________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જેન સત્ય પ્રકાશ
પ્રથમદેષ-વિદ્યમાન (સત ) કાર્યની ઉત્પત્તિ થશે. પટપટ વગેરે જે કાર્યો કરવામાં આવે છે, તે ઘણે કાળે ઉત્પન્ન થાય છે, તેને બદલે એ “કરાતું છતું કરાયું" એ માનવામાં આવે તે બધાં કાર્યો પ્રથમ સમયે કરાતાં છે, માટે કરાયાં પણ છે, હવે કરાએ કાર્યને કરવાપણું ન રહ્યું જ્યારે કરાયેલ કાર્યનું કરવાપણું નથી તે બીજે ત્રીજે સમયે જે કરવામાં આવે છે, તે શું ? કહેવું પડશે કે કરાયેલ જ કરાય છે. એ રીતે કરાતું છતું કરાયું એ માનવામાં વિદ્યમાન કાર્યની ઉત્પત્તિરૂ૫ દેવા આવે છે. - જ્યારે “કરાતું છતું કરાયું” એ નથી માનતા ત્યારે એ દેષ આવતા નથી કારણ કે પ્રથમ સમયે તે કરાયું નથી, માટે પછીથી જે બીજે ત્રીજે સમયે કરવામાં આવે છે, તે નહિ કરાયેલને જ કરવામાં આવે છે. માટે અવિદ્યમાન કાર્યની જ ઉત્પત્તિ થાય છે. માટે વિદ્યમાન કાર્યની ઉત્પત્તિરૂપ દેષ આવતા નથી
બીજોષ-ક્રિયાને વિરામ જ નહિ થાય. કાર્ય ઉત્પન્ન થયા પછી ક્રિયાને નાશ થાય છે, “કરાતું છતું કરાયું” એ પક્ષમાં ક્રિયાને કઈ પણ કાળે નાશ થશે જ નહિ, કારણ કે પ્રથમ સમયે જે કાર્ય કરવાને માટે ક્રિયા શરૂ થઈ, તે ક્રિયાને તે કાર્ય થયા પછી નાશ થાય, પરંતુ “કરાતું છતું કરાયું” એમ માનવામાં પ્રથમ સમયે કાર્ય તે થઈ ગયું, અને ક્રિયા છે તે પછી બીજે ત્રીજે સમયે પણ ચાલુ છે, હવે તે ક્રિયાને નાશ કરનાર કેશુ? ક્રિયાને નાશ કરનાર કાર્ય તો હવે થવાનું નથી. તે તો પ્રથમ સમયે જ થઈ ગયું છે. માટે “કરાતું એ કરાયું” માનવામાં ન આવે તો આ દોષ ન આવે; કારણ કે પ્રથમ સમયે કાર્ય થયું નથી, માટે બીજે ત્રીજે સમયે જે ક્રિયા ચાલુ છે, તે ક્રિયા જયાં સુધી કાર્યની ઉત્પન્ન નહિ થાય ત્યાં સુધી ચાલુ રહેશે, અને જ્યારે કાર્યની ઉત્પત્તિ થઈ જશે, એટલે ક્રિયા પણ સમાપ્ત થશે.
ત્રીજેદેષ-પ્રથમ સમયે જ કાર્યની ઉત્પત્તિ થશે. માટી લાવવી, પલાળવી, મસળવી ચક્ર ઉપર પીંડ બનાવીને મૂકવો, એ રીતે ઘણે કાળે એક ધટરૂપ કાર્ય ઉત્પન્ન થાય છે. એ રીતે સર્વ કર્યો ઘણે કાળે ઉત્પન્ન થાય છે. જ્યારે “કરાતું અને કરાયું એક માનીએ ત્યારે ઘટ બનાવવાની શરૂઆત કરી તરત જ પ્રથમ સમયે કરાતું છે, માટે કાર્ય કરાયું, પણ થઈ ગયું, એ રીતે કાર્ય કરવાના પ્રથમ સમયે જ કાર્ય દેખાવું જઈએ. પ્રત્યક્ષ બાધ છે કે પ્રથમ સમયે ઘટ વગેરે દેખાતા નથી, પણ ઘણે કાળે જ દેખાય છે. ત્યારે “કરાતું એ કરાયું” નથી માનતા, એટલે પ્રથમ સમયે કરાતું જ છે, પણ કરાયું નથી. જ્યારે કાર્ય કરાયું જ નથી, માટે દેખાતું પણ નથી, જ્યારે કરાશે, ત્યારે દેખાશે, ઘણે કાળે કરાય છે, તે ઘણે કાળે દેખાય પણ છે, એ રીતે કરાતું એ કરાયું” એમ માનવામાં ત્રીજે દેવ લાગે છે અને નહિ માનવામાં લાગુ પડતો નથી.
ચોથે દેષ-ક્રિયા નિષ્ફળ થશે, ક્રિયા કદી નિકુળ હોતી જ નથી, અથાત ક્રિયા કંઈ ને કંઈ કાર્યને ઉત્પન કરે જ છે. “કરાતું છતું કરાયું” એ પક્ષમાં પ્રથમ સમયે કાર્યની ઉપત્તિ તે થઈ ગઈ. હવે બીજે ત્રીજે સમયે જે ક્રિયા ચાલુ છે. તેને કોઈ કાર્ય કરવાનું રહેતું નથી, જે કાર્ય કરવાનું હતું તે પ્રથમ સમયે જ થઈ ગયું; એ રીતે ક્રિયા નિષ્ફળ થઇ. જ્યારે એ નથી માનતા, ત્યારે પ્રથમ સમયે કાર્ય થયું નથી, માટે
For Private And Personal Use Only