને આત્મહિતનાં સાધનની જરૂર સેવના કરી લેવી જોઈએ. કારણ કે તેમ ન કરે તે પાછળથી પસ્તા થાય. ઘરમાં લાહ્ય લાગે તે વખતે કૂવો ખોદાવવા માટે ચેતવું અથવા તળાવ ફૂટયા પછી પાળ બાંધવાને ચેતવું એ શા કામનું ? પહેલેથી જ ચેતનારા જેવો વિકટ પ્રસંગને અટકાવી શકે છે. કહ્યું છે કે –
यावहेहमिदं गदैनमृदितं नो वा जराजर्जरं यावत्त्वक्षकदंबकं स्वविषयज्ञानावगाहक्षमम् ॥ यावच्चायुरभंगुरं निजहिते तावद् बुधैर्यत्यतां
कासारे स्फुटिते जले प्रचलिते पालिः कथं बध्यते? ॥२॥ ઉપરની બીના ધ્યાનમાં લઈને ધર્મની સાધના કરનારા ભવ્ય છો રાજા વિક્રમની માફક રાજ્યાદિ સુખસંપદાને પામે છે, તથા કીતિને પણ પામે છે. આયુષ્યની ક્ષણભંગુરતા ધ્યાનમાં લઈને નિર્મલ ધર્મની સાધના કરવી એ આ ત્રીજા અને ચોથા સારનું રહસ્ય છે.
શરીરનો સાર : પરોપકાર શરીરને સાર પરોપકાર છે. તેના બે ભેદ આ પ્રમાણે જાણવા (૧) દ્રવ્ય પોપકાર અને (૨) ભાવ પોપકાર. ધર્મિષ્ઠ છે સ્વભાવે કરીને સામાને દુઃખી જોઈને દુખી થાય છે અને સુખી જેઈને રાજી થાય છે. કોઈ માણસ સાધનોના અભાવે દુઃખી અવસ્થા ભોગવતા હોય, તો તેને જોઈતાં સાધને પૂરા પાડવાં, એટલે કે દ્રવ્યાદિના ભોગે પણ સામા માણસની વિપત્તિ દૂર કરવી તે દ્રવ્ય પરેપકાર કહેવાય. આ બાબતમાં ચંદ્રાવતી નગરીના રહીશ ૩૬૦ કરોડાધિપતિ શ્રાવકોનું દૃષ્ટાંત “શ્રી શ્રાવકધર્મ જાગરિકામાંથી જોઈ લેવું.
બીજો ભાવ પરોપકાર. જે જે પ્રમાદને લઈને ધર્મની આરાધના કરવામાં બેદરકારી રાખતા હોય, તેમને શાંતિ અને પ્રેમ ભરેલાં વચનોથી સારણું, વારણા,
યણ, પયિણું કરીને ધર્મના રસ્તે દોરવા અને જેઓ ધર્મની સાધના કરતા હોય, તેમને ધર્મક્રિયાના દૃઢરાગી બનાવવા તે ભાવ પરોપકાર કહેવાય. આ બાબતમાં પ્રભુ શ્રી મહાવીરદેવે મેઘકુમારને હિતશિક્ષા દવે ચારિત્ર ધર્મમાં સ્થિર કર્યો વગેરે દૃષ્ટાંતે “શ્રી ઉપદેશપ્રાસાદ” વગેરેમાંથી જોઈ લેવા.
For Private And Personal Use Only