________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઝોનમસ્કાર મહામંત્ર માહામ્ય લેખક–શ્રીયુત સુરચંદ પુરૂષોત્તમદાસ બદામી
બી. એ. એલએલ. બી. ટિાયર્ડ એ. કે. જજ
(ગતાંકથી ચાલુ) નમસ્કાર મંત્રના મહિમાસૂચક પાંચ દ્રષ્ટાંતે પંચ પરમેષ્ઠીના નમસ્કારથી આ ભવ પરભવમાં સુખ અને છેવટે મોક્ષ મળે છે એ કથનના સમર્થનમાં પૂજ્ય શ્રીઆવશ્યક સૂત્ર નિયુકિતમાં પાંચ ઉદાહરણો નીચેની ગાથાથી જણાવવામાં આવેલાં છે.
इहलोगंभि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुडिअजक्खो ५ अ दिटुंता ॥
( ગા. : ૦૧૨ - આગમેદય સંમતિ પ્રકાશિત આવશ્યકસૂત્ર) (નમસ્કાર કરવાથી ) આ લેકમાં ( ફળ પ્રાપ્ત કરનારાઓ પૈકી) (૧) ત્રિદંડી, (૨) સાદિવ્ય, અને (૩) માતુલુંગવન એ દૃષ્ટાંત છે; અને પરલેકમાં હળ પ્રાપ્ત કરનારાઓ પૈકી) (૪) ચંડપિંગલ અને (૫) હુંડિક યક્ષ એ દૃષ્ટાન્તો છે. - આ પાંચે દુષ્ટન્ત બહુ બધદાયક અને નમસ્કારમંત્ર ઉપર આપણી સુદૃઢ રૂચિ અને શ્રદ્ધા ઉત્પન્ન કરાવનારાં છે. આપણે એ દૃષ્ટાંત જરા વિસ્તારથી વિચારી લઈ આ લઘુ લેખ બંધ કરીશું. આ પાંચે દષ્ટાંત શેઠ દે. લા જૈન પુસ્તકોદ્ધાર ફંડ તરફથી શ્રીમદ્દેવેન્દ્રસુરીશ્વરે રચેલ વન્દારૂતિ અપનામ શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્રવૃત્તિ નામના ગ્રંથમાં (ગ્રંથાંક ૮) એક પુલિમિથુનનું કથાનક આપવામાં આવ્યું છે તેમાં ક્રમસર વર્ણવેલાં છે. તે કથાનક આપણે સંક્ષેપથી વિચારી લઈએ.
પુલિન્દ્રમિથુનનું કથાનક પુષ્કરાર્ધના ભરતક્ષેત્રમાં સિદ્ધાવટ નામના ગામમાં ગ્રામાનુગ્રામ વિહાર કરતા અને ભવ્ય જેને ઉપદેશામૃતનું પાન કરાવતા શ્રી સુવ્રત નામના આચાર્ય એકદા પધાર્યા. તે વખતે વર્ષાકાળની શરૂઆત થઈ રહી હતી. પૃથ્વી પાણીથી ભરેલી હેઈનવા અંકુવાળી અને ત્રસજીવોથી વ્યાપ્ત થયેલી હતી. હવે આગળ વિહાર કરવો મુનિમાર્ગને ઉચિત નહિં લાગવાથી તે આચાર્ય ભગવાને પિતાના પરિવાર સહિત એ જ ગામમાં પ્રવેશ કર્યો, અને ગામના નાયક પાસે વસતિની યાચના કરી ત્યાં જ ચતુર્માસ માટે મુકામ કર્યો. તે ચતુર્માસમાં અનેક પ્રકારની ઉગ્ર તપસ્યાઓ મુનિ મહારાજાઓએ કરી. કેઈ એ એક માસના, કોઈએ બે માસના. કોઈએ ત્રણ માસના, કોઇએ ચાર માસના ઉપવાસ કર્યો. એક દમસાર નામના મહામુનિ ગુરૂ મહારાજની આજ્ઞા લઈ આહારરહિતપણે સ્વાધ્યાય ધ્યાન કરવા નજદીકના એક પર્વનની ગુફામાં રહ્યા. તે દરમ્યાન એક પુલિમિથુન (ભીલનું જોડું) આમ તેમ ભમતું ત્યાં આગળ આવ્યું. અને તે મહર્ષિનાં દર્શન માત્રથી નિર્મલચિત્તવાળું થયું તે કષિ. મહારાજે તેમને ખ્ય જાણી પરમેષ્ઠી મંત્રને પાઠ
For Private And Personal Use Only