________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી જૈન સત્ય પ્રકાશ
“હે ધનપાલ ! આ મૃગલાઓ ઉંચે આકાશમાં દે છે અને આ બુડે જમીનને ખેદે છે. તેનું કેમ?' ભજ ભૂપતિએ આ વિચિત્ર પ્રશ્ન પૂછયો, છતાં પ્રત્યુત્પન્નબુદ્ધિના નિધાન ધનપાલે તરત જ અર્ધા લોકથી પ્રત્યુત્તર આપ્યો—
देव! त्वदस्वचकिताः श्रयितुं स्वजाति
मेके मृगाङ्कमृगमादिवराहमन्ये ॥ १ ॥ હે મહારાજ! આપના ચળકતા તીણું શસ્ત્રથી ભયભીત બનેલા મુગલાઓ પોતાની જાતના વડા ચંદ્રમાં રહેલા મૃગને શરણે જવા માગે છે, માટે ઉંચે આકાશમાં છલંગે મારે છે, અને આ ડુક્કરે પોતાની જાતિના આદિ વરાહ (વરાહાવતારી વિષ્ણુ) કે જે પાતાલમાં છે, તેની મદદ માગવા જમીન ખોદે છે.
શિકારને ત્યાગ આ પ્રમાણે સાંભળતાં કોઈ દ્વેષીએ ભૂપતિ ભેજને જણાવ્યું કે –“મહારાજ! આ કવિ ધનપાલ જૈનધર્મી પરમાતપાસક છે, માટે તથા પ્રકારનું શિકારનું વર્ણન કઈ પણ રીતે નહીં જ કરે. ત્યારે ભોજે ફેર ધનપાલને કહ્યું કે-“તમે શિકારનું વર્ણન કરો” તેના પ્રત્યુત્તરમાં ધનપાલ પંડિતે શિકારનું વર્ણન કરતાં નીચેને લેક કહ્યો
रसातलं यातु यदत्र पौरुषं क्व नीतिरेषाऽशरणो ह्यदोषवान् ॥ निहन्यते यद् बलिनाऽपि दुर्बलो हहा महाकष्टमराजकं जगत् ॥१॥
જે પુરૂષાર્થ નિરપરાધી પ્રાણિઓના પ્રાણ લેવામાં વપરાય છે, એવો પુરૂષાર્થ પણ ભલે પાતાલમાં પેસી જાઓ, શું આવી તે નીતિ હોઈ શકે કે અશરણું, નિર્દોષ અને દુર્બળને બળવાન મારી નાખે? અરેરે ! મહાકષ્ટની વાત છે કે જગત અરાજક થઈ ગયું છે ! જગતમાં કોઈ રાજા જ નથી– નિરપરાધી પ્રાણીઓને વિના કારણે સંહાર થાય! સામાન્યતઃ એવો નિયમ છે કે “બલવાનેએ દુર્બલેની સમ્યક્ પ્રકારે રક્ષા કરવી જોઈએ” તેને બદલે સ્વયં ક્રીડા કાલુકામાં મગ્ન બની બલવાનો નિર્બલ કે નિદોષને દબાવી દે. ચગદી નાખે, તેની ઘેર હત્યા કરે એ હડહડતી અનીતિ નહીં તે શું કહી શકાય?
આ વચન સાંભળીને રાજાના દુઃખનો પાર રહ્યો નહીં. તેનાં નેત્રો લાલ બની ગયાં, શરીરનાં અવયે કંપવા લાગ્યાં અને એકદમ બેઠા થઈ કહ્યું, ધનપાલ શું એલે છે ? ભાન છે કે નહીં ? તરત જ ધનપાલ મહારાજાને શાંત કરવા કહ્યું:
वैरिणोऽपि हि मुच्यन्ते प्राणान्ते तृणभक्षणात् ॥
7ઇriદારા તે, દુન્યન્ત રાવઃ થ? !! ? | પ્રાણ સંકટ આવતાં વૈરી પણ જે પિતાના મોમાં તૃણ (ઘાસનાં તરણાં ) ગ્રહણ કરે, તો તેવા શત્રુને પણ ક્ષત્રિયે છાડી મૂકે છે, તો જેઓ નિરંતર તૃણનું ભક્ષણ કરનારા છે, નિર્મલ ઝરણાઓનું જળ પિનારા છે, એવાં પશુઓને ઘાત કેમ કરાય ?
આ પ્રમાણે શ્લેક સાંભળતાં રાજા ભોજના અંતઃકરણમાં અત્યંત કરૂણું આવી ગઈ. તેને સત્યની ખાત્રી થઈ, એટલું જ નહીં પશુ તેણે તરત જ ધનુષ બાણને તિલાંજલી દઈ દીધી અને જીંદગી પર્યત શિકાર નહી કરવાની દઢ પ્રતિજ્ઞા કરી. ઉત્તમ પુરૂષો ગમે તેવા પ્રસંગે પણ પિતાના માલીકનું હિત કરવામાં જ તત્પર હોય છે. (ચાલુ )
For Private And Personal Use Only