________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુ શ્રી મહાવીરનું તત્ત્વજ્ઞાન લેખક-આચાર્ય મહારાજ શ્રીવિજયલબ્ધિસૂરિજી
(ગતાંકથી ચાલુ) પાપતત્ત્વ પૂર્ણ થતાં, ક્રમ પ્રાપ્ત આશ્રવ તત્વ પર હવે નજર નાખીએ છીએ. પહેલાં આશ્રવ કઈ ચીજ છે તે આપણે જાણવું જોઈએ, એટલે પ્રથમ તેનું લક્ષણ બતાવાય છે.
શુમમર્મકતુઃ
શુભ કે અશુભ કર્મને ગ્રહણ કરવાનું છે કારણ હેય તેને આશ્રવ કહે છે અહીં પ્રશ્ન એ ઉત્પન્ન થાય છે કે જ્યારે પુણ્ય અને પાપનું આગમન એ જ આશ્રવ છે તે પછી તે બે તત્ત્વમાં આનો સમાવેશ કરી શકાય અને તેથી જુદું આશ્રવ તત્ત્વ માનવાની જરૂર રહેતી નથી. આના જવાબમાં સમજવાનું કે પાપમાં કેવલ અશુભ કર્મને સમાવેશ છે અને પુણ્યમાં શુભ કર્મને સમાવેશ છે જ્યારે આશ્રવમાં બન્નેને સમાવેશ છે, આથી આશ્રવ જુદું પડે છે. વળી આશ્રવ સાધન છે જ્યારે પુણ્ય અને પાપ સાધ્ય છે. સાધ્ય અને સાધનને એક માની લેવા એ કઈ રીતે વ્યાજબી નથી. હાં, કેઈ અપેક્ષાવાદથી આશ્રવમાં પુણ્ય અને પાપને સમાવેશ કરવા એ વ્યાજબી છે જેમકે તત્ત્વાર્થસૂત્રકાર ઉમાસ્વાતી મહારાજે તેમ કરેલ છે. જ્યાં સુધી કર્મને બંધ ન હોય ત્યાં સુધી આશ્રવને સંભવ હોઈ શકતા નથી. જે બંધ વગર પણું આશ્રવ મનાય તે મુક્તાત્માઓ કે જેઓ આઠે કર્મ રહિત છે તેઓને પણ તેવો પ્રસંગ આવશે. જે આશ્રવ વગર બંધ માનીએ તો તે પણ બની શકે તેમ નથી, કારણ કે સિદ્ધ ભગવંત આશ્રવથી રહિત છે તે તેમાં પણ બંધને પ્રસંગ આવે. એટલે એમ જ માનવું રહ્યું કે જેમ જેમ આશ્રવની હીનતા તેમ તેમ પુણ્ય અને પાપના બંધની પણ હીનતા થાય છે. આથી પુણ્ય અને પાપ તથા આશ્રવના વચ્ચે રહેલું ઉત્પાદ્ય ઉત્પાદકપણું સિદ્ધ થાય છે અને તેથી પિતા પુત્રની જેમ આ તત્ત્વોની પણ પૃથક્તા સિદ્ધ થાય છે.
આ આશ્રવના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદનાં નીચે પ્રમાણે લક્ષણ છે. १ आत्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रयः । ૨ વનનિહાનuપરાય: માયાવ: | ૧ આત્માના પ્રદેશો વિષે કર્મદલને પ્રાપ્ત કરી આપનારી યિા તે દ્રવ્યાશ્રવ છે. ૨ કર્મ ઉપાર્જનના કારગરૂપ અથવસાય તે ભાવાશ્રવ છે.
આખાય જગતનું નાનાવિધ નાટક આ આશ્રવ તત્ત્વથી બને છે. જે આ નાટકથી બચવાની ઈચ્છા હોય તે આશ્રવ તત્ત્વને જાણી તેને ત્યાગ કરવાની અત્યંત આવશ્યક્તા છે. એટલા માટે નીચે મુજબ તેના ૪૨ ભેદ બતાવવામાં આવે છે. स्पर्शविषयकरागद्वेषजन्याश्रवः स्पर्शेन्द्रियाश्रयः । સ્પર્શને વિથ કરનાર રાગદ્વેષથી જન્ય આશ્રવને સ્પર્શેન્દ્રિયાશ્રવ કહે છે. આ સ્પર્શેન્દ્રિયથી થતા કેમલ સ્પર્ધાદિમાં મોહ પામનારા અધોગતિને પામે છે,
For Private And Personal Use Only