________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જૈન સત્ય પ્રકાશ
આપ્યા, અને કહ્યું કે “આ પંચ નમસ્કાર મંત્ર પરમ મંગલરૂપ છે, સર્વ પાપને હરનાર છે. તમારે બન્નેએ હમેંશ ત્રણ કાળ ધ્યાન કરવા લાયક છે.” - સાદા અને સરલ સ્વભાવના તે યુગલે ગુરૂ મહારાજે કરેલો ઉપદેશ અંગીકાર કર્યો, અને હરહમેંશ ત્રણ કાળ પંચ નમસ્કાર મંત્રનું ધ્યાન કરવાનું શરૂ કર્યું. વર્ષાકાળ વીત્યા બાદ મુનિ મહારાજ સર્વ પરિવાર સાથે અન્યત્ર વિહાર કરી ગયા. તે પુલિન્દ્રમિથુન પણ ઉપદેશ કરનાર મુનિરાજને ઉપકાર સંભારતું અને સ્થૂલ પાપકર્યોથી દૂર રહેતું કાળાંતરે મૃત્યુ પામ્યું.
આ ભરતક્ષેત્રમાં મણિમંદીર નામનું, અનેક ભવ્ય જિનમંદિરોથી સુશોભિત એક નગર છે. ત્યાં સુખસમૃદ્ધિવાળા અને ધર્મપરાયણ જ વસે છે. તેઓ દાન દેવામાં વ્યસની છે, યશ મેળવવામાં લોભી છે, અકાર્ય કરવામાં વ્હીકણ છે, ગુણગ્રહણ કરવામાં અસંતેવી છે, પારકું ધન હરણ કરવામાં પંગુ છે, પરસ્ત્રીને જોવામાં આંધળા છે, પરના દોષ ઉચ્ચારવામાં મૂંગા છે, પરની પાસે યાચના કરવામાં અજ્ઞાન છે. એ નગરમાં રાજમૃગાંક નામને રાજા રાજ્ય કરે છે. વિજયા નામની તેની અતિરૂપવાન અને ગુણવાન રાણું છે. સિંહના સ્વપ્રથી જેનું ભાવી પરાક્રમ સચિત થયેલું છે એવો આ પુલિન્દ્ર તે રાણીની કુક્ષીમાં અવતર્યો. અનુક્રમે તેને જન્મ થયો. તેના પિતાએ ઘણું હર્ષથી તેને જન્મ મહોત્સવ કર્યો અને સ્વપ્નને અનુરૂપ રાજસિહ એવું તેનું નામ પાડવામાં આવ્યું. તે મહાબુદ્ધિવાન અને પરાક્રમી હતો. ચોગ્યવયે પહોંચતાં ગુરૂ પાસે અભ્યાસ કરીને થોડા વખતમાં બહેતર કળાને તે પારગામી થયા. અતિસાર નામના મંત્રીને પુત્રસુમતિ એનો મિત્ર હતે.
એક પ્રસંગે તે રાજકુમાર પોતાના મિત્ર સાથે અશ્વો ખેલાવી એક ઝાડ તળે વિશ્રામ લેતે હતા, તેવામાં એક મુસાફર ત્યાં આવ્યો. તેને જોઈ કુમારે પૂછવું (૧) “તું ક્યાંથી આવ્યો ? ૨) કયાં જવાનું છે ? (૩) કાંઈ આશ્ચર્ય જોયું?” મુસાફરે ઉત્તર આપ્યોઃ (૧) “હું પાપુર નામના નગરથી આવ્યો છું. એ નગર સારા વિદ્વાનોથી શોભી રહેલું છે, જિતેન્દ્રિય મુનિઓના સમુદાયથી પવિત્ર થયેલું છે, ત્યાં લેકે આશ્ચર્ય પમાડે તેવું દાન દેનારા છે, ત્યાં વસનારા જનો અત્યંત સુખી છે, ત્યાં અનેક આહંત ચૈત્યમાં મહાસો થયા કરે છે. (૨) જ્યાં અસંખ્ય મહર્ષિ એ સિદ્ધિ પદ પામેલા હેવાથી જે સિદ્ધક્ષેત્ર નામે ઓળખાય છે, જે સર્વ તીર્થમાં મુખ્ય છે એવા શ્રી શત્રુંજય તીર્થને નમસ્કાર કરવા માટે જવું છે. (૩) હવે મેં જે આશ્ચર્ય જોયું તે હું આપને જણાવું છું. પાપુર નગરને ઇન્દ્ર જેવો પરાક્રમી પદ્મ નામનો રાજા છે. તેની પ્રાણથી પણ પ્રિય એવી હસી નામની રાણી છે. તેને રત્નાવતી નામની એક ગુણવંતી પુત્રી છે. ચોસઠ કળાની પારગામી હે તે પુત્રીએ હવે યુવાવસ્થા પ્રાપ્ત કરી છે. તે વિવાહ માટે રોગ્ય થવાથી તેની માતાએ તેને રાજસભામાં મોકલી. રાજાને ચિંતા થઈ કે એના રૂપ અને ગુણને લાયક વર મળશે કે કેમ? એવામાં તે રાજસભામાં આવી. એક નાટકીઆએ પુલિન ના વેશમાં રાજા આગળ નાટક કર્યું. રાજકન્યા તેને જોઈને મૂછો પામી. પિતાએ તેને સ્વસ્થ કરી એટલે તે બોલી કે આજે મને જાતિસ્મરણ થયું છે.
For Private And Personal Use Only