________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નમસકાર મહામંત્ર-મહાગ્ય
ગયા જન્મમાં હું પુલિ%ી હતી, પુલિન્દ મારો પ્રાણથી પણ વહાલો પતિ હતા, જે તે મને હવે મળશે તે હું પરણીશ, નહિં તો મારે પરણવું જ નથી.
રાજસિંહ કુમારને તે મુસાફરના મુખથી આ હકીકત સાંભળી મૂછ આવી અને જાતિસ્મરણ જ્ઞાન થયું. શીતલ પવનથી તે સ્વસ્થ થયો. તેને પોતાની પૂર્વ ભવની પ્રિયા ઉપર અત્યંત પ્રીતિ જાગી. તેણે તે મુસાફરને આગળ શું બન્યું તે હકીક્ત પૂછી. તેણે કહ્યું “પદ્યરાજ પિતાની પુત્રીની ગાઢ પ્રતિજ્ઞા સાંભળીને એના પૂર્વના પતિનો પત્તો કેમ મેળવવો તે બાબત બહુ અધીરો થઈ ગયો. આ પ્રતિજ્ઞાની વાત અનેક દૂરના દેશો સુધી ફેલાઈ. અનેક રાજપુત્રે પૂર્વ ભવમાં અમે પુલિન્દ્ર હતા એમ કહેતા ત્યાં આવ્યા. રાજપુ એ તેઓને પૂછયું કે પૂર્વ જન્મમાં તમે શું સુકૃત કર્યું કે જેને પ્રતાપે આ પ્રકારની ઉત્તમ સ્થિતિ પામ્યા. તેના ઉત્તરમાં તેઓએ ગમે તેમ હકીકત કહેવાથી રાજકન્યાએ તેઓની ઉપેક્ષા કરી. ત્યારથી તેને લાગ્યું કે પુરૂષો અસત્ય વચન બોલનારા છે, તેથી તે પુરૂષ દ્રષિણી થઈ, અને હમેશાં સ્ત્રીઓથી જ પરિવરેલી રહેતી. હે કુમાર ! વિધાતાએ નરરત્ન તને અહિં કર્યા અને સ્ત્રીરત્ન તેને ત્યાં કરી. જે તમારા બંને મેલાપ થાય તો વિધાતા પણ કૃતાર્થ થાય.” મુસાફરે કહેલી હકીકત સાંભળી રાજસિંહ બહુ ખુશ થયે, અને તે મુસાફરને પોતાના અંગ પરના અલંકારે ભેટ આપી સન્કાર કરી વિસર્જન કર્યો.
રાજસિંહ કુમાર સતી રત્નપતીને જોવાને તલપાપડ થયે. ઘેર પાછો ફર્યો પછી પણ એ જ વાત એના મનમાં ઘુંટાયા કરે. એનું રૂપ અને સૌભાગ્ય એટલું બધું ઉત્કૃષ્ટ હતું કે નગરની સ્ત્રીઓ જ્યારે જ્યારે એને નગરમાં ફરતો જોતી ત્યારે બીજાં કામો છેડી દઈ, અરે! રડતાં બાળકોની પણ દરકાર ન કરતા એને જોવાને દોડી જતી. આથી નગરજનોએ એકાંતમાં રાજાને વિનંતી કરી કે રાજસંહ કુમારને નગરમાં ફરતા અટકાવ રાજાને પણ તેમ કરવું યોગ્ય જણાયું. તેણે કુમારને સૂચના કરી કે બહાર ફરનારા પુરૂષની સઘળી કલા વિકલ થઈ જાય છે તેથી તારે સદા ઘરની અંદર રહેવું. રાજાની આ આજ્ઞા તેને ઘણું દુષ્કર લાગી. પ રાજાની પુત્રીને જોવાને તો તે તપી રહેલે જ હતિ. તેણે પિતાના મિત્ર સુમતિ સાથે વિચાર કર્યો, અને બન્ને જણા દેશાટન કરવા છુપી રીતે નીકળી પડ્યા.
ફરતાં ફરતાં તેઓએ એક દેવગૃહમાં રાત્રિએ મુકામ કર્યો. ત્યાં એક કોઈ પુરૂષો આર્તનાદ કુમારના સાંભળવામાં આવ્યો. કપાવાન કુમાર કૃપાળુ હાથમાં લઈ જે દિશા તરફથી અવાજ આવતો હતો તે દિશામાં ગયો. ત્યાં તેણે એક રાક્ષસને પિતાની કાખમાં ઘાલેલા એક પુરૂષ સાથે . રાક્ષસને તે પુરૂષને છોડી દેવાનું તેણે કહ્યું. રાક્ષસે કહ્યું કે “ સાધક મને વશ કરવાની ઈચ્છાવાળે છે. હું સાત રાતથી સુધાથી પીડાઉં છું. હવે આજે મને મળેલું ભક્ષ્ય હું કેમ છોડી દઉ? રાજસિતકુમારે રાક્ષસને કહ્યું કે આને તું છોડી દે, તારી નજરમાં આવે તેટલું મહામાંસ હું તને આપું છું. રાક્ષસે તે કબૂલ રાખ્યું. રાજસિંહ પોતાની તરફથી પિતાના શરીરનું માંસ કાપી કાપીને તેને આપવા તૈયાર થયેરાક્ષસ તેના સત્વથી ખુશ થયો, અને તેને વર માગવા જણાવ્યું.
For Private And Personal Use Only